Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-451

Page 451

ਕਰਿ ਸੇਵਹਿ ਪੂਰਾ ਸਤਿਗੁਰੂ ਭੁਖ ਜਾਇ ਲਹਿ ਮੇਰੀ ॥ એ પોતાના ગુરુને પૂર્ણ સમજીને એની કહેલી સેવા કહેલી સેવા કરે છે ને માયાની ભૂખ દૂર થઇ જાય છે
ਗੁਰਸਿਖਾ ਕੀ ਭੁਖ ਸਭ ਗਈ ਤਿਨ ਪਿਛੈ ਹੋਰ ਖਾਇ ਘਨੇਰੀ ॥ એમની સંગતિ કરીને આખી દુનિયા નામ જાપનો આત્મિક ખોરાક ખાય છે
ਜਨ ਨਾਨਕ ਹਰਿ ਪੁੰਨੁ ਬੀਜਿਆ ਫਿਰਿ ਤੋਟਿ ਨ ਆਵੈ ਹਰਿ ਪੁੰਨ ਕੇਰੀ ॥੩॥ હે દાસ નાનક! જે માણસ પ્રભુનામનું ભલાઈનું બીજ વાવે છે એના અંદરના સારા કર્મોની ક્યારેય ખામી થતી નથી ।।3।।
ਗੁਰਸਿਖਾ ਮਨਿ ਵਾਧਾਈਆ ਜਿਨ ਮੇਰਾ ਸਤਿਗੁਰੂ ਡਿਠਾ ਰਾਮ ਰਾਜੇ ॥ જે ગુરુ શીખોએ પ્યારા ગુરુના દર્શન કર્યા એના મનમાં ખુશીઓ સદાય બનેલી રહે છે
ਕੋਈ ਕਰਿ ਗਲ ਸੁਣਾਵੈ ਹਰਿ ਨਾਮ ਕੀ ਸੋ ਲਗੈ ਗੁਰਸਿਖਾ ਮਨਿ ਮਿਠਾ ॥ જો કોઈ માણસ પ્રભુમહિમાની વાત આવીને સંભાળવવા લાગે તો એ માણસ ગુરુ શીખોને પ્યારો લાગવા માંડે છે
ਹਰਿ ਦਰਗਹ ਗੁਰਸਿਖ ਪੈਨਾਈਅਹਿ ਜਿਨ੍ਹ੍ਹਾ ਮੇਰਾ ਸਤਿਗੁਰੁ ਤੁਠਾ ॥ જે ગુરુ શીખો પાર પ્યારા પ્રભુ કૃપા કરે છે એને પ્રભુ દરબારમાં માન અને આદર મળે છે
ਜਨ ਨਾਨਕੁ ਹਰਿ ਹਰਿ ਹੋਇਆ ਹਰਿ ਹਰਿ ਮਨਿ ਵੁਠਾ ॥੪॥੧੨॥੧੯॥ હે દાસ નાનક! ગુરુ શીખ પ્રભુના રૂપ થઇ જાય છે પ્રભુ સદાય એના મનમાં વસેલા રહે છે ।।૪।।૧૨।।૧૯।।
ਆਸਾ ਮਹਲਾ ੪ ॥ આશા મહેલ ૪,
ਜਿਨ੍ਹ੍ਹਾ ਭੇਟਿਆ ਮੇਰਾ ਪੂਰਾ ਸਤਿਗੁਰੂ ਤਿਨ ਹਰਿ ਨਾਮੁ ਦ੍ਰਿੜਾਵੈ ਰਾਮ ਰਾਜੇ ॥ માણસોને પુરા સતગુરુ મળ્યા છે ગુરુ એના હૃદયમાં પ્રભુનામ દ્રઢ કરી દે છે
ਤਿਸ ਕੀ ਤ੍ਰਿਸਨਾ ਭੁਖ ਸਭ ਉਤਰੈ ਜੋ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਵੈ ॥ જે માણસ પ્રભુનામનું સ્મરણ કર્યા કરે છે એની માયાની ભૂખ તરસ બધી દૂર થઇ જાય છે
ਜੋ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਇਦੇ ਤਿਨ੍ਹ੍ਹ ਜਮੁ ਨੇੜਿ ਨ ਆਵੈ ॥ જે માણસ પ્રભુનામનું સ્મરણ કર્યા કરે છે યમ એની નજીક ભટકતા નથી
