Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-348

Page 348

ਆਸਾ ਮਹਲਾ ੪ ॥ આશા મહેલ ૪॥
ਸੋ ਪੁਰਖੁ ਨਿਰੰਜਨੁ ਹਰਿ ਪੁਰਖੁ ਨਿਰੰਜਨੁ ਹਰਿ ਅਗਮਾ ਅਗਮ ਅਪਾਰਾ ॥ તે પરમાત્મા બધા જીવોમાં વ્યાપક છે તો પણ માયાના પ્રભાવથી ઉપર છે અગમ્ય છે અને અનંત છે.
ਸਭਿ ਧਿਆਵਹਿ ਸਭਿ ਧਿਆਵਹਿ ਤੁਧੁ ਜੀ ਹਰਿ ਸਚੇ ਸਿਰਜਣਹਾਰਾ ॥ હે હંમેશા કાયમ રહેનાર અને બધા જીવોને ઉત્પન્ન કરનાર હરિ!
ਸਭਿ ਜੀਅ ਤੁਮਾਰੇ ਜੀ ਤੂੰ ਜੀਆ ਕਾ ਦਾਤਾਰਾ ॥ બધા જીવ-જંતુ તને સ્મરણ કરે છે. બધા જીવ તારા જ ઉત્પન્ન કરેલા છે તું બધા જીવોને રિજક દેનાર છે.
ਹਰਿ ਧਿਆਵਹੁ ਸੰਤਹੁ ਜੀ ਸਭਿ ਦੂਖ ਵਿਸਾਰਣਹਾਰਾ ॥ હે સંત જન! તે પ્રભુને સ્મરણ કર તે બધા દુઃખોનો નાશ કરનાર છે.
ਹਰਿ ਆਪੇ ਠਾਕੁਰੁ ਹਰਿ ਆਪੇ ਸੇਵਕੁ ਜੀ ਕਿਆ ਨਾਨਕ ਜੰਤ ਵਿਚਾਰਾ ॥੧॥ તે પ્રભુ જીવોમાં વ્યાપક હોવાને કારણે પોતે જ માલિક છે અને પોતે જ સેવક છે. હે નાનક! જીવ બિચારો શું છે? ॥૧॥
ਤੂੰ ਘਟ ਘਟ ਅੰਤਰਿ ਸਰਬ ਨਿਰੰਤਰਿ ਜੀ ਹਰਿ ਏਕੋ ਪੁਰਖੁ ਸਮਾਣਾ ॥ હે હરિ! તું દરેક શરીરમાં વ્યાપક છે તું બધા જીવોમાં એક રસ હાજર છે તું એક પોતે જ બધા જીવોમાં સમાયેલો છે.
ਇਕਿ ਦਾਤੇ ਇਕਿ ਭੇਖਾਰੀ ਜੀ ਸਭਿ ਤੇਰੇ ਚੋਜ ਵਿਡਾਣਾ ॥ તો પણ કેટલાક જીવ દાની છે કેટલાક જીવ ભિખારી છે આ તારા જ આશ્ચર્યજનક તમાશા છે
ਤੂੰ ਆਪੇ ਦਾਤਾ ਆਪੇ ਭੁਗਤਾ ਜੀ ਹਉ ਤੁਧੁ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਜਾਣਾ ॥ કારણ કે વાસ્તવમાં તું પોતે જ દાન દેનાર છે અને પોતે જ તે દાનને વર્તનાર છે.આખી સૃષ્ટિમાં હું તારા વગર કોઈ બીજાને જાણતો નથી.
ਤੂੰ ਪਾਰਬ੍ਰਹਮੁ ਬੇਅੰਤੁ ਬੇਅੰਤੁ ਜੀ ਤੇਰੇ ਕਿਆ ਗੁਣ ਆਖਿ ਵਖਾਣਾ ॥ હું તારા ક્યાં-ક્યાં ગુણ કહીને બતાવું? તું અનંત પરબ્રહ્મ છે તું અનંત પરબ્રહ્મ છે.
