Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-672

Page 672

ਅਲੰਕਾਰ ਮਿਲਿ ਥੈਲੀ ਹੋਈ ਹੈ ਤਾ ਤੇ ਕਨਿਕ ਵਖਾਨੀ ॥੩॥ જ્યારે સોનાના ઘરેણાં પીગળીને એક થેલી બની જાય છે તો તે ઘરેણાઓને સોનુ જ કહેવાય છે ॥૩॥
ਪ੍ਰਗਟਿਓ ਜੋਤਿ ਸਹਜ ਸੁਖ ਸੋਭਾ ਬਾਜੇ ਅਨਹਤ ਬਾਨੀ ॥ મારા મનમાં પ્રભુનો પ્રકાશ પ્રગટ થઈ ગયો છે અને મનમાં સરળ સુખ ઉત્પન્ન થઈ ગયું છે. હવે દરેક જગ્યાએ મારી શોભા થઈ રહી છે અને મનમાં અનહદ શબ્દ ગુંજી રહ્યા છે.
ਕਹੁ ਨਾਨਕ ਨਿਹਚਲ ਘਰੁ ਬਾਧਿਓ ਗੁਰਿ ਕੀਓ ਬੰਧਾਨੀ ॥੪॥੫॥ હે નાનક! મારા મને દસમા દરવાજામાં પોતાનું સ્થિર ઘર બનાવી લીધું છે પરંતુ તેને બનાવવાનો પ્રબંધ મારા ગુરુએ કર્યો છે ॥૪॥૫॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ॥ ધનાસરી મહેલ ૫॥
ਵਡੇ ਵਡੇ ਰਾਜਨ ਅਰੁ ਭੂਮਨ ਤਾ ਕੀ ਤ੍ਰਿਸਨ ਨ ਬੂਝੀ ॥ જગતમાં મોટા-મોટા રાજા તેમજ ભૂમિપતિ થયા છે, પરંતુ તેની તૃષ્ણાગ્નિ ઠરી નથી.
ਲਪਟਿ ਰਹੇ ਮਾਇਆ ਰੰਗ ਮਾਤੇ ਲੋਚਨ ਕਛੂ ਨ ਸੂਝੀ ॥੧॥ તે માયાના મોહમાં મસ્ત થયેલ તેનાથી લપટેલ રહે છે અને તેને પોતાની આંખોથી માયા સિવાય અન્ય કાંઈ દેખાઈ દેતું નથી ॥૧॥
ਬਿਖਿਆ ਮਹਿ ਕਿਨ ਹੀ ਤ੍ਰਿਪਤਿ ਨ ਪਾਈ ॥ ઝેરરૂપી માયામાં કોઈને તૃપ્તિ પ્રાપ્ત થઈ નથી.
ਜਿਉ ਪਾਵਕੁ ਈਧਨਿ ਨਹੀ ਧ੍ਰਾਪੈ ਬਿਨੁ ਹਰਿ ਕਹਾ ਅਘਾਈ ॥ ਰਹਾਉ ॥ જેમ આગ ઈંધણથી તૃપ્ત થતી નથી, તેમ જ પરમાત્મા વગર મન કેવી રીતે તૃપ્ત થઈ શકે છે? ॥વિરામ॥
ਦਿਨੁ ਦਿਨੁ ਕਰਤ ਭੋਜਨ ਬਹੁ ਬਿੰਜਨ ਤਾ ਕੀ ਮਿਟੈ ਨ ਭੂਖਾ ॥ મનુષ્ય રોજ અનેક પ્રકારના સ્વાદિષ્ટ ભોજન તેમજ વ્યંજન ખાતો રહે છે, પરંતુ તેની ખાવાની ભૂખ મટતી નથી.
ਉਦਮੁ ਕਰੈ ਸੁਆਨ ਕੀ ਨਿਆਈ ਚਾਰੇ ਕੁੰਟਾ ਘੋਖਾ ॥੨॥ તે કૂતરાની જેમ પ્રયત્ન કરતો રહે છે અને ચારેય દિશાઓમાં માયાની શોધ કરતો રહે છે ॥૨॥
ਕਾਮਵੰਤ ਕਾਮੀ ਬਹੁ ਨਾਰੀ ਪਰ ਗ੍ਰਿਹ ਜੋਹ ਨ ਚੂਕੈ ॥ કામાસક્ત થયેલ કામુક મનુષ્ય અનેક નારીઓથી ભોગ-વિલાસ કરે છે પરંતુ તો પણ તેનું પારકા ઘરોની નારીઓ તરફ જોવાનું સમાપ્ત થતુ નથી.
