Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-924

Page 924

ਸਤਿਗੁਰੁ ਪੁਰਖੁ ਜਿ ਬੋਲਿਆ ਗੁਰਸਿਖਾ ਮੰਨਿ ਲਈ ਰਜਾਇ ਜੀਉ ॥ જેમ સદ્દગુરુ અમરદાસે કહ્યું, તેમ જ ગુરુ-શિષ્યોએ તેની રજાને માની લીધી.
ਮੋਹਰੀ ਪੁਤੁ ਸਨਮੁਖੁ ਹੋਇਆ ਰਾਮਦਾਸੈ ਪੈਰੀ ਪਾਇ ਜੀਉ ॥ સર્વપ્રથમ સદ્દગુરુ અમરદાસનો પોતાનો પુત્ર બાબા મોહરી તેની સન્મુખ થયો અને સદ્દગુરુ અમરદાસે તેને ગુરુ રામદાસના ચરણ-સ્પર્શ કરવા માટે કહ્યું અને
ਸਭ ਪਵੈ ਪੈਰੀ ਸਤਿਗੁਰੂ ਕੇਰੀ ਜਿਥੈ ਗੁਰੂ ਆਪੁ ਰਖਿਆ ॥ તેનાથી ગુરુ રામદાસના ચરણ-સ્પર્શ કરાવડાવ્યા અને બધા જ શીખ ગુરુ રામદાસના ચરણોમાં આવી પડ્યા, જેમાં અમરદાસે પોતાનો પ્રકાશ સ્થાપિત કર્યો હતો.
ਕੋਈ ਕਰਿ ਬਖੀਲੀ ਨਿਵੈ ਨਾਹੀ ਫਿਰਿ ਸਤਿਗੁਰੂ ਆਣਿ ਨਿਵਾਇਆ ॥ જો કોઈ ઈર્ષ્યા વશ ગુરુ રામદાસની આગળ નહોતો તો સદ્દગુરૂએ તેને નમ્રતાપૂર્વક શરણમાં લઇ લીધો.
ਹਰਿ ਗੁਰਹਿ ਭਾਣਾ ਦੀਈ ਵਡਿਆਈ ਧੁਰਿ ਲਿਖਿਆ ਲੇਖੁ ਰਜਾਇ ਜੀਉ ॥ ગુરુ અમરદાસને પરમાત્મા રજા સહર્ષ સ્વીકાર થઈ અને તેને ગુરુ રામદાસને ગુરુયાઈ આપીને મોટાઈ આપી.
ਕਹੈ ਸੁੰਦਰੁ ਸੁਣਹੁ ਸੰਤਹੁ ਸਭੁ ਜਗਤੁ ਪੈਰੀ ਪਾਇ ਜੀਉ ॥੬॥੧॥ હે સજ્જનો! સુંદર કહે છે કે સાંભળો; ગુરુ અમરદાસે ગુરુ રામદાસને ગુરુગાદી પૂર્ણ જગતને તેના ચરણોમાં નાખી દીધું ॥૬॥૧॥
ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ਛੰਤ રામકલી મહેલ ૫ છંદ
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਸਾਜਨੜਾ ਮੇਰਾ ਸਾਜਨੜਾ ਨਿਕਟਿ ਖਲੋਇਅੜਾ ਮੇਰਾ ਸਾਜਨੜਾ ॥ મારો સાજન પ્રભુ મારી નજીક જ ઉભો છે.
ਜਾਨੀਅੜਾ ਹਰਿ ਜਾਨੀਅੜਾ ਨੈਣ ਅਲੋਇਅੜਾ ਹਰਿ ਜਾਨੀਅੜਾ ॥ આ મને પ્રાણથી પણ પ્રિય છે અને તેની આંખોથી દર્શન કરી લીધા છે. 
ਨੈਣ ਅਲੋਇਆ ਘਟਿ ਘਟਿ ਸੋਇਆ ਅਤਿ ਅੰਮ੍ਰਿਤ ਪ੍ਰਿਅ ਗੂੜਾ ॥ મેં પોતાના પ્રિયને આંખોથી જોઈ લીધો છે જે દરેક શરીરમાં વ્યાપક છે અને મારો પ્રિયતમ અમૃત સમાન મધુર છે.
