Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-606

Page 606

ਆਪੇ ਕਾਸਟ ਆਪਿ ਹਰਿ ਪਿਆਰਾ ਵਿਚਿ ਕਾਸਟ ਅਗਨਿ ਰਖਾਇਆ ॥ પ્રેમાળ પ્રભુ પોતે જ લાકડી પણ છે અને લાકડીમાં તેણે પોતે જ આગને રાખેલ છે.
ਆਪੇ ਹੀ ਆਪਿ ਵਰਤਦਾ ਪਿਆਰਾ ਭੈ ਅਗਨਿ ਨ ਸਕੈ ਜਲਾਇਆ ॥ તે પ્રેમાળ પોતે જ લાકડી તેમજ આગ બંનેમાં સક્રિય છે અને તેના ભય કારણે આગલાકડીને સળગાવી શકતી નથી.
ਆਪੇ ਮਾਰਿ ਜੀਵਾਇਦਾ ਪਿਆਰਾ ਸਾਹ ਲੈਦੇ ਸਭਿ ਲਵਾਇਆ ॥੩॥ મારો પ્રિયતમ પ્રભુ પોતે જ મારીને ફરી જીવંત કરનાર છે અને બધા લોકો તેનો આપેલ શ્વાસ લે છે ॥૩॥
ਆਪੇ ਤਾਣੁ ਦੀਬਾਣੁ ਹੈ ਪਿਆਰਾ ਆਪੇ ਕਾਰੈ ਲਾਇਆ ॥ તે પ્રેમાળ પ્રભુ પોતે જ શક્તિ અને અટલ દરબાર છે અને પોતે જ તેને જીવોને કામકાજમાં લગાવે છે.
ਜਿਉ ਆਪਿ ਚਲਾਏ ਤਿਉ ਚਲੀਐ ਪਿਆਰੇ ਜਿਉ ਹਰਿ ਪ੍ਰਭ ਮੇਰੇ ਭਾਇਆ ॥ હે પ્રેમાળ! જેમ તે પોતે ચલાવે છે, તેમ જ અમે ચાલીએ છીએ, જેમ મારા હરિ-પ્રભુને સારું લાગે છે.
ਆਪੇ ਜੰਤੀ ਜੰਤੁ ਹੈ ਪਿਆਰਾ ਜਨ ਨਾਨਕ ਵਜਹਿ ਵਜਾਇਆ ॥੪॥੪॥ હે નાનક! તે પોતે જ સંગીતકાર અને સંગીત યંત્ર છે. મનુષ્ય તેમ જ વાગે છે, જેમ પ્રભુ તેને વગાડે છે ॥૪॥૪॥
ਸੋਰਠਿ ਮਹਲਾ ੪ ॥ સોરઠી મહેલ ૪॥
ਆਪੇ ਸ੍ਰਿਸਟਿ ਉਪਾਇਦਾ ਪਿਆਰਾ ਕਰਿ ਸੂਰਜੁ ਚੰਦੁ ਚਾਨਾਣੁ ॥ પ્રેમાળ પ્રભુ પોતે જ સૃષ્ટિ-રચના કરીને સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ કરે છે.
ਆਪਿ ਨਿਤਾਣਿਆ ਤਾਣੁ ਹੈ ਪਿਆਰਾ ਆਪਿ ਨਿਮਾਣਿਆ ਮਾਣੁ ॥ તે પ્રેમાળ પ્રભુ પોતે જ નિર્બળોનું બળ છે અને પોતે જ આદરહીન મનુષ્યોનો આદર-સત્કાર છે.
ਆਪਿ ਦਇਆ ਕਰਿ ਰਖਦਾ ਪਿਆਰਾ ਆਪੇ ਸੁਘੜੁ ਸੁਜਾਣੁ ॥੧॥ તે પોતે જ દયા કરીને બધાની રક્ષા કરે છે અને પોતે જ બુદ્ધિમાન તેમજ સર્વજ્ઞાતા છે ॥૧॥
ਮੇਰੇ ਮਨ ਜਪਿ ਰਾਮ ਨਾਮੁ ਨੀਸਾਣੁ ॥ હે મન! રામ-નામનું ભજન કર, આ નામ જ દરબારમાં જવા માટે પરવાનગી છે.
