Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-664

Page 664

ਨਾਨਕ ਨਾਮੁ ਮਿਲੈ ਮਨੁ ਮਾਨਿਆ ॥੪॥੧॥ હે નાનક! તેને હરિ-નામ મળી ગયું છે અને તેનું મન તૃપ્ત થઈ ગયું છે॥॥॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੩ ॥ ધનાસરી મહેલ ૩॥
ਹਰਿ ਨਾਮੁ ਧਨੁ ਨਿਰਮਲੁ ਅਤਿ ਅਪਾਰਾ ॥ હરિ-નામનું ધન અત્યંત નિર્મળ અને અપરંપાર છે
ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਭਰੇ ਭੰਡਾਰਾ ॥ ગુરુના શબ્દ દ્વારા મેં આ ધનના ભંડાર ભરી લીધા છે
ਨਾਮ ਧਨ ਬਿਨੁ ਹੋਰ ਸਭ ਬਿਖੁ ਜਾਣੁ ॥ નામ-ધન વગર બીજું બધું ધન ઝેરરૂપ સમજો
ਮਾਇਆ ਮੋਹਿ ਜਲੈ ਅਭਿਮਾਨੁ ॥੧॥ મનુષ્ય અભિમાનમાં આવીને મોહની અગ્નિમાં સળગતો રહે છે ॥૧॥
ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਰਸੁ ਚਾਖੈ ਕੋਇ ॥ ગુરુના માધ્યમથી કોઈ દુર્લભ જ હરિ-રસને ચાખે છે
ਤਿਸੁ ਸਦਾ ਅਨੰਦੁ ਹੋਵੈ ਦਿਨੁ ਰਾਤੀ ਪੂਰੈ ਭਾਗਿ ਪਰਾਪਤਿ ਹੋਇ ॥ ਰਹਾਉ ॥ તે દિવસ-રાત હંમેશા આનંદમાં રહે છે અને સંપૂર્ણ ભાગ્યથી જ હરિ-નામની પ્રાપ્તિ થાય છે ॥વિરામ॥
ਸਬਦੁ ਦੀਪਕੁ ਵਰਤੈ ਤਿਹੁ ਲੋਇ ॥ આ બ્રહ્મ-શબ્દરૂપી દીવો આકાશ, પાતાળ અને પૃથ્વી આ ત્રણેય લોકમાં પ્રકાશ કરી રહ્યો છે
ਜੋ ਚਾਖੈ ਸੋ ਨਿਰਮਲੁ ਹੋਇ ॥ જે મનુષ્ય આ રસને ચાખે છે તે પવિત્ર થઈ જાય છે
ਨਿਰਮਲ ਨਾਮਿ ਹਉਮੈ ਮਲੁ ਧੋਇ ॥ આ પવિત્ર નામ મનની અહંકાર રૂપી ગંદકીને સ્વચ્છ કરી દે છે
ਸਾਚੀ ਭਗਤਿ ਸਦਾ ਸੁਖੁ ਹੋਇ ॥੨॥ હરિની સાચી ભક્તિથી મનુષ્ય હંમેશા જ સુખી રહે છે ॥૨॥
ਜਿਨਿ ਹਰਿ ਰਸੁ ਚਾਖਿਆ ਸੋ ਹਰਿ ਜਨੁ ਲੋਗੁ ॥ જેણે હરિ-રસને ચાખી લીધું છે તે હરિનો સેવક બની ગયો છે
ਤਿਸੁ ਸਦਾ ਹਰਖੁ ਨਾਹੀ ਕਦੇ ਸੋਗੁ ॥ તેને હંમેશા જ હર્ષ બની રહે છે અને તેને કોઈ ચિંતા થતી નથી
ਆਪਿ ਮੁਕਤੁ ਅਵਰਾ ਮੁਕਤੁ ਕਰਾਵੈ ॥ તે પોતે જ માયાના બંધનોથી મુક્ત થઈ જાય છે અને બીજાને પણ મુક્ત કરાવી લે છે
ਹਰਿ ਨਾਮੁ ਜਪੈ ਹਰਿ ਤੇ ਸੁਖੁ ਪਾਵੈ ॥੩॥ તે હરિ-નામનું ભજન કરે છે અને હરિથી જ સુખ પ્રાપ્ત કરે છે ॥૩॥
ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਸਭ ਮੁਈ ਬਿਲਲਾਇ ॥ ગુરુ વગર આખી દુનિયા દુઃખી થઈને વિલાપ કરે છે
