Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-329

Page 329

ਮਨਹਿ ਮਾਰਿ ਕਵਨ ਸਿਧਿ ਥਾਪੀ ॥੧॥ તો પછી મનને મારીને કઈ કમાણી કરી લીધી છે ॥૧॥
ਕਵਨੁ ਸੁ ਮੁਨਿ ਜੋ ਮਨੁ ਮਾਰੈ ॥ તે કયો મુનિ છે જે મનને મારે છે?
ਮਨ ਕਉ ਮਾਰਿ ਕਹਹੁ ਕਿਸੁ ਤਾਰੈ ॥੧॥ ਰਹਾਉ ॥ કહો, મનને મારીને તે કોને પાર પાડે છે? ॥૧॥ વિરામ॥
ਮਨ ਅੰਤਰਿ ਬੋਲੈ ਸਭੁ ਕੋਈ ॥ દરેક મનુષ્ય મનનું પ્રેરિત થયેલું જ બોલે છે
ਮਨ ਮਾਰੇ ਬਿਨੁ ਭਗਤਿ ਨ ਹੋਈ ॥੨॥ મનને માર્યા વગર ભક્તિ પણ થઇ શકતી નથી ॥૨॥
ਕਹੁ ਕਬੀਰ ਜੋ ਜਾਨੈ ਭੇਉ ॥ કબીર કહે છે, જે મનુષ્ય આ તફાવતને સમજે છે.
ਮਨੁ ਮਧੁਸੂਦਨੁ ਤ੍ਰਿਭਵਣ ਦੇਉ ॥੩॥੨੮॥ તેનું મન ત્રણ લોકને પ્રકાશિત કરનાર પરમાત્માનું રૂપ થઇ જાય છે ॥૩॥૨૮॥
ਗਉੜੀ ਕਬੀਰ ਜੀ ॥ ગૌરી રાગ કબીરજી॥
ਓਇ ਜੁ ਦੀਸਹਿ ਅੰਬਰਿ ਤਾਰੇ ॥ તે તારા જે આકાશમાં દેખાય દઈ રહ્યા છે
ਕਿਨਿ ਓਇ ਚੀਤੇ ਚੀਤਨਹਾਰੇ ॥੧॥ ક્યાં ચિત્રકારે ચીતર્યા છે? ॥૧॥
ਕਹੁ ਰੇ ਪੰਡਿਤ ਅੰਬਰੁ ਕਾ ਸਿਉ ਲਾਗਾ ॥ કહો, હે પંડિત! આકાશ કોના સહારે છે?
ਬੂਝੈ ਬੂਝਨਹਾਰੁ ਸਭਾਗਾ ॥੧॥ ਰਹਾਉ ॥ કોઈ ભાગ્યશાળી સમજદાર મનુષ્ય જ આ તફાવતને સમજે છે ॥૧॥ વિરામ॥
ਸੂਰਜ ਚੰਦੁ ਕਰਹਿ ਉਜੀਆਰਾ ॥ આ જે સુરજ અને ચંદ્ર વગેરે જગતમાં પ્રકાશ કરી રહ્યા છે
ਸਭ ਮਹਿ ਪਸਰਿਆ ਬ੍ਰਹਮ ਪਸਾਰਾ ॥੨॥ આ બધામાં પણ પ્રભુની જ્યોતિનો પ્રકાશ જ વિખરાયેલો છે ॥૨॥
ਕਹੁ ਕਬੀਰ ਜਾਨੈਗਾ ਸੋਇ ॥ કબીર બેશક કહે છે, આ તફાવતને તે જ મનુષ્ય સમજશે
ਹਿਰਦੈ ਰਾਮੁ ਮੁਖਿ ਰਾਮੈ ਹੋਇ ॥੩॥੨੯॥ જેના હૃદયમાં પ્રભુ વસી રહ્યો છે અને મુખમાં પણ ફક્ત પ્રભુ જ છે ॥૩॥૨૯॥
ਗਉੜੀ ਕਬੀਰ ਜੀ ॥ ગૌરી રાગ કબીરજી॥
ਬੇਦ ਕੀ ਪੁਤ੍ਰੀ ਸਿੰਮ੍ਰਿਤਿ ਭਾਈ ॥ હે ભાઈ! આ સ્મૃતિઓ જે વેદોના આધાર પર બની છે
ਸਾਂਕਲ ਜੇਵਰੀ ਲੈ ਹੈ ਆਈ ॥੧॥ આ તો પોતાના શ્રદ્ધાળુઓ માટે વર્ણ-આશ્રમની જાણે સાંકળ કર્મ-કાંડનાં દોરડાઓ લઈને આવી છે ॥૧॥
ਆਪਨ ਨਗਰੁ ਆਪ ਤੇ ਬਾਧਿਆ ॥ આ સ્મૃતિઓએ પોતાના બધા શ્રદ્ધાળુ પોતે જ જકડેલાં છે
ਮੋਹ ਕੈ ਫਾਧਿ ਕਾਲ ਸਰੁ ਸਾਂਧਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ આને સ્વર્ગ વગેરેના મોહની ફાંસીમાં ફસાવીને આના માથા પર મૃત્યુના સહમનો તીર આને ખેંચેલ છે ॥૧॥ વિરામ॥
ਕਟੀ ਨ ਕਟੈ ਤੂਟਿ ਨਹ ਜਾਈ ॥ આ સ્મૃતિ રૂપી ફાંસીનું દોરડું શ્રદ્ધાળુઓ દ્વારા કાપતા કપાતું નથી અને ના પોતાની રીતે આ તૂટે છે.