ਜੋ ਸੇਵਹਿ ਜੋ ਸੇਵਹਿ ਤੁਧੁ ਜੀ ਜਨੁ ਨਾਨਕੁ ਤਿਨ੍ਹ੍ਹ ਕੁਰਬਾਣਾ ॥੨॥ હે પ્રભુ! જે તને યાદ કરે છે જે તને સ્મરણ કરે છે દાસ નાનક તેનાથી બલિહાર જાય છે ॥૨॥
ਹਰਿ ਧਿਆਵਹਿ ਹਰਿ ਧਿਆਵਹਿ ਤੁਧੁ ਜੀ ਸੇ ਜਨ ਜੁਗ ਮਹਿ ਸੁਖ ਵਾਸੀ ॥ હે હરિ! જે મનુષ્ય તને સ્મરણ કરે છે જે તને ધરે છે તે પોતાના જીવનમાં સુખી વસે છે.
ਸੇ ਮੁਕਤੁ ਸੇ ਮੁਕਤੁ ਭਏ ਜਿਨ੍ਹ੍ਹ ਹਰਿ ਧਿਆਇਆ ਜੀਉ ਤਿਨ ਟੂਟੀ ਜਮ ਕੀ ਫਾਸੀ ॥ જે મનુષ્યોએ હરિનું સ્મરણ કર્યું છે તે હંમેશા માટે માયાનાં બંધનોથી આઝાદ થઈ ગયા છે તેની યમરાજ વાળી ફાંસી કપાઈ ગઈ છે.
ਜਿਨ ਨਿਰਭਉ ਜਿਨ੍ਹ੍ਹ ਹਰਿ ਨਿਰਭਉ ਧਿਆਇਆ ਜੀਉ ਤਿਨ ਕਾ ਭਉ ਸਭੁ ਗਵਾਸੀ ॥ જેને નિર્ભય પ્રભુને ધર્યા છે પ્રભુ તેનો બધો ડર દૂર કરી દે છે.
ਜਿਨ੍ਹ੍ਹ ਸੇਵਿਆ ਜਿਨ੍ਹ੍ਹ ਸੇਵਿਆ ਮੇਰਾ ਹਰਿ ਜੀਉ ਤੇ ਹਰਿ ਹਰਿ ਰੂਪਿ ਸਮਾਸੀ ॥ જેને પ્રેમાળ પ્રભુને સ્મરણ કર્યા છે તે પ્રભુના સ્વરૂપમાં જ લીન થઇ જાય છે.
ਸੇ ਧੰਨੁ ਸੇ ਧੰਨੁ ਜਿਨ ਹਰਿ ਧਿਆਇਆ ਜੀਉ ਜਨੁ ਨਾਨਕੁ ਤਿਨ ਬਲਿ ਜਾਸੀ ॥੩॥ ભાગ્યશાળી છે તે મનુષ્ય જેને પ્રભુને ધર્યા છે દાસ નાનક તેનાથી બલિહાર જાય છે ॥૩॥
ਤੇਰੀ ਭਗਤਿ ਤੇਰੀ ਭਗਤਿ ਭੰਡਾਰ ਜੀ ਭਰੇ ਬੇਅੰਤ ਬੇਅੰਤਾ ॥ હે પ્રભુ! તારી ભક્તિના અનંત ખજાના ભરેલા પડ્યા છે.
ਤੇਰੇ ਭਗਤ ਤੇਰੇ ਭਗਤ ਸਲਾਹਨਿ ਤੁਧੁ ਜੀ ਹਰਿ ਅਨਿਕ ਅਨੇਕ ਅਨੰਤਾ ॥ હે હરિ! અનેક અને અનંત તારા ભક્ત તારી મહિમા કરે છે.
ਤੇਰੀ ਅਨਿਕ ਤੇਰੀ ਅਨਿਕ ਕਰਹਿ ਹਰਿ ਪੂਜਾ ਜੀ ਤਪੁ ਤਾਪਹਿ ਜਪਹਿ ਬੇਅੰਤਾ ॥ હે પ્રભુ! અનેક જીવ તારી પૂજા કરે છે અનંત જીવ તારા મેળાપ માટે તપસાધના કરે છે.
