Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-782

Page 782

ਸੋ ਪ੍ਰਭੁ ਅਪੁਨਾ ਸਦਾ ਧਿਆਈਐ ਸੋਵਤ ਬੈਸਤ ਖਲਿਆ ॥ સુતા, બેસતા, ઉભા થતા દરેક સમયે આપણે પ્રભુનું ધ્યાન કરવું જોઈએ.
ਗੁਣ ਨਿਧਾਨ ਸੁਖ ਸਾਗਰ ਸੁਆਮੀ ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਸੋਈ ॥ તે જગતનો સ્વામી ગુણોનો ભંડાર તેમજ સુખનો સમુદ્ર છે, જે જળ, ધરતી, આકાશ બધે હાજર છે.
ਜਨ ਨਾਨਕ ਪ੍ਰਭ ਕੀ ਸਰਣਾਈ ਤਿਸੁ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਕੋਈ ॥੩॥ હે નાનક! મેં તો શરણ લીધી છે, તેના સિવાય મારે કોઈ આધાર નથી ॥૩॥
ਮੇਰਾ ਘਰੁ ਬਨਿਆ ਬਨੁ ਤਾਲੁ ਬਨਿਆ ਪ੍ਰਭ ਪਰਸੇ ਹਰਿ ਰਾਇਆ ਰਾਮ ॥ હે ભાઈ! પ્રભુ ચરણોની સેવા કરવાથી મારૂં હૃદયરૂપી ઘર સુંદર સરોવર તેમજ ઉપવન બની ગયું છે.
ਮੇਰਾ ਮਨੁ ਸੋਹਿਆ ਮੀਤ ਸਾਜਨ ਸਰਸੇ ਗੁਣ ਮੰਗਲ ਹਰਿ ਗਾਇਆ ਰਾਮ ॥ જ્યારે મેં હરિના ગુણોનું મંગળગાન કર્યું તો મન મુગ્ધ થઈ ગયું અને મારા સાજન-મિત્ર બધા ખુશ થઈ ગયા.
ਗੁਣ ਗਾਇ ਪ੍ਰਭੂ ਧਿਆਇ ਸਾਚਾ ਸਗਲ ਇਛਾ ਪਾਈਆ ॥ સાચા પ્રભુનું ગુણગાન તેમજ ધ્યાન કરવાથી મારી બધી ઇચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે.
ਗੁਰ ਚਰਣ ਲਾਗੇ ਸਦਾ ਜਾਗੇ ਮਨਿ ਵਜੀਆ ਵਾਧਾਈਆ ॥ ગુરુના ચરણોમાં લાગીને હંમેશા માટે સભાન થઈ ગયો છું અને મનમાં ખુશીઓ ઉત્પન્ન થઈ ગઈ છે.
ਕਰੀ ਨਦਰਿ ਸੁਆਮੀ ਸੁਖਹ ਗਾਮੀ ਹਲਤੁ ਪਲਤੁ ਸਵਾਰਿਆ ॥ સુખ દેનાર સ્વામી પ્રભુએ કૃપા-દ્રષ્ટિ કરીને મારા લોક-પરલોક સંભાળી લીધા છે.
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਨਿਤ ਨਾਮੁ ਜਪੀਐ ਜੀਉ ਪਿੰਡੁ ਜਿਨਿ ਧਾਰਿਆ ॥੪॥੪॥੭॥ નાનક વિનંતી કરે છે કે જે પરમાત્માએ અમારા જીવન તેમજ શરીરને સહારો આપેલ છે, રોજ તેનું નામ જપતું રહેવું જોઈએ ॥૪॥૪॥૭॥
ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥ સુહી મહેલ ૫॥
ਭੈ ਸਾਗਰੋ ਭੈ ਸਾਗਰੁ ਤਰਿਆ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਏ ਰਾਮ ॥ હરિ-નામનું ધ્યાન-મનન કરવાથી ભયાનક સંસાર-સમુદ્રથી પાર થઈ શકાય છે.
ਬੋਹਿਥੜਾ ਹਰਿ ਚਰਣ ਅਰਾਧੇ ਮਿਲਿ ਸਤਿਗੁਰ ਪਾਰਿ ਲਘਾਏ ਰਾਮ ॥ જે ગુરુને મળીને જહાજરૂપી હરિ-ચરણોની પ્રાર્થના કરે છે, તે સંસાર સમુદ્રમાંથી પાર થઈ જાય છે.
