Page 682
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ॥
ધનાસરી મહેલ ૫॥
ਅਉਖੀ ਘੜੀ ਨ ਦੇਖਣ ਦੇਈ ਅਪਨਾ ਬਿਰਦੁ ਸਮਾਲੇ ॥
પરમાત્મા પોતાનો વિરદ યાદ રાખે છે અને પોતાના દાસને સંકટ કાળનો એક ક્ષણ પણ જોવા દેતો નથી.
ਹਾਥ ਦੇਇ ਰਾਖੈ ਅਪਨੇ ਕਉ ਸਾਸਿ ਸਾਸਿ ਪ੍ਰਤਿਪਾਲੇ ॥੧॥
તે પોતાનો હાથ આપીને દાસની રક્ષા કરે છે અને શ્વાસ-શ્વાસ તેનું પાલન-પોષણ કરે છે ॥૧॥
ਪ੍ਰਭ ਸਿਉ ਲਾਗਿ ਰਹਿਓ ਮੇਰਾ ਚੀਤੁ ॥
મારું મન પ્રભુથી જ લાગેલું રહે છે.
ਆਦਿ ਅੰਤਿ ਪ੍ਰਭੁ ਸਦਾ ਸਹਾਈ ਧੰਨੁ ਹਮਾਰਾ ਮੀਤੁ ॥ ਰਹਾਉ ॥
મારો મિત્ર પ્રભુ ધન્ય છે, તે તો આદિથી અંત સુધી હંમેશા જ મારો સહાયક બની રહે છે ॥વિરામ॥
ਮਨਿ ਬਿਲਾਸ ਭਏ ਸਾਹਿਬ ਕੇ ਅਚਰਜ ਦੇਖਿ ਬਡਾਈ ॥
માલિકની આશ્ચર્યજનક લીલા તેમજ મોટાઈને જોઈને મારા મનમાં હર્ષોલ્લાસ ઉત્પન્ન થઈ ગયો છે.
ਹਰਿ ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਆਨਦ ਕਰਿ ਨਾਨਕ ਪ੍ਰਭਿ ਪੂਰਨ ਪੈਜ ਰਖਾਈ ॥੨॥੧੫॥੪੬॥
હે નાનક! પ્રભુએ મારી પૂર્ણ લાજ-પ્રતિષ્ઠા રાખી લીધી છે, આથી પરમેશ્વરનું નામ-સ્મરણ કરીને આનંદ પ્રાપ્ત કર ॥૨॥૧૫॥૪૬॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ॥
ધનાસરી મહેલ ૫॥
ਜਿਸ ਕਉ ਬਿਸਰੈ ਪ੍ਰਾਨਪਤਿ ਦਾਤਾ ਸੋਈ ਗਨਹੁ ਅਭਾਗਾ ॥
જે મનુષ્યને પ્રાણપતિ દાતા ભૂલી જાય છે, તેને કમનસીબ સમજ.
ਚਰਨ ਕਮਲ ਜਾ ਕਾ ਮਨੁ ਰਾਗਿਓ ਅਮਿਅ ਸਰੋਵਰ ਪਾਗਾ ॥੧॥
જેનું મન પ્રભુ ચારણોના પ્રેમમાં લાગી ગયું છે, તેને અમૃતનું સરોવર પ્રાપ્ત કરી લીધું છે ॥૧॥
ਤੇਰਾ ਜਨੁ ਰਾਮ ਨਾਮ ਰੰਗਿ ਜਾਗਾ ॥
હે હરિ! તારો સેવક રામ નામના પ્રેમમાં મગ્ન થઈને અજ્ઞાનની ઊંઘમાંથી જાગૃત થઈ ગયો છું.
ਆਲਸੁ ਛੀਜਿ ਗਇਆ ਸਭੁ ਤਨ ਤੇ ਪ੍ਰੀਤਮ ਸਿਉ ਮਨੁ ਲਾਗਾ ॥ ਰਹਾਉ ॥
મારા શરીરમાંથી બધો આળસ દૂર થઈ ગયો છે તથા મારુ મન પોતાના પ્રિયતમની સાથે લાગી ગયું છે ॥વિરામ॥
ਜਹ ਜਹ ਪੇਖਉ ਤਹ ਨਾਰਾਇਣ ਸਗਲ ਘਟਾ ਮਹਿ ਤਾਗਾ ॥
હું જ્યાં ક્યાંય પણ જોવ છું, ત્યાં જ નારાયણને માળાના મોતીના દોરાની જેમ બધા શરીરોમાં નિવાસ કરતો જોવ છું.
