Guru Granth Sahib Translation Project

ગુરુ ગ્રંથ સાહિબ જી ગુજરાતી અનુવાદ

ગુરુ ગ્રંથ સાહિબ જીમાં મળેલા સ્તોત્રો વિવિધ રાગોમાં વ્યવસ્થિત છે, જે વિવિધ ભાવનાઓ અને આધ્યાત્મિક અવસ્થાઓને જાગૃત કરે છે. આ રાગવાતમાંથી મ્યુઝિકલ વ્યવસ્થા વાંચક અને/અથવા સાંભળકર માટે એક સંપૂર્ણ અનુભવ લાવે છે. ગુરુ ગ્રંથ સાહિબ જી માનવને આત્માની સ્વચ્છંદતા સુધી પહોંચાવે છે અને તેને કહે છે કે સત્ય આધ્યાત્મિકતા એ છે જે જીવના ધર્મને જીવીને પરમેશ્વરને સેવા કરવાથી મળે છે.

ગુરુ ગ્રંથ સાહિબ 1,430 પૃષ્ઠો લાંબો છે અને દરેક પૃષ્ઠે દિવ્યતાને સમાવેશ કરે છે, જેમણે પરમેશ્વરનું સ્વરૂપ, ઈમાનદાર જીવનની મહત્તતા, પરમેશ્વરનાં નામ પર ધ્યાનની મહત્તતા, અને અનુચિત રીતી-રિવાજો અને સંસ્કારોનું અવગણન કરે છે.

 

ਹਉ ਹਉ ਕਰਤੇ ਕਰਮ ਰਤ ਤਾ ਕੋ ਭਾਰੁ ਅਫਾਰ ॥ 
તીર્થ, દાન વગેરે કર્મ ના પ્રેમી આ કર્મ કરીને અભિમાન કરતા ફરે છે અને આ અહંકાર નો ભાર પણ તેઓ ઉપાડે છે

ਆਸ ਅਨਿਤ ਗੁਰਮੁਖਿ ਮਿਟੈ ਨਾਨਕ ਨਾਮ ਅਰੋਗ ॥੧॥ 
હે નાનક! પ્રભુનું નામ મનુષ્યના મનને આશા વગેરે રોગોથી બચાવી લે છે ગુરૂની શરણ પડવાથી નાશવાન પદાર્થોની આશા મટી જાય છે ॥૧॥

ਜੋ ਸਗਲ ਤਿਆਗਿ ਏਕਹਿ ਲਪਟਾਹੀ ॥ 
જે મનુષ્ય માયા ન બધા જ મોહ ત્યાગીને ફક્ત પ્રભુ ચરણ ની સાથે જોડાઈને રહે છે

ਨਿਧਿ ਨਿਧਾਨ ਹਰਿ ਅੰਮ੍ਰਿਤ ਪੂਰੇ ॥ 
જે હૃદય માં શુભ ગુણોનો ખજાનો હરિનામ અમૃતથી ભરેલો રહે છે તેમની અંદર એક એવો આનંદ બનેલો રહે છે

ੜੜਕਿ ਮੁਏ ਜਿਉ ਤ੍ਰਿਖਾਵੰਤ ਨਾਨਕ ਕਿਰਤਿ ਕਮਾਨ ॥੧॥ 
હે નાનક! અહંકારને આશરે કરેલાં ખોટા કામો ના સંસ્કારોને લીધે અહંકારનો કાંટો ખૂંચતો રહે છે અને તેનાથી આધ્યાત્મિક મૃત્યુ થઈ જાય છે જેવી રીતે કોઇ તરસ્યો પાણી વગર મરે છે તેમ તે આધ્યાત્મિક સુખ વગર તડપતો રહે છે ।।૧।।

ਨਾਨਕ ਦੀਜੈ ਨਾਮ ਦਾਨੁ ਰਾਖਉ ਹੀਐ ਪਰੋਇ ॥੫੫॥ 
નાનક કહે છે હું તારો એક દાસ છું, હું ગુણહીન છું, મારામાં કોઈ જ ગુણ નથી, મને તારા પોતાના નામ નું દાન કર, જેથી હું મારા હૃદયમાં તેને પરોવીને રાખી શકું ।।૫૫।।

ਮਨ ਊਹਾ ਨਾਮੁ ਤੇਰੈ ਸੰਗਿ ਸਹਾਈ ॥ 
ત્યાં હે મન! પ્રભુનું નામ તારી સહાયતા કરવા વાળું બને છે

ਅਨਿਕ ਜਤਨ ਕਰਿ ਤ੍ਰਿਸਨ ਨਾ ਧ੍ਰਾਪੈ ॥ 
કારણકે ચતુરાઈ તથા અનેક પ્રયત્ન કરીને માયાની ભૂખ નથી જતી

ਨਾਨਕ ਰਾਖਿ ਲੇਹੁ ਆਪਨ ਕਰਿ ਕਰਮ ॥੭॥ 
હે નાનક! જીવ આ બિચારા જીવને માટે પ્રભુના દરવાજા ઉપર પ્રાર્થના કર ।।૭।।

ਪ੍ਰਭ ਜੀ ਜਪਤ ਦਰਗਹ ਮਾਨੁ ਪਾਵਹਿ ॥ 
પરમાત્મા ના ભજન કરવાથી દરગાહમાં તને સન્માન પ્રાપ્ત થશે અને

Scroll to Top