Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-351

Page 351

ਆਸਾ ਮਹਲਾ ੧ ॥ આશા મહેલ ૧॥
ਕਰਮ ਕਰਤੂਤਿ ਬੇਲਿ ਬਿਸਥਾਰੀ ਰਾਮ ਨਾਮੁ ਫਲੁ ਹੂਆ ॥ નામ જપવાની કૃપાથી તે મનુષ્યનું ઉચ્ચ આચરણ બને છે આ જાણે ઊંચી મનુષ્યતાની ફેલાયેલી વેલ છે આ વેલને પરમાત્માનું નામ-ફળ લાગે છે તેનું ધ્યાન નામમાં જોડાઈ રહે છે.
ਤਿਸੁ ਰੂਪੁ ਨ ਰੇਖ ਅਨਾਹਦੁ ਵਾਜੈ ਸਬਦੁ ਨਿਰੰਜਨਿ ਕੀਆ ॥੧॥ માયા-રહિત પ્રભુએ તેની અંદર મહિમાનો એક પ્રવાહ ચલાવી દીધો હોય છે તે પ્રવાહ જાણે એક સંગીત છે જે એક-રસ નિરંતર પ્રભાવ નાખી રાખે છે પરંતુ તેની કોઈ રૂપ-રેખા વ્યકત કરી શકાતી નથી ॥૧॥
ਕਰੇ ਵਖਿਆਣੁ ਜਾਣੈ ਜੇ ਕੋਈ ॥ જો કોઈ મનુષ્ય સ્મરણ દ્વારા પરમાત્માથી ઓળખાણ બનાવી લે અને તેની મહિમા કરતો રહે,
ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਵੈ ਸੋਈ ॥੧॥ ਰਹਾਉ ॥ તો તે નામ-અમૃત પીવે છે સ્મરણથી ઉત્પન્ન થનાર આધ્યાત્મિક આનંદ મેળવે છે ॥૧॥વિરામ॥
ਜਿਨ੍ਹ੍ਹ ਪੀਆ ਸੇ ਮਸਤ ਭਏ ਹੈ ਤੂਟੇ ਬੰਧਨ ਫਾਹੇ ॥ જે-જે જીવોએ તે નામ રસ પીધું તે મસ્ત થઈ ગયા. તેના માયાના બંધન અને સાંકળ છૂટી ગઈ.
ਜੋਤੀ ਜੋਤਿ ਸਮਾਣੀ ਭੀਤਰਿ ਤਾ ਛੋਡੇ ਮਾਇਆ ਕੇ ਲਾਹੇ ॥੨॥ તેની અંદર પરમાત્માનો પ્રકાશ ટકી ગયો તેને માયા માટે દિવસ-રાતની દોડ-ભાગ છોડી દીધી ॥૨॥
ਸਰਬ ਜੋਤਿ ਰੂਪੁ ਤੇਰਾ ਦੇਖਿਆ ਸਗਲ ਭਵਨ ਤੇਰੀ ਮਾਇਆ ॥ જે મનુષ્યએ નામ જપવાની કૃપાથી નામ-રસ પીધુ તેને હે પ્રભુ! બધા જીવોમાં તારા જ દર્શન કર્યા તેને બધા ભવનોમાં તારી ઉત્પન્ન કરેલી માયા પ્રભાવ નાખતી જોઈ.
ਰਾਰੈ ਰੂਪਿ ਨਿਰਾਲਮੁ ਬੈਠਾ ਨਦਰਿ ਕਰੇ ਵਿਚਿ ਛਾਇਆ ॥੩॥ તે મનુષ્ય જોવે છે કે પરમાત્મા આ ઝઘડા-રૂપી સંસારથી અલગ બેઠેલો છે અને વચ્ચે જ પ્રતિબિંબની જેમ વ્યાપક થઈને જોઈ પણ રહ્યો છે ॥૩॥
ਬੀਣਾ ਸਬਦੁ ਵਜਾਵੈ ਜੋਗੀ ਦਰਸਨਿ ਰੂਪਿ ਅਪਾਰਾ ॥ તે જ મનુષ્ય છે વાસ્તવિક જોગી જે અપાર પરમાત્માના આ દ્રશ્યમાં મસ્ત થઈને પરમાત્માની મહિમારૂપી વીણા વગાળતો રહે છે.
