Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-800

Page 800

ਕਾਇਆ ਨਗਰ ਮਹਿ ਰਾਮ ਰਸੁ ਊਤਮੁ ਕਿਉ ਪਾਈਐ ਉਪਦੇਸੁ ਜਨ ਕਰਹੁ ॥ હે સંતજનો! આ શરીરરૂપી નગરમાં સર્વોત્તમ રામ રસ છે. મને ઉપદેશ કરે કે હું આને કેવી રીતે પ્રાપ્ત કરું?
ਸਤਿਗੁਰੁ ਸੇਵਿ ਸਫਲ ਹਰਿ ਦਰਸਨੁ ਮਿਲਿ ਅੰਮ੍ਰਿਤੁ ਹਰਿ ਰਸੁ ਪੀਅਹੁ ॥੨॥ ગુરુને મળીને હરિ-રસરૂપી અમૃત પાન કર તથા ગુરુની સેવા કરીને પરમાત્માનાં દર્શન કરી લે ॥૨॥
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਅੰਮ੍ਰਿਤੁ ਹਰਿ ਮੀਠਾ ਹਰਿ ਸੰਤਹੁ ਚਾਖਿ ਦਿਖਹੁ ॥ હે સંતજનો! 'હરિ-હરિ' નામરૂપી અમૃત ખુબ મીઠું છે, આને ચાખીને જોઈ લે.
ਗੁਰਮਤਿ ਹਰਿ ਰਸੁ ਮੀਠਾ ਲਾਗਾ ਤਿਨ ਬਿਸਰੇ ਸਭਿ ਬਿਖ ਰਸਹੁ ॥੩॥ ગુરુના ઉપદેશ દ્વારા જેને હરિ-રસ મીઠો લાગે છે, તેને ઝેરરૂપી માયાના બધા રસ ભૂલી ગયા છે ॥૩॥
ਰਾਮ ਨਾਮੁ ਰਸੁ ਰਾਮ ਰਸਾਇਣੁ ਹਰਿ ਸੇਵਹੁ ਸੰਤ ਜਨਹੁ ॥ હે સંતજનો! રામ-નામરૂપી રસ જ રસાયણ છે. પરમાત્માની પ્રાર્થના કરતો રહે.
ਚਾਰਿ ਪਦਾਰਥ ਚਾਰੇ ਪਾਏ ਗੁਰਮਤਿ ਨਾਨਕ ਹਰਿ ਭਜਹੁ ॥੪॥੪॥ હે નાનક! ગુરુ ઉપદેશ દ્વારા પરમાત્માનું ભજન કરવાથી ચારેય પદાર્થ - ધર્મ, અર્થ, કામ તેમજ મોક્ષ મેળવી શકાય છે ॥૪॥૪॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੪ ॥ બિલાવલ મહેલ ૪॥
ਖਤ੍ਰੀ ਬ੍ਰਾਹਮਣੁ ਸੂਦੁ ਵੈਸੁ ਕੋ ਜਾਪੈ ਹਰਿ ਮੰਤ੍ਰੁ ਜਪੈਨੀ ॥ હે ભાઈ! ક્ષત્રિય, બ્રાહ્મણ, શુદ્ર તેમજ વૈશ્યમાંથી દરેક કોઈ હરિ-મંત્ર જપી શકે છે, જે બધા માટે જપવું યોગ્ય છે.
ਗੁਰੁ ਸਤਿਗੁਰੁ ਪਾਰਬ੍ਰਹਮੁ ਕਰਿ ਪੂਜਹੁ ਨਿਤ ਸੇਵਹੁ ਦਿਨਸੁ ਸਭ ਰੈਨੀ ॥੧॥ પરબ્રહ્મનું રૂપ માનીને ગુરુની પૂજા કર અને રોજ દિવસ-રાત સેવામાં લીન રહે ॥૧॥
ਹਰਿ ਜਨ ਦੇਖਹੁ ਸਤਿਗੁਰੁ ਨੈਨੀ ॥ હે ભક્તજનો! આંખોથી સદ્દગુરૂના દર્શન કર.