ਨਾਲਿ ਹੋਵੰਦਾ ਲਹਿ ਨ ਸਕੰਦਾ ਸੁਆਉ ਨ ਜਾਣੈ ਮੂੜਾ ॥ જીવ મનમાં સ્થિત પ્રિયતમાનો અનુભવ કરી શકતો નથી અને તે મૂર્ખ તો પોતાના જીવન લક્ષ્ય પણ જાણતો નથી.
ਮਾਇਆ ਮਦਿ ਮਾਤਾ ਹੋਛੀ ਬਾਤਾ ਮਿਲਣੁ ਨ ਜਾਈ ਭਰਮ ਧੜਾ ॥ માયાના નશામાં મસ્ત બનેલો તે વ્યર્થ વાતો કરતો રહે છે અને ભ્રમના કારણે પ્રભુથી તેનું મિલન થઈ શકતું નથી.
ਕਹੁ ਨਾਨਕ ਗੁਰ ਬਿਨੁ ਨਾਹੀ ਸੂਝੈ ਹਰਿ ਸਾਜਨੁ ਸਭ ਕੈ ਨਿਕਟਿ ਖੜਾ ॥੧॥ હે નાનક! સાજન પ્રભુ બધાની અંદર હાજર છે, પરંતુ ગુરુ વગર તેની સમજ થતી નથી ॥૧॥
ਗੋਬਿੰਦਾ ਮੇਰੇ ਗੋਬਿੰਦਾ ਪ੍ਰਾਣ ਅਧਾਰਾ ਮੇਰੇ ਗੋਬਿੰਦਾ ॥ મારો ગોવિંદ મારો પ્રાણ આધાર છે.
ਕਿਰਪਾਲਾ ਮੇਰੇ ਕਿਰਪਾਲਾ ਦਾਨ ਦਾਤਾਰਾ ਮੇਰੇ ਕਿਰਪਾਲਾ ॥ બધા જીવોને આપનાર દાતા ખુબ કૃપાળુ છે.
ਦਾਨ ਦਾਤਾਰਾ ਅਪਰ ਅਪਾਰਾ ਘਟ ਘਟ ਅੰਤਰਿ ਸੋਹਨਿਆ ॥ તે અપરંપાર દાતાર ઘટ-ઘટ બધાના અંતરમનમાં શોભા આપી રહ્યો છે.
ਇਕ ਦਾਸੀ ਧਾਰੀ ਸਬਲ ਪਸਾਰੀ ਜੀਅ ਜੰਤ ਲੈ ਮੋਹਨਿਆ ॥ તેને માયારૂપી એક દાસી બનાવેલી છે, તેનો આખા જગતમાં ફેલાવો અને બધા જીવોને તેને મોહિત કરેલ છે.
ਜਿਸ ਨੋ ਰਾਖੈ ਸੋ ਸਚੁ ਭਾਖੈ ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਬੀਚਾਰਾ ॥ જેની તે રક્ષા કરે છે, તે જ સત્ય કહે છે અને તે જ ગુરુ-શબ્દનો વિચાર કરે છે.
ਕਹੁ ਨਾਨਕ ਜੋ ਪ੍ਰਭ ਕਉ ਭਾਣਾ ਤਿਸ ਹੀ ਕਉ ਪ੍ਰਭੁ ਪਿਆਰਾ ॥੨॥ હે નાનક! જે પ્રભુને સારું લાગે છે, તેને જ પ્રભુ પ્રેમાળ લાગે છે ॥૨॥
ਮਾਣੋ ਪ੍ਰਭ ਮਾਣੋ ਮੇਰੇ ਪ੍ਰਭ ਕਾ ਮਾਣੋ ॥ મને પોતાના પ્રભુ પર માન છે, સત્ય તો આ જ છે કે મને પ્રભુ પર જ માન છે.