ਤੇਰੇ ਅਨੇਕ ਤੇਰੇ ਅਨੇਕ ਪੜਹਿ ਬਹੁ ਸਿੰਮ੍ਰਿਤਿ ਸਾਸਤ ਜੀ ਕਰਿ ਕਿਰਿਆ ਖਟੁ ਕਰਮ ਕਰੰਤਾ ॥ તારા અનેક સેવક કેટલીય સ્મૃતિઓ તેમજ શાસ્ત્ર વાંચે છે અને તેના બતાવેલ છ ધાર્મિક કર્મ અને અન્ય કર્મ કરે છે.
ਸੇ ਭਗਤ ਸੇ ਭਗਤ ਭਲੇ ਜਨ ਨਾਨਕ ਜੀ ਜੋ ਭਾਵਹਿ ਮੇਰੇ ਹਰਿ ਭਗਵੰਤਾ ॥੪॥ હે દાસ નાનક! તે ભક્ત સારા છે જે પ્રેમાળ હરિ ભગવંતને પ્રેમાળ લાગે છે ॥૪॥
ਤੂੰ ਆਦਿ ਪੁਰਖੁ ਅਪਰੰਪਰੁ ਕਰਤਾ ਜੀ ਤੁਧੁ ਜੇਵਡੁ ਅਵਰੁ ਨ ਕੋਈ ॥ હે પ્રભુ! તું બધાનો મૂળ છે બધામાં વ્યાપક છે અનંત છે બધાને ઉત્પન્ન કરનાર છે તારી બરાબરનું કોઈ નથી.
ਤੂੰ ਜੁਗੁ ਜੁਗੁ ਏਕੋ ਸਦਾ ਸਦਾ ਤੂੰ ਏਕੋ ਜੀ ਤੂੰ ਨਿਹਚਲੁ ਕਰਤਾ ਸੋਈ ॥ તું દરેક યુગમાં પોતે જ છે તું હંમેશા એક પોતે જ છે તું હંમેશા કાયમ રહેનાર છે બધાને ઉત્પન્ન કરનાર છે અને બધાની સંભાળ લેનાર છે.
ਤੁਧੁ ਆਪੇ ਭਾਵੈ ਸੋਈ ਵਰਤੈ ਜੀ ਤੂੰ ਆਪੇ ਕਰਹਿ ਸੁ ਹੋਈ ॥ જગતમાં તે જ કંઈક થાય છે જે તને પોતાને પસંદ છે તે જ થાય છે જે તું પોતે જ કરે છે.
ਤੁਧੁ ਆਪੇ ਸ੍ਰਿਸਟਿ ਸਭ ਉਪਾਈ ਜੀ ਤੁਧੁ ਆਪੇ ਸਿਰਜਿ ਸਭ ਗੋਈ ॥ હે પ્રભુ! આખી સૃષ્ટિ તે પોતે જ ઉત્પન્ન કરી છે તું પોતે જ ઉત્પન્ન કરીને પોતે જ નાશ કરે છે.
ਜਨੁ ਨਾਨਕੁ ਗੁਣ ਗਾਵੈ ਕਰਤੇ ਕੇ ਜੀ ਜੋ ਸਭਸੈ ਕਾ ਜਾਣੋਈ ॥੫॥੨॥ દાસ નાનક તે કરતારના ગુણ ગાય છે જે દરેકના દિલની જાણનાર છે ॥૫॥૨॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે॥
ਰਾਗੁ ਆਸਾ ਮਹਲਾ ੧ ਚਉਪਦੇ ਘਰੁ ੨ ॥ રાગ આશા મહેલ ૧ ચાર પદ ઘર ૨॥
ਸੁਣਿ ਵਡਾ ਆਖੈ ਸਭ ਕੋਈ ॥ દરેક જીવ બીજાને ફક્ત સાંભળીને કે કહી દે છે કે હે પ્રભુ! તું મોટો છે.
ਕੇਵਡੁ ਵਡਾ ਡੀਠਾ ਹੋਈ ॥ પરંતુ તું કેટલો મોટો છે આ વાત તને જોઈને જ કહી શકાય છે.


© 2017 SGGS ONLINE
Scroll to Top