Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-629

Page 629

ਗੁਰੁ ਪੂਰਾ ਆਰਾਧੇ ॥ સંપૂર્ણ ગુરુની પ્રાર્થના કરવાથી
ਕਾਰਜ ਸਗਲੇ ਸਾਧੇ ॥ બધા કાર્ય સિદ્ધ થઈ ગયા છે.
ਸਗਲ ਮਨੋਰਥ ਪੂਰੇ ॥ મારા બધા મનોરથ પણ પૂર્ણ થઈ ગયા છે અને
ਬਾਜੇ ਅਨਹਦ ਤੂਰੇ ॥੧॥ મનમાં અનહદ નાદ વાગે છે ॥૧॥
ਸੰਤਹੁ ਰਾਮੁ ਜਪਤ ਸੁਖੁ ਪਾਇਆ ॥ હે સંતો! રામનું ભજન કરવાથી સુખની ઉપલબ્ધતા થઈ છે.
ਸੰਤ ਅਸਥਾਨਿ ਬਸੇ ਸੁਖ ਸਹਜੇ ਸਗਲੇ ਦੂਖ ਮਿਟਾਇਆ ॥੧॥ ਰਹਾਉ ॥ સંતોના પવિત્ર સ્થાન પર નિર્મળ સરળ સુખ મેળવી લીધું છે અને બધા દુઃખ મટી ગયા છે ॥૧॥વિરામ॥
ਗੁਰ ਪੂਰੇ ਕੀ ਬਾਣੀ ॥ ਪਾਰਬ੍ਰਹਮ ਮਨਿ ਭਾਣੀ ॥ સંપૂર્ણ ગુરુની મધુર વાણી પરબ્રહ્મ-પરમેશ્વરના મનને લોભાવે છે.
ਨਾਨਕ ਦਾਸਿ ਵਖਾਣੀ ॥ ਨਿਰਮਲ ਅਕਥ ਕਹਾਣੀ ॥੨॥੧੮॥੮੨॥ દાસ નાનકે તે જ વખાણ કર્યા છે કે જે પ્રભુની નિર્મળ અકથનીય વાર્તા છે ॥૨॥૧૮॥૮૨॥
ਸੋਰਠਿ ਮਹਲਾ ੫ ॥ સોરઠી મહેલ ૫॥
ਭੂਖੇ ਖਾਵਤ ਲਾਜ ਨ ਆਵੈ ॥ જેમ કોઈ ભૂખ્યા પુરુષને ખાતા સમયે શરમ આવતી નથી
ਤਿਉ ਹਰਿ ਜਨੁ ਹਰਿ ਗੁਣ ਗਾਵੈ ॥੧॥ તેમ જ પ્રભુ-ભક્ત નિઃસંકોચ પ્રભુનું ગુણગાન કરે છે ॥૧॥
ਅਪਨੇ ਕਾਜ ਕਉ ਕਿਉ ਅਲਕਾਈਐ ॥ પોતાના કાર્ય પ્રભુ-ભક્તિને કરવામાં શા માટે આળસ કરે?
ਜਿਤੁ ਸਿਮਰਨਿ ਦਰਗਹ ਮੁਖੁ ਊਜਲ ਸਦਾ ਸਦਾ ਸੁਖੁ ਪਾਈਐ ॥੧॥ ਰਹਾਉ ॥ જેનું સ્મરણ કરવાથી પ્રભુ-દરબારમાં મુખ પ્રકાશિત થાય છે અને હંમેશા જ સુખની ઉપલબ્ધતા થાય છે ॥૧॥વિરામ॥
ਜਿਉ ਕਾਮੀ ਕਾਮਿ ਲੁਭਾਵੈ ॥ જેમ કામુક મનુષ્ય કામવાસનામાં જ લીન રહે છે,
ਤਿਉ ਹਰਿ ਦਾਸ ਹਰਿ ਜਸੁ ਭਾਵੈ ॥੨॥ તેમ જ પ્રભુના ભક્તને પ્રભુનું યશગાન જ સારું લાગે છે ॥૨॥
ਜਿਉ ਮਾਤਾ ਬਾਲਿ ਲਪਟਾਵੈ ॥ જેમ માતા પોતાના બાળકની સાથે મોહમાં લપટેલી રહે છે,
ਤਿਉ ਗਿਆਨੀ ਨਾਮੁ ਕਮਾਵੈ ॥੩॥ તેમ જ જ્ઞાનવાન મનુષ્ય પ્રભુ-નામની સાધનામાં જ મગ્ન રહે છે ॥૩॥
ਗੁਰ ਪੂਰੇ ਤੇ ਪਾਵੈ ॥ ਜਨ ਨਾਨਕ ਨਾਮੁ ਧਿਆਵੈ ॥੪॥੧੯॥੮੩॥ નાનકનું કહેવું છે કે સંપૂર્ણ ગુરૂથી નામ-સ્મરણની પ્રાપ્તિ થાય છે, અને તે પ્રભુ-નામનું જ ધ્યાન કરે છે ॥૪॥૧૬॥૮૩॥
ਸੋਰਠਿ ਮਹਲਾ ੫ ॥ સોરઠી મહેલ ૫॥
ਸੁਖ ਸਾਂਦਿ ਘਰਿ ਆਇਆ ॥ હું પોતાના ઘરમાં સકુશળ આવી ગયો છું અને
ਨਿੰਦਕ ਕੈ ਮੁਖਿ ਛਾਇਆ ॥ નિંદકોનું મુખ કાળું થઈ ગયું છે અર્થાત નિંદક શરમાઈ ગયા છે.
