Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-5

Page 5

ਨਾਨਕ ਆਖਣਿ ਸਭੁ ਕੋ ਆਖੈ ਇਕ ਦੂ ਇਕੁ ਸਿਆਣਾ ॥ હે નાનક! દરેક જીવ પોતાને બીજાથી વધારે સમજદાર સમજીને અકાલ પુરુષની મહિમા બતાવવાનો પ્રયત્ન કરે છે પણ બતાવી શકતો નથી
ਵਡਾ ਸਾਹਿਬੁ ਵਡੀ ਨਾਈ ਕੀਤਾ ਜਾ ਕਾ ਹੋਵੈ ॥ અકાલ પુરુષ સૌથી મોટો છે તેની મહિમા સૌથી ઊંચી છે જે કાંઈ પણ આ જગતમાં ઘટી રહ્યું છે એ તેનું જ કરેલું છે
ਨਾਨਕ ਜੇ ਕੋ ਆਪੌ ਜਾਣੈ ਅਗੈ ਗਇਆ ਨ ਸੋਹੈ ॥੨੧॥ હે નાનક! જો કોઈ મનુષ્ય પોતાની બુદ્ધિના આશરે પરમાત્માની મહિમાને કહેવાનો પ્રયત્ન કરે તો પણ તે અકાલ પુરુષ ના દરવાજે જઈ અને આદર અને માન નથી પ્રાપ્ત કરતો ।।૨૧।।
ਪਾਤਾਲਾ ਪਾਤਾਲ ਲਖ ਆਗਾਸਾ ਆਗਾਸ ॥ પાતાળની નીચે ઘણાં બધાં બીજાં લાખો પાતાળ છે અને આકાશ ઉપર બીજાં લાખો આકાશ છે
ਓੜਕ ਓੜਕ ਭਾਲਿ ਥਕੇ ਵੇਦ ਕਹਨਿ ਇਕ ਵਾਤ ॥ વેદ કહે છે કે અનેકો ઋષિ-મુનિ જગતના આખરી છેડે જઈને ગોતી ગોતીને થાકી ગયા પણ તે આ સૃષ્ટિનો અંત ન ગોતી શક્યા
ਸਹਸ ਅਠਾਰਹ ਕਹਨਿ ਕਤੇਬਾ ਅਸੁਲੂ ਇਕੁ ਧਾਤੁ ॥ મુસ્લિમ અને ઈસાઈ ધર્મના ચારેય ગ્રંથ કહે છે કે કુલ ૧૮ હજાર સૃષ્ટિ છે જેનો આરંભ અકાલ પુરુષ છે પણ હજાર અને લાખ પણ કુદરતની ગણતરીમાં ઉપયોગ કરી શકવો સંભવ નથી
ਲੇਖਾ ਹੋਇ ਤ ਲਿਖੀਐ ਲੇਖੈ ਹੋਇ ਵਿਣਾਸੁ ॥ અકાલ પુરુષની કુદરતના નો લેખ ત્યારે જ લખી શકીએ જો લખવો સંભવ હોય તેનોલેખ ક્યારેય ખતમ નથી થતો ગણતરી ખતમ થઇ જાય છે
ਨਾਨਕ ਵਡਾ ਆਖੀਐ ਆਪੇ ਜਾਣੈ ਆਪੁ ॥੨੨॥ હે નાનક! જે અકાલ પુરુષ ને સૌથી મોટો કહેવામાં આવ્યો છે તે સ્વયં જ પોતાને જાણે છે અને પોતાની મહિમા જાણે છે ।।૨૨।।
