Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-684

Page 684

ਚਰਨ ਕਮਲ ਜਾ ਕਾ ਮਨੁ ਰਾਪੈ ॥ જેનું મન પરમાત્માનાં ચરણ-કમળોના પ્રેમમાં લીન થઈ જાય છે,
ਸੋਗ ਅਗਨਿ ਤਿਸੁ ਜਨ ਨ ਬਿਆਪੈ ॥੨॥ તે મનુષ્યને ચિંતાની આગ પ્રભાવિત કરતી નથી ॥૨॥
ਸਾਗਰੁ ਤਰਿਆ ਸਾਧੂ ਸੰਗੇ ॥ તે સંતોની સભામાં સામેલ થઈને સંસાર-સમુદ્રમાંથી પાર થઈ ગયો છે.
ਨਿਰਭਉ ਨਾਮੁ ਜਪਹੁ ਹਰਿ ਰੰਗੇ ॥੩॥ નિર્ભય પ્રભુનું નામ જપ; હરિના પ્રેમમાં મોહિત રહે ॥૩॥
ਪਰ ਧਨ ਦੋਖ ਕਿਛੁ ਪਾਪ ਨ ਫੇੜੇ ॥ જે મનુષ્ય પારકું-ધન લોભ દોષ તેમજ બીજા પાપોથી મુક્ત રહે છે,
ਜਮ ਜੰਦਾਰੁ ਨ ਆਵੈ ਨੇੜੇ ॥੪॥ ભયંકર યમ તેની નજીક આવતો નથી ॥૪॥
ਤ੍ਰਿਸਨਾ ਅਗਨਿ ਪ੍ਰਭਿ ਆਪਿ ਬੁਝਾਈ ॥ તેની તૃષણાગ્નિ પ્રભુએ પોતે જ ઠારી દીધી છે.
ਨਾਨਕ ਉਧਰੇ ਪ੍ਰਭ ਸਰਣਾਈ ॥੫॥੧॥੫੫॥ હે નાનક! તે પ્રભુની શરણમાં આવીને માયાનાં બંધનોથી મુક્ત થઈ ગયો છે ॥૫॥૧॥૫૫॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ॥ ધનાસરી મહેલ ૫॥
ਤ੍ਰਿਪਤਿ ਭਈ ਸਚੁ ਭੋਜਨੁ ਖਾਇਆ ॥ ਮਨਿ ਤਨਿ ਰਸਨਾ ਨਾਮੁ ਧਿਆਇਆ ॥੧॥ સત્યનું ભોજન ખાવાથી હું તૃપ્ત થઈ ગયો છું. પોતાના મન, શરીર તેમજ જીભથી મેં પરમાત્માના નામનું ધ્યાન કર્યું છે ॥૧॥
ਜੀਵਨਾ ਹਰਿ ਜੀਵਨਾ ॥ ਜੀਵਨੁ ਹਰਿ ਜਪਿ ਸਾਧਸੰਗਿ ॥੧॥ ਰਹਾਉ ॥ પરમાત્માના સ્મરણમાં જીવવું જ વાસ્તવમાં સાચું જીવન છે. સાધુઓની સંગતિમાં મળીને તેનું ભજન કરવું જ વાસ્તવિક જીવન છે ॥૧॥વિરામ॥
ਅਨਿਕ ਪ੍ਰਕਾਰੀ ਬਸਤ੍ਰ ਓਢਾਏ ॥ ਅਨਦਿਨੁ ਕੀਰਤਨੁ ਹਰਿ ਗੁਨ ਗਾਏ ॥੨॥ જ્યાં મેં અનેક પ્રકારના વસ્ત્રો પહેર્યા છે ત્યાં જ મેં દરરોજ ભજન-કીર્તન તેમજ પરમાત્માનું ગુણગાન કર્યું છે ॥૨॥
ਹਸਤੀ ਰਥ ਅਸੁ ਅਸਵਾਰੀ ॥ ਹਰਿ ਕਾ ਮਾਰਗੁ ਰਿਦੈ ਨਿਹਾਰੀ ॥੩॥ આ જ મારા માટે હાથી, રથ તેમજ ઘોડાની સવારી કરવી છે હું પરમાત્માથી મિલનનો રસ્તો પોતાના હૃદયમાં જોવ છું ॥૩॥
ਮਨ ਤਨ ਅੰਤਰਿ ਚਰਨ ਧਿਆਇਆ ॥ મેં પોતાના મન, શરીર, અંતરમાં પ્રભુનું જ ધ્યાન કર્યું છે.
