Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-612

Page 612

ਸੁਣਿ ਮੀਤਾ ਧੂਰੀ ਕਉ ਬਲਿ ਜਾਈ ॥ હે મિત્ર! સાંભળ, હું તારા ચરણ-ધૂળ પર બલિહાર જાવ છું.
ਇਹੁ ਮਨੁ ਤੇਰਾ ਭਾਈ ॥ ਰਹਾਉ ॥ હે ભાઈ! આ મન તારું જ છે ॥વિરામ॥
ਪਾਵ ਮਲੋਵਾ ਮਲਿ ਮਲਿ ਧੋਵਾ ਇਹੁ ਮਨੁ ਤੈ ਕੂ ਦੇਸਾ ॥ હું તારા પગની માલીશ કરું અને સારી રીતે ઘસી-ઘસીને તેને ધોવ છું. હું આ મન તને જ અર્પણ કરું છું.
ਸੁਣਿ ਮੀਤਾ ਹਉ ਤੇਰੀ ਸਰਣਾਈ ਆਇਆ ਪ੍ਰਭ ਮਿਲਉ ਦੇਹੁ ਉਪਦੇਸਾ ॥੨॥ હે મિત્ર! સાંભળ, હું તારા શરણમાં આવ્યો છું, મને એવો ઉપદેશ દે કે મારો પ્રભુથી મેળાપ થઈ જાય ॥૨॥
ਮਾਨੁ ਨ ਕੀਜੈ ਸਰਣਿ ਪਰੀਜੈ ਕਰੈ ਸੁ ਭਲਾ ਮਨਾਈਐ ॥ આપણે અભિમાન ન કરવું જોઈએ અને પ્રભુ-શરણમાં જ આવવું જોઈએ, ત્યારથી તે બધું જ સારું જ કરે છે, આથી તેને સારો જ માનવો જોઈએ.
ਸੁਣਿ ਮੀਤਾ ਜੀਉ ਪਿੰਡੁ ਸਭੁ ਤਨੁ ਅਰਪੀਜੈ ਇਉ ਦਰਸਨੁ ਹਰਿ ਜੀਉ ਪਾਈਐ ॥੩॥ હે મિત્ર! સાંભળ, પોતાના પ્રાણ, શરીર તથા પોતાનું બધું જ અર્પણ કરી દેવું જોઈએ, આ રીતે હરિ-દર્શનની પ્રાપ્તિ થાય છે ॥૩॥
ਭਇਓ ਅਨੁਗ੍ਰਹੁ ਪ੍ਰਸਾਦਿ ਸੰਤਨ ਕੈ ਹਰਿ ਨਾਮਾ ਹੈ ਮੀਠਾ ॥ સંતોની કૃપાથી પ્રભુએ મારા પર દયા કરી છે અને હરિનું નામ મને મીઠું લાગવા લાગ્યું છે.
ਜਨ ਨਾਨਕ ਕਉ ਗੁਰਿ ਕਿਰਪਾ ਧਾਰੀ ਸਭੁ ਅਕੁਲ ਨਿਰੰਜਨੁ ਡੀਠਾ ॥੪॥੧॥੧੨॥ ગુરુએ નાનક પર કૃપા કરી છે અને તેને અકુલ તેમજ નિરંજન પ્રભુને બધે જ જોઈ લીધો છે ॥૪॥૧॥૧૨॥
ਸੋਰਠਿ ਮਹਲਾ ੫ ॥ સોરઠી મહેલ ૫॥
ਕੋਟਿ ਬ੍ਰਹਮੰਡ ਕੋ ਠਾਕੁਰੁ ਸੁਆਮੀ ਸਰਬ ਜੀਆ ਕਾ ਦਾਤਾ ਰੇ ॥ પ્રભુ તો કરોડો જ બ્રહ્માંડોનો સ્વામી છે અને બધા જીવોનો દાતા છે.
ਪ੍ਰਤਿਪਾਲੈ ਨਿਤ ਸਾਰਿ ਸਮਾਲੈ ਇਕੁ ਗੁਨੁ ਨਹੀ ਮੂਰਖਿ ਜਾਤਾ ਰੇ ॥੧॥ તે હંમેશા જ બધાનું પાલન-પોષણ તેમજ સંભાળ કરે છે પરંતુ મેં મૂર્ખે તેના એક ઉપકારને પણ સમજ્યો નથી ॥૧॥
ਹਰਿ ਆਰਾਧਿ ਨ ਜਾਨਾ ਰੇ ॥ મને તો હરિની પ્રાર્થના કરવાની કોઈ વિધિ આવડતી નથી.
ਹਰਿ ਹਰਿ ਗੁਰੁ ਗੁਰੁ ਕਰਤਾ ਰੇ ॥ આથી હું હરિ-હરિ તેમજ ગુરુ-ગુરુ જ બોલતો રહું છું.
