Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-698

Page 698

ਜਿਨ ਕਉ ਕ੍ਰਿਪਾ ਕਰੀ ਜਗਜੀਵਨਿ ਹਰਿ ਉਰਿ ਧਾਰਿਓ ਮਨ ਮਾਝਾ ॥ જગતના જીવન પરમાત્માએ જેના પર પોતાની કૃપા કરી છે, તેને પોતાના મન તેમજ હૃદયમાં તેને વસાવી લીધો છે.
ਧਰਮ ਰਾਇ ਦਰਿ ਕਾਗਦ ਫਾਰੇ ਜਨ ਨਾਨਕ ਲੇਖਾ ਸਮਝਾ ॥੪॥੫॥ યમરાજે પોતાના દરબારમાં તેના કર્મોના કાગળ ફાડી દીધા છે. હે નાનક! તે પરમાત્માના ભક્તોનો લેખ સમાપ્ત થઈ ગયો છે ॥૪॥૫॥
ਜੈਤਸਰੀ ਮਹਲਾ ੪ ॥ જૈતસરી મહેલ ૪॥
ਸਤਸੰਗਤਿ ਸਾਧ ਪਾਈ ਵਡਭਾਗੀ ਮਨੁ ਚਲਤੌ ਭਇਓ ਅਰੂੜਾ ॥ અતિભાગ્યથી મને સંતોની સુસંગતિ પ્રાપ્ત થઈ છે, જેનાથી મારુ અસ્થિર મન સ્થિર થઈ ગયું છે.
ਅਨਹਤ ਧੁਨਿ ਵਾਜਹਿ ਨਿਤ ਵਾਜੇ ਹਰਿ ਅੰਮ੍ਰਿਤ ਧਾਰ ਰਸਿ ਲੀੜਾ ॥੧॥ હવે મારા મનમાં દરરોજ અનહદ ધ્વનિનો નાદ વાગતો રહે છે અને હું હરિ નામ અમૃતની ધારાના રસથી તૃપ્ત થઈ ગયો છું ॥૧॥
ਮੇਰੇ ਮਨ ਜਪਿ ਰਾਮ ਨਾਮੁ ਹਰਿ ਰੂੜਾ ॥ હે મન! સુંદર હરિનું રામ-નામ જપ,
ਮੇਰੈ ਮਨਿ ਤਨਿ ਪ੍ਰੀਤਿ ਲਗਾਈ ਸਤਿਗੁਰਿ ਹਰਿ ਮਿਲਿਓ ਲਾਇ ਝਪੀੜਾ ॥ ਰਹਾਉ ॥ ગુરુએ મારા મન તેમજ શરીરમાં પ્રેમ લગાવી દીધો છે અને પરમાત્માએ મને ગળે લગાવી લીધો છે ॥વિરામ॥
ਸਾਕਤ ਬੰਧ ਭਏ ਹੈ ਮਾਇਆ ਬਿਖੁ ਸੰਚਹਿ ਲਾਇ ਜਕੀੜਾ ॥ પરમાત્માથી વિમુખ મનુષ્ય માયાના બંધનોમાં ફસાયેલ છે અને તે દ્રઢતાથી ઝેરીલી માયાને એકત્રિત કરતો રહે છે.