ਦਿਨ ਪ੍ਰਤਿ ਕਰੈ ਕਰੈ ਪਛੁਤਾਪੈ ਸੋਗ ਲੋਭ ਮਹਿ ਸੂਕੈ ॥੩॥ તે દરરોજ પાપ કરી કરીને પસ્તાય છે અને શોક તેમજ લોભમાં સુકાતો જાય છે ॥૩॥
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਅਪਾਰ ਅਮੋਲਾ ਅੰਮ੍ਰਿਤੁ ਏਕੁ ਨਿਧਾਨਾ ॥ પરમાત્માનું નામ ખુબ અપાર-અણમોલ છે અને આ એક અમૃતરૂપી ખજાનો છે.
ਸੂਖੁ ਸਹਜੁ ਆਨੰਦੁ ਸੰਤਨ ਕੈ ਨਾਨਕ ਗੁਰ ਤੇ ਜਾਨਾ ॥੪॥੬॥ હે નાનક! મેં આ તફાવત ગુરુથી સમજી લીધો છે કે નામામૃતથી સંતજનોના હૃદયમાં સરળ સુખ તેમજ આનંદ બની રહે છે ॥૪॥૬॥
ਧਨਾਸਰੀ ਮਃ ੫ ॥ ધનાસરી મહેલ ૫॥
ਲਵੈ ਨ ਲਾਗਨ ਕਉ ਹੈ ਕਛੂਐ ਜਾ ਕਉ ਫਿਰਿ ਇਹੁ ਧਾਵੈ ॥ જે પદાર્થો માટે મનુષ્ય વારંવાર અહીં-તહીં દોડતો રહે છે, આમાંથી કંઈ પણ પ્રભુ-નામના તુલ્યે નથી.
ਜਾ ਕਉ ਗੁਰਿ ਦੀਨੋ ਇਹੁ ਅੰਮ੍ਰਿਤੁ ਤਿਸ ਹੀ ਕਉ ਬਨਿ ਆਵੈ ॥੧॥ ગુરુએ જે મનુષ્યને આ નામ અમૃત આપ્યું છે, તેને જ આના મૂલ્યની સમજ આવે છે ॥૧॥
ਜਾ ਕਉ ਆਇਓ ਏਕੁ ਰਸਾ ॥ જે જિજ્ઞાસુને પ્રભુ-નામનો એક સ્વાદ મળી ગયો છે,
ਖਾਨ ਪਾਨ ਆਨ ਨਹੀ ਖੁਧਿਆ ਤਾ ਕੈ ਚਿਤਿ ਨ ਬਸਾ ॥ ਰਹਾਉ ॥ તેના મનમાં ખાવા-પીવા તેમજ કોઈ બીજા પદાર્થની ભૂખ રહેતી નથી ॥વિરામ॥
ਮਉਲਿਓ ਮਨੁ ਤਨੁ ਹੋਇਓ ਹਰਿਆ ਏਕ ਬੂੰਦ ਜਿਨਿ ਪਾਈ ॥ જેને આ નામ અમૃતનું એક ટીપું પણ મળી ગયું છે, તેનું મન તેમજ શરીર ખુશ તેમજ લીલુંછમ થઈ ગયું છે.
ਬਰਨਿ ਨ ਸਾਕਉ ਉਸਤਤਿ ਤਾ ਕੀ ਕੀਮਤਿ ਕਹਣੁ ਨ ਜਾਈ ॥੨॥ હું તેના વખાણ વર્ણન કરી શકતો નથી અને મારાથી તેનું મૂલ્યાંકન કરી શકાતું નથી ॥૨॥
ਘਾਲ ਨ ਮਿਲਿਓ ਸੇਵ ਨ ਮਿਲਿਓ ਮਿਲਿਓ ਆਇ ਅਚਿੰਤਾ ॥ પ્રભુ મને સખત પરિશ્રમ કરવાથી મળ્યો નથી અને ના તો સેવા કરવાથી મળ્યો, તે તો પોતે જ આવીને અચિંત થઈ મને મળી ગયો છે.
ਜਾ ਕਉ ਦਇਆ ਕਰੀ ਮੇਰੈ ਠਾਕੁਰਿ ਤਿਨਿ ਗੁਰਹਿ ਕਮਾਨੋ ਮੰਤਾ ॥੩॥ મારા ઠાકોરે જેના પર પોતાની દયા કરી છે, તેને જ ગુરુ-મંત્રને કમાવ્યો છે ॥૩॥
ਦੀਨ ਦੈਆਲ ਸਦਾ ਕਿਰਪਾਲਾ ਸਰਬ ਜੀਆ ਪ੍ਰਤਿਪਾਲਾ ॥ તે દીનદયાળુ હંમેશા કૃપાનું ઘર છે અને બધા જીવોનું પોષણ કરે છે.