ਸਤਸੰਗਤਿ ਮਿਲਿ ਧਿਆਇ ਤੂ ਹਰਿ ਹਰਿ ਬਹੁੜਿ ਨ ਆਵਣ ਜਾਣੁ ॥ ਰਹਾਉ ॥ સત્સંગતિમાં જોડાઇને તું પરમેશ્વરનું સ્મરણ કર, જેના ફળ સ્વરૂપ તારું ફરી જન્મ-મરણ થશે નહી ॥વિરામ॥
ਆਪੇ ਹੀ ਗੁਣ ਵਰਤਦਾ ਪਿਆਰਾ ਆਪੇ ਹੀ ਪਰਵਾਣੁ ॥ તે પ્રેમાળ પ્રભુ પોતે જ બધા ગુણોમાં સક્રિય છે અને પોતે જ નમ્ર થાય છે.
ਆਪੇ ਬਖਸ ਕਰਾਇਦਾ ਪਿਆਰਾ ਆਪੇ ਸਚੁ ਨੀਸਾਣੁ ॥ તે પોતે જ જીવો પર બક્ષીશ કરે છે અને પોતે જ સત્યના ચિન્હનું દાન આપે છે.
ਆਪੇ ਹੁਕਮਿ ਵਰਤਦਾ ਪਿਆਰਾ ਆਪੇ ਹੀ ਫੁਰਮਾਣੁ ॥੨॥ તે પ્રેમાળ પોતે જ હુકમમાં સક્રિય રહે છે અને પોતે જ ફરમાન કરે છે ॥૨॥
ਆਪੇ ਭਗਤਿ ਭੰਡਾਰ ਹੈ ਪਿਆਰਾ ਆਪੇ ਦੇਵੈ ਦਾਣੁ ॥ તે પ્રેમાળ પોતે જ ભક્તિનો ભંડાર છે અને પોતે જ ભક્તિનું દાન આપે છે.
ਆਪੇ ਸੇਵ ਕਰਾਇਦਾ ਪਿਆਰਾ ਆਪਿ ਦਿਵਾਵੈ ਮਾਣੁ ॥ પ્રેમાળ પ્રભુ પોતે જ જીવોથી પોતાની ઉપાસના કરાવે છે અને પોતે જ દુનિયામાં માન-સન્માન અપાવે છે.
ਆਪੇ ਤਾੜੀ ਲਾਇਦਾ ਪਿਆਰਾ ਆਪੇ ਗੁਣੀ ਨਿਧਾਨੁ ॥੩॥ તે પોતે જ શુન્ય-સમાધિ લગાવે છે અને પોતે જ ગુણોનો ખજાનો છે ॥૩॥
ਆਪੇ ਵਡਾ ਆਪਿ ਹੈ ਪਿਆਰਾ ਆਪੇ ਹੀ ਪਰਧਾਣੁ ॥ પ્રેમાળ પ્રભુ પોતે જ મહાન છે અને પોતે જ પ્રધાન છે.
ਆਪੇ ਕੀਮਤਿ ਪਾਇਦਾ ਪਿਆਰਾ ਆਪੇ ਤੁਲੁ ਪਰਵਾਣੁ ॥ તે પોતે જ પોતાનું મૂલ્યાંકન કરે છે અને પોતે જ ત્રાજવું તેમજ માપ છે.
ਆਪੇ ਅਤੁਲੁ ਤੁਲਾਇਦਾ ਪਿਆਰਾ ਜਨ ਨਾਨਕ ਸਦ ਕੁਰਬਾਣੁ ॥੪॥੫॥ તે પ્રેમાળ પ્રભુ પોતે અતુલનીય છે પરંતુ જીવોને તોલી લે છે. નાનક હંમેશા તેના પર બલિહાર જાય છે ॥૪॥૫॥
ਸੋਰਠਿ ਮਹਲਾ ੪ ॥ સોરઠી મહેલ ૪॥
ਆਪੇ ਸੇਵਾ ਲਾਇਦਾ ਪਿਆਰਾ ਆਪੇ ਭਗਤਿ ਉਮਾਹਾ ॥ તે પ્રેમાળ પ્રભુ પોતે જ જીવોને પોતાની સેવામાં લગાવે છે અને પોતે જ તેમાં પોતાની ભક્તિની ઉમંગ ઉત્પન્ન કરે છે.