ਹਰਿ ਜੀਉ ਨਾਮੁ ਪਰਿਓ ਰਾਮਦਾਸੁ ॥ ਰਹਾਉ ॥ હે હરિ! તારી કૃપાથી મારુ નામ રામદાસ પડી ગયું છે ॥વિરામ॥
ਦੀਨ ਦਇਆਲ ਕ੍ਰਿਪਾਲ ਸੁਖ ਸਾਗਰ ਸਰਬ ਘਟਾ ਭਰਪੂਰੀ ਰੇ ॥ દીનદયાળુ, કૃપાળુ તેમજ સુખનો સાગર પરમાત્મા બધાના હૃદયમાં સમાયેલ છે.
ਪੇਖਤ ਸੁਨਤ ਸਦਾ ਹੈ ਸੰਗੇ ਮੈ ਮੂਰਖ ਜਾਨਿਆ ਦੂਰੀ ਰੇ ॥੨॥ તે દીનદયાળુ બધાને જોતો, સાંભળતો તેમજ હંમેશા સાથે જ રહે છે પરંતુ મેં મૂર્ખે તેને દૂર જ સમજેલ છે ॥૨॥
ਹਰਿ ਬਿਅੰਤੁ ਹਉ ਮਿਤਿ ਕਰਿ ਵਰਨਉ ਕਿਆ ਜਾਨਾ ਹੋਇ ਕੈਸੋ ਰੇ ॥ હરિ અનંત છે, હું તો તેને કોઈ સીમામાં જ વર્ણન કરી શકું છું પરંતુ મને શું ખબર તે કેવો છે?
ਕਰਉ ਬੇਨਤੀ ਸਤਿਗੁਰ ਅਪੁਨੇ ਮੈ ਮੂਰਖ ਦੇਹੁ ਉਪਦੇਸੋ ਰੇ ॥੩॥ હું પોતાના સદ્દગુરુથી વિનમ્ર પ્રાર્થના કરું છું કે મને મુર્ખને પણ ઉપદેશ આપ ॥૩॥
ਮੈ ਮੂਰਖ ਕੀ ਕੇਤਕ ਬਾਤ ਹੈ ਕੋਟਿ ਪਰਾਧੀ ਤਰਿਆ ਰੇ ॥ મારી મૂર્ખની શું વાત છે, ગુરુના ઉપદેશથી તો કરોડો જ ગુનેગાર સંસાર સમુદ્રથી પાર થઈ ગયો છે.
ਗੁਰੁ ਨਾਨਕੁ ਜਿਨ ਸੁਣਿਆ ਪੇਖਿਆ ਸੇ ਫਿਰਿ ਗਰਭਾਸਿ ਨ ਪਰਿਆ ਰੇ ॥੪॥੨॥੧੩॥ જેને ગુરુ નાનક દેવ વિશે સાંભળ્યું તેમજ તેના દર્શન પ્રાપ્ત કર્યા છે, તે બીજી વાર ગર્ભ-યોનિમાં પડ્યો નથી ॥૪॥૨॥૧૩॥
ਸੋਰਠਿ ਮਹਲਾ ੫ ॥ સોરઠી મહેલ ૫॥
ਜਿਨਾ ਬਾਤ ਕੋ ਬਹੁਤੁ ਅੰਦੇਸਰੋ ਤੇ ਮਿਟੇ ਸਭਿ ਗਇਆ ॥ જે વાતોની મને ખુબ ચિંતા હેરાન કરી રહેતી હતી, તે બધી હવે મટી ગઈ છે.
ਸਹਜ ਸੈਨ ਅਰੁ ਸੁਖਮਨ ਨਾਰੀ ਊਧ ਕਮਲ ਬਿਗਸਇਆ ॥੧॥ હવે હું સરળ-સુખમાં સુવ છું અને સુષુમ્ણા નાડી દ્વારા મારુ વિપરીત પડેલ હૃદય-કમળ ખીલી ગયું છે ॥૧॥
ਦੇਖਹੁ ਅਚਰਜੁ ਭਇਆ ॥ જો! એક અદભુત વાત થઈ ગઈ છે.
ਜਿਹ ਠਾਕੁਰ ਕਉ ਸੁਨਤ ਅਗਾਧਿ ਬੋਧਿ ਸੋ ਰਿਦੈ ਗੁਰਿ ਦਇਆ ॥ ਰਹਾਉ ॥ જે પરમાત્માના જ્ઞાનને નિરાધાર સાંભળવામાં આવે છે, તેને ગુરુએ મારા હ્રદયમાં વસાવી દીધો છે ॥વિરામ॥
ਜੋਇ ਦੂਤ ਮੋਹਿ ਬਹੁਤੁ ਸੰਤਾਵਤ ਤੇ ਭਇਆਨਕ ਭਇਆ ॥ જે માયાનો દૂત કામાદિક વિકાર મને ખુબ હેરાન કરતા હતા, તે પોતે જ ભયભીત થઈ ગયા છે.