ਗੁਰ ਸਬਦੀ ਤਰੀਐ ਬਹੁੜਿ ਨ ਮਰੀਐ ਚੂਕੈ ਆਵਣ ਜਾਣਾ ॥ જે મનુષ્ય શબ્દ-ગુરુ દ્વારા સંસાર સમુદ્રમાંથી પાર થઈ જાય છે, તેનું જન્મ-મરણનું ચક્ર જ છુટી જાય છે.
ਜੋ ਕਿਛੁ ਕਰੈ ਸੋਈ ਭਲ ਮਾਨਉ ਤਾ ਮਨੁ ਸਹਜਿ ਸਮਾਣਾ ॥ જે કંઈ પરમાત્મા કરે છે, તેને સહર્ષ સારું માનવું જોઈએ, આનાથી મન સરળ જ તેમાં સમાઈ જાય છે.
ਦੂਖ ਨ ਭੂਖ ਨ ਰੋਗੁ ਨ ਬਿਆਪੈ ਸੁਖ ਸਾਗਰ ਸਰਣੀ ਪਾਏ ॥ સુખોના સમુદ્ર પરમેશ્વરની શરણમાં આવવાથી કોઈ દુઃખ, ભૂખ તેમજ રોગ સ્પર્શ કરતા નથી.
ਹਰਿ ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਨਾਨਕ ਰੰਗਿ ਰਾਤਾ ਮਨ ਕੀ ਚਿੰਤ ਮਿਟਾਏ ॥੧॥ હે નાનક! જે હરિનું સ્મરણ કરીને તેના રંગમાં લીન થઈ જાય છે, તે મનની બધી ચિંતાઓ મટાડી લે છે ॥૧॥
ਸੰਤ ਜਨਾ ਹਰਿ ਮੰਤ੍ਰੁ ਦ੍ਰਿੜਾਇਆ ਹਰਿ ਸਾਜਨ ਵਸਗਤਿ ਕੀਨੇ ਰਾਮ ॥ સંતજનોએ હૃદયમાં હરિ-મંત્ર વસાવી દીધો છે, આ રીતે મેં પોતાના સાજન હરિને પોતાના વશમાં કરી લીધો છે.
ਆਪਨੜਾ ਮਨੁ ਆਗੈ ਧਰਿਆ ਸਰਬਸੁ ਠਾਕੁਰਿ ਦੀਨੇ ਰਾਮ ॥ મેં પોતાનું મન તેની આગળ અર્પણ કરી દીધું છે અને ઠાકોરે મને બધું જ આપી દીધું છે.
ਕਰਿ ਅਪੁਨੀ ਦਾਸੀ ਮਿਟੀ ਉਦਾਸੀ ਹਰਿ ਮੰਦਰਿ ਥਿਤਿ ਪਾਈ ॥ જયારે તેણે મને પોતાની દાસી બનાવી લીધી તો મારી ઉદાસી મટી ગઈ છે અને હરિમંદિરમાં સ્થિર નિવાસ મળી ગયો.
ਅਨਦ ਬਿਨੋਦ ਸਿਮਰਹੁ ਪ੍ਰਭੁ ਸਾਚਾ ਵਿਛੁੜਿ ਕਬਹੂ ਨ ਜਾਈ ॥ સાચા પ્રભુનું સ્મરણ કરીને આનંદ તેમજ ખુશીઓ પ્રાપ્ત કર, ક્યારેય પણ વિયોગ થતો નથી.
ਸਾ ਵਡਭਾਗਣਿ ਸਦਾ ਸੋਹਾਗਣਿ ਰਾਮ ਨਾਮ ਗੁਣ ਚੀਨ੍ਹ੍ਹੇ ॥ જે જીવ-સ્ત્રી રામ નામના ગુણોને જાણે છે, તે ભાગ્યવાન તેમજ હંમેશા સુહાગણ છે.
ਕਹੁ ਨਾਨਕ ਰਵਹਿ ਰੰਗਿ ਰਾਤੇ ਪ੍ਰੇਮ ਮਹਾ ਰਸਿ ਭੀਨੇ ॥੨॥ હે નાનક! જે પ્રભુના રંગમાં લીન થઈને તેને સ્મરણ કરે છે, તે તેના પ્રેમના મહારસમાં જ ભોગાયેલ રહે છે ॥૨॥
ਅਨਦ ਬਿਨੋਦ ਭਏ ਨਿਤ ਸਖੀਏ ਮੰਗਲ ਸਦਾ ਹਮਾਰੈ ਰਾਮ ॥ હે બહેનપણી! મારા હૃદય-ઘરમાં રોજ આનંદ-વિનોદ બની રહે છે અને હંમેશા પ્રભુનું સ્તુતિગાન કરાય છે.
