Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-727

Page 727

ਜੀਵਤ ਲਉ ਬਿਉਹਾਰੁ ਹੈ ਜਗ ਕਉ ਤੁਮ ਜਾਨਉ ॥ આ જગતને તું એમ જાણ કે આનો વ્યવહાર મનુષ્યના જીવન સુધી જ રહે છે.
ਨਾਨਕ ਹਰਿ ਗੁਨ ਗਾਇ ਲੈ ਸਭ ਸੁਫਨ ਸਮਾਨਉ ॥੨॥੨॥ હે નાનક! હરિનું ગુણગાન કરી લે, કારણ કે આ બધું જ સપના સમાન જ છે ॥૨॥૨॥
ਤਿਲੰਗ ਮਹਲਾ ੯ ॥ તિલંગ મહેલ ૯॥
ਹਰਿ ਜਸੁ ਰੇ ਮਨਾ ਗਾਇ ਲੈ ਜੋ ਸੰਗੀ ਹੈ ਤੇਰੋ ॥ હે મન! પરમાત્માની મહિમા ગાઈ લે, કારણ કે આ જ તારો સાચો મિત્ર છે.
ਅਉਸਰੁ ਬੀਤਿਓ ਜਾਤੁ ਹੈ ਕਹਿਓ ਮਾਨ ਲੈ ਮੇਰੋ ॥੧॥ ਰਹਾਉ ॥ મારું કહેવાનું માની લે, આ જીવન-તક વીતતી જઈ રહી છે ॥૧॥વિરામ॥
ਸੰਪਤਿ ਰਥ ਧਨ ਰਾਜ ਸਿਉ ਅਤਿ ਨੇਹੁ ਲਗਾਇਓ ॥ સંપત્તિ, રથ, ધન તેમજ રાજની સાથે તે ખુબ પ્રેમ લગાવ્યો છે.
ਕਾਲ ਫਾਸ ਜਬ ਗਲਿ ਪਰੀ ਸਭ ਭਇਓ ਪਰਾਇਓ ॥੧॥ પરંતુ જ્યારે કાળની ફાંસી ગળામાં પડશે તો બધું જ પારકુ થઈ જશે ॥૧॥
ਜਾਨਿ ਬੂਝ ਕੈ ਬਾਵਰੇ ਤੈ ਕਾਜੁ ਬਿਗਾਰਿਓ ॥ હે પાગલ! તે જાણી જોઈને પોતાનું કામ પોતે જ બગાડી લીધું છે.
ਪਾਪ ਕਰਤ ਸੁਕਚਿਓ ਨਹੀ ਨਹ ਗਰਬੁ ਨਿਵਾਰਿਓ ॥੨॥ તે પાપ કરતા સમયે ક્યારેય સંકોચ કર્યો નથી અને ન તો તે પોતાનો અહંકાર છોડ્યો છે ॥૨॥
ਜਿਹ ਬਿਧਿ ਗੁਰ ਉਪਦੇਸਿਆ ਸੋ ਸੁਨੁ ਰੇ ਭਾਈ ॥ હે ભાઈ! જેમ ગુરુએ મને ઉપદેશ આપ્યો છે, તે પણ સાંભળી લે.
ਨਾਨਕ ਕਹਤ ਪੁਕਾਰਿ ਕੈ ਗਹੁ ਪ੍ਰਭ ਸਰਨਾਈ ॥੩॥੩॥ નાનક તને કહે છે કે પ્રભુની શરણ પકડી લે ॥૩॥૩॥
ਤਿਲੰਗ ਬਾਣੀ ਭਗਤਾ ਕੀ ਕਬੀਰ ਜੀ તિલંગ વાણી ભગત ની કબીર જી
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਬੇਦ ਕਤੇਬ ਇਫਤਰਾ ਭਾਈ ਦਿਲ ਕਾ ਫਿਕਰੁ ਨ ਜਾਇ ॥ હે જિજ્ઞાસુ! વેદ-પુસ્તકોનું જ્ઞાન વાંચવાથી પણ દિલની ચિંતા દૂર થતી નથી.