ਅਨਦਿਨੁ ਦਾਝਹਿ ਸਾਤਿ ਨ ਪਾਇ ॥ તે દિવસ-રાત તૃષ્ણાની અગ્નિમાં સળગતી રહે છે અને તેને શાંતિ પ્રાપ્ત થતી નથી
ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਸਭੁ ਤ੍ਰਿਸਨ ਬੁਝਾਏ ॥ જો ગુરુ મળી જાય તો બધી તૃષ્ણા દૂર થઈ જાય છે
ਨਾਨਕ ਨਾਮਿ ਸਾਂਤਿ ਸੁਖੁ ਪਾਏ ॥੪॥੨॥ હે નાનક! નામ દ્વારા જ સુખ તેમજ શાંતિ પ્રાપ્ત થાય છે ॥૪॥૨॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੩ ॥ ધનાસરી મહેલ ૩ ॥
ਸਦਾ ਧਨੁ ਅੰਤਰਿ ਨਾਮੁ ਸਮਾਲੇ ॥ જીવ તેનું નામ સ્મરણ કરતા રહે છે અને આ નામ-ધન હંમેશા જીવન હદયમાં વસે છે
ਜੀਅ ਜੰਤ ਜਿਨਹਿ ਪ੍ਰਤਿਪਾਲੇ ॥ જે પરમાત્મા એ બધા જીવોનું પાલન પોષણ કર્યું છે
ਮੁਕਤਿ ਪਦਾਰਥੁ ਤਿਨ ਕਉ ਪਾਏ ॥ પ્રભુ મુક્તિ પદાર્થ તેના હૃદયમાં જ નાખી દે છે
ਹਰਿ ਕੈ ਨਾਮਿ ਰਤੇ ਲਿਵ ਲਾਏ ॥੧॥ જે મનુષ્ય હરિના નામમાં લીન રહે છે તે તેમાં જ ધ્યાન લગાડીને રાખે છે ॥૧॥
ਗੁਰ ਸੇਵਾ ਤੇ ਹਰਿ ਨਾਮੁ ਧਨੁ ਪਾਵੈ ॥ પ્રત્યેક મનુષ્ય ગુરુની સેવા દ્વારા હરિ-નામ ધનને પ્રાપ્ત કરે છે
ਅੰਤਰਿ ਪਰਗਾਸੁ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਵੈ ॥ ਰਹਾਉ ॥ જે હરિ-નામનું ધ્યાન કરે છે તેના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થઈ જાય છે ॥વિરામ॥
ਇਹੁ ਹਰਿ ਰੰਗੁ ਗੂੜਾ ਧਨ ਪਿਰ ਹੋਇ ॥ આ હરિ-પ્રેમનો ગાઢ રંગ પ્રભુ-પતિની તે જીવ-સ્ત્રી પર ચઢે છે
ਸਾਂਤਿ ਸੀਗਾਰੁ ਰਾਵੇ ਪ੍ਰਭੁ ਸੋਇ ॥ જે શાંતિને પોતાનો શણગાર બનાવે છે
ਹਉਮੈ ਵਿਚਿ ਪ੍ਰਭੁ ਕੋਇ ਨ ਪਾਏ ॥ કોઈ પણ મનુષ્ય અહંકારમાં પ્રભુને મેળવી શકતો નથી
ਮੂਲਹੁ ਭੁਲਾ ਜਨਮੁ ਗਵਾਏ ॥੨॥ તે પોતાના મૂળ પ્રભુને ભુલાવી પોતાનો જન્મ વ્યર્થ ગુમાવી લે છે ॥૨॥
ਗੁਰ ਤੇ ਸਾਤਿ ਸਹਜ ਸੁਖੁ ਬਾਣੀ ॥ શાંતિ. આનંદ, અને સુખ દેવાવાળી વાણી ગુરુથી જ પ્રાપ્ત થાય છે
ਸੇਵਾ ਸਾਚੀ ਨਾਮਿ ਸਮਾਣੀ ॥ ગુરુની સાચી સેવા કરવાથી મન નામમાં લીન થઈ જાય છે
ਸਬਦਿ ਮਿਲੈ ਪ੍ਰੀਤਮੁ ਸਦਾ ਧਿਆਏ ॥ જે વ્યક્તિને શબ્દની ઉપલબ્ધી થઈ જાય છે તે હંમેશા પોતાના પ્રિયતમ પ્રભુનું જ ધ્યાન કરતો રહે છે
ਸਾਚ ਨਾਮਿ ਵਡਿਆਈ ਪਾਏ ॥੩॥ આ રીતે તે સત્ય નામ-દ્વારા પ્રભુના દરબારમાં શોભા પ્રાપ્ત કરે છે ॥૩॥
ਆਪੇ ਕਰਤਾ ਜੁਗਿ ਜੁਗਿ ਸੋਇ ॥ તે કર્તા-પ્રભુ યુગ-યુગાંતરમાં હાજર છે