ਸਬਦਿ ਅਨਾਹਦਿ ਸੋ ਸਹੁ ਰਾਤਾ ਨਾਨਕੁ ਕਹੈ ਵਿਚਾਰਾ ॥੪॥੮॥ નાનક પોતાનો આ ખ્યાલ બતાવે છે કે એક-રસ મહિમામાં જોડાઈ રહેવાને કારણે તે મનુષ્ય પતિ-પ્રભુના રંગમાં રંગાઈ રહે છે ॥૪॥૮॥
ਆਸਾ ਮਹਲਾ ੧ ॥ આશા મહેલ ૧॥
ਮੈ ਗੁਣ ਗਲਾ ਕੇ ਸਿਰਿ ਭਾਰ ॥ પરંતુ હે વિધાતા! મારામાં તો ફક્ત આ જ ગુણ છે મેં તો ફક્ત આ જ કમાણી કરી છે કે મેં પોતાના માથા પર નીરી વાતોનો ભાર જ બંધાયેલો છે.
ਗਲੀ ਗਲਾ ਸਿਰਜਣਹਾਰ ॥ વાતોમાંથી ફક્ત તે જ વાતો જ યોગ્ય છે જે હે વિધાતા! તારી વાતો છે તારી મહિમાની વાતો છે.
ਖਾਣਾ ਪੀਣਾ ਹਸਣਾ ਬਾਦਿ ॥ ત્યાં સુધી મારુ ખાવાનું-પીવાનું મારુ હસી-હસીને સમય વિતાવવાનું – આ બધું વ્યર્થ છે
ਜਬ ਲਗੁ ਰਿਦੈ ਨ ਆਵਹਿ ਯਾਦਿ ॥੧॥ જ્યાં સુધી હે વિધાતા! તું મારા દિલમાં યાદ ના આવે ॥૧॥
ਤਉ ਪਰਵਾਹ ਕੇਹੀ ਕਿਆ ਕੀਜੈ ॥ તો કોઈ ચિંતા રહી જતી નથી કોઇની મજબૂરી રહેતી નથી
ਜਨਮਿ ਜਨਮਿ ਕਿਛੁ ਲੀਜੀ ਲੀਜੈ ॥੧॥ ਰਹਾਉ ॥ મનુષ્ય જન્મમાં આવીને કમાવવાને લાયક પદાર્થ એકત્રિત કરે ॥૧॥વિરામ॥
ਮਨ ਕੀ ਮਤਿ ਮਤਾਗਲੁ ਮਤਾ ॥ અમે કમાવવા-યોગ્ય પદાર્થ કમાવ્યો નથી આથી અમારા મનની બુદ્ધિ આ છે કે મન મસ્ત હાથી બની પડ્યું છે
ਜੋ ਕਿਛੁ ਬੋਲੀਐ ਸਭੁ ਖਤੋ ਖਤਾ ॥ આ અહંકારી મનના નેતૃત્વમાં જે કાંઈ બોલે છે બધું ખરાબ જ ખરાબ છે.
ਕਿਆ ਮੁਹੁ ਲੈ ਕੀਚੈ ਅਰਦਾਸਿ ॥ હે પ્રભુ! તારા ઓટલા પર પ્રાર્થના પણ ક્યાં મુખથી કરીએ?પોતાની ઉદ્ધતમાં પ્રાર્થના કરતાં પણ શરમ આવે છે
ਪਾਪੁ ਪੁੰਨੁ ਦੁਇ ਸਾਖੀ ਪਾਸਿ ॥੨॥ કારણ કે અમારું સારું અને અમારું ખરાબ સારાઈનો સંગ્રહ અને ખરાબાઈનો સંગ્રહ આ બંને અમારી ક્રિયાના સાક્ષી હાજર છે ॥૨॥
ਜੈਸਾ ਤੂੰ ਕਰਹਿ ਤੈਸਾ ਕੋ ਹੋਇ ॥ પરંતુ અમારા વશમાં કંઈ પણ નથી હે પ્રભુ! તું પોતે જ જીવને જેવી બનાવે છે તેવો જ તે બની જાય છે.