ਜਨ ਨਾਨਕ ਕਉ ਹਰਿ ਕ੍ਰਿਪਾ ਕਰਿ ਨਿਤ ਜਪੈ ਹਰਿ ਨਾਮੁ ਹਰਿ ਨਾਮਿ ਤਰਾਵੈ ॥੧॥ હે દાસ નાનક! પ્રભુ જેના પર કૃપા કરે છે એ સદાય પ્રભુ નામ જપે છે પ્રભુ એને પોતાના નામમાં જોડી પાર કરાવી દે છે ।।૧।।
ਜਿਨੀ ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਧਿਆਇਆ ਤਿਨਾ ਫਿਰਿ ਬਿਘਨੁ ਨ ਹੋਈ ਰਾਮ ਰਾਜੇ ॥ જે માણસે ગુરુશરણમાં રહી પ્રભુનામ સ્મરણ કર્યું છે એના જીવન સફરમાં ફરી કોઈ સંકટ આવતું નથી
ਜਿਨੀ ਸਤਿਗੁਰੁ ਪੁਰਖੁ ਮਨਾਇਆ ਤਿਨ ਪੂਜੇ ਸਭੁ ਕੋਈ ॥ જે માણસ સમર્થ ગુરુને પ્રસન્ન કરી લે છે દરેક જીવો એનો સત્કાર કરે છે
ਜਿਨ੍ਹ੍ਹੀ ਸਤਿਗੁਰੁ ਪਿਆਰਾ ਸੇਵਿਆ ਤਿਨ੍ਹ੍ਹਾ ਸੁਖੁ ਸਦ ਹੋਈ ॥ જે માણસો પ્યારા ગુરુએ કહેલી સેવા કરે છે એને સદાય આત્મિક આનંદ પ્રાપ્ત થાય છે
ਜਿਨ੍ਹ੍ਹਾ ਨਾਨਕੁ ਸਤਿਗੁਰੁ ਭੇਟਿਆ ਤਿਨ੍ਹ੍ਹਾ ਮਿਲਿਆ ਹਰਿ ਸੋਈ ॥੨॥ હે નાનક! જેને સતગુરુ મળ્યા છે એને પ્રભુ ખુદ આવીને મળે છે ।।૨।।
ਜਿਨ੍ਹ੍ਹਾ ਅੰਤਰਿ ਗੁਰਮੁਖਿ ਪ੍ਰੀਤਿ ਹੈ ਤਿਨ੍ਹ੍ਹ ਹਰਿ ਰਖਣਹਾਰਾ ਰਾਮ ਰਾਜੇ ॥ ગુરુએ બતાવેલા માર્ગ પર ચાલીને જે માણસોના હૃદયમાં પ્રભુ પ્રેમ જન્મે છે એને તારણહાર પ્રભુ બચાવે છે
ਤਿਨ੍ਹ੍ਹ ਕੀ ਨਿੰਦਾ ਕੋਈ ਕਿਆ ਕਰੇ ਜਿਨ੍ਹ੍ਹ ਹਰਿ ਨਾਮੁ ਪਿਆਰਾ ॥ જે માણસને પ્રભુનામ પ્યારું લાગવા માંડે છે એની કોઈ બુરાઈ કરતુ નથી કારણ કે નિંદાપાત્ર બુરાઈ એના જીવનમાં રહેતી નથી
ਜਿਨ ਹਰਿ ਸੇਤੀ ਮਨੁ ਮਾਨਿਆ ਸਭ ਦੁਸਟ ਝਖ ਮਾਰਾ ॥ જેનું મન પ્રભુ સાથે રંગાઈ જાય છે ખરાબ લોકો એના પર વ્યર્થ પ્રયત્ન કરે છે
ਜਨ ਨਾਨਕ ਨਾਮੁ ਧਿਆਇਆ ਹਰਿ ਰਖਣਹਾਰਾ ॥੩॥ હે દાસ નાનક! જે પ્રભુનામ સ્મરણ કરે છે તારણહાર પ્રભુ અંત સમયે એને બચાવી લે છે ।।૩।।
ਹਰਿ ਜੁਗੁ ਜੁਗੁ ਭਗਤ ਉਪਾਇਆ ਪੈਜ ਰਖਦਾ ਆਇਆ ਰਾਮ ਰਾਜੇ ॥ પ્રભુ દરેક યુગમાં ભક્તો ઉત્પન્ન કરે છે અને એમની ઈજ્જત રાખે છે
