Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-670

Page 670

ਜਪਿ ਮਨ ਸਤਿ ਨਾਮੁ ਸਦਾ ਸਤਿ ਨਾਮੁ ॥ હે મન! પરમાત્માનું નામ હંમેશા જ સત્ય છે તેથી સત્ય-નામનું જ જાપ કરો
ਹਲਤਿ ਪਲਤਿ ਮੁਖ ਊਜਲ ਹੋਈ ਹੈ ਨਿਤ ਧਿਆਈਐ ਹਰਿ ਪੁਰਖੁ ਨਿਰੰਜਨਾ ॥ ਰਹਾਉ ॥ જો નિરંજન પરમપુરુષ પરમાત્માનું દરરોજ ધ્યાન-મનન કરવામાં આવે તો આ લોક તેમજ પરલોકમાં મુખ ઉજ્જવળ થાય છે ॥વિરામ॥
ਜਹ ਹਰਿ ਸਿਮਰਨੁ ਭਇਆ ਤਹ ਉਪਾਧਿ ਗਤੁ ਕੀਨੀ ਵਡਭਾਗੀ ਹਰਿ ਜਪਨਾ ॥ જ્યાં પણ પ્રભુનું સ્મરણ થયું છે ત્યાંથી બધા દુઃખ-તકલીફ દૂર થઈ ગઈ છે પ્રભુનું ભજન સ્મરણ તો સારા ભાગ્યથી જ થાય છે
ਜਨ ਨਾਨਕ ਕਉ ਗੁਰਿ ਇਹ ਮਤਿ ਦੀਨੀ ਜਪਿ ਹਰਿ ਭਵਜਲੁ ਤਰਨਾ ॥੨॥੬॥੧੨॥ ગુરુએ નાનકને આ બુદ્ધિ આપી છે કે પરમાત્માનું જાપ કરવાથી જ સંસાર સમુદ્રથી પાર થઈ શકાય છે ॥૨॥૬॥૧૨॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੪ ॥ ધનાસરી મહેલ ૪॥
ਮੇਰੇ ਸਾਹਾ ਮੈ ਹਰਿ ਦਰਸਨ ਸੁਖੁ ਹੋਇ ॥ હે સ્વામી! હું તો તારા દર્શન કરીને સુખી થાઉં છું
ਹਮਰੀ ਬੇਦਨਿ ਤੂ ਜਾਨਤਾ ਸਾਹਾ ਅਵਰੁ ਕਿਆ ਜਾਨੈ ਕੋਇ ॥ ਰਹਾਉ ॥ મારી વેદના તું જ જાણે છે બીજું કોઈ શું જાણી શકે છે? ॥વિરામ॥
ਸਾਚਾ ਸਾਹਿਬੁ ਸਚੁ ਤੂ ਮੇਰੇ ਸਾਹਾ ਤੇਰਾ ਕੀਆ ਸਚੁ ਸਭੁ ਹੋਇ ॥ હે સ્વામી! તું જ સાચો માલિક છે હંમેશા સત્ય છે અને જે કાંઈ તું કરે છે તે બધું સત્ય છે
ਝੂਠਾ ਕਿਸ ਕਉ ਆਖੀਐ ਸਾਹਾ ਦੂਜਾ ਨਾਹੀ ਕੋਇ ॥੧॥ હે સ્વામી! જ્યારે તારા સિવાય બીજું કોઈ છે જ નાઈ તો પછી અસત્ય કોને કહી શકાય? ॥૧॥
ਸਭਨਾ ਵਿਚਿ ਤੂ ਵਰਤਦਾ ਸਾਹਾ ਸਭਿ ਤੁਝਹਿ ਧਿਆਵਹਿ ਦਿਨੁ ਰਾਤਿ ॥ બધામાં તું જ સમાયેલો છે અને બધા તને દિવસ-રાત સ્મરણ કરતા રહે છે
ਸਭਿ ਤੁਝ ਹੀ ਥਾਵਹੁ ਮੰਗਦੇ ਮੇਰੇ ਸਾਹਾ ਤੂ ਸਭਨਾ ਕਰਹਿ ਇਕ ਦਾਤਿ ॥੨॥ હે સ્વામી! બધા તારાથી દાન માંગે છે અને એક તું જ બધાને આપે છે ॥૨॥