ਤੁਝ ਬਿਨੁ ਦੂਜਾ ਨਾਹੀ ਕੋਇ ॥ તારા વગર બીજું કોઈ નથી જે અમને બુદ્ધિ આપી શકે.
ਜੇਹੀ ਤੂੰ ਮਤਿ ਦੇਹਿ ਤੇਹੀ ਕੋ ਪਾਵੈ ॥ તું જ જેવી બુદ્ધિ બક્ષે છે તે જ બુદ્ધિ જીવ ગ્રહણ કરી લે છે.
ਤੁਧੁ ਆਪੇ ਭਾਵੈ ਤਿਵੈ ਚਲਾਵੈ ॥੩॥ જેમ તને યોગ્ય લાગે છે તુ તેવી જ રીતે જગતનું કાર્ય ચલાવી રહ્યો છે ॥૩॥
ਰਾਗ ਰਤਨ ਪਰੀਆ ਪਰਵਾਰ ॥ શ્રેષ્ઠ સરસ રાગ અને તેની રાગણીયા વગેરે આ આખુ કુટુંબ
ਤਿਸੁ ਵਿਚਿ ਉਪਜੈ ਅੰਮ੍ਰਿਤੁ ਸਾਰ ॥ જો આ રાગ-કુટુંબમાં શ્રેષ્ઠ નામ-રસ પણ ઉત્પન્ન થઇ જાય તો આ મેળથી આશ્ચર્યજનક આધ્યાત્મિક આનંદ ઉત્પન્ન થાય છે.
ਨਾਨਕ ਕਰਤੇ ਕਾ ਇਹੁ ਧਨੁ ਮਾਲੁ ॥ ਜੇ ਕੋ ਬੂਝੈ ਏਹੁ ਬੀਚਾਰੁ ॥੪॥੯॥ હે નાનક! આ આધ્યાત્મિક આનંદ જ ઈશ્વર સુધી પહોંચાડનાર માલ- સામાન છે જો કોઈ ભાગ્યશાળી મનુષ્યને આ સમજ આવી જાય તો તે આ આધ્યાત્મિક આનંદને ભોગવે ॥૪॥૯॥
ਆਸਾ ਮਹਲਾ ੧ ॥ આશા મહેલ ૧॥
ਕਰਿ ਕਿਰਪਾ ਅਪਨੈ ਘਰਿ ਆਇਆ ਤਾ ਮਿਲਿ ਸਖੀਆ ਕਾਜੁ ਰਚਾਇਆ ॥ જ્યારે મારો પતિ-પ્રભુ મને જીવ-સ્ત્રીને અપનાવીને મારા દિલને પોતાને રહેવાનું ઘર બનાવીને પોતાના ઘરમાં આવી ટકે તો મારી સહેલીઓએ મળીને જીભ-આંખો-કાનોએ મળીને પ્રભુ-પતિની સાથે મળીને ગીત ગાન શરૂ કરી દીધા.
ਖੇਲੁ ਦੇਖਿ ਮਨਿ ਅਨਦੁ ਭਇਆ ਸਹੁ ਵੀਆਹਣ ਆਇਆ ॥੧॥ મારો પતિ-પ્રભુ મને પરણવા આવ્યો છે મને પોતાના ચરણોમાં જોડવા આવ્યો છે – પ્રભુ મેળાપ માટે આ પ્રયત્ન જોઈને મારા મનમાં આનંદ ઉત્પન્ન થઇ ગયો છે ॥૧॥
ਗਾਵਹੁ ਗਾਵਹੁ ਕਾਮਣੀ ਬਿਬੇਕ ਬੀਚਾਰੁ ॥ હે ઈન્દ્રીઓ! સારા-ખરાબની પરખનો વિચાર ઉત્પન્ન કરનાર ગીત વારંવાર ગા હે જીભ! મહિમામાં જોડા કેમ કે તને નિંદા કરવાથી હટવાની સમજ આવી જાય.