ਪੂਰੈ ਗੁਰਿ ਪਹਿਰਾਇਆ ॥ સંપૂર્ણ ગુરુએ મને પ્રતિષ્ઠાનું વસ્ત્ર પહેરાવી દીધું છે અને
ਬਿਨਸੇ ਦੁਖ ਸਬਾਇਆ ॥੧॥ મારા બધા દુ:ખોનો વિનાશ થઈ ગયો છે ॥૧॥
ਸੰਤਹੁ ਸਾਚੇ ਕੀ ਵਡਿਆਈ ॥ હે ભક્તજનો! આ સાચા પરમેશ્વરની ઉદારતા છે,
ਜਿਨਿ ਅਚਰਜ ਸੋਭ ਬਣਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ જેને મારી અદ્દભૂત શોભા બનાવી છે ॥૧॥વિરામ॥
ਬੋਲੇ ਸਾਹਿਬ ਕੈ ਭਾਣੈ ॥ ਦਾਸੁ ਬਾਣੀ ਬ੍ਰਹਮੁ ਵਖਾਣੈ ॥ હું તો માલિકની રજામાં જ બોલું છું અને આ દાસ તો બ્રહ્મ-વાણીનું જ વખાણ કરે છે.
ਨਾਨਕ ਪ੍ਰਭ ਸੁਖਦਾਈ ॥ ਜਿਨਿ ਪੂਰੀ ਬਣਤ ਬਣਾਈ ॥੨॥੨੦॥੮੪॥ હે નાનક! તે પ્રભુ ખુબ સુખદાયક છે, જેને સંપૂર્ણ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે ॥૨॥૨૦॥૮૪॥
ਸੋਰਠਿ ਮਹਲਾ ੫ ॥ સોરઠી મહેલ ૫॥
ਪ੍ਰਭੁ ਅਪੁਨਾ ਰਿਦੈ ਧਿਆਏ ॥ પોતાના પ્રભુનું હ્રદયમાં ધ્યાન કરતા
ਘਰਿ ਸਹੀ ਸਲਾਮਤਿ ਆਏ ॥ અમે સકુશળ ઘરે પાછા આવ્યા છીએ.
ਸੰਤੋਖੁ ਭਇਆ ਸੰਸਾਰੇ ॥ હવે સંસારને સંતોષ પ્રાપ્ત થઈ ગયો છે ત્યારથી
ਗੁਰਿ ਪੂਰੈ ਲੈ ਤਾਰੇ ॥੧॥ સંપૂર્ણ ગુરુએ તેને ભવસાગરથી તારી દીધો છે ॥૧॥
ਸੰਤਹੁ ਪ੍ਰਭੁ ਮੇਰਾ ਸਦਾ ਦਇਆਲਾ ॥ હે ભક્તજનો! મારો પ્રભુ હંમેશા જ મારા પર દયાળુ છે.
ਅਪਨੇ ਭਗਤ ਕੀ ਗਣਤ ਨ ਗਣਈ ਰਾਖੈ ਬਾਲ ਗੁਪਾਲਾ ॥੧॥ ਰਹਾਉ ॥ તે પોતાના ભક્તના કર્મોનો લેખ-જોખ કરતો નથી અને પોતાના બાળકની જેમ તેની રક્ષા કરે છે ॥૧॥વિરામ॥
ਹਰਿ ਨਾਮੁ ਰਿਦੈ ਉਰਿ ਧਾਰੇ ॥ મેં તો પોતાના હૃદયમાં પરમાત્માનું નામ જ ધારણ કરેલું છે અને
ਤਿਨਿ ਸਭੇ ਥੋਕ ਸਵਾਰੇ ॥ તેણે મારા બધા કાર્ય સંભાળી દીધા છે.