ਸਾ ਸਾਪਨਿ ਹੋਇ ਜਗ ਕਉ ਖਾਈ ॥੨॥ હવે તો સાપ બનીને જગતને ખાઈ રહ્યું છે ॥૨॥
ਹਮ ਦੇਖਤ ਜਿਨਿ ਸਭੁ ਜਗੁ ਲੂਟਿਆ ॥ કબીર કહે છે, અમારા જોતાં-જોતાં જે સ્મૃતિએ આખા સંસારને ઠગી લીધું છે
ਕਹੁ ਕਬੀਰ ਮੈ ਰਾਮ ਕਹਿ ਛੂਟਿਆ ॥੩॥੩੦॥ હું પ્રભુનું સ્મરણ કરીને તેનાથી બચી ગયો છું ॥૩॥૩૦॥
ਗਉੜੀ ਕਬੀਰ ਜੀ ॥ ગૌરી રાગ કબીરજી॥
ਦੇਇ ਮੁਹਾਰ ਲਗਾਮੁ ਪਹਿਰਾਵਉ ॥ હું તો પોતાના મનરૂપી ઘોડાને સ્તુતિ-નિંદાથી રોકવા મુહાર દઈને પ્રેમની લગનની લગામ નાખું છું
ਸਗਲ ਤ ਜੀਨੁ ਗਗਨ ਦਉਰਾਵਉ ॥੧॥ અને પ્રભુને દરેક જગ્યાએ જાણવા – આ કાઠી નાખીને મનને નિરંકારના દેશની ઉડાન લગાવું છું ॥૧॥
ਅਪਨੈ ਬੀਚਾਰਿ ਅਸਵਾਰੀ ਕੀਜੈ ॥ આવો ભાઈ! પોતાનાં સ્વરૂપનાં જ્ઞાન-રૂપી ઘોડા પર ચઢી જાય
ਸਹਜ ਕੈ ਪਾਵੜੈ ਪਗੁ ਧਰਿ ਲੀਜੈ ॥੧॥ ਰਹਾਉ ॥ અને અક્કલરૂપી પગને સહજ સ્થિતિની રકાબીમાં રાખી રહીએ ॥૧॥વિરામ॥
ਚਲੁ ਰੇ ਬੈਕੁੰਠ ਤੁਝਹਿ ਲੇ ਤਾਰਉ ॥ ચાલ, હે મનરૂપી ઘોડા! તને વૈકુંઠની સફર કરાવું
ਹਿਚਹਿ ਤ ਪ੍ਰੇਮ ਕੈ ਚਾਬੁਕ ਮਾਰਉ ॥੨॥ જો હઠ કરી તો તને હું પ્રેમનું ચાબુક મારીશ ॥૨॥
ਕਹਤ ਕਬੀਰ ਭਲੇ ਅਸਵਾਰਾ ॥ કબીર કહે છે, આવા સારા ચઢનાર જે પોતાના મન પર ચઢે છે
ਬੇਦ ਕਤੇਬ ਤੇ ਰਹਹਿ ਨਿਰਾਰਾ ॥੩॥੩੧॥ વેદો અને અવતરણને સાચા-ખોટા કહેવાના ઝઘડાઓથી અલગ રહે છે ॥૩॥૩૧॥
ਗਉੜੀ ਕਬੀਰ ਜੀ ॥ ગૌરી રાગ કબીરજી॥
ਜਿਹ ਮੁਖਿ ਪਾਂਚਉ ਅੰਮ੍ਰਿਤ ਖਾਏ ॥ જે મુખથી પાંચેય ઉત્તમ પદાર્થ ખાય છે
ਤਿਹ ਮੁਖ ਦੇਖਤ ਲੂਕਟ ਲਾਏ ॥੧॥ મરવા પર તે પોતાના મુખને જ સળગાવી દે છે ॥૧॥
ਇਕੁ ਦੁਖੁ ਰਾਮ ਰਾਇ ਕਾਟਹੁ ਮੇਰਾ ॥ હે સુંદર રામ! મારુ એક આ દુઃખ દૂર કરી દે
ਅਗਨਿ ਦਹੈ ਅਰੁ ਗਰਭ ਬਸੇਰਾ ॥੧॥ ਰਹਾਉ ॥ આ જે તૃષ્ણાની આગ સળગાવે છે અને ગર્ભનો આશરો છે ॥૧॥વિરામ॥
ਕਾਇਆ ਬਿਗੂਤੀ ਬਹੁ ਬਿਧਿ ਭਾਤੀ ॥ મરવા પછી આ શરીર કેટલીય રીતે ખરાબ થઇ જાય છે.
