Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-668

Page 668

ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੪ ॥ ધનાસરી મહેલ ૪॥
ਹਰਿ ਹਰਿ ਬੂੰਦ ਭਏ ਹਰਿ ਸੁਆਮੀ ਹਮ ਚਾਤ੍ਰਿਕ ਬਿਲਲ ਬਿਲਲਾਤੀ ॥ હે સ્વામી હરિ! તારું હરિ-નામ વરસાદનું ટીપું બની ગયું છે અને હું બપૈયો તેનું સેવન કરવા માટે તડપી રહ્યો છું
ਹਰਿ ਹਰਿ ਕ੍ਰਿਪਾ ਕਰਹੁ ਪ੍ਰਭ ਅਪਨੀ ਮੁਖਿ ਦੇਵਹੁ ਹਰਿ ਨਿਮਖਾਤੀ ॥੧॥ હે હરિ-પ્રભુ! મારા પર પોતાની કૃપા કરો અને એક ક્ષણ માટે મારા મોં માં હરિ-નામ રૂપી વરસાદનું ટીપું નાખી દો ॥૧॥
ਹਰਿ ਬਿਨੁ ਰਹਿ ਨ ਸਕਉ ਇਕ ਰਾਤੀ ॥ હે ભાઈ! તે હરિ વગર એક ક્ષણ માટે પણ રહી શકતો નથી
ਜਿਉ ਬਿਨੁ ਅਮਲੈ ਅਮਲੀ ਮਰਿ ਜਾਈ ਹੈ ਤਿਉ ਹਰਿ ਬਿਨੁ ਹਮ ਮਰਿ ਜਾਤੀ ॥ ਰਹਾਉ ॥ જેમ નશા વગર નશો કરવાવાળો મનુષ્ય મરી જાય છે તેમ જ હું હરિ વગર મારી જાઉં છું ॥વિરામ॥
ਤੁਮ ਹਰਿ ਸਰਵਰ ਅਤਿ ਅਗਾਹ ਹਮ ਲਹਿ ਨ ਸਕਹਿ ਅੰਤੁ ਮਾਤੀ ॥ હે પરમાત્મા! તું સમુદ્રની જેમ અત્યંત ઊંડો છે અને હું એક ક્ષણ માટે પણ ટેરો અંત મેળવી શકતો નથી
ਤੂ ਪਰੈ ਪਰੈ ਅਪਰੰਪਰੁ ਸੁਆਮੀ ਮਿਤਿ ਜਾਨਹੁ ਆਪਨ ਗਾਤੀ ॥੨॥ હે સ્વામી! તું ઉપરથી ઉપર અને અપરંપાર છે પોતાની ગતિ તેમજ વિસ્તાર તું પોતે જ જાણે છે ॥૨॥
ਹਰਿ ਕੇ ਸੰਤ ਜਨਾ ਹਰਿ ਜਪਿਓ ਗੁਰ ਰੰਗਿ ਚਲੂਲੈ ਰਾਤੀ ॥ હરિના સંતજનોએ હરિનું જાપ કર્યું છે અને તે હરિના પ્રેમના ગાઢ લાલ રંગમાં મગ્ન રહે છે
ਹਰਿ ਹਰਿ ਭਗਤਿ ਬਨੀ ਅਤਿ ਸੋਭਾ ਹਰਿ ਜਪਿਓ ਊਤਮ ਪਾਤੀ ॥੩॥ હરિની ભક્તિથી તેની અત્યંત શોભા થઈ ગઈ છે અને હરિનું જાપ કરવાથી તેને ઉત્તમ ખ્યાતિ મળી છે ॥૩॥
ਆਪੇ ਠਾਕੁਰੁ ਆਪੇ ਸੇਵਕੁ ਆਪਿ ਬਨਾਵੈ ਭਾਤੀ ॥ પરમાત્મા પોતે જ માલિક છે પોતે જ સેવક છે અને પોતે જ ભક્તિની વિધિ બનાવે છે
ਨਾਨਕੁ ਜਨੁ ਤੁਮਰੀ ਸਰਣਾਈ ਹਰਿ ਰਾਖਹੁ ਲਾਜ ਭਗਾਤੀ ॥੪॥੫॥ હે હરિ! નાનક તો તારી શરણમાં આવ્યો છે તેથી પોતાના ભક્તની લાજ રાખ ॥૪॥૫॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੪ ॥ ધનાસરી મહેલ ૪॥
ਕਲਿਜੁਗ ਕਾ ਧਰਮੁ ਕਹਹੁ ਤੁਮ ਭਾਈ ਕਿਵ ਛੂਟਹ ਹਮ ਛੁਟਕਾਕੀ ॥ હે ભાઈ! તું મને કળયુગનો ધર્મ કહે મારે માયાના બંધનોથી મુક્ત થવું છે તો હું કેવી રીતે છૂટી શકું?