ਹਰਿ ਸੁਖ ਨਿਧਾਨ ਨਾਨਕ ਦਾਸਿ ਪਾਇਆ ॥੪॥੨॥੫੬॥ હે નાનક! દાસે સુખોનો ભંડાર પરમેશ્વર મેળવી લીધો છે ॥૪॥૨॥૫૬॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ॥ ધનાસરી મહેલ ૫॥
ਗੁਰ ਕੇ ਚਰਨ ਜੀਅ ਕਾ ਨਿਸਤਾਰਾ ॥ ગુરુના ચરણ જીવનો ઉદ્ધાર કરી દે છે,
ਸਮੁੰਦੁ ਸਾਗਰੁ ਜਿਨਿ ਖਿਨ ਮਹਿ ਤਾਰਾ ॥੧॥ ਰਹਾਉ ॥ જેને એક ક્ષણમાં જ પ્રાણીને સંસાર-સમુદ્રમાંથી પાર કરી દીધો છે ॥૧॥વિરામ॥
ਕੋਈ ਹੋਆ ਕ੍ਰਮ ਰਤੁ ਕੋਈ ਤੀਰਥ ਨਾਇਆ ॥ કોઈ મનુષ્ય કર્મકાંડ કરવામાં જ મગ્ન થઈ ગયો છે અને કોઈ તીર્થો પર સ્નાન કરી આવ્યો છે પરંતુ
ਦਾਸੀ ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਧਿਆਇਆ ॥੧॥ દાસે તો હરિ-નામનું ધ્યાન-મનન કર્યું છે ॥૧॥
ਬੰਧਨ ਕਾਟਨਹਾਰੁ ਸੁਆਮੀ ॥ ਜਨ ਨਾਨਕੁ ਸਿਮਰੈ ਅੰਤਰਜਾਮੀ ॥੨॥੩॥੫੭॥ જગતનો સ્વામી પરમેશ્વર બધા જીવોના બંધન કાપનાર છે. નાનક તો તે અંતર્યામી પ્રભુનું સ્મરણ કરતો રહે છે ॥૨॥૩॥૫૭॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ॥ ધનાસરી મહેલ ૫॥
ਕਿਤੈ ਪ੍ਰਕਾਰਿ ਨ ਤੂਟਉ ਪ੍ਰੀਤਿ ॥ ਦਾਸ ਤੇਰੇ ਕੀ ਨਿਰਮਲ ਰੀਤਿ ॥੧॥ ਰਹਾਉ ॥ હે પરમાત્મા! તારાથી કોઈપણ રીતે પ્રેમ ન તુટે તારા દાસનું આ જ નિર્મળ આચરણ છે ॥૧॥વિરામ॥
ਜੀਅ ਪ੍ਰਾਨ ਮਨ ਧਨ ਤੇ ਪਿਆਰਾ ॥ ਹਉਮੈ ਬੰਧੁ ਹਰਿ ਦੇਵਣਹਾਰਾ ॥੧॥ હે પરમેશ્વર! તું મને મારી આત્મા, પ્રાણો, મન તેમજ ધનથી પણ વધુ પ્રેમાળ છે. એક તુ જ અહંકારના રસ્તા પર અવરોધ લગાવનાર છે ॥૧॥
ਚਰਨ ਕਮਲ ਸਿਉ ਲਾਗਉ ਨੇਹੁ ॥ ਨਾਨਕ ਕੀ ਬੇਨੰਤੀ ਏਹ ॥੨॥੪॥੫੮॥ તારા સુંદર ચરણ કમળોથી મારો પ્રેમ લાગી જાય નાનકની તો આ જ પ્રાર્થના છે ॥૨॥૪॥૫૮॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੯ ॥ ધનાસરી મહેલ ૯॥
ਕਾਹੇ ਰੇ ਬਨ ਖੋਜਨ ਜਾਈ ॥ હે મનુષ્ય! તું પરમાત્માને શોધવા માટે શા માટે વનમાં જાય છે.