ਸਭੁ ਕੋ ਤੁਝ ਹੀ ਵਿਚਿ ਹੈ ਮੇਰੇ ਸਾਹਾ ਤੁਝ ਤੇ ਬਾਹਰਿ ਕੋਈ ਨਾਹਿ ॥ હે માલિક! બધા જીવ તારા હુકમમાં છે અને કોઈ પણ તારા હુકમથી બહાર નથી
ਸਭਿ ਜੀਅ ਤੇਰੇ ਤੂ ਸਭਸ ਦਾ ਮੇਰੇ ਸਾਹਾ ਸਭਿ ਤੁਝ ਹੀ ਮਾਹਿ ਸਮਾਹਿ ॥੩॥ બધા જીવ તારા છે તું બધાનો સ્વામી છે અને તારા માં બધા જીવ જોડાય જાય છે ॥૩॥
ਸਭਨਾ ਕੀ ਤੂ ਆਸ ਹੈ ਮੇਰੇ ਪਿਆਰੇ ਸਭਿ ਤੁਝਹਿ ਧਿਆਵਹਿ ਮੇਰੇ ਸਾਹ ॥ હે વ્હાલા સ્વામી! તું બધાની આશા છે અને બધા જીવ તારું ધ્યાન-મનન કરતાં રહે છે
ਜਿਉ ਭਾਵੈ ਤਿਉ ਰਖੁ ਤੂ ਮੇਰੇ ਪਿਆਰੇ ਸਚੁ ਨਾਨਕ ਕੇ ਪਾਤਿਸਾਹ ॥੪॥੭॥੧੩॥ હે વ્હાલા! જેમ તને સારું લાગે છે તેમ જ તું મને રાખ હે નાનકના પતિ! તું હંમેશા સત્ય છે ॥૪॥૭॥૧૩॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ਘਰੁ ੧ ਚਉਪਦੇ ધનસારી મહેલ ૫ ઘર ૧ ચારપદ
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા સદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਭਵ ਖੰਡਨ ਦੁਖ ਭੰਜਨ ਸ੍ਵਾਮੀ ਭਗਤਿ ਵਛਲ ਨਿਰੰਕਾਰੇ ॥ હે નિરાકાર પરમાત્મા! તું જીવોનું જન્મ-મરણનું ચક્ર કાપનાર, બધા દુઃખનું નાશ કરનાર બધાનો માલિક તેમજ ભક્ત વત્સલ છે
ਕੋਟਿ ਪਰਾਧ ਮਿਟੇ ਖਿਨ ਭੀਤਰਿ ਜਾਂ ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਸਮਾਰੇ ॥੧॥ જો કોઈ ગુરુના સાનિધ્યમાં રહીને તારું નામ-સ્મરણ કરે તો ક્ષણમાં તેના કરોડો અપરાધ મટી જાય છે ॥૧॥
ਮੇਰਾ ਮਨੁ ਲਾਗਾ ਹੈ ਰਾਮ ਪਿਆਰੇ ॥ મારુ મન વ્હાલા રામથી લાગી ગયું છે
ਦੀਨ ਦਇਆਲਿ ਕਰੀ ਪ੍ਰਭਿ ਕਿਰਪਾ ਵਸਿ ਕੀਨੇ ਪੰਚ ਦੂਤਾਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥ દીનદયાળુ પ્રભુએ મારા પર અપાર કૃપા કરી છે જેનાથી કામાદિક દુશ્મન-કામ,ક્રોધ,લાલચ,મોહ તથા અહંકાર મારા નિયંત્રણમાં કરી દીધા છે ॥૧॥વિરામ॥
ਤੇਰਾ ਥਾਨੁ ਸੁਹਾਵਾ ਰੂਪੁ ਸੁਹਾਵਾ ਤੇਰੇ ਭਗਤ ਸੋਹਹਿ ਦਰਬਾਰੇ ॥ હે પરમાત્મા! તારું નિવાસ સ્થાન ખુબ સુંદર છે તારું રૂપ પણ ખુબ સોહામણું છે અને તારા ભક્ત તારા દરબારમાં ખુબ સુંદર લાગે છે
