Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-491

Page 491

ਇਹੁ ਕਾਰਣੁ ਕਰਤਾ ਕਰੇ ਜੋਤੀ ਜੋਤਿ ਸਮਾਇ ॥੪॥੩॥੫॥ સર્જનહાર પ્રભુએ આ કાર્ય સંપૂર્ણ કર્યું છે તથા શેષનો પ્રકાશ નાનકના પ્રકાશમાં સમાઈ ગયો છે ॥૪॥૩॥૫॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੩ ॥ ગુજરી મહેલ ૩॥
ਰਾਮ ਰਾਮ ਸਭੁ ਕੋ ਕਹੈ ਕਹਿਐ ਰਾਮੁ ਨ ਹੋਇ ॥ જીભથી ‘રામ-રામ’ તો બધા લોકો બોલે છે પરંતુ આ રીતે કહેવાથી રામ પ્રાપ્ત થતા નથી
ਗੁਰ ਪਰਸਾਦੀ ਰਾਮੁ ਮਨਿ ਵਸੈ ਤਾ ਫਲੁ ਪਾਵੈ ਕੋਇ ॥੧॥ જો ગુરુની કૃપા થી કોઈના મનમાં રામ વસી જાય તો ત્યારે કોઈ રામ-નામ જપવાનું ફળ પ્રાપ્ત કરે છે ॥૧॥
ਅੰਤਰਿ ਗੋਵਿੰਦ ਜਿਸੁ ਲਾਗੈ ਪ੍ਰੀਤਿ ॥ જે મનુષ્યના મનમાં ગોવિંદથી પ્રીતિ લાગી ગઈ છે
ਹਰਿ ਤਿਸੁ ਕਦੇ ਨ ਵੀਸਰੈ ਹਰਿ ਹਰਿ ਕਰਹਿ ਸਦਾ ਮਨਿ ਚੀਤਿ ॥੧॥ ਰਹਾਉ ॥ તે પ્રભુને ક્યારેય ભૂલતો નથી અને હંમેશા જ મન તેમજ હૃદયમાં હરિ-હરિ કરતો રહે છે ॥૧॥વિરામ॥
ਹਿਰਦੈ ਜਿਨ੍ਹ੍ਹ ਕੈ ਕਪਟੁ ਵਸੈ ਬਾਹਰਹੁ ਸੰਤ ਕਹਾਹਿ ॥ જેના હદયમાં કપટ નિવાસ કરે છે પરંતુ બહારથી સંત કહેવડાવે છે
ਤ੍ਰਿਸਨਾ ਮੂਲਿ ਨ ਚੁਕਈ ਅੰਤਿ ਗਏ ਪਛੁਤਾਹਿ ॥੨॥ તેમની તૃષ્ણા ક્યારેય સમાપ્ત થતી નથી અને અંતમાં તેઓ પછતાતા સંસારમાંથી ચાલ્યા જાય છે ॥૨॥
ਅਨੇਕ ਤੀਰਥ ਜੇ ਜਤਨ ਕਰੈ ਤਾ ਅੰਤਰ ਕੀ ਹਉਮੈ ਕਦੇ ਨ ਜਾਇ ॥ ભલે મનુષ્ય અનેક તીર્થ સ્થળ પર સ્નાન નો પ્રયત્ન કરતા રહે પરંતુ તેના મનનો અહંકાર ક્યારેય સમાપ્ત થતો નથી
ਜਿਸੁ ਨਰ ਕੀ ਦੁਬਿਧਾ ਨ ਜਾਇ ਧਰਮ ਰਾਇ ਤਿਸੁ ਦੇਇ ਸਜਾਇ ॥੩॥ જે મનુષ્યની દુવિધા દૂર થતી નથી ધર્મરાજ તેને સજા આપે છે ॥૩॥
ਕਰਮੁ ਹੋਵੈ ਸੋਈ ਜਨੁ ਪਾਏ ਗੁਰਮੁਖਿ ਬੂਝੈ ਕੋਈ ॥ જે મનુષ્ય પર પ્રભુની દયા થઈ જાય છે તે તેને પ્રાપ્ત કરે છે કોઈ ગુરુમુખ બનીને જ સત્ય ને સમજી શકે છે
ਨਾਨਕ ਵਿਚਹੁ ਹਉਮੈ ਮਾਰੇ ਤਾਂ ਹਰਿ ਭੇਟੈ ਸੋਈ ॥੪॥੪॥੬॥ હે નાનક! જો મનુષ્ય પોતાની અંદર થી પોતાનો અહંકાર સમાપ્ત કરી દે તો તે પ્રભુને મળી જાય છે ॥૪॥૪॥૬॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੩ ॥ ગુજરી મહેલ ૩॥