ਹਮਰੈ ਘਰਿ ਆਇਆ ਜਗਜੀਵਨੁ ਭਤਾਰੁ ॥੧॥ ਰਹਾਉ ॥ હે કાનો! મહિમાના ગીત સાંભળતા રહો કેમ કે નિંદા સાંભળવાની લાગણી દૂર થાય.અમારા ઘરમાં મારા હૃદય-ઘરમાં તે પતિ-પ્રભુ આવી વસ્યો છે જે આખા જગતના જીવનનો આશરો છે ॥૧॥વિરામ॥
ਗੁਰੂ ਦੁਆਰੈ ਹਮਰਾ ਵੀਆਹੁ ਜਿ ਹੋਆ ਜਾਂ ਸਹੁ ਮਿਲਿਆ ਤਾਂ ਜਾਨਿਆ ॥ ગુરુની શરણ પડવાથી અમારા આ લગ્ન થયા ગુરુએ મને પ્રભુ-પતિની સાથે જોડયો જયારે મને પતિ-પ્રભુ મળી ગયા ત્યારે મને સમજ આવી ગઈ
ਤਿਹੁ ਲੋਕਾ ਮਹਿ ਸਬਦੁ ਰਵਿਆ ਹੈ ਆਪੁ ਗਇਆ ਮਨੁ ਮਾਨਿਆ ॥੨॥ કે તે પ્રભુ જીવન-રો બનીને આખા જગતમાં વ્યાપક થઈ રહ્યો છે.મારી અંદરથી સ્વયં ભાવ દૂર થઇ ગયો છે મારુ મન તે પ્રભુ-પતિની યાદમાં રમાય ગયું ॥૨॥
ਆਪਣਾ ਕਾਰਜੁ ਆਪਿ ਸਵਾਰੇ ਹੋਰਨਿ ਕਾਰਜੁ ਨ ਹੋਈ ॥ પ્રભુ-પતિ જીવ-સ્ત્રીને પોતાની સાથે મળાવવાનું આ કામ પોતાનું સમજે છે અને પોતે જ આ વિવાહના ઉદ્યમને માથે ચઢાવે છે કોઈ બીજા દ્વારા આ કામ કરી શકાતું નથી.
ਜਿਤੁ ਕਾਰਜਿ ਸਤੁ ਸੰਤੋਖੁ ਦਇਆ ਧਰਮੁ ਹੈ ਗੁਰਮੁਖਿ ਬੂਝੈ ਕੋਈ ॥੩॥ આ મેળની કૃપાથી જીવ-સ્ત્રીની અંદર સેવા-સંતોષ-દયા-ધર્મ વગેરે ગુણ ઉત્પન્ન થાય છે. આ તફાવતને તે જ મનુષ્ય સમજે છે જે ગુરુની સન્મુખ હોય છે ॥૩॥
ਭਨਤਿ ਨਾਨਕੁ ਸਭਨਾ ਕਾ ਪਿਰੁ ਏਕੋ ਸੋਇ ॥ નાનક કહે છે, ભલે જેમ પરમાત્મા જ બધી જીવ-સ્ત્રીઓનો પતિ છે
ਜਿਸ ਨੋ ਨਦਰਿ ਕਰੇ ਸਾ ਸੋਹਾਗਣਿ ਹੋਇ ॥੪॥੧੦॥ તો પણ જેની ઉપર કૃપાની નજર કરે છે જેના હૃદયમાં આવીને પ્રગટ થાય છે તે જ ભાગ્યશાળી હોય છે ॥૪॥૧૦॥
ਆਸਾ ਮਹਲਾ ੧ ॥ આશા મહેલ ૧॥
ਗ੍ਰਿਹੁ ਬਨੁ ਸਮਸਰਿ ਸਹਜਿ ਸੁਭਾਇ ॥ જેને મનને વશમાં કરી લીધું તે મનુષ્ય માટે ઘર અને જંગલ એક સમાન છે કારણ કે તે સ્થિર સ્થિતિમાં રહે છે પ્રભુના પ્રેમમાં મસ્ત રહે છે
ਦੁਰਮਤਿ ਗਤੁ ਭਈ ਕੀਰਤਿ ਠਾਇ ॥ તે મનુષ્યની ખરાબ બુદ્ધિ દૂર થઇ જાય છે તેની જગ્યાએ તેની અંદર પ્રભુની મહિમા વસે છે.
ਸਚ ਪਉੜੀ ਸਾਚਉ ਮੁਖਿ ਨਾਂਉ ॥ પ્રભુનું હંમેશા સ્થિર રહેનારું નામ તેના મુખમાં હોય છે


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top