ਹਰਿ ਹਰਿ ਜਪੁ ਬੇੜੀ ਹਰਿ ਤੁਲਹਾ ਹਰਿ ਜਪਿਓ ਤਰੈ ਤਰਾਕੀ ॥੧॥ હરિનું જાપ હોળી છે હરિનું નામ જ તરાપો છે જેને પણ પણ હરિનું જાપ કર્યું છે તે તરવૈયા બનીને સંસાર સમુદ્રમાંથી પાર થઈ ગયા છે ॥૧॥
ਹਰਿ ਜੀ ਲਾਜ ਰਖਹੁ ਹਰਿ ਜਨ ਕੀ ॥ હે પરમાત્મા! પોતાના દાસની લાજ રાખો
ਹਰਿ ਹਰਿ ਜਪਨੁ ਜਪਾਵਹੁ ਅਪਨਾ ਹਮ ਮਾਗੀ ਭਗਤਿ ਇਕਾਕੀ ॥ ਰਹਾਉ ॥ મારાથી પોતાના નામનું નામ જાપ કરવો હું તો તારાથી એક ભક્તિની ઈચ્છા કરું છું ॥વિરામ॥
ਹਰਿ ਕੇ ਸੇਵਕ ਸੇ ਹਰਿ ਪਿਆਰੇ ਜਿਨ ਜਪਿਓ ਹਰਿ ਬਚਨਾਕੀ ॥ જેમને હરિની વાણીનું જાપ કર્યું છે તે વાસ્તવમાં હરિના સેવક છે અને તે હરિના પ્રિય છે
ਲੇਖਾ ਚਿਤ੍ਰ ਗੁਪਤਿ ਜੋ ਲਿਖਿਆ ਸਭ ਛੂਟੀ ਜਮ ਕੀ ਬਾਕੀ ॥੨॥ ચિત્ર-ગુગુપ્તે તેના કર્મોના જે હિસાબ લખ્યા હતા યમરાજનું તે બધા હિસાબ મટી ગયા છે ॥૨॥
ਹਰਿ ਕੇ ਸੰਤ ਜਪਿਓ ਮਨਿ ਹਰਿ ਹਰਿ ਲਗਿ ਸੰਗਤਿ ਸਾਧ ਜਨਾ ਕੀ ॥ હરિના સંતોએ સાધુજનોની સંગતિમાં સામેલ થઈને પોતાના મનમાં હરિ-નામનું જ જાપ કર્યું છે
ਦਿਨੀਅਰੁ ਸੂਰੁ ਤ੍ਰਿਸਨਾ ਅਗਨਿ ਬੁਝਾਨੀ ਸਿਵ ਚਰਿਓ ਚੰਦੁ ਚੰਦਾਕੀ ॥੩॥ હરિ-નામે તેના હૃદયમાંથી સૂર્ય રૂપી તૃષ્ણાની અગ્નિ ઠારી દીધી છે અને તેના હૃદયમાં શીતળ રૂપી ચાંદની વાળો ચાંદ ઉગી ગયો છે ॥૩॥
ਤੁਮ ਵਡ ਪੁਰਖ ਵਡ ਅਗਮ ਅਗੋਚਰ ਤੁਮ ਆਪੇ ਆਪਿ ਅਪਾਕੀ ॥ હે પ્રભુ! તું જ વિશ્વમાં મોટો મહાપુરુષ તેમજ અગમ્ય-અગોચર સર્વવ્યાપી છે