ਤਿਸੁ ਜਨ ਸਾਂਤਿ ਸਦਾ ਮਤਿ ਨਿਹਚਲ ਜਿਸ ਕਾ ਅਭਿਮਾਨੁ ਗਵਾਏ ॥ પ્રભુ જે મનુષ્યનો અભિમાન દૂર કરી દે છે તેને શાંતિ પ્રાપ્ત થઈ જાય છે તથા તેની બુદ્ધિ હંમેશા નિશ્ચલ રહે છે
ਸੋ ਜਨੁ ਨਿਰਮਲੁ ਜਿ ਗੁਰਮੁਖਿ ਬੂਝੈ ਹਰਿ ਚਰਣੀ ਚਿਤੁ ਲਾਏ ॥੧॥ તે મનુષ્ય નિર્મલ છે જે ગુરુના ઉપદેશ દ્વારા સત્યને સમજે છે તથા પોતાના મનને હરિ-ચરણોથી લગાવે છે ॥૧॥
ਹਰਿ ਚੇਤਿ ਅਚੇਤ ਮਨਾ ਜੋ ਇਛਹਿ ਸੋ ਫਲੁ ਹੋਈ ॥ હે ચંચળ મન! પ્રભુને યાદ કર તને મનિચ્છીત ફળની પ્રાપ્તિ થશે
ਗੁਰ ਪਰਸਾਦੀ ਹਰਿ ਰਸੁ ਪਾਵਹਿ ਪੀਵਤ ਰਹਹਿ ਸਦਾ ਸੁਖੁ ਹੋਈ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુની કૃપાથી તને હરિ-રસ પ્રાપ્ત થશે જેનું સેવન કરવાથી હંમેશા સુખની ઉપલબ્ધી થશે ॥૧॥વિરામ॥
ਸਤਿਗੁਰੁ ਭੇਟੇ ਤਾ ਪਾਰਸੁ ਹੋਵੈ ਪਾਰਸੁ ਹੋਇ ਤ ਪੂਜ ਕਰਾਏ ॥ જ્યારે મનુષ્યનો સદ્દગુરુ સાથે મેળાપ થાય છે તો તે મહાન બની જાય છે જ્યારે તે મહાન બની જાય છે તો પ્રભુ જીવોથી તેની પૂજા કરાવે છે
ਜੋ ਉਸੁ ਪੂਜੇ ਸੋ ਫਲੁ ਪਾਏ ਦੀਖਿਆ ਦੇਵੈ ਸਾਚੁ ਬੁਝਾਏ ॥੨॥ જે કોઈ તેની પૂજા કરે છે તે ફળ પ્રાપ્ત કરી લે છે બીજાને દીક્ષા આપીને તે તેમને સત્ય માર્ગ પર પ્રેરિત કરે છે ॥૨॥
ਵਿਣੁ ਪਾਰਸੈ ਪੂਜ ਨ ਹੋਵਈ ਵਿਣੁ ਮਨ ਪਰਚੇ ਅਵਰਾ ਸਮਝਾਏ ॥ મહાન બન્યા વગર મનુષ્ય પૂજાને યોગ્ય હોતો નથી પોતાના મનને સમજાવ્યા વગર તે બીજા ને સમજાવે છે
ਗੁਰੂ ਸਦਾਏ ਅਗਿਆਨੀ ਅੰਧਾ ਕਿਸੁ ਓਹੁ ਮਾਰਗਿ ਪਾਏ ॥੩॥ અજ્ઞાની આંધળો મનુષ્ય પોતાની જાતને ગુરુ કહેવડાવે છે પરંતુ શું તે કોઈને માર્ગદર્શન આપી શકે છે ? ॥૩॥
ਨਾਨਕ ਵਿਣੁ ਨਦਰੀ ਕਿਛੂ ਨ ਪਾਈਐ ਜਿਸੁ ਨਦਰਿ ਕਰੇ ਸੋ ਪਾਏ ॥ હે નાનક! પ્રભુની દયા વગર કંઈ પણ પ્રાપ્ત થતું નથી જે મનુષ્ય પર પ્રભુ દયા દ્રષ્ટિ ધારણ કરે છે તે તેને પ્રાપ્ત કરી લે છે
ਗੁਰ ਪਰਸਾਦੀ ਦੇ ਵਡਿਆਈ ਅਪਣਾ ਸਬਦੁ ਵਰਤਾਏ ॥੪॥੫॥੭॥ ગુરુની કૃપાથી પ્રભુ પ્રસન્ન પ્રદાન કરે છે અને પોતાના શબ્દોનો ચારેય બાજુ ફેલાવો કરે છે ॥૪॥૫॥૭॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੩ ਪੰਚਪਦੇ ॥ ગુજરી મહેલ ૩ પ પાંચપદ
ਨਾ ਕਾਸੀ ਮਤਿ ਊਪਜੈ ਨਾ ਕਾਸੀ ਮਤਿ ਜਾਇ ॥ ન તો કાશીમાં જવાથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને ન તો કાશીમાં બુદ્ધિ દૂર થાય છે