ਸਾਲਾਹੀ ਸਾਲਾਹਿ ਏਤੀ ਸੁਰਤਿ ਨ ਪਾਈਆ ॥ મહિમા ને યોગ્ય અકાલ પુરુષની મહાનતાનું વર્ણન કરી કરીને કોઈ પણ મનુષ્ય ને એટલું ન સમજાયું કે તેનો અંત છે જ નહીં
ਨਦੀਆ ਅਤੈ ਵਾਹ ਪਵਹਿ ਸਮੁੰਦਿ ਨ ਜਾਣੀਅਹਿ ॥ નદીઓ અને નાળાં સમુદ્ર માં જઈને મળે છે અને પછી તેને ઓળખી શકાતા નથી
ਸਮੁੰਦ ਸਾਹ ਸੁਲਤਾਨ ਗਿਰਹਾ ਸੇਤੀ ਮਾਲੁ ਧਨੁ ॥ સમુદ્ર નો બાદશાહ ના સુલતાન જે પહાડ છે તેના જેટલું ધન અને તેનો ઢગલો હોય એટલી પ્રભુની મહિમા કરો તો પણ તે એક કીડી બરાબર પણ નથી
ਕੀੜੀ ਤੁਲਿ ਨ ਹੋਵਨੀ ਜੇ ਤਿਸੁ ਮਨਹੁ ਨ ਵੀਸਰਹਿ ॥੨੩॥ પણ તેમના ખજાના કીડી તુલ્ય પણ નથી હે અકાલ પુરખ! તું કીડી જેવા જીવને અંદરથી વિસારતો નહીં ।।૨૩।।
ਅੰਤੁ ਨ ਸਿਫਤੀ ਕਹਣਿ ਨ ਅੰਤੁ ॥ અકાલ પુરખના ગુણો નો અંત જ નથી
ਅੰਤੁ ਨ ਕਰਣੈ ਦੇਣਿ ਨ ਅੰਤੁ ॥ અકાલ પુરુષ ની રચના અને તેના દાનનો કોઈ અંત નથી કરી શકતું
ਅੰਤੁ ਨ ਵੇਖਣਿ ਸੁਣਣਿ ਨ ਅੰਤੁ ॥ જોવા અને સાંભળવા થી પણ તેના ગુણોનો અંત નથી થઇ જતો
ਅੰਤੁ ਨ ਜਾਪੈ ਕਿਆ ਮਨਿ ਮੰਤੁ ॥ અકાલ પુરખ ના મનમાં શું સલાહ છે આ વાતનો અંત પણ નથી થતો
ਅੰਤੁ ਨ ਜਾਪੈ ਕੀਤਾ ਆਕਾਰੁ ॥ અકાલ પુરુષે આ જગત જે દેખાઈ રહ્યું છે તે બનાવ્યું છે પરંતુ તેનો પણ અંત નથી
ਅੰਤੁ ਨ ਜਾਪੈ ਪਾਰਾਵਾਰੁ ॥ પણ આખરે તેની આ પાર કે પેલી પાર નો છોર દેખાતો નથી
ਅੰਤ ਕਾਰਣਿ ਕੇਤੇ ਬਿਲਲਾਹਿ ॥ તેનો અંતિમ છોર શોધવા માટે મનુષ્ય વલખા મારે છે
ਤਾ ਕੇ ਅੰਤ ਨ ਪਾਏ ਜਾਹਿ ॥ પણ તોય તેના અંતનો પાર લગાડી શકતા નથી
ਏਹੁ ਅੰਤੁ ਨ ਜਾਣੈ ਕੋਇ ॥ તેનો અંત કોઈ મનુષ્ય પામી નથી શકતો
ਬਹੁਤਾ ਕਹੀਐ ਬਹੁਤਾ ਹੋਇ ॥ જેમ જેમ કહેતા જાય છે તેમ તેમ વધતો જાય છે
ਵਡਾ ਸਾਹਿਬੁ ਊਚਾ ਥਾਉ ॥ અકાલ પુરખ ખૂબ જ મોટા છે
ਊਚੇ ਉਪਰਿ ਊਚਾ ਨਾਉ ॥ તેનું નામ પણ ઊંચું છે
