Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-490

Page 490

ਰਾਗੁ ਗੂਜਰੀ ਮਹਲਾ ੩ ਘਰੁ ੧॥ રાગ ગુજરી મહેલ ૩ ઘર ૧
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਧ੍ਰਿਗੁ ਇਵੇਹਾ ਜੀਵਣਾ ਜਿਤੁ ਹਰਿ ਪ੍ਰੀਤਿ ਨ ਪਾਇ ॥ એવા જીવનને તો ધિક્કાર છે જેમાં હરિ સાથે પ્રીતિ લગતી નથી
ਜਿਤੁ ਕੰਮਿ ਹਰਿ ਵੀਸਰੈ ਦੂਜੈ ਲਗੈ ਜਾਇ ॥੧॥ એવા કાર્યને પણ ધિક્કાર છે જેમાં હરિ ભૂલી જાય છે તથા મન દ્વૈતભાવ સાથે લાગી જાય છે ॥૧॥
ਐਸਾ ਸਤਿਗੁਰੁ ਸੇਵੀਐ ਮਨਾ ਜਿਤੁ ਸੇਵਿਐ ਗੋਵਿਦ ਪ੍ਰੀਤਿ ਊਪਜੈ ਅਵਰ ਵਿਸਰਿ ਸਭ ਜਾਇ ॥ હે મન! આવા સદ્ગુરુની શ્રદ્ધાથી સેવા કરવી જોઈએ, જેની નિષ્કામ સેવા કરવાથી ગોવિંદથી પ્રીતિ ઉત્પન્ન થઈ જાય તથા બાકી બધું ભૂલી જાય
ਹਰਿ ਸੇਤੀ ਚਿਤੁ ਗਹਿ ਰਹੈ ਜਰਾ ਕਾ ਭਉ ਨ ਹੋਵਈ ਜੀਵਨ ਪਦਵੀ ਪਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ આ રીતે મન ઈશ્વરની સાથે લાગેલું રહેશે તથા વૃદ્ધાવસ્થાનો ભય રહેશે નહીં અને જીવનનો મનોરથ મુક્તિ મળી જશે ॥૧॥વિરામ॥
ਗੋਬਿੰਦ ਪ੍ਰੀਤਿ ਸਿਉ ਇਕੁ ਸਹਜੁ ਉਪਜਿਆ ਵੇਖੁ ਜੈਸੀ ਭਗਤਿ ਬਨੀ ॥ ગોવિંદના પ્રેમથી મારા મનમાં એવું સહજ સુખ ઉત્પન્ન થઈ ગયું છે કે મારી ભક્તિ આનંદમયી બની ગઈ છે
ਆਪ ਸੇਤੀ ਆਪੁ ਖਾਇਆ ਤਾ ਮਨੁ ਨਿਰਮਲੁ ਹੋਆ ਜੋਤੀ ਜੋਤਿ ਸਮਈ ॥੨॥ જ્યારે મેં પોતાના અહમને મારી નાખ્યો તો મારું મન પાવન થઈ ગયું અને મારો પ્રકાશ પરમ પ્રકાશમાં સમાઈ ગયો ॥૨॥
ਬਿਨੁ ਭਾਗਾ ਐਸਾ ਸਤਿਗੁਰੁ ਨ ਪਾਈਐ ਜੇ ਲੋਚੈ ਸਭੁ ਕੋਇ ॥ ભાગ્ય વગર આવા સદ્દગુરુ પ્રાપ્ત થઈ શકતા નથી જેટલી ઈચ્છા એટલી અભિલાષા કરી લે
ਕੂੜੈ ਕੀ ਪਾਲਿ ਵਿਚਹੁ ਨਿਕਲੈ ਤਾ ਸਦਾ ਸੁਖੁ ਹੋਇ ॥੩॥ જો અસત્યનો પડદો અંદરથી દૂર થઈ જાય તો હંમેશા સુખ પ્રાપ્ત થઈ જાય છે ॥૩॥
ਨਾਨਕ ਐਸੇ ਸਤਿਗੁਰ ਕੀ ਕਿਆ ਓਹੁ ਸੇਵਕੁ ਸੇਵਾ ਕਰੇ ਗੁਰ ਆਗੈ ਜੀਉ ਧਰੇਇ ॥ હે નાનક! આવા સદ્ગુરુની તે સેવક શું સેવા કરી શકે છે? માત્ર ગુરુની સામે જ તેણે પોતાનું મન તેમજ જીવન અર્પિત કરી દેવું જ સાચી સેવા છે