ਹਰਣਾਖਸੁ ਦੁਸਟੁ ਹਰਿ ਮਾਰਿਆ ਪ੍ਰਹਲਾਦੁ ਤਰਾਇਆ ॥ દુષ્ટ હિરણ્યાક્ષને પ્રભુએ મારી નાખ્યો ને પ્રહલાદને સલામત બચાવ્યો
ਅਹੰਕਾਰੀਆ ਨਿੰਦਕਾ ਪਿਠਿ ਦੇਇ ਨਾਮਦੇਉ ਮੁਖਿ ਲਾਇਆ ॥ નિંદા કરનારા અને અભિમાનીઓને હરાવીને નામદેવને દર્શન આપ્યા
ਜਨ ਨਾਨਕ ਐਸਾ ਹਰਿ ਸੇਵਿਆ ਅੰਤਿ ਲਏ ਛਡਾਇਆ ॥੪॥੧੩॥੨੦॥ હે દાસ નાનક જે માણસ આવા સામર્થ્યવાળા પ્રભુની સેવા ભક્તિ કરે છે પ્રભુ એને અંતમાં બચાવી લે છે ।।૪।।૧૩।।૨૦।।
ਆਸਾ ਮਹਲਾ ੪ ਛੰਤ ਘਰੁ ੫॥ આશા મહેલ ૪ છંદ ઘર ૫
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે
ਮੇਰੇ ਮਨ ਪਰਦੇਸੀ ਵੇ ਪਿਆਰੇ ਆਉ ਘਰੇ ॥ હે પરદેશી મન! હે પ્યારા મન! ક્યારેક તો પ્રભુ ચરણોમા લાગી જા
ਹਰਿ ਗੁਰੂ ਮਿਲਾਵਹੁ ਮੇਰੇ ਪਿਆਰੇ ਘਰਿ ਵਸੈ ਹਰੇ ॥ હે પ્યારા મન હરિરૂપી ગુરુને મળ પ્રભુ તારા અંદર જ વસી રહ્યા છે
ਰੰਗਿ ਰਲੀਆ ਮਾਣਹੁ ਮੇਰੇ ਪਿਆਰੇ ਹਰਿ ਕਿਰਪਾ ਕਰੇ ॥ હે પ્યારા મન! પ્રભુપ્રેમમાં તાકી આત્મિક અડગતાનો આનંદ લે પ્રભુ કૃપા કરે છે
ਗੁਰੁ ਨਾਨਕੁ ਤੁਠਾ ਮੇਰੇ ਪਿਆਰੇ ਮੇਲੇ ਹਰੇ ॥੧॥ નાનક કહે છે હે મારા પ્યારા મન જે માણસ પાર ગુરુ દયાવાન થાય છે એને પ્રભુ સાથે મેળવી દે છે ।।૧।।
ਮੈ ਪ੍ਰੇਮੁ ਨ ਚਾਖਿਆ ਮੇਰੇ ਪਿਆਰੇ ਭਾਉ ਕਰੇ ॥ હે મારા પ્યારા મેં પ્રેમ જોડીને એના પ્રેમનો સ્વાદ ચાખ્યો નથી
ਮਨਿ ਤ੍ਰਿਸਨਾ ਨ ਬੁਝੀ ਮੇਰੇ ਪਿਆਰੇ ਨਿਤ ਆਸ ਕਰੇ ॥ હે મારા પ્યારા! મારા મનની તરસ કોઈ દિવસ પુરી નથી થઇ સદાય આશાઓ બનાવતું જ રહે છે.
ਨਿਤ ਜੋਬਨੁ ਜਾਵੈ ਮੇਰੇ ਪਿਆਰੇ ਜਮੁ ਸਾਸ ਹਿਰੇ ॥ રોજની યુવાની પસાર થઈ રહી છે અને મૃત્યુ મારા શ્વાસ છીનવી રહ્યું છે.
ਭਾਗ ਮਣੀ ਸੋਹਾਗਣਿ ਮੇਰੇ ਪਿਆਰੇ ਨਾਨਕ ਹਰਿ ਉਰਿ ਧਾਰੇ ॥੨॥ નાનક કહે છે કે હે પ્રિય! એ જ પ્રાણી-સ્ત્રી ભાગ્યશાળી પ્રભુને પોતાના હૃદયમાં રાખે છે. 2 ॥


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top