ਟੁਕੁ ਦਮੁ ਕਰਾਰੀ ਜਉ ਕਰਹੁ ਹਾਜਿਰ ਹਜੂਰਿ ਖੁਦਾਇ ॥੧॥ જો એક પળ માત્ર માટે પોતાના ચંચળ મનને વશ કરી લઈશ તો પ્રભુને તારી સામે પ્રત્યક્ષ દેખાય દેશે ॥૧॥
ਬੰਦੇ ਖੋਜੁ ਦਿਲ ਹਰ ਰੋਜ ਨਾ ਫਿਰੁ ਪਰੇਸਾਨੀ ਮਾਹਿ ॥ હે મનુષ્ય! દરરોજ પ્રભુને પોતાના દિલમાં જ શોધ અને પરેશાનીમાં ન ભટકતો રહે.
ਇਹ ਜੁ ਦੁਨੀਆ ਸਿਹਰੁ ਮੇਲਾ ਦਸਤਗੀਰੀ ਨਾਹਿ ॥੧॥ ਰਹਾਉ ॥ આ જે દુનિયા છે, આ પ્રભુની બનાવેલ એક જાદૂનો મેળો છે, આ મદદ નહીં કરે ॥૧॥વિરામ॥
ਦਰੋਗੁ ਪੜਿ ਪੜਿ ਖੁਸੀ ਹੋਇ ਬੇਖਬਰ ਬਾਦੁ ਬਕਾਹਿ ॥ લોકો અસત્ય જ્ઞાન વાંચી-વાંચીને ખૂબ ખુશ થાય છે અને બેખબર હોવાને કારણે વાદ-વિવાદ કરતા રહે છે.
ਹਕੁ ਸਚੁ ਖਾਲਕੁ ਖਲਕ ਮਿਆਨੇ ਸਿਆਮ ਮੂਰਤਿ ਨਾਹਿ ॥੨॥ સાચો પરમાત્મા પોતાની બનાવેલી દુનિયામાં જ વસે છે અને તે શ્યામ-મૂર્તિ નથી ॥૨॥
ਅਸਮਾਨ ਮਿ੍ਯ੍ਯਾਨੇ ਲਹੰਗ ਦਰੀਆ ਗੁਸਲ ਕਰਦਨ ਬੂਦ ॥ આકાશમાં નામરૂપી દરિયો વહે છે, તારે તેમાં સ્નાન કરવું જોઈએ.
ਕਰਿ ਫਕਰੁ ਦਾਇਮ ਲਾਇ ਚਸਮੇ ਜਹ ਤਹਾ ਮਉਜੂਦੁ ॥੩॥ તું હંમેશા જ ખુદાની પ્રાર્થના કર, જ્ઞાનરૂપી ચશ્મા લગાવીને જો, અલ્લાહ તે દરેક જગ્યાએ નજરે આવશે ॥૩॥
ਅਲਾਹ ਪਾਕੰ ਪਾਕ ਹੈ ਸਕ ਕਰਉ ਜੇ ਦੂਸਰ ਹੋਇ ॥ અલ્લાહ બધાથી પવિત્ર છે. આ વાતમાં શક તો જ કર, જો તેના સિવાય કોઈ બીજું હોય.
ਕਬੀਰ ਕਰਮੁ ਕਰੀਮ ਕਾ ਉਹੁ ਕਰੈ ਜਾਨੈ ਸੋਇ ॥੪॥੧॥ હે કબીર! આ બધું તે કરીમનું જ કર્મ છે, જે તેને યોગ્ય લાગે છે, તે જ કરે છે ॥૪॥૧॥
ਨਾਮਦੇਵ ਜੀ ॥ નામદેવ જી॥
ਮੈ ਅੰਧੁਲੇ ਕੀ ਟੇਕ ਤੇਰਾ ਨਾਮੁ ਖੁੰਦਕਾਰਾ ॥ હે માલિક! તારું નામ જ મને અંધ જ્ઞાનહીનને લાકડી સમાન સહારો છે.
ਮੈ ਗਰੀਬ ਮੈ ਮਸਕੀਨ ਤੇਰਾ ਨਾਮੁ ਹੈ ਅਧਾਰਾ ॥੧॥ ਰਹਾਉ ॥ હે ગરીબ તેમજ આજ્ઞાકારી છું અને તારું નામ જ મારો આશરો છે ॥૧॥વિરામ॥
ਕਰੀਮਾਂ ਰਹੀਮਾਂ ਅਲਾਹ ਤੂ ਗਨੀ ॥ હે કરીમ, રહીમ, અલ્લાહ! તું જ ધનવાન છે.