ਏਵਡੁ ਊਚਾ ਹੋਵੈ ਕੋਇ ॥ એટલું ઊંચું કે કોઈ ક્યાં પહોંચી જ ન શકે
ਤਿਸੁ ਊਚੇ ਕਉ ਜਾਣੈ ਸੋਇ ॥ ફક્ત તે પોતે જ એટલો ઊંચો છે કે તે જ પામી શકે
ਜੇਵਡੁ ਆਪਿ ਜਾਣੈ ਆਪਿ ਆਪਿ ॥ પરમાત્મા સ્વયં જ જાણે છે કે તે કેટલા મોટા છે
ਨਾਨਕ ਨਦਰੀ ਕਰਮੀ ਦਾਤਿ ॥੨੪॥ હે નાનક! અમારી ઉપર તું જ રહેમત ની નજર નું દાન અમને આપે છે ।।૨૪।।
ਬਹੁਤਾ ਕਰਮੁ ਲਿਖਿਆ ਨਾ ਜਾਇ ॥ અકાલ પુરખની રહેમો કરમ અમારી ઉપર એટલી મોટી છે કે તેને લખી ન શકાય
ਵਡਾ ਦਾਤਾ ਤਿਲੁ ਨ ਤਮਾਇ ॥ અકાલ પુરુષ દાની છે તેને તલ માત્ર પણ લાલચ નથી
ਕੇਤੇ ਮੰਗਹਿ ਜੋਧ ਅਪਾਰ ॥ તેની બક્ષિશ એટલી મોટી છે કે તે કદી પણ લખી ન શકાય
ਕੇਤਿਆ ਗਣਤ ਨਹੀ ਵੀਚਾਰੁ ॥ કેટલાય અગણિત છે કે તેની ગણતરી ન થઈ શકે
ਕੇਤੇ ਖਪਿ ਤੁਟਹਿ ਵੇਕਾਰ ॥ કેટલાય જીવો વિકારોમાં ફસાઈને નાશ પામે છે
ਕੇਤੇ ਲੈ ਲੈ ਮੁਕਰੁ ਪਾਹਿ ॥ કેટલાય તો અકાલ પુરખ પાસેથી પ્રાપ્ત કરી કરીને મોઢું ફેરવી લે છે
ਕੇਤੇ ਮੂਰਖ ਖਾਹੀ ਖਾਹਿ ॥ અનેક મૂર્ખ પદાર્થ લઈને તેનો ઉપયોગ કરે છે પણ અકાલ પુરખને યાદ નથી કરતા
ਕੇਤਿਆ ਦੂਖ ਭੂਖ ਸਦ ਮਾਰ ॥ કેટલાય તકલીફ અને હંમેશા દુઃખ સહન કરે છે
ਏਹਿ ਭਿ ਦਾਤਿ ਤੇਰੀ ਦਾਤਾਰ ॥ એ પણ તારી જ રહેમ છે હે દાતા
ਬੰਦਿ ਖਲਾਸੀ ਭਾਣੈ ਹੋਇ ॥ કેટલાય મનુષ્યને માયાના બંધનમાંથી છુટકારો અકાલ પુરુષની મંજુરીમાં ચાલવાથી મળી જાય છે
ਹੋਰੁ ਆਖਿ ਨ ਸਕੈ ਕੋਇ ॥ મંજૂરી વગર મુક્તિ પ્રાપ્ત કરવાનોબીજો કોઈ રસ્તો જ નથી
ਜੇ ਕੋ ਖਾਇਕੁ ਆਖਣਿ ਪਾਇ ॥ જો કોઈ મનુષ્ય માયા માંથી છુટકારો પ્રાપ્ત કરવાનું કોઈ પણ સાધન બતાવવાનો પ્રયત્ન કરે તો
ਓਹੁ ਜਾਣੈ ਜੇਤੀਆ ਮੁਹਿ ਖਾਇ ॥ તેની મૂર્ખતાની કારણે તે જીવનમાં ખૂબ જ ઠોકર ખાય છે