ਸਤਿਗੁਰ ਕਾ ਭਾਣਾ ਚਿਤਿ ਕਰੇ ਸਤਿਗੁਰੁ ਆਪੇ ਕ੍ਰਿਪਾ ਕਰੇਇ ॥੪॥੧॥੩॥ જો તે સદ્દગુરુના હુકમને યાદ રાખે તો તે પોતે જ તેના ઉપર કૃપા-દ્રષ્ટિ કરી દે છે ॥૪॥૧॥૩॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੩ ॥ ગુજરી મહેલ ૩
ਹਰਿ ਕੀ ਤੁਮ ਸੇਵਾ ਕਰਹੁ ਦੂਜੀ ਸੇਵਾ ਕਰਹੁ ਨ ਕੋਇ ਜੀ ॥ હે ભાઈ! તું હરિની જ સેવા ભક્તિ કર તથા તેના ઉપરાંત કોઈ બીજા ની સેવા ન કર
ਹਰਿ ਕੀ ਸੇਵਾ ਤੇ ਮਨਹੁ ਚਿੰਦਿਆ ਫਲੁ ਪਾਈਐ ਦੂਜੀ ਸੇਵਾ ਜਨਮੁ ਬਿਰਥਾ ਜਾਇ ਜੀ ॥੧॥ હરિ ની સેવા ભક્તિ કરવાથી મન ઈચ્છિતફળ પ્રાપ્ત થાય છે પરંતુ કોઈ બીજાની સેવા કરવાથી અમૂલ્ય માનવ જીવન વ્યર્થ જ ચાલ્યો જાય છે ॥૧॥
ਹਰਿ ਮੇਰੀ ਪ੍ਰੀਤਿ ਰੀਤਿ ਹੈ ਹਰਿ ਮੇਰੀ ਹਰਿ ਮੇਰੀ ਕਥਾ ਕਹਾਨੀ ਜੀ ॥ હે ભાઈ! હરી જ મારો પ્રેમ તથા જીવન-આચરણ છે તથા હરિ જ મારી કથા તેમજ કહાની છે
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਮੇਰਾ ਮਨੁ ਭੀਜੈ ਏਹਾ ਸੇਵ ਬਨੀ ਜੀਉ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુની દયાથી મારુ મન પ્રભુ પ્રેમથી ભીંજાય ગયું છે આ જ મારી સેવા-ભક્તિ બની છે ॥૧॥વિરામ॥
ਹਰਿ ਮੇਰਾ ਸਿਮ੍ਰਿਤਿ ਹਰਿ ਮੇਰਾ ਸਾਸਤ੍ਰ ਹਰਿ ਮੇਰਾ ਬੰਧਪੁ ਹਰਿ ਮੇਰਾ ਭਾਈ ॥ હે ભાઈ હરિ જ મારી સ્મૃતિ, મારુ શાસ્ત્ર, સંબંધી,તેમજ મારો ભાઈ છે
ਹਰਿ ਕੀ ਮੈ ਭੂਖ ਲਾਗੈ ਹਰਿ ਨਾਮਿ ਮੇਰਾ ਮਨੁ ਤ੍ਰਿਪਤੈ ਹਰਿ ਮੇਰਾ ਸਾਕੁ ਅੰਤਿ ਹੋਇ ਸਖਾਈ ॥੨|| હરિ ની મને ભૂખ લાગેલી રહે છે અને હરિના નામથી મારુ મન જાય છે હરિ જ મારા સંબંધી છે અને તે જ મારા અંતિમ સમયના મિત્ર છે ॥૨॥
ਹਰਿ ਬਿਨੁ ਹੋਰ ਰਾਸਿ ਕੂੜੀ ਹੈ ਚਲਦਿਆ ਨਾਲਿ ਨ ਜਾਈ ॥ હરિ વગર બીજી બધી સંપત્તિ ખોટી છે જ્યારે પ્રાણી સંસારથી ચાલ્યો જાય છે તો આ તેની સાથે જતી નથી
ਹਰਿ ਮੇਰਾ ਧਨੁ ਮੇਰੈ ਸਾਥਿ ਚਾਲੈ ਜਹਾ ਹਉ ਜਾਉ ਤਹ ਜਾਈ ॥੩॥ હરિ મારુ અમૂલ્ય ધન છે જે મારી સાથે પરલોક માં આવશે જ્યાં ક્યાંય પણ હું જઈશ ત્યાં તે સાથે આવશે ॥૩॥