ਸਤਿਗੁਰ ਮਿਲਿਐ ਮਤਿ ਊਪਜੈ ਤਾ ਇਹ ਸੋਝੀ ਪਾਇ ॥੧॥ સદ્દગુરુને મળવાથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને ત્યારે મનુષ્યને આ સમજ પ્રાપ્ત થઈ જાય છે ॥૧॥
ਹਰਿ ਕਥਾ ਤੂੰ ਸੁਣਿ ਰੇ ਮਨ ਸਬਦੁ ਮੰਨਿ ਵਸਾਇ ॥ હે મન! તું શ્રદ્ધાથી હરિ કથા સાંભળ તથા તેના નામને પોતાના હૃદયમાં વાસવ
ਇਹ ਮਤਿ ਤੇਰੀ ਥਿਰੁ ਰਹੈ ਤਾਂ ਭਰਮੁ ਵਿਚਹੁ ਜਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ જો તારી આ બુદ્ધિ સ્થિર રહે તો અંદરથી બધા ભ્રમ નિવૃત થઈ જાય છે ॥૧॥વિરામ॥
ਹਰਿ ਚਰਣ ਰਿਦੈ ਵਸਾਇ ਤੂ ਕਿਲਵਿਖ ਹੋਵਹਿ ਨਾਸੁ ॥ હે મન! હરિના સુંદર ચરણ પોતાના હૃદયમાં વાસવ તારા બધા પાપ નાશ થઈ જશે
ਪੰਚ ਭੂ ਆਤਮਾ ਵਸਿ ਕਰਹਿ ਤਾ ਤੀਰਥ ਕਰਹਿ ਨਿਵਾਸੁ ॥੨॥ જો તું પોતાના પાંચ સૂક્ષ્મ તત્વોથી બનેલી આત્માને વશમાં કરી લે તો તારો નિવાસ સત્યના તીર્થમાં થઈ જશે ॥૨॥
ਮਨਮੁਖਿ ਇਹੁ ਮਨੁ ਮੁਗਧੁ ਹੈ ਸੋਝੀ ਕਿਛੂ ਨ ਪਾਇ ॥ મનમુખ મનુષ્યનું આ મન મૂર્ખ છે અને તેને કોઈ સમજ પ્રાપ્ત થતી નથી
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਨ ਬੁਝਈ ਅੰਤਿ ਗਇਆ ਪਛੁਤਾਇ ॥੩॥ મૂર્ખ મન હરિના નામને જાણતો નથી અને અંતે પછતાતો દુનિયાથી ચાલ્યો જાય છે ॥૩॥
ਇਹੁ ਮਨੁ ਕਾਸੀ ਸਭਿ ਤੀਰਥ ਸਿਮ੍ਰਿਤਿ ਸਤਿਗੁਰ ਦੀਆ ਬੁਝਾਇ ॥ સાચા ગુરુએ મને આ સમજાવી દીધું છે કે આ મન જ કાશી છે, બધા તીર્થ-સ્નાન તેમજ સ્મૃતિ છે
ਅਠਸਠਿ ਤੀਰਥ ਤਿਸੁ ਸੰਗਿ ਰਹਹਿ ਜਿਨ ਹਰਿ ਹਿਰਦੈ ਰਹਿਆ ਸਮਾਇ ॥੪॥ જેના હદયમાં હરિનામ સમાયેલું રહે છે તેની સાથે અડસઠ તીર્થ હંમેશા રહે છે ॥૪॥
ਨਾਨਕ ਸਤਿਗੁਰ ਮਿਲਿਐ ਹੁਕਮੁ ਬੁਝਿਆ ਏਕੁ ਵਸਿਆ ਮਨਿ ਆਇ ॥ હે નાનક! સદ્દગુરુને મળવાથી પ્રભુનો હુકમ ઓળખી લેવામાં આવે છે અને એક ઈશ્વર આવીને મનુષ્યના હૃદયમાં વસવાટ કરી લે છે
ਜੋ ਤੁਧੁ ਭਾਵੈ ਸਭੁ ਸਚੁ ਹੈ ਸਚੇ ਰਹੈ ਸਮਾਇ ॥੫॥੬॥੮॥ હે સત્ય પ્રભુ! જે તને સારું લાગે છે તે બધું સત્ય છે અને તે સત્યમાં જ સમાયેલ રહે છે ॥૫॥૬॥૮॥


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top