ਨਦਰਿ ਕਰੇ ਮੇਲਾਵਾ ਹੋਇ ॥ જો તે પોતાની કરુણા-દ્રષ્ટિ કરે તો જીવનો તેનાથી મેળાપ થાય છે
ਗੁਰਬਾਣੀ ਤੇ ਹਰਿ ਮੰਨਿ ਵਸਾਏ ॥ ગુરુવાણી દ્વારા મનુષ્ય પ્રભુને પોતાના મનમાં વસાવી લે છે
ਨਾਨਕ ਸਾਚਿ ਰਤੇ ਪ੍ਰਭਿ ਆਪਿ ਮਿਲਾਏ ॥੪॥੩॥ હે નાનક! જે વ્યક્તિ સત્યના પ્રેમમાં મગ્ન થઈ જાય છે પ્રભુ પોતે જ તેને પોતાની સાથે મેળવી લે છે ॥૪॥૩॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੩ ਤੀਜਾ ॥ ધનસારી મહેલ ૩ ત્રીજો ॥
ਜਗੁ ਮੈਲਾ ਮੈਲੋ ਹੋਇ ਜਾਇ ॥ ਆਵੈ ਜਾਇ ਦੂਜੈ ਲੋਭਾਇ ॥ આ જગત અપવિત્ર છે અને જીવ પણ અપવિત્ર થઈ જાય છે દ્વૈતભાવમાં મુગ્ધ થયેલ તે જન્મતા તેમજ મરતા રહે છે
ਦੂਜੈ ਭਾਇ ਸਭ ਪਰਜ ਵਿਗੋਈ ॥ દ્વૈતભાવમાં ફસાઈને આખી દુનિયા જ બરબાદ થઈ ગઈ છે
ਮਨਮੁਖਿ ਚੋਟਾ ਖਾਇ ਅਪੁਨੀ ਪਤਿ ਖੋਈ ॥੧॥ મનમુખ મનુષ્ય ઇજા ખાઈ છે અને પોતાનું સન્માન ગુમાવી દે છે ॥૧॥
ਗੁਰ ਸੇਵਾ ਤੇ ਜਨੁ ਨਿਰਮਲੁ ਹੋਇ ॥ ગુરુની સેવાથી મનુષ્ય નિર્મળ થઈ જાય છે
ਅੰਤਰਿ ਨਾਮੁ ਵਸੈ ਪਤਿ ਊਤਮ ਹੋਇ ॥ ਰਹਾਉ ॥ તેના મનમાં નામનો નિવાસ થઈ જાય છે અને તેનું સન્માન ઉત્તમ થઈ જાય છે ॥વિરામ॥
ਗੁਰਮੁਖਿ ਉਬਰੇ ਹਰਿ ਸਰਣਾਈ ॥ ગુરુમુખ મનુષ્ય હરિની શરણમાં આવવાથી સંસાર સમુદ્રથી પાર થઈ જાય છે
ਰਾਮ ਨਾਮਿ ਰਾਤੇ ਭਗਤਿ ਦ੍ਰਿੜਾਈ ॥ રામ નામમાં મગ્ન થયેલ તે મનમાં દ્રઢતાથી ભક્તિ કરે છે
ਭਗਤਿ ਕਰੇ ਜਨੁ ਵਡਿਆਈ ਪਾਏ ॥ ભક્તજન તો પ્રભુની ભક્તિ કરીને યશ પ્રાપ્ત કરે છે
ਸਾਚਿ ਰਤੇ ਸੁਖ ਸਹਜਿ ਸਮਾਏ ॥੨॥ તે સત્યમાં રંગાયેલ રહીને સરળ સુખમાં જ સમાય જાય છે ॥૨॥
ਸਾਚੇ ਕਾ ਗਾਹਕੁ ਵਿਰਲਾ ਕੋ ਜਾਣੁ ॥ સત્ય-નામનો ગ્રાહક કોઈ દુર્લભ જ ને સમજો
ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਆਪੁ ਪਛਾਣੁ ॥ ગુરુના શબ્દ દ્વારા પોતાની જાતની ઓળખાણ કરી લો
ਸਾਚੀ ਰਾਸਿ ਸਾਚਾ ਵਾਪਾਰੁ ॥ હરિ-નામની રાશિ સત્ય છે અને તેનો વ્યાપાર પણ સત્ય છે
ਸੋ ਧੰਨੁ ਪੁਰਖੁ ਜਿਸੁ ਨਾਮਿ ਪਿਆਰੁ ॥੩॥ તે પુરુષ ધન્ય છે જે પ્રભુના નામથી પ્રેમ કરે છે ॥૩॥
ਤਿਨਿ ਪ੍ਰਭਿ ਸਾਚੈ ਇਕਿ ਸਚਿ ਲਾਏ ॥ તે સાચા પ્રભુએ કોઈને સત્ય નામમાં લગાડેલા છે અને
ਊਤਮ ਬਾਣੀ ਸਬਦੁ ਸੁਣਾਏ ॥ તે ઉત્તમ વાણી તેમજ શબ્દ જ સાંભળે છે


© 2017 SGGS ONLINE
Scroll to Top