ਸੋ ਝੂਠਾ ਜੋ ਝੂਠੇ ਲਾਗੈ ਝੂਠੇ ਕਰਮ ਕਮਾਈ ॥ જે અસત્યથી લાગેલો છે તે ખોટા છે અને જે કર્મ તે કરે છે તે પણ ખોટા છે
ਕਹੈ ਨਾਨਕੁ ਹਰਿ ਕਾ ਭਾਣਾ ਹੋਆ ਕਹਣਾ ਕਛੂ ਨ ਜਾਈ ॥੪॥੨॥੪॥ નાનક કહે છે કે દુનિયામાં બધું જ હરિની ઈચ્છા અનુસાર જ થાય છે નશ્વર પ્રાણી નું તેમાં કોઈ હસ્તક્ષેપ નથી ॥૪॥૨॥૪॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੩ ॥ ગુજરી મહેલ ૩
ਜੁਗ ਮਾਹਿ ਨਾਮੁ ਦੁਲੰਭੁ ਹੈ ਗੁਰਮੁਖਿ ਪਾਇਆ ਜਾਇ ॥ આ કળિયુગમાં પ્રભુનું નામ ખુબ દુર્લભ છે તથા ગુરુની શરણ લેવાથી તેની પ્રાપ્તિ થાય છે
ਬਿਨੁ ਨਾਵੈ ਮੁਕਤਿ ਨ ਹੋਵਈ ਵੇਖਹੁ ਕੋ ਵਿਉਪਾਇ ॥੧॥ નામ વગર જીવની મુક્તિ થતી નથી ભલે કોઈ કેટલા પણ ઉપાય કરી ને જોઈ લે ॥૧॥
ਬਲਿਹਾਰੀ ਗੁਰ ਆਪਣੇ ਸਦ ਬਲਿਹਾਰੈ ਜਾਉ ॥ હું મારા ગુરુ પર બલિહાર જાઉં છું હંમેશા તેના પર બલિહાર છું
ਸਤਿਗੁਰ ਮਿਲਿਐ ਹਰਿ ਮਨਿ ਵਸੈ ਸਹਜੇ ਰਹੈ ਸਮਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ સાચા ગુરુને મળવાથી હરિ પ્રભુ મનમાં વસી જાય છે ત્યારે તે સહજ તેમાં સમાયેલા રહે છે ॥૧॥વિરામ॥
ਜਾਂ ਭਉ ਪਾਏ ਆਪਣਾ ਬੈਰਾਗੁ ਉਪਜੈ ਮਨਿ ਆਇ ॥ જ્યારે હરિ નો ભય મનમાં ઉત્પન્ન થાય છે તો જીવ સંસારી વૈરાગી થઈ જાય છે
ਬੈਰਾਗੈ ਤੇ ਹਰਿ ਪਾਈਐ ਹਰਿ ਸਿਉ ਰਹੈ ਸਮਾਇ ॥੨॥ વૈરાગ્ય દ્વારા જ હરિ પ્રભુ પ્રાપ્ત થાય છે તથા જીવ હરિ સાથે સમાયેલો રહે છે ॥૨॥
ਸੇਇ ਮੁਕਤ ਜਿ ਮਨੁ ਜਿਣਹਿ ਫਿਰਿ ਧਾਤੁ ਨ ਲਾਗੈ ਆਇ ॥ તે જ જીવ મુક્ત થાય છે જે પોતાના મનને જીતી લે છે અને માયા તેની સાથે બીજી વાર લાગતી નથી
ਦਸਵੈ ਦੁਆਰਿ ਰਹਤ ਕਰੇ ਤ੍ਰਿਭਵਣ ਸੋਝੀ ਪਾਇ ॥੩॥ તે દસમાં દરવાજામાં રહે છે અને તેને ત્રણેય લોકોનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે ॥૬॥
ਨਾਨਕ ਗੁਰ ਤੇ ਗੁਰੁ ਹੋਇਆ ਵੇਖਹੁ ਤਿਸ ਕੀ ਰਜਾਇ ॥ ગુરુ નાનકની કૃપા દ્રષ્ટિ થી ભાઈ શેષ અને ગુરુ અંગદ બની ગયા, તે પરમાત્માની આશ્ચર્યજનક રચના જોવો


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top