ਆਪਨੜੈ ਪ੍ਰਭਿ ਆਪਿ ਸੀਗਾਰੀ ਸੋਭਾਵੰਤੀ ਨਾਰੇ ਰਾਮ ॥ મારા પ્રભુએ પોતે જ મારો શણગાર કર્યો છે અને હવે હું શોભાવાન નારી બની ગઈ છું.
ਸਹਜ ਸੁਭਾਇ ਭਏ ਕਿਰਪਾਲਾ ਗੁਣ ਅਵਗਣ ਨ ਬੀਚਾਰਿਆ ॥ તે સરળ સ્વભાવ મારા પર કૃપાળુ થઈ ગયો છે અને તેને મારા ગુણ-અવગુણનો વિચાર કર્યો નથી.
ਕੰਠਿ ਲਗਾਇ ਲੀਏ ਜਨ ਅਪੁਨੇ ਰਾਮ ਨਾਮ ਉਰਿ ਧਾਰਿਆ ॥ હે બહેનપણી! જેને રામ-નામ પોતાના હૃદયમાં વસાવી લીધું છે, પ્રભુએ તેને ગળાથી લગાવી લીધો છે.
ਮਾਨ ਮੋਹ ਮਦ ਸਗਲ ਬਿਆਪੀ ਕਰਿ ਕਿਰਪਾ ਆਪਿ ਨਿਵਾਰੇ ॥ આખી દુનિયાને અભિમાન તેમજ મોહ-માયાનો નશો લાગેલો છે પરંતુ પ્રભુએ કૃપા કરીને આને મારા મનમાંથી દૂર કરી દીધો છે.
ਕਹੁ ਨਾਨਕ ਭੈ ਸਾਗਰੁ ਤਰਿਆ ਪੂਰਨ ਕਾਜ ਹਮਾਰੇ ॥੩॥ હે નાનક! હું સંસાર સમુદ્રથી પાર થઈ ગઈ છું અને મારા બધા કાર્ય સંપૂર્ણ થઈ ગયા છે ॥૩॥
ਗੁਣ ਗੋਪਾਲ ਗਾਵਹੁ ਨਿਤ ਸਖੀਹੋ ਸਗਲ ਮਨੋਰਥ ਪਾਏ ਰਾਮ ॥ હે બહેનપણીઓ! રોજ પરમાત્માનું ગુણાનુવાદ કર, આ રીતે બધી ઇચ્છા પ્રાપ્ત કરી લે.
ਸਫਲ ਜਨਮੁ ਹੋਆ ਮਿਲਿ ਸਾਧੂ ਏਕੰਕਾਰੁ ਧਿਆਏ ਰਾਮ ॥ સાધુને મળીને ૐકારનું ધ્યાન કરવાથી મારો જન્મ સફળ થઈ ગયો છે.
ਜਪਿ ਏਕ ਪ੍ਰਭੂ ਅਨੇਕ ਰਵਿਆ ਸਰਬ ਮੰਡਲਿ ਛਾਇਆ ॥ એક પ્રભુને જ જપ જે અનેક જીવોમાં વસેલો છે અને બધા-મંડળોમાં છવાયેલો છે.
ਬ੍ਰਹਮੋ ਪਸਾਰਾ ਬ੍ਰਹਮੁ ਪਸਰਿਆ ਸਭੁ ਬ੍ਰਹਮੁ ਦ੍ਰਿਸਟੀ ਆਇਆ ॥ બ્રહ્મ વિશ્વવ્યાપક છે, આ વિશ્વ તે બ્રહ્મનો જ ફેલાવ છે, જ્યાં પણ દ્રષ્ટિ જાય છે, તે જ દ્રષ્ટિગત થયું છે.
ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਪੂਰਿ ਪੂਰਨ ਤਿਸੁ ਬਿਨਾ ਨਹੀ ਜਾਏ ॥ તે સાગર, પૃથ્વી તેમજ આકાશમાં હાજર છે અને કોઈ પણ સ્થાન તેનાથી ખાલી નથી.


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top