ਸਰਬ ਨਿਵਾਸੀ ਸਦਾ ਅਲੇਪਾ ਤੋਹੀ ਸੰਗਿ ਸਮਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ તે તો બધામાં નિવાસ કરનાર છે, જે હંમેશા માયાથી નિર્લિપ્ત રહે છે, તે તો તારી સાથે જ રહે છે ॥૧॥વિરામ॥
ਪੁਹਪ ਮਧਿ ਜਿਉ ਬਾਸੁ ਬਸਤੁ ਹੈ ਮੁਕਰ ਮਾਹਿ ਜੈਸੇ ਛਾਈ ॥ હે મનુષ્ય! જેમ ફૂલમાં સુગંધ રહે છે અને જેમ જોનારનું પોતાનું પ્રતિબિંબ અરીસામાં રહે છે,
ਤੈਸੇ ਹੀ ਹਰਿ ਬਸੇ ਨਿਰੰਤਰਿ ਘਟ ਹੀ ਖੋਜਹੁ ਭਾਈ ॥੧॥ તેમ જ પરમાત્મા તારા હૃદયમાં નિવાસ કરે છે; છેવટે તેણે પોતાના હૃદયમાં શોધ ॥૧॥
ਬਾਹਰਿ ਭੀਤਰਿ ਏਕੋ ਜਾਨਹੁ ਇਹੁ ਗੁਰ ਗਿਆਨੁ ਬਤਾਈ ॥ ગુરુનું જ્ઞાન આ તફાવત કહે છે કે શરીરથી બહાર જગતમાં અને શરીરની અંદર હૃદયમાં એક પરમાત્માનો જ નિવાસ સમજ.
ਜਨ ਨਾਨਕ ਬਿਨੁ ਆਪਾ ਚੀਨੈ ਮਿਟੈ ਨ ਭ੍ਰਮ ਕੀ ਕਾਈ ॥੨॥੧॥ હે નાનક! પોતાના આત્મ-સ્વરુપને ઓળખ્યા વગર મનથી ભ્રમની ગંદકી દૂર થતી નથી ॥૨॥૧॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੯ ॥ ધનાસરી મહેલ ૯॥
ਸਾਧੋ ਇਹੁ ਜਗੁ ਭਰਮ ਭੁਲਾਨਾ ॥ હે સંતજનો! આ જગત ભ્રમમાં પડીને ભટકેલું છે.
ਰਾਮ ਨਾਮ ਕਾ ਸਿਮਰਨੁ ਛੋਡਿਆ ਮਾਇਆ ਹਾਥਿ ਬਿਕਾਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥ આ એ રામ-નામનું સ્મરણ છોડી દીધું છે અને આ માયાના હાથે વેચાઈ ચુક્યો છે ॥૧॥વિરામ॥
ਮਾਤ ਪਿਤਾ ਭਾਈ ਸੁਤ ਬਨਿਤਾ ਤਾ ਕੈ ਰਸਿ ਲਪਟਾਨਾ ॥ આ જગત તો માતા, પિતા, ભાઈ, પુત્ર તેમજ પત્નીના મોહમાં ફસાઈ ચૂક્યું છે.


© 2017 SGGS ONLINE
Scroll to Top