ਆਪੇ ਜਾਣੈ ਆਪੇ ਦੇਇ ॥ પરમાત્મા પોતે જ તે જાણે છે
ਆਖਹਿ ਸਿ ਭਿ ਕੇਈ ਕੇਇ ॥ એવી વાત ઘણાં ઘણાં લોકોએ કહી છે
ਜਿਸ ਨੋ ਬਖਸੇ ਸਿਫਤਿ ਸਾਲਾਹ ॥ જે મનુષ્ય ઉપર તેની કૃપાનો વરસાદ વરસે
ਨਾਨਕ ਪਾਤਿਸਾਹੀ ਪਾਤਿਸਾਹੁ ॥੨੫॥ હે નાનક! તે તો બાદશાહ ના બાદશાહ બની જાય ।।૨૫।।
ਅਮੁਲ ਗੁਣ ਅਮੁਲ ਵਾਪਾਰ ॥ તેના ગુણો અમૂલ્ય છે અને તેનો વેપાર પણ અમૂલ્ય છે
ਅਮੁਲ ਵਾਪਾਰੀਏ ਅਮੁਲ ਭੰਡਾਰ ॥ તેના વેપારી પણ અમૂલ્ય છે અને તેનો ભંડાર પણ અમૂલ્ય છે
ਅਮੁਲ ਆਵਹਿ ਅਮੁਲ ਲੈ ਜਾਹਿ ॥ એ લોકોનું આવવું પણ અમૂલ્ય છે અને જવું પણ અમૂલ્ય છે
ਅਮੁਲ ਭਾਇ ਅਮੁਲਾ ਸਮਾਹਿ ॥ તે લોકોનું ભાગ્ય અમૂલ્ય છે જે અમૂલ્ય માં સમાઈ જાય છે
ਅਮੁਲੁ ਧਰਮੁ ਅਮੁਲੁ ਦੀਬਾਣੁ ॥ આત્માનું રાજ્ય અનમોલ અને તેનો દરબાર પણ અનમોલ
ਅਮੁਲੁ ਤੁਲੁ ਅਮੁਲੁ ਪਰਵਾਣੁ ॥ તેનું ત્રાજવું અમૂલ્ય અને તેના તોલા પણ અમૂલ્ય
ਅਮੁਲੁ ਬਖਸੀਸ ਅਮੁਲੁ ਨੀਸਾਣੁ ॥ તેની રહેમત અમૂલ્ય અને તેની રહેમત ના નિશાન પણ અમૂલ્ય
ਅਮੁਲੁ ਕਰਮੁ ਅਮੁਲੁ ਫੁਰਮਾਣੁ ॥ દીધેલી રહેમત અમૂલ્ય અને તેનું ફરમાન પણ અમૂલ્ય
ਅਮੁਲੋ ਅਮੁਲੁ ਆਖਿਆ ਨ ਜਾਇ ॥ એ અમૂલ્ય થી પણ અમૂલ્ય છે તેનો અંદાજો ન લગાડી શકાય
ਆਖਿ ਆਖਿ ਰਹੇ ਲਿਵ ਲਾਇ ॥ જે મનુષ્ય ધ્યાન લગાડીને પણ અંદાજો લગાવે છે તે તેને પહોંચી શકતો નથી
ਆਖਹਿ ਵੇਦ ਪਾਠ ਪੁਰਾਣ ॥ વેદ પુરાણ તેનો અંદાજ લગાડવાનો પ્રયાસકરીને કહેવાની કોશિશ કરે છે
ਆਖਹਿ ਪੜੇ ਕਰਹਿ ਵਖਿਆਣ ॥ પુસ્તકો વાંચી વાંચીને વિદ્વાનો પણ તેના વખાણ કરવાનો પ્રયાસ કરે છે
ਆਖਹਿ ਬਰਮੇ ਆਖਹਿ ਇੰਦ ॥ ઘણાંએ બ્રહ્મા અને ઘણાં ઇન્દ્ર પણ કહેવાનો પ્રયત્ન કરે છે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top