ਗੁਰਿ ਪੂਰੈ ਤੁਸਿ ਦੀਆ ॥ ਫਿਰਿ ਨਾਨਕ ਦੂਖੁ ਨ ਥੀਆ ॥੨॥੨੧॥੮੫॥ સંપૂર્ણ ગુરુએ ખુશ થઈને નામ-દાન દીધું છે, તેથી નાનકને ફરી કોઈ કષ્ટ થયો નથી ॥૨॥૨૧॥૮૫॥,
ਸੋਰਠਿ ਮਹਲਾ ੫ ॥ સોરઠી મહેલ ૫॥
ਹਰਿ ਮਨਿ ਤਨਿ ਵਸਿਆ ਸੋਈ ॥ મારા મન-શરીરમાં હરિનો નિવાસ થઈ ગયો છે
ਜੈ ਜੈ ਕਾਰੁ ਕਰੇ ਸਭੁ ਕੋਈ ॥ જેના ફળ સ્વરૂપ હવે બધા મારું માન-સન્માન કરી રહ્યા છે.
ਗੁਰ ਪੂਰੇ ਕੀ ਵਡਿਆਈ ॥ આ સંપૂર્ણ ગુરુની ઉદારતા છે કે
ਤਾ ਕੀ ਕੀਮਤਿ ਕਹੀ ਨ ਜਾਈ ॥੧॥ તેનું મૂલ્યાંકન કરી શકાતું નથી ॥૧॥
ਹਉ ਕੁਰਬਾਨੁ ਜਾਈ ਤੇਰੇ ਨਾਵੈ ॥ હે પ્રભુ! હું તારા નામ પર બલિહાર જાવ છું.
ਜਿਸ ਨੋ ਬਖਸਿ ਲੈਹਿ ਮੇਰੇ ਪਿਆਰੇ ਸੋ ਜਸੁ ਤੇਰਾ ਗਾਵੈ ॥੧॥ ਰਹਾਉ ॥ હે પ્રેમાળ! જેને તું ક્ષમા કરી દે છે, તે જ તારું યશ ગાય છે ॥૧॥વિરામ॥
ਤੂੰ ਭਾਰੋ ਸੁਆਮੀ ਮੇਰਾ ॥ હે પ્રભુ! તું મારો મહાન સ્વામી છે અને
ਸੰਤਾਂ ਭਰਵਾਸਾ ਤੇਰਾ ॥ સંતોને તારો જ વિશ્વાસ છે.
ਨਾਨਕ ਪ੍ਰਭ ਸਰਣਾਈ ॥ ਮੁਖਿ ਨਿੰਦਕ ਕੈ ਛਾਈ ॥੨॥੨੨॥੮੬॥ નાનકનું કહેવું છે કે પ્રભુની શરણમાં આવવાથી નિંદકોનું મુખ કાળુ થઈ ગયું છે ॥૨॥૨૨॥૮૬॥
ਸੋਰਠਿ ਮਹਲਾ ੫ ॥ સોરઠી મહેલ ૫॥
ਆਗੈ ਸੁਖੁ ਮੇਰੇ ਮੀਤਾ ॥ હે મિત્ર! ભૂતકાળ-ભવિષ્યકાળ લોક-પરલોકમાં
ਪਾਛੇ ਆਨਦੁ ਪ੍ਰਭਿ ਕੀਤਾ ॥ મારા માટે પ્રભુએ સુખ તેમજ આનંદ કરી દીધો છે.
ਪਰਮੇਸੁਰਿ ਬਣਤ ਬਣਾਈ ॥ પરમેશ્વરે એવું વિધાન બનાવ્યું છે કે
ਫਿਰਿ ਡੋਲਤ ਕਤਹੂ ਨਾਹੀ ॥੧॥ મારુ મન પછી ક્યાંય બીજે ડોલતું નથી ॥૧॥
ਸਾਚੇ ਸਾਹਿਬ ਸਿਉ ਮਨੁ ਮਾਨਿਆ ॥ મારુ મન હવે તો સાચા પરમેશ્વરમાં લીન થઈ ગયું છે અને
ਹਰਿ ਸਰਬ ਨਿਰੰਤਰਿ ਜਾਨਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ મેં તે પ્રભુને નિરંતર સર્વવ્યાપી જાણી લીધો છે ॥૧॥વિરામ॥


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top