ਨਾਮ ਉਦਕੁ ਪੀਵਤ ਜਨ ਨਾਨਕ ਤਿਆਗੇ ਸਭਿ ਅਨੁਰਾਗਾ ॥੨॥੧੬॥੪੭॥
હરિ નામ અમૃતરૂપી જળને પીતા જ નાનકે બીજા બધા અનુરાગ ત્યાગી દીધા છે ॥૨॥૧૬॥૪૭॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ॥
ધનાસરી મહેલ ૫॥
ਜਨ ਕੇ ਪੂਰਨ ਹੋਏ ਕਾਮ ॥
દાસના બધા કામ સંપૂર્ણ થઈ ગયા છે.
ਕਲੀ ਕਾਲ ਮਹਾ ਬਿਖਿਆ ਮਹਿ ਲਜਾ ਰਾਖੀ ਰਾਮ ॥੧॥ ਰਹਾਉ ॥
આ કળીયુગના સમયમાં મહા ઝેરીલી માયા જાળમાં રામે મારી લાજ-પ્રતિષ્ઠા રાખી લીધી છે ॥૧॥વિરામ॥
ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਸੁਆਮੀ ਪ੍ਰਭੁ ਅਪੁਨਾ ਨਿਕਟਿ ਨ ਆਵੈ ਜਾਮ ॥
પોતાના સ્વામી પ્રભુનું વારંવાર સ્મરણ કરવાથી યમ મારી નજીક આવતો નથી.
ਮੁਕਤਿ ਬੈਕੁੰਠ ਸਾਧ ਕੀ ਸੰਗਤਿ ਜਨ ਪਾਇਓ ਹਰਿ ਕਾ ਧਾਮ ॥੧॥
દાસે પરમાત્માનું ધામ મેળવી લીધું છે અને તેના માટે સાધુની સંગતિ જ મુક્તિ તેમજ વૈકુંઠ છે ॥૧॥
ਚਰਨ ਕਮਲ ਹਰਿ ਜਨ ਕੀ ਥਾਤੀ ਕੋਟਿ ਸੂਖ ਬਿਸ੍ਰਾਮ ॥
પરમાત્માના ચરણ કમળ જ દાસ માટે અક્ષય ધનની થેલી છે અને કરોડો સુખોનો નિવાસ છે.
ਗੋਬਿੰਦੁ ਦਮੋਦਰ ਸਿਮਰਉ ਦਿਨ ਰੈਨਿ ਨਾਨਕ ਸਦ ਕੁਰਬਾਨ ॥੨॥੧੭॥੪੮॥
હે નાનક! હું દિવસ-રાત ગોવિંદની પ્રાર્થના કરતો રહું છું અને હંમેશા જ તેના પર બલિહાર જાવ છું ॥૨॥૧૭॥૪૮॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ॥
ધનાસરી મહેલ ૫॥
ਮਾਂਗਉ ਰਾਮ ਤੇ ਇਕੁ ਦਾਨੁ ॥
હું રામથી એક આ જ દાન માંગુ છું કે
ਸਗਲ ਮਨੋਰਥ ਪੂਰਨ ਹੋਵਹਿ ਸਿਮਰਉ ਤੁਮਰਾ ਨਾਮੁ ॥੧॥ ਰਹਾਉ ॥
હું તારું નામ-સ્મરણ કરતો રહું, જેના ફળ સ્વરૂપ બધી ઈચ્છા પૂર્ણ થાય છે ॥૧॥વિરામ॥
ਚਰਨ ਤੁਮ੍ਹ੍ਹਾਰੇ ਹਿਰਦੈ ਵਾਸਹਿ ਸੰਤਨ ਕਾ ਸੰਗੁ ਪਾਵਉ ॥
તારા ચરણ કમળ મારા હૃદયમાં વસી જાય અને હું સંતજનોની સંગતિ પ્રાપ્ત કરું.
