Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-876

Page 876

ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੧ ਘਰੁ ੧ ਚਉਪਦੇ રામકલી મહેલ ૧ ઘર ૧ ચારપદ
ੴ ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે ભય રહિત છે વેર હિત છે જેનું સ્વરૂપ કાળથી પરે છે, જે યોનિઓમાં નથી ભટકતો જેનો પ્રકાશ તેની મેળાએ છે અને જે સદગુરૂની કૃપાથી મળે છે
ਕੋਈ ਪੜਤਾ ਸਹਸਾਕਿਰਤਾ ਕੋਈ ਪੜੈ ਪੁਰਾਨਾ ॥ કોઈ સંસ્કૃતમાં વેદોને વાંચે છે, કોઈ પુરાણ વાંચી રહ્યું છે.
ਕੋਈ ਨਾਮੁ ਜਪੈ ਜਪਮਾਲੀ ਲਾਗੈ ਤਿਸੈ ਧਿਆਨਾ ॥ કોઈ માળા દ્વારા નામ જપી રહ્યો છે અને તેમાં જ ધ્યાન લગાવી રહ્યો છે.
ਅਬ ਹੀ ਕਬ ਹੀ ਕਿਛੂ ਨ ਜਾਨਾ ਤੇਰਾ ਏਕੋ ਨਾਮੁ ਪਛਾਨਾ ॥੧॥ પરંતુ મેં હજી પણ અને કયારેય પણ કંઈ જાણ્યું નથી, હું તો ફક્ત તારા નામને જ ઓળખું છું ॥૧॥
ਨ ਜਾਣਾ ਹਰੇ ਮੇਰੀ ਕਵਨ ਗਤੇ ॥ હે હરિ! હું જાણતો નથી કે મારી શું ગતિ થશે?
ਹਮ ਮੂਰਖ ਅਗਿਆਨ ਸਰਨਿ ਪ੍ਰਭ ਤੇਰੀ ਕਰਿ ਕਿਰਪਾ ਰਾਖਹੁ ਮੇਰੀ ਲਾਜ ਪਤੇ ॥੧॥ ਰਹਾਉ ॥ હે પ્રભુ! હું મૂર્ખ તેમજ અજ્ઞાની તારી શરણમાં આવ્યો છું, કૃપા કરીને મારી લાજ રાખ ॥૧॥વિરામ॥
ਕਬਹੂ ਜੀਅੜਾ ਊਭਿ ਚੜਤੁ ਹੈ ਕਬਹੂ ਜਾਇ ਪਇਆਲੇ ॥ અમારું મન ક્યારેક આકાશમાં ચડી જાય છે અને ક્યારેક આ પાતાળમાં જઈ પડે છે.
ਲੋਭੀ ਜੀਅੜਾ ਥਿਰੁ ਨ ਰਹਤੁ ਹੈ ਚਾਰੇ ਕੁੰਡਾ ਭਾਲੇ ॥੨॥ આ લોભી મન સ્થિર રહેતું નથી અને ચારેય દિશાઓમાં ભટકતું રહે છે ॥૨॥
ਮਰਣੁ ਲਿਖਾਇ ਮੰਡਲ ਮਹਿ ਆਏ ਜੀਵਣੁ ਸਾਜਹਿ ਮਾਈ ॥ બધા જીવ પોતાના મૃત્યુનો લેખ લખાવીને દુનિયામાં આવ્યા છે પરંતુ તે પોતાના જીવવા માટે યોજનાઓ બનાવતો રહે છે.
ਏਕਿ ਚਲੇ ਹਮ ਦੇਖਹ ਸੁਆਮੀ ਭਾਹਿ ਬਲੰਤੀ ਆਈ ॥੩॥ હે સ્વામી! અમે દરરોજ કોઈને કોઈ જીવનું મૃત્યુ જોઈ રહ્યા છીએ અને મૃત્યુની આગ દરેક તરફ સળગી રહી છે ॥૩॥
ਨ ਕਿਸੀ ਕਾ ਮੀਤੁ ਨ ਕਿਸੀ ਕਾ ਭਾਈ ਨਾ ਕਿਸੈ ਬਾਪੁ ਨ ਮਾਈ ॥ સત્ય તો આ જ છે કે ન કોઈનો કોઈ મિત્ર છે, ન કોઈનો કોઈ ભાઈ છે, ન કોઈ કોઈના માતા-પિતા છે.
ਪ੍ਰਣਵਤਿ ਨਾਨਕ ਜੇ ਤੂ ਦੇਵਹਿ ਅੰਤੇ ਹੋਇ ਸਖਾਈ ॥੪॥੧॥ હે પ્રભુ! ગુરુ નાનક વિનય કરે છે કે જો તું પોતાનું નામ અમને આપી દે તો તે અંતિમ સમયે અમારો મદદગાર થઈ જશે ॥૪॥૧॥
ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੧ ॥ રામકલી મહેલ ૧॥
ਸਰਬ ਜੋਤਿ ਤੇਰੀ ਪਸਰਿ ਰਹੀ ॥ હે પરમેશ્વર! આખા વિશ્વમાં તારા જ પ્રકાશનો ફેલાવ થઈ રહ્યો છે,
ਜਹ ਜਹ ਦੇਖਾ ਤਹ ਨਰਹਰੀ ॥੧॥ હું જ્યાં-જ્યાં જોવ છું, તું જ નજર આવે છે ॥૧॥
ਜੀਵਨ ਤਲਬ ਨਿਵਾਰਿ ਸੁਆਮੀ ॥ હે સ્વામી! મારા જીવનની લાલચને દૂર કરી દે,
ਅੰਧ ਕੂਪਿ ਮਾਇਆ ਮਨੁ ਗਾਡਿਆ ਕਿਉ ਕਰਿ ਉਤਰਉ ਪਾਰਿ ਸੁਆਮੀ ॥੧॥ ਰਹਾਉ ॥ મારું મન માયાના પડદામાં ફસાઈ ગયું છે, તો પછી હું કેવી રીતે પાર કરી શકું? ॥૧॥વિરામ॥
ਜਹ ਭੀਤਰਿ ਘਟ ਭੀਤਰਿ ਬਸਿਆ ਬਾਹਰਿ ਕਾਹੇ ਨਾਹੀ ॥ જે જીવોને હૃદયમાં વસી રહ્યો છે, તે ભલે બહાર શા માટે વસી રહ્યો નથી.
ਤਿਨ ਕੀ ਸਾਰ ਕਰੇ ਨਿਤ ਸਾਹਿਬੁ ਸਦਾ ਚਿੰਤ ਮਨ ਮਾਹੀ ॥੨॥ મારો માલિક તો રોજ તેની સંભાળ કરે છે અને હંમેશા જ તેના મનમાં જીવોની ચિંતા લાગેલી રહે છે ॥૨॥
ਆਪੇ ਨੇੜੈ ਆਪੇ ਦੂਰਿ ॥ પરમાત્મા પોતે જ જીવોની નજીક પણ વસે છે અને દૂર પણ રહે છે,
ਆਪੇ ਸਰਬ ਰਹਿਆ ਭਰਪੂਰਿ ॥ તે પોતે જ સર્વવ્યાપક છે.
ਸਤਗੁਰੁ ਮਿਲੈ ਅੰਧੇਰਾ ਜਾਇ ॥ જેને સદ્દગુરુ મળી જાય છે, તેનો અજ્ઞાનનો અંધકાર દૂર થઈ જાય છે,


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top