ਸਰਬ ਜੀਆ ਕੇ ਦਾਤੇ ਸੁਆਮੀ ਕਰਿ ਕਿਰਪਾ ਲੇਹੁ ਉਬਾਰੇ ॥੨॥ હે સર્વ જીવના દાતા સ્વામી! પોતાની કૃપા કરીને મને સંસાર સમુદ્રમાં ડૂબવાથી બચાવી લો ॥૨॥
ਤੇਰਾ ਵਰਨੁ ਨ ਜਾਪੈ ਰੂਪੁ ਨ ਲਖੀਐ ਤੇਰੀ ਕੁਦਰਤਿ ਕਉਨੁ ਬੀਚਾਰੇ ॥ હે પરમેશ્વર! તારો કોઈ રંગ દેખાતો નથી તારું કોઈ રૂપ દેખાતું નથી તારી શક્તિનો કોણ વિચાર કરી શકે છે
ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਰਵਿਆ ਸ੍ਰਬ ਠਾਈ ਅਗਮ ਰੂਪ ਗਿਰਧਾਰੇ ॥੩॥ હે અગમ્ય અને ગિરિધારી! તું પાણી, ધરતી અને આકાશમાં સર્વવ્યાપી છે ॥૩॥
ਕੀਰਤਿ ਕਰਹਿ ਸਗਲ ਜਨ ਤੇਰੀ ਤੂ ਅਬਿਨਾਸੀ ਪੁਰਖੁ ਮੁਰਾਰੇ ॥ હે મુરારી! તારા બધા ભક્તજન તારી સ્તુતિ કરે છે તું અવિનાશી મહાપુરુષ છે
ਜਿਉ ਭਾਵੈ ਤਿਉ ਰਾਖਹੁ ਸੁਆਮੀ ਜਨ ਨਾਨਕ ਸਰਨਿ ਦੁਆਰੇ ॥੪॥੧॥ હે સ્વામી! જેમ તને યોગ્ય લાગે છે તેમ જ તું મારી રક્ષા કર કારણ કે નાનકે તો તારા જ દરવાજાની શરણ લીધી છે ॥૪॥૧॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ॥ ધનાસરી મહેલ ૫ ॥
ਬਿਨੁ ਜਲ ਪ੍ਰਾਨ ਤਜੇ ਹੈ ਮੀਨਾ ਜਿਨਿ ਜਲ ਸਿਉ ਹੇਤੁ ਬਢਾਇਓ ॥ પાણી વગર માછલીએ પોતાના પ્રાણ ત્યાગી દીધા છે કારણ કે તેણે પાણી સાથે વધારે પડતો મોહ-લગાવ વધારી દિધો છે
ਕਮਲ ਹੇਤਿ ਬਿਨਸਿਓ ਹੈ ਭਵਰਾ ਉਨਿ ਮਾਰਗੁ ਨਿਕਸਿ ਨ ਪਾਇਓ ॥੧॥ કમળ-ફૂલના મોહમાં ભમરો નાશ થઈ ગયો છે કારણ કે તેને ફૂલમાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો નથી ॥૧॥
ਅਬ ਮਨ ਏਕਸ ਸਿਉ ਮੋਹੁ ਕੀਨਾ ॥ હવે મારા મન એ એક હરિથી જ મોહ-પ્રેમ લાગી ગયો છે
ਮਰੈ ਨ ਜਾਵੈ ਸਦ ਹੀ ਸੰਗੇ ਸਤਿਗੁਰ ਸਬਦੀ ਚੀਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥ તે ન તો ક્યારેય મરે છે અને ન તો જન્મ લે છે તે તો હંમેશા મારી સાથે જ રહે છે સદ્દગુરુના શબ્દ દ્વારા મેં તેને સમજી લીધો છે ॥૧॥વિરામ॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top