ਜਾਣੋ ਪ੍ਰਭੁ ਜਾਣੋ ਸੁਆਮੀ ਸੁਘੜੁ ਸੁਜਾਣੋ ॥ મારો સ્વામી પ્રભુ અંતર્યામી, ચતુર તેમજ બુદ્ધિમાન છે.
ਸੁਘੜ ਸੁਜਾਨਾ ਸਦ ਪਰਧਾਨਾ ਅੰਮ੍ਰਿਤੁ ਹਰਿ ਕਾ ਨਾਮਾ ॥ તે હંમેશા જ ચતુર, બુદ્ધિમાન, આખી સૃષ્ટિનો પ્રધાન છે. તે હરિનું નામ અમૃતની તુલનાએ છે.
ਚਾਖਿ ਅਘਾਣੇ ਸਾਰਿਗਪਾਣੇ ਜਿਨ ਕੈ ਭਾਗ ਮਥਾਨਾ ॥ જેનું ભાગ્ય પ્રકાશિત છે, તે પ્રભુનું નામામૃત પીને તૃપ્ત થઈ ગયો છે.
ਤਿਨ ਹੀ ਪਾਇਆ ਤਿਨਹਿ ਧਿਆਇਆ ਸਗਲ ਤਿਸੈ ਕਾ ਮਾਣੋ ॥ તેને તેને પ્રાપ્ત કર્યો છે, તેનું જ ધ્યાન કર્યું છે અને બધાને તેના પર ગર્વ છે.
ਕਹੁ ਨਾਨਕ ਥਿਰੁ ਤਖਤਿ ਨਿਵਾਸੀ ਸਚੁ ਤਿਸੈ ਦੀਬਾਣੋ ॥੩॥ હે નાનક! સ્થિર સિહાંસન પર બેસેલ પરમાત્માનો દરબાર શાશ્વત છે ॥૩॥
ਮੰਗਲਾ ਹਰਿ ਮੰਗਲਾ ਮੇਰੇ ਪ੍ਰਭ ਕੈ ਸੁਣੀਐ ਮੰਗਲਾ ॥ મારા પ્રભુનું મંગળગાન સાંભળ.
ਸੋਹਿਲੜਾ ਪ੍ਰਭ ਸੋਹਿਲੜਾ ਅਨਹਦ ਧੁਨੀਐ ਸੋਹਿਲੜਾ ॥ તે પ્રભુના ઘરમાં અનહદ ધ્વનિ વાળું કીર્તન થતું રહે છે.
ਅਨਹਦ ਵਾਜੇ ਸਬਦ ਅਗਾਜੇ ਨਿਤ ਨਿਤ ਜਿਸਹਿ ਵਧਾਈ ॥ તેના ઘરે અનહદ શબ્દ ગુંજતો રહે છે અને રોજે કલ્યાણની વધામણી મળતી રહે છે.
ਸੋ ਪ੍ਰਭੁ ਧਿਆਈਐ ਸਭੁ ਕਿਛੁ ਪਾਈਐ ਮਰੈ ਨ ਆਵੈ ਜਾਈ ॥ તેથી પ્રભુનું ધ્યાન કરવાથી બધું જ પ્રાપ્ત થઈ જાય છે અને આવક જાવક થી મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે.
ਚੂਕੀ ਪਿਆਸਾ ਪੂਰਨ ਆਸਾ ਗੁਰਮੁਖਿ ਮਿਲੁ ਨਿਰਗੁਨੀਐ ॥ દરેક ઈચ્છા પૂર્ણ થઈ જાય છે અને બધી લાલચ મટી જાય છે. નિર્ગુણ પરમાત્માને ગુરુ દરવાજો મેળવી લે.
ਕਹੁ ਨਾਨਕ ਘਰਿ ਪ੍ਰਭ ਮੇਰੇ ਕੈ ਨਿਤ ਨਿਤ ਮੰਗਲੁ ਸੁਨੀਐ ॥੪॥੧॥ હે નાનક! હૃદય-ઘરમાં હંમેશા મારા પ્રભુનું મંગળગાન સાંભળવું જોઈએ ॥૪॥૧॥


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top