ਕਰਹਿ ਬੇਨਤੀ ਰਾਖੁ ਠਾਕੁਰ ਤੇ ਹਮ ਤੇਰੀ ਸਰਨਇਆ ॥੨॥ તે પ્રાર્થના કરે છે કે અમને પોતાના પરમાત્માથી બચાવી લે, અમે તારા શરણમાં આવ્યા છીએ ॥૨॥
ਜਹ ਭੰਡਾਰੁ ਗੋਬਿੰਦ ਕਾ ਖੁਲਿਆ ਜਿਹ ਪ੍ਰਾਪਤਿ ਤਿਹ ਲਇਆ ॥ ગોવિંદની ભક્તિનો ભંડાર તો ખલેલો છે, જેના નસીબમાં આનો લાભ લખેલ છે, તેને ભક્તિનો ભંડાર મળી ગયો છે.
ਏਕੁ ਰਤਨੁ ਮੋ ਕਉ ਗੁਰਿ ਦੀਨਾ ਮੇਰਾ ਮਨੁ ਤਨੁ ਸੀਤਲੁ ਥਿਆ ॥੩॥ એક રત્ન ગુરુએ મને આપ્યો છે, જેના ફળ સ્વરૂપ મારુ મન તેમજ શરીર શીતળ થઈ ગયું છે ॥૩॥
ਏਕ ਬੂੰਦ ਗੁਰਿ ਅੰਮ੍ਰਿਤੁ ਦੀਨੋ ਤਾ ਅਟਲੁ ਅਮਰੁ ਨ ਮੁਆ ॥ ગુરુએ મને એક અમૃતનું ટીપું આપ્યું છે, જેના ફળ સ્વરૂપ હું અટલ તેમજ આધ્યાત્મિક રીતે અમર થઈ ગયો છું અને હવે મારી નજીક કાળ આવતો નથી.
ਭਗਤਿ ਭੰਡਾਰ ਗੁਰਿ ਨਾਨਕ ਕਉ ਸਉਪੇ ਫਿਰਿ ਲੇਖਾ ਮੂਲਿ ਨ ਲਇਆ ॥੪॥੩॥੧੪॥ વાહિગુરુએ પોતાની ભક્તિનો ભંડાર ગુરુ નાનકને સોંપી દીધો છે અને પછી ક્યારેય તેનાથી કર્મોનો લેખ પૂછ્યો નથી ॥૪॥૩॥૧૪॥
ਸੋਰਠਿ ਮਹਲਾ ੫ ॥ સોરઠી મહેલ ૫॥
ਚਰਨ ਕਮਲ ਸਿਉ ਜਾ ਕਾ ਮਨੁ ਲੀਨਾ ਸੇ ਜਨ ਤ੍ਰਿਪਤਿ ਅਘਾਈ ॥ જેનું મન પરમાત્માનાં ચરણો-કમળોમાં સમાયેલ છે, તે લોકો તૃપ્ત તેમજ સંતુષ્ટ રહે છે.
ਗੁਣ ਅਮੋਲ ਜਿਸੁ ਰਿਦੈ ਨ ਵਸਿਆ ਤੇ ਨਰ ਤ੍ਰਿਸਨ ਤ੍ਰਿਖਾਈ ॥੧॥ જેના હૃદયમાં અમૂલ્ય ગુણ નિવાસ કરતા નથી, તે પુરુષ તૃષ્ણાનો જ તરસ્યો રહે છે ॥૧॥
ਹਰਿ ਆਰਾਧੇ ਅਰੋਗ ਅਨਦਾਈ ॥ પરમાત્માની પ્રાર્થના કરવાથી મનુષ્ય સ્વસ્થ તેમજ આનંદિત થઈ જાય છે.
ਜਿਸ ਨੋ ਵਿਸਰੈ ਮੇਰਾ ਰਾਮ ਸਨੇਹੀ ਤਿਸੁ ਲਾਖ ਬੇਦਨ ਜਣੁ ਆਈ ॥ ਰਹਾਉ ॥ જેને પણ મારો પ્રેમાળ રામ ભુલાઈ જાય છે, તેને સમજ લાખો જ સંકટ આવીને ઘેરી લે છે ॥વિરામ॥
Scroll to Top
https://teknikinformatika-fasilkom.mercubuana.ac.id/libraries/gdemo/ https://teknikinformatika-fasilkom.mercubuana.ac.id/libraries/ https://emasn.kaltaraprov.go.id/emutasi/css/ http://eagenda.padangpariamankab.go.id/formulir/ akun slot demo situs slot gacor
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/ jp1131 as1131
https://opd.saburaijuakab.go.id/thai/
https://teknikinformatika-fasilkom.mercubuana.ac.id/libraries/gdemo/ https://teknikinformatika-fasilkom.mercubuana.ac.id/libraries/ https://emasn.kaltaraprov.go.id/emutasi/css/ http://eagenda.padangpariamankab.go.id/formulir/ akun slot demo situs slot gacor
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/ jp1131 as1131
https://opd.saburaijuakab.go.id/thai/