ਜਨ ਨਾਨਕ ਕਉ ਪ੍ਰਭ ਕਿਰਪਾ ਕੀਜੈ ਕਰਿ ਦਾਸਨਿ ਦਾਸ ਦਸਾਕੀ ॥੪॥੬॥ હે પ્રભુ! નાનક પર કૃપા કરો અને તેને પોતાના દાસોનો દાસ બનાવી લે ॥૪॥૬॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੪ ਘਰੁ ੫ ਦੁਪਦੇ ધનાસરી મહેલ ૪ ઘર ૫ બેપદ
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા સદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਉਰ ਧਾਰਿ ਬੀਚਾਰਿ ਮੁਰਾਰਿ ਰਮੋ ਰਮੁ ਮਨਮੋਹਨ ਨਾਮੁ ਜਪੀਨੇ ॥ મનને મોહિત કરવાવાળા તે રામને પોતાના હૃદયમાં વસાવીને તેનું ચિંતન કરો અને તેનું જ નામ જપો
ਅਦ੍ਰਿਸਟੁ ਅਗੋਚਰੁ ਅਪਰੰਪਰ ਸੁਆਮੀ ਗੁਰਿ ਪੂਰੈ ਪ੍ਰਗਟ ਕਰਿ ਦੀਨੇ ॥੧॥ જગતના સ્વામી પ્રભુ અદ્રશ્ય અને અગોચર, તેમજ અપરંપાર છે અને સંપૂર્ણ ગુરુએ તેને મારા હૃદયમાં પ્રગટ કરી દીધા છે ॥૧॥
ਰਾਮ ਪਾਰਸ ਚੰਦਨ ਹਮ ਕਾਸਟ ਲੋਸਟ ॥ રામ તો પારસ તેમજ ચંદન છે પરંતુ હું એક લાકડી તેમજ લોઢું છે
ਹਰਿ ਸੰਗਿ ਹਰੀ ਸਤਸੰਗੁ ਭਏ ਹਰਿ ਕੰਚਨੁ ਚੰਦਨੁ ਕੀਨੇ ॥੧॥ ਰਹਾਉ ॥ જ્યારે તે હરિના સત્સંગ દ્વારા મારો તેનાથી મેળાપ થઈ ગયો તો તેને મને સોનુ તેમજ ચંદન બનાવી દીધું ॥૧॥વિરામ॥
ਨਵ ਛਿਅ ਖਟੁ ਬੋਲਹਿ ਮੁਖ ਆਗਰ ਮੇਰਾ ਹਰਿ ਪ੍ਰਭੁ ਇਵ ਨ ਪਤੀਨੇ ॥ ઘણા વિદ્વાન નવ પ્રકારના વ્યાકરણ તેમજ છ શાસ્ત્ર મૌખિક બોલતા રહે છે પરંતુ મારા પ્રભુ આનાથી પ્રસન્ન થતા નથી
ਜਨ ਨਾਨਕ ਹਰਿ ਹਿਰਦੈ ਸਦ ਧਿਆਵਹੁ ਇਉ ਹਰਿ ਪ੍ਰਭੁ ਮੇਰਾ ਭੀਨੇ ॥੨॥੧॥੭॥ નાનકનું કહેવું છે કે હંમેશા જ પોતાના હૃદયમાં હરિનું ધ્યાન કરો આ રીતે મારા પ્રભુ પ્રસન્ન થાય છે ॥૨॥૧॥૭॥


© 2017 SGGS ONLINE
Scroll to Top