ਹਾਜਰਾ ਹਜੂਰਿ ਦਰਿ ਪੇਸਿ ਤੂੰ ਮਨੀ ॥੧॥ તું જ જીવની સામે સાક્ષાત છે! તું દરેક સમયે મારી અંદર તેમજ મારી સામે રહે છે ॥૧॥
ਦਰੀਆਉ ਤੂ ਦਿਹੰਦ ਤੂ ਬਿਸੀਆਰ ਤੂ ਧਨੀ ॥ તું દયાનો દરિયો છે, તું જ દાતા છે, તું જ અનંત છે અને તું જ ધની છે.
ਦੇਹਿ ਲੇਹਿ ਏਕੁ ਤੂੰ ਦਿਗਰ ਕੋ ਨਹੀ ॥੨॥ એક તુ જ જીવોને બધું જ દે છે અને લે છે, તારા સિવાય બીજું કોઈ નથી ॥૨॥
ਤੂੰ ਦਾਨਾਂ ਤੂੰ ਬੀਨਾਂ ਮੈ ਬੀਚਾਰੁ ਕਿਆ ਕਰੀ ॥ તું ચતુર છે અને તું બધાને જોનાર છે. હું તારા ગુણોનું શું વિચાર કરું?
ਨਾਮੇ ਚੇ ਸੁਆਮੀ ਬਖਸੰਦ ਤੂੰ ਹਰੀ ॥੩॥੧॥੨॥ હે નામદેવનો સ્વામી! તું બધા પર પોતાની કૃપા કરનાર છે ॥૩॥૧॥૨॥
ਹਲੇ ਯਾਰਾਂ ਹਲੇ ਯਾਰਾਂ ਖੁਸਿਖਬਰੀ ॥ હે મિત્ર! ખુશખબર સાંભળ!
ਬਲਿ ਬਲਿ ਜਾਂਉ ਹਉ ਬਲਿ ਬਲਿ ਜਾਂਉ ॥ હે પ્રભુ! તારા પર વારંવાર બલિહાર જાવ છું.
ਨੀਕੀ ਤੇਰੀ ਬਿਗਾਰੀ ਆਲੇ ਤੇਰਾ ਨਾਉ ॥੧॥ ਰਹਾਉ ॥ મને તારી મજૂરી ખુબ સારી લાગે છે અને તારું નામ ખુબ પ્રેમાળ લાગે છે ॥૧॥વિરામ॥
ਕੁਜਾ ਆਮਦ ਕੁਜਾ ਰਫਤੀ ਕੁਜਾ ਮੇ ਰਵੀ ॥ તું ક્યાંથી આવ્યો છે, તું ક્યાં ગયો હતો અને તારે હવે ક્યાં જવાનું છે
ਦ੍ਵਾਰਿਕਾ ਨਗਰੀ ਰਾਸਿ ਬੁਗੋਈ ॥੧॥ આ દ્વારિકા નગરી છે, અહીં સત્ય જ બોલજે ॥૧॥
ਖੂਬੁ ਤੇਰੀ ਪਗਰੀ ਮੀਠੇ ਤੇਰੇ ਬੋਲ ॥ તારી પાઘડી ખુબ સુંદર છે અને તારા બોલ ખુબ મીઠા છે.
ਦ੍ਵਾਰਿਕਾ ਨਗਰੀ ਕਾਹੇ ਕੇ ਮਗੋਲ ॥੨॥ દ્વારિકા નગરીમાં કોઈ મુગલ કેવી રીતે હોઈ શકે છે ॥૨॥
ਚੰਦੀ ਹਜਾਰ ਆਲਮ ਏਕਲ ਖਾਨਾਂ ॥ બ્રહ્માંડોના હજારો ભવનોનો ફક્ત એક તુ જ સુલતાન છે.
ਹਮ ਚਿਨੀ ਪਾਤਿਸਾਹ ਸਾਂਵਲੇ ਬਰਨਾਂ ॥੩॥ અમે તને શ્યામ રંગના બાદશાહના રૂપમાં ઓળખી લીધો છે અર્થાત તું જ કૃષ્ણ છે ॥૩॥
ਅਸਪਤਿ ਗਜਪਤਿ ਨਰਹ ਨਰਿੰਦ ॥ તું જ અશ્વપતિ સૂર્યદેવ છે, તું જ ગજપતિ ઈન્દ્રદેવ છે, તું જ નરોનો નરેશ બ્રહ્મા છે.
ਨਾਮੇ ਕੇ ਸ੍ਵਾਮੀ ਮੀਰ ਮੁਕੰਦ ॥੪॥੨॥੩॥ હે નામદેવના સ્વામી! તું મીર મુકુન્દ છે ॥૪॥૨॥૩॥


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top