ਜੋ ਇਛਹੁ ਸੋਈ ਫਲੁ ਪਾਵਹੁ ਹਰਿ ਬੋਲਹੁ ਗੁਰਮਤਿ ਬੈਨੀ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુના ઉપદેશ દ્વારા હરિ-નામ બોલ અને મનોવાંછિત ફળ મેળવી લે ॥૧॥વિરામ॥
ਅਨਿਕ ਉਪਾਵ ਚਿਤਵੀਅਹਿ ਬਹੁਤੇਰੇ ਸਾ ਹੋਵੈ ਜਿ ਬਾਤ ਹੋਵੈਨੀ ॥ મનુષ્ય અનેક ઉપાય મનમાં વિચારતો રહે છે પરંતુ તે જ થાય છે, જે વાત થવાની હોય છે.
ਅਪਨਾ ਭਲਾ ਸਭੁ ਕੋਈ ਬਾਛੈ ਸੋ ਕਰੇ ਜਿ ਮੇਰੈ ਚਿਤਿ ਨ ਚਿਤੈਨੀ ॥੨॥ દરેક કોઈ પોતાના સારાની કામના કરે છે પરંતુ પરમાત્મા તે જ કરે છે, જે અમારા મનમાં યાદ પણ હોતું નથી ॥૨॥
ਮਨ ਕੀ ਮਤਿ ਤਿਆਗਹੁ ਹਰਿ ਜਨ ਏਹਾ ਬਾਤ ਕਠੈਨੀ ॥ હે ભક્તજનો! પોતાના મનની બુદ્ધિ ત્યાગી દે, પરંતુ આ વાત ખૂબ સખત છે.
ਅਨਦਿਨੁ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਵਹੁ ਗੁਰ ਸਤਿਗੁਰ ਕੀ ਮਤਿ ਲੈਨੀ ॥੩॥ ગુરુનો ઉપદેશ લઈને રોજ હરિ-નામનું ધ્યાન કરતો રહે ॥૩॥
ਮਤਿ ਸੁਮਤਿ ਤੇਰੈ ਵਸਿ ਸੁਆਮੀ ਹਮ ਜੰਤ ਤੂ ਪੁਰਖੁ ਜੰਤੈਨੀ ॥ હે સ્વામી! મતિ અથવા સુમતિ આ બધું તારા જ વશમાં છે. અમે જીવ તો યંત્ર છીએ અને તું યંત્ર ચલાવનાર પુરુષ છે.
ਜਨ ਨਾਨਕ ਕੇ ਪ੍ਰਭ ਕਰਤੇ ਸੁਆਮੀ ਜਿਉ ਭਾਵੈ ਤਿਵੈ ਬੁਲੈਨੀ ॥੪॥੫॥ હે નાનકના પ્રભુ, હે કર્તા સ્વામી! જેમ તને સારું લાગે છે, તેમ જ અમે બોલીએ છીએ ॥૪॥૫॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੪ ॥ બિલાવલ મહેલ ૪॥
ਅਨਦ ਮੂਲੁ ਧਿਆਇਓ ਪੁਰਖੋਤਮੁ ਅਨਦਿਨੁ ਅਨਦ ਅਨੰਦੇ ॥ આનંદનો મૂળ સ્ત્રોત પુરુષોત્તમ પ્રભુનું ધ્યાન કરવાથી રાત-દિવસ આનંદ જ આનંદ બની રહે છે.
ਧਰਮ ਰਾਇ ਕੀ ਕਾਣਿ ਚੁਕਾਈ ਸਭਿ ਚੂਕੇ ਜਮ ਕੇ ਛੰਦੇ ॥੧॥ હવે યમરાજની મોહતાજી મટાડી દીધી છે અને યમની લેતી-દેતી સમાપ્ત કરી દીધી છે ॥૧॥
ਜਪਿ ਮਨ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਗੋੁਬਿੰਦੇ ॥ હે મન! હરિ નામ જપ.