ਸੋਗ ਅਗਨਿ ਮਹਿ ਮਨੁ ਨ ਵਿਆਪੈ ਆਠ ਪਹਰ ਗੁਣ ਗਾਵਉ ॥੧॥
મારુ મન ચિંતાની આગમાં ન સળગે અને આઠ પ્રહર તારા ગુણ ગાતો રહું ॥૧॥
ਸ੍ਵਸਤਿ ਬਿਵਸਥਾ ਹਰਿ ਕੀ ਸੇਵਾ ਮਧ੍ਯ੍ਯੰਤ ਪ੍ਰਭ ਜਾਪਣ ॥
હું સુખ-કલ્યાણની સ્થિતિમાં પરમાત્માની ભક્તિ કરતો રહું અને જીવન ભર પ્રભુનું જાપ કરતો રહું.
ਨਾਨਕ ਰੰਗੁ ਲਗਾ ਪਰਮੇਸਰ ਬਾਹੁੜਿ ਜਨਮ ਨ ਛਾਪਣ ॥੨॥੧੮॥੪੯॥
હે નાનક! મારો પરમેશ્વરથી અતુટ પ્રેમ-રંગ લાગી ગયો છે, હવે ફરી જન્મ-મરણના ચક્રમાં નહીં પડું ॥૨॥૧૮॥૪૯॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ॥
ધનાસરી મહેલ ૫॥
ਮਾਂਗਉ ਰਾਮ ਤੇ ਸਭਿ ਥੋਕ ॥
હું તો રામથી જ બધા પદાર્થ માંગુ છું.
ਮਾਨੁਖ ਕਉ ਜਾਚਤ ਸ੍ਰਮੁ ਪਾਈਐ ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਮੋਖ ॥੧॥ ਰਹਾਉ ॥
કોઈ મનુષ્યથી માંગવાથી મહેનત પછી ચિંતા જ મળે છે, પરંતુ પ્રભુના સ્મરણથી જ મોક્ષ મળી જાય છે ॥૧॥વિરામ॥
ਘੋਖੇ ਮੁਨਿ ਜਨ ਸਿੰਮ੍ਰਿਤਿ ਪੁਰਾਨਾਂ ਬੇਦ ਪੁਕਾਰਹਿ ਘੋਖ ॥
ઋષિઓ-મુનિઓએ સ્મૃતિઓ તેમજ પુરાણોનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ કર્યું છે અને તે વેદોનો અભ્યાસ કરીને ઉચ્ચ સ્વરમાં વાંચીને બીજાને સંભળાવતો રહે છે.
ਕ੍ਰਿਪਾ ਸਿੰਧੁ ਸੇਵਿ ਸਚੁ ਪਾਈਐ ਦੋਵੈ ਸੁਹੇਲੇ ਲੋਕ ॥੧॥
કૃપાનો સમુદ્ર પરમાત્માની ભક્તિ કરવાથી જ તે પરમ-સત્યને મેળવાય છે અને આ લોક તેમજ પરલોક બંને જ સુખદ થઈ જાય છે ॥૧॥
ਆਨ ਅਚਾਰ ਬਿਉਹਾਰ ਹੈ ਜੇਤੇ ਬਿਨੁ ਹਰਿ ਸਿਮਰਨ ਫੋਕ ॥
પરમાત્માના સ્મરણ સિવાય બીજા જેટલા પણ આચાર-વ્યવહાર છે, તે બધા નિષ્ફળ છે.
ਨਾਨਕ ਜਨਮ ਮਰਣ ਭੈ ਕਾਟੇ ਮਿਲਿ ਸਾਧੂ ਬਿਨਸੇ ਸੋਕ ॥੨॥੧੯॥੫੦॥
હે નાનક! સંત ગુરુદેવને મળવાથી ચિંતા મટી જાય છે અને જન્મ-મરણનો ભય નાશ થઈ જાય છે ॥૨॥૧૯॥૫૦॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ॥
ધનાસરી મહેલ ૫॥
ਤ੍ਰਿਸਨਾ ਬੁਝੈ ਹਰਿ ਕੈ ਨਾਮਿ ॥
પરમાત્માના નામ-સ્મરણથી બધી તૃષ્ણા ઠરી જાય છે.
ਮਹਾ ਸੰਤੋਖੁ ਹੋਵੈ ਗੁਰ ਬਚਨੀ ਪ੍ਰਭ ਸਿਉ ਲਾਗੈ ਪੂਰਨ ਧਿਆਨੁ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરુની વાણીથી મનમાં ખૂબ સંતોષ ઉત્પન્ન થાય છે અને પ્રભુની સાથે સંપૂર્ણ ધ્યાન લાગી જાય છે ॥૧॥વિરામ॥