ਕੋ ਜਾਰੇ ਕੋ ਗਡਿ ਲੇ ਮਾਟੀ ॥੨॥ કોઈ આને સળગાવી દે છે કોઈ આને માટીમાં દબાવી દે છે ॥૨॥
ਕਹੁ ਕਬੀਰ ਹਰਿ ਚਰਣ ਦਿਖਾਵਹੁ ॥ કબીર પ્રભુના ઓટલા પર આમ કહે છે, હે પ્રભુ! મને પોતાના ચરણોનું દર્શન કરાવી દે
ਪਾਛੈ ਤੇ ਜਮੁ ਕਿਉ ਨ ਪਠਾਵਹੁ ॥੩॥੩੨॥ તે પછી બેશક યમરાજને જ મારા પ્રાણ લેવા માટે મોકલી દેજો ॥૩॥૩૨॥
ਗਉੜੀ ਕਬੀਰ ਜੀ ॥ ગૌરી રાગ કબીરજી॥
ਆਪੇ ਪਾਵਕੁ ਆਪੇ ਪਵਨਾ ॥ પતિ પ્રભુ પોતે જ આગ છે અને પોતે જ હવા છે.
ਜਾਰੈ ਖਸਮੁ ਤ ਰਾਖੈ ਕਵਨਾ ॥੧॥ જો તે પોતે જ જીવને સળગાવવા લાગે તો કોણ બચાવી શકે છે? ॥૧॥
ਰਾਮ ਜਪਤ ਤਨੁ ਜਰਿ ਕੀ ਨ ਜਾਇ ॥ ਰਾਮ ਨਾਮ ਚਿਤੁ ਰਹਿਆ ਸਮਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ જે મનુષ્યનું મન પ્રભુના નામમાં જોડાઈ રહ્યું છે પ્રભુનું સ્મરણ કરતાં-કરતાં તેનું શરીર પણ ભલે સળગી જાય તે થોડી માત્ર પણ કાળજી કરતો નથી ॥૧॥ વિરામ॥
ਕਾ ਕੋ ਜਰੈ ਕਾਹਿ ਹੋਇ ਹਾਨਿ ॥ કારણ કે, પ્રાર્થના કરનારને આ નિશ્ચય હોય છે કે ના કોઈનું કાંઈ સળગે છે ના કોઈનું કાંઈ નુકસાન થાય છે
ਨਟ ਵਟ ਖੇਲੈ ਸਾਰਿਗਪਾਨਿ ॥੨॥ પ્રભુ પોતે જ બધી જગ્યાએ નટના વેશપલટાની જેમ બેહરૂપીઓ બનીને રમી રહ્યો છે ॥૨॥
ਕਹੁ ਕਬੀਰ ਅਖਰ ਦੁਇ ਭਾਖਿ ॥ આ માટે હે કબીર! તું નાની એવી વાત યાદ રાખ
ਹੋਇਗਾ ਖਸਮੁ ਤ ਲੇਇਗਾ ਰਾਖਿ ॥੩॥੩੩॥ કે જો પતિને મંજુર હશે તો જ્યાં ક્યાંય પણ જરૂર હશે પોતે જ બચાવી લેશે ॥૩॥૩૩॥
ਗਉੜੀ ਕਬੀਰ ਜੀ ਦੁਪਦੇ ॥ ગૌરી રાગ કબીરજી॥
ਨਾ ਮੈ ਜੋਗ ਧਿਆਨ ਚਿਤੁ ਲਾਇਆ ॥ મેં તો જોગના બતાવેલા ધ્યાનનો વિચાર કર્યો નથી
ਬਿਨੁ ਬੈਰਾਗ ਨ ਛੂਟਸਿ ਮਾਇਆ ॥੧॥ કારણ કે આનાથી વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી અને વૈરાગ્ય વગર માયાના મોહથી છુટકારો મુક્તિ થઇ શકતી નથી ॥૧॥
ਕੈਸੇ ਜੀਵਨੁ ਹੋਇ ਹਮਾਰਾ ॥ તો અમે સાચું જીવન જીવી શકતા નથી


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top