ਹਰਿ ਕੈ ਅਰਥਿ ਖਰਚਿ ਨਹ ਸਾਕਹਿ ਜਮਕਾਲੁ ਸਹਹਿ ਸਿਰਿ ਪੀੜਾ ॥੨॥ તે આ માયાને પરમાત્માના નામ પર ખર્ચી શકતો નથી અને પોતાના માથા પર યમોની ઇજા જ સહેતો રહે છે ॥૨॥
ਜਿਨ ਹਰਿ ਅਰਥਿ ਸਰੀਰੁ ਲਗਾਇਆ ਗੁਰ ਸਾਧੂ ਬਹੁ ਸਰਧਾ ਲਾਇ ਮੁਖਿ ਧੂੜਾ ॥ જેને પોતાનું શરીર પરમાત્માની પ્રાર્થનામાં લગાવેલ છે અને ખૂબ શ્રદ્ધાથી સંત ગુરુદેવની ચરણ-ધૂળ પોતાના મુખ પર લગાવી છે,
ਹਲਤਿ ਪਲਤਿ ਹਰਿ ਸੋਭਾ ਪਾਵਹਿ ਹਰਿ ਰੰਗੁ ਲਗਾ ਮਨਿ ਗੂੜਾ ॥੩॥ તે આ લોક તેમજ પરલોકમાં પરમાત્માની શોભાનો પાત્ર બને છે ત્યારથી તેના મનને પરમાત્માના પ્રેમનો ગાઢ રંગ લાગેલ હોય છે ॥૩॥
ਹਰਿ ਹਰਿ ਮੇਲਿ ਮੇਲਿ ਜਨ ਸਾਧੂ ਹਮ ਸਾਧ ਜਨਾ ਕਾ ਕੀੜਾ ॥ હે પરમેશ્વર! મને સાધુઓની સંગતિમાં મળાવી દે, કારણ કે હુ તો તે સાધુજનોનો એક કીડો જ છું.
ਜਨ ਨਾਨਕ ਪ੍ਰੀਤਿ ਲਗੀ ਪਗ ਸਾਧ ਗੁਰ ਮਿਲਿ ਸਾਧੂ ਪਾਖਾਣੁ ਹਰਿਓ ਮਨੁ ਮੂੜਾ ॥੪॥੬॥ હે નાનક! મારો પ્રેમ તો સાધુ-ગુરુદેવનાં ચરણોથી લાગેલ છે અને તેનાથી મળીને મારુ મૂંગુ સખત મન ખીલી ગયું છે ॥૪॥૬॥
ਜੈਤਸਰੀ ਮਹਲਾ ੪ ਘਰੁ ੨ જૈતસરી મહેલ ૪ ઘર ૨
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਹਰਿ ਹਰਿ ਸਿਮਰਹੁ ਅਗਮ ਅਪਾਰਾ ॥ અગમ્ય તેમજ અપરંપાર હરિનું સ્મરણ કર,
ਜਿਸੁ ਸਿਮਰਤ ਦੁਖੁ ਮਿਟੈ ਹਮਾਰਾ ॥ જેનું સ્મરણ કરવાથી અમારું દુઃખ મટી જાય છે.
ਹਰਿ ਹਰਿ ਸਤਿਗੁਰੁ ਪੁਰਖੁ ਮਿਲਾਵਹੁ ਗੁਰਿ ਮਿਲਿਐ ਸੁਖੁ ਹੋਈ ਰਾਮ ॥੧॥ હે હરિ! મને મહાપુરુષ સદ્દગુરુથી મળાવી દે, કારણ કે ગુરુ મળવાથી જ સુખની પ્રાપ્તિ થાય છે ॥૧॥
ਹਰਿ ਗੁਣ ਗਾਵਹੁ ਮੀਤ ਹਮਾਰੇ ॥ હે મિત્રો! પરમાત્માના ગુણ ગા;
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਰਖਹੁ ਉਰ ਧਾਰੇ ॥ હરિ-નામને પોતાના હૃદયમાં વસાવીને રાખ.
ਹਰਿ ਹਰਿ ਅੰਮ੍ਰਿਤ ਬਚਨ ਸੁਣਾਵਹੁ ਗੁਰ ਮਿਲਿਐ ਪਰਗਟੁ ਹੋਈ ਰਾਮ ॥੨॥ મને હરિનું અમૃત વચન સંભળાવ, જ્યારે ગુરુ મળી જાય છે તો પરમાત્મા હૃદયમાં પ્રગટ થઈ જાય છે ॥૨॥
ਮਧੁਸੂਦਨ ਹਰਿ ਮਾਧੋ ਪ੍ਰਾਨਾ ॥ હે મધુસુદન! હે હરિ! હે માધવ! તું જ મારો પ્રાણ છેઅને
ਮੇਰੈ ਮਨਿ ਤਨਿ ਅੰਮ੍ਰਿਤ ਮੀਠ ਲਗਾਨਾ ॥ મારા મન તેમજ શરીરમાં તારું નામ જ અમૃતની સમાન મીઠું લાગે છે.