ਓਤਿ ਪੋਤਿ ਨਾਨਕ ਸੰਗਿ ਰਵਿਆ ਜਿਉ ਮਾਤਾ ਬਾਲ ਗੋੁਪਾਲਾ ॥੪॥੭॥ હે નાનક! પરમાત્મા જીવની સાથે તાણ વણાટની જેમ મળેલ રહે છે અને તે જીવનું આમ પોષણ કરે છે, જેમ એક માતા પોતાના બાળકનું પોષણ કરે છે ॥૪॥૭॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ॥ ધનાસરી મહેલ ૫॥
ਬਾਰਿ ਜਾਉ ਗੁਰ ਅਪੁਨੇ ਊਪਰਿ ਜਿਨਿ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਦ੍ਰਿੜ੍ਹ੍ਹਾਯਾ ॥ હું પોતાના ગુરુ પર બલિહાર જાવ છું, જેને પરમાત્માનું નામ મારા હ્રદયમાં દૃઢ કરી દીધું છે,
ਮਹਾ ਉਦਿਆਨ ਅੰਧਕਾਰ ਮਹਿ ਜਿਨਿ ਸੀਧਾ ਮਾਰਗੁ ਦਿਖਾਯਾ ॥੧॥ જેને મને સંસારરૂપી મહા ભયંકર જંગલના ગાઢ અંધકારમાં ભટકતાને સત્માર્ગ દેખાડી દીધો છે ॥૧॥
ਹਮਰੇ ਪ੍ਰਾਨ ਗੁਪਾਲ ਗੋਬਿੰਦ ॥ જગતપાલક પરમેશ્વર જ મારો પ્રાણ છે,
ਈਹਾ ਊਹਾ ਸਰਬ ਥੋਕ ਕੀ ਜਿਸਹਿ ਹਮਾਰੀ ਚਿੰਦ ॥੧॥ ਰਹਾਉ ॥ જેને લોક તેમજ પરલોકમાં બધા પદાર્થ દેવાની અમારી ચિંતા રહે છે ॥૧॥વિરામ॥
ਜਾ ਕੈ ਸਿਮਰਨਿ ਸਰਬ ਨਿਧਾਨਾ ਮਾਨੁ ਮਹਤੁ ਪਤਿ ਪੂਰੀ ॥ જેનું સ્મરણ કરવાથી બધી નિધિ, આદર-સત્કાર, શોભા તેમજ સંપૂર્ણ સન્માન મળી જાય છે,
ਨਾਮੁ ਲੈਤ ਕੋਟਿ ਅਘ ਨਾਸੇ ਭਗਤ ਬਾਛਹਿ ਸਭਿ ਧੂਰੀ ॥੨॥ જેનું નામ લેવાથી કરોડો પાપ નાશ થઈ જાય છે, બધા ભક્તજન તે પ્રભુની ચરણ-ધૂળની કામના કરે છે ॥૨॥
ਸਰਬ ਮਨੋਰਥ ਜੇ ਕੋ ਚਾਹੈ ਸੇਵੈ ਏਕੁ ਨਿਧਾਨਾ ॥ જો કોઈ પોતાની બધી ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે તો તેને એક પ્રભુની જ ઉપાસના કરવી જોઈએ, જે બધા પદાર્થોનો ખજાનો છે.
ਪਾਰਬ੍ਰਹਮ ਅਪਰੰਪਰ ਸੁਆਮੀ ਸਿਮਰਤ ਪਾਰਿ ਪਰਾਨਾ ॥੩॥ જગતનો સ્વામી પરબ્રહ્મ અપરંપાર છે, જેનું ચિંતન કરવાથી જીવનું કલ્યાણ થઈ જાય છે ॥૩॥
ਸੀਤਲ ਸਾਂਤਿ ਮਹਾ ਸੁਖੁ ਪਾਇਆ ਸੰਤਸੰਗਿ ਰਹਿਓ ਓਲ੍ਹ੍ਹਾ ॥ મારુ મન શીતળ થઈ ગયું છે અને મેં શાંતિ તેમજ પરમ સુખ મેળવી લીધું છે. સંતોની સંગતિમાં મારું માન-સમ્માન કાયમ રહી ગયું છે.
ਹਰਿ ਧਨੁ ਸੰਚਨੁ ਹਰਿ ਨਾਮੁ ਭੋਜਨੁ ਇਹੁ ਨਾਨਕ ਕੀਨੋ ਚੋਲ੍ਹ੍ਹਾ ॥੪॥੮॥ હે નાનક! હરિ-નામ ધન એકત્રિત કરવું તેમજ હરિ-નામ રૂપી ભોજન ખાવું મેં આ પોતાનું સ્વાદિષ્ટ ભોજન બનાવી લીધું છે ॥૪॥૮॥


© 2017 SGGS ONLINE
Scroll to Top