ਆਪੇ ਗੁਣ ਗਾਵਾਇਦਾ ਪਿਆਰਾ ਆਪੇ ਸਬਦਿ ਸਮਾਹਾ ॥ તે પોતે જ ભક્તજનોથી પોતાના ગુણગાન કરાવે છે અને પોતે જ પોતાના શબ્દોમાં સમાયેલ છે.
ਆਪੇ ਲੇਖਣਿ ਆਪਿ ਲਿਖਾਰੀ ਆਪੇ ਲੇਖੁ ਲਿਖਾਹਾ ॥੧॥ તે પોતે જ કલમ છે, પોતે જ લખનાર લેખન છે અને પોતે જ જીવોના કર્મોનો લેખ લખે છે ॥૧॥
ਮੇਰੇ ਮਨ ਜਪਿ ਰਾਮ ਨਾਮੁ ਓਮਾਹਾ ॥ હે મન! તું ઉમંગથી રામ-નામનું ભજન કર.
ਅਨਦਿਨੁ ਅਨਦੁ ਹੋਵੈ ਵਡਭਾਗੀ ਲੈ ਗੁਰਿ ਪੂਰੈ ਹਰਿ ਲਾਹਾ ॥ ਰਹਾਉ ॥ ભાગ્યશાળી જીવ સંપૂર્ણ ગુરુ દ્વારા હરિ-નામનો લાભ પ્રાપ્ત કરે છે અને તેનું દરરોજ આનંદદાયક હોય છે ॥વિરામ॥
ਆਪੇ ਗੋਪੀ ਕਾਨੁ ਹੈ ਪਿਆਰਾ ਬਨਿ ਆਪੇ ਗਊ ਚਰਾਹਾ ॥ પ્રિય પ્રભુ પોતે જ ગોપી રાધા તેમજ શ્રીકૃષ્ણ છે અને તે પોતે જ વૃંદાવનમાં ગાય ચરાવનાર છે.
ਆਪੇ ਸਾਵਲ ਸੁੰਦਰਾ ਪਿਆਰਾ ਆਪੇ ਵੰਸੁ ਵਜਾਹਾ ॥ તે પોતે જ શ્યામ સુંદર કનૈયા છે અને પોતે જ મધુર ધ્વનિથી વાંસળી વગાડનાર છે.
ਕੁਵਲੀਆ ਪੀੜੁ ਆਪਿ ਮਰਾਇਦਾ ਪਿਆਰਾ ਕਰਿ ਬਾਲਕ ਰੂਪਿ ਪਚਾਹਾ ॥੨॥ તે પ્રેમાળ પ્રભુએ પોતે જ બાળકનું રૂપ ધારણ કરીને કુવલયાપીડ હાથીનો વધ કર્યો હતો ॥૨॥
ਆਪਿ ਅਖਾੜਾ ਪਾਇਦਾ ਪਿਆਰਾ ਕਰਿ ਵੇਖੈ ਆਪਿ ਚੋਜਾਹਾ ॥ તે પોતે જ અખાડો બનાવે છે અને લીલાઓ રચીને પોતે જ તેને જુએ છે.
ਕਰਿ ਬਾਲਕ ਰੂਪ ਉਪਾਇਦਾ ਪਿਆਰਾ ਚੰਡੂਰੁ ਕੰਸੁ ਕੇਸੁ ਮਾਰਾਹਾ ॥ તે પોતે જ બાળક કૃષ્ણ-કનૈયા રૂપમાં ઉત્પન્ન થયેલ અને કૃષ્ણ દ્વારા ચંડુર, કંસ તેમજ કેશિનો વધ કર્યો.
ਆਪੇ ਹੀ ਬਲੁ ਆਪਿ ਹੈ ਪਿਆਰਾ ਬਲੁ ਭੰਨੈ ਮੂਰਖ ਮੁਗਧਾਹਾ ॥੩॥ તે પ્રેમાળ પ્રભુ પોતે જ શક્તિનું રૂપ છે અને તે મૂર્ખ તેમજ મૂંગા લોકોના બળનું દમન કરે છે ॥૩॥
ਸਭੁ ਆਪੇ ਜਗਤੁ ਉਪਾਇਦਾ ਪਿਆਰਾ ਵਸਿ ਆਪੇ ਜੁਗਤਿ ਹਥਾਹਾ ॥ તે પ્રેમાળ પ્રભુ પોતે જ આખા જગતની રચના કરે છે અને જગતનો વિચાર તેના વશમાં છે.


© 2017 SGGS ONLINE
Scroll to Top