ਹਰਿ ਹਰਿ ਦਇਆ ਕਰਹੁ ਗੁਰੁ ਮੇਲਹੁ ਪੁਰਖੁ ਨਿਰੰਜਨੁ ਸੋਈ ਰਾਮ ॥੩॥ હે પ્રભુ! દયા કરીને મને ગુરુથી મળાવી દે, કારણ કે તે જ મહાપુરુષ, માયાથી નિર્લિપ્ત પરમાત્મા સમાન છે ॥૩॥
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਸਦਾ ਸੁਖਦਾਤਾ ॥ હરિ-નામ હંમેશા સુખ આપનારું છે.
ਹਰਿ ਕੈ ਰੰਗਿ ਮੇਰਾ ਮਨੁ ਰਾਤਾ ॥ તેથી મારું મન હરિના રંગમાં જ મગ્ન રહે છે.
ਹਰਿ ਹਰਿ ਮਹਾ ਪੁਰਖੁ ਗੁਰੁ ਮੇਲਹੁ ਗੁਰ ਨਾਨਕ ਨਾਮਿ ਸੁਖੁ ਹੋਈ ਰਾਮ ॥੪॥੧॥੭॥ હે હરિ! મને મહાપુરુષ ગુરુથી મળાવી દે, કારણ કે હે નાનક! ગુરુના નામ દ્વારા જ સુખ પ્રાપ્ત થાય છે ॥૪॥૧॥૭॥
ਜੈਤਸਰੀ ਮਃ ੪ ॥ જૈતસરી મહેલ ૪॥
ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜਪਾਹਾ ॥ હંમેશા હરિ નામનું જ નિરંતર જાપ કર;
ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਸਦਾ ਲੈ ਲਾਹਾ ॥ ગુરુની સન્મુખ રહીને હંમેશા જ નામનો લાભ પ્રાપ્ત કર.
ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਭਗਤਿ ਦ੍ਰਿੜਾਵਹੁ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਓੁਮਾਹਾ ਰਾਮ ॥੧॥ પોતાના મનમાં પરમાત્માની ભક્તિ દ્રઢ કર અને હરિ-નામ માટે ચાહત ઉત્તપન્ન કર ॥૧॥
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਦਇਆਲੁ ਧਿਆਹਾ ॥ દયાના ઘર હરિ-નામનું ધ્યાન કર.
ਹਰਿ ਕੈ ਰੰਗਿ ਸਦਾ ਗੁਣ ਗਾਹਾ ॥ પરમાત્માના રંગમાં લીન થઈને હંમેશા તેનું ગુણગાન કર.
ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਜਸੁ ਘੂਮਰਿ ਪਾਵਹੁ ਮਿਲਿ ਸਤਸੰਗਿ ਓੁਮਾਹਾ ਰਾਮ ॥੨॥ હરિનું યશોગાન કર અને નિષ્ઠાથી તેનું જ નૃત્ય કર અને ખુબ લાગણીથી સંતોની સભામાં સામેલ થઈને આનંદ કર ॥૨॥
ਆਉ ਸਖੀ ਹਰਿ ਮੇਲਿ ਮਿਲਾਹਾ ॥ હે સત્સંગી બહેનપણીઓ! આવો, આપણે પરમાત્માની સંગતિમાં મળીએ અને
ਸੁਣਿ ਹਰਿ ਕਥਾ ਨਾਮੁ ਲੈ ਲਾਹਾ ॥ હરિ-કથાને સાંભળીને તેના નામનો લાભ પ્રાપ્ત કરીએ.


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top