ਵਡਭਾਗੀ ਗੁਰੁ ਸਤਿਗੁਰੁ ਪਾਇਆ ਗੁਣ ਗਾਏ ਪਰਮਾਨੰਦੇ ॥੧॥ ਰਹਾਉ ॥ ખુબ ભાગ્યથી અમે સદ્દગુરુને મેળવ્યો છે અને હવે પરમાનંદનું જ કર્યું છે ॥૧॥વિરામ॥
ਸਾਕਤ ਮੂੜ ਮਾਇਆ ਕੇ ਬਧਿਕ ਵਿਚਿ ਮਾਇਆ ਫਿਰਹਿ ਫਿਰੰਦੇ ॥ મૂર્ખ શાકત માયાનો કેદી છે અને તે માયામાં જ ભટકતો રહે છે.
ਤ੍ਰਿਸਨਾ ਜਲਤ ਕਿਰਤ ਕੇ ਬਾਧੇ ਜਿਉ ਤੇਲੀ ਬਲਦ ਭਵੰਦੇ ॥੨॥ આ નસીબમાં બંધાયેલ તૃષ્ણા અગ્નિમાં સળગતો રહે છે તથા તેલીના બળદ સમાન જન્મ-મરણના ચક્રમાં ભટકતો રહે છે ॥૨॥
ਗੁਰਮੁਖਿ ਸੇਵ ਲਗੇ ਸੇ ਉਧਰੇ ਵਡਭਾਗੀ ਸੇਵ ਕਰੰਦੇ ॥ જે મનુષ્ય ગુરુના માધ્યમથી પરમાત્માની સેવામાં લીન થયો છે, તેનો ઉદ્ધાર થઈ ગયો છે પરંતુ આ સેવા ખુશનસીબ જ કરે છે.
ਜਿਨ ਹਰਿ ਜਪਿਆ ਤਿਨ ਫਲੁ ਪਾਇਆ ਸਭਿ ਤੂਟੇ ਮਾਇਆ ਫੰਦੇ ॥੩॥ જેને પરમાત્માનું જાપ કર્યું છે, તેને ફળ મળી ગયું છે, તેના માયાના તમામ ફંદા કપાઈ ગયા છે ॥૩॥
ਆਪੇ ਠਾਕੁਰੁ ਆਪੇ ਸੇਵਕੁ ਸਭੁ ਆਪੇ ਆਪਿ ਗੋਵਿੰਦੇ ॥ ગોવિંદ બધું જ પોતે જ છે અને માલિક અથવા સેવક પણ પોતે જ છે.
ਜਨ ਨਾਨਕ ਆਪੇ ਆਪਿ ਸਭੁ ਵਰਤੈ ਜਿਉ ਰਾਖੈ ਤਿਵੈ ਰਹੰਦੇ ॥੪॥੬॥ હે નાનક! પરમાત્મા બધે જ વ્યાપક છે, જેમ તે જોવોને રાખે છે, તેમ જ તે રહે છે ॥૪॥૬॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਰਾਗੁ ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੪ ਪੜਤਾਲ ਘਰੁ ੧੩ ॥ રાગ બિલાવલ મહેલ ૪ પડતાલ ઘર ૧૩॥
ਬੋਲਹੁ ਭਈਆ ਰਾਮ ਨਾਮੁ ਪਤਿਤ ਪਾਵਨੋ ॥ હે ભાઈ! પાપીઓને પવિત્ર કરનાર રામ નામ બોલ.
ਹਰਿ ਸੰਤ ਭਗਤ ਤਾਰਨੋ ॥ તે પ્રભુ જ સંતો તેમજ ભક્તોનો ઉદ્ધાર કરનાર છે.
Scroll to Top
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/