Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-302

Page 302

ਸਭਿ ਜੀਅ ਤੇਰੇ ਤੂ ਸਭਸ ਦਾ ਤੂ ਸਭ ਛਡਾਹੀ ॥੪॥ બધા જીવ તારા રચેલ છે તું બધાનો માલિક છે તું બધાને દુઃખ અને ચિંતાઓથી છોડાવે છે ॥૪॥
ਸਲੋਕ ਮਃ ੪ ॥ શ્લોક મહેલ ૪ ॥
ਸੁਣਿ ਸਾਜਨ ਪ੍ਰੇਮ ਸੰਦੇਸਰਾ ਅਖੀ ਤਾਰ ਲਗੰਨਿ ॥ સજ્જન પ્રભુનો પ્રેમ ભરેલ સંદેશ સાંભળીને જેની આંખ દર્શનની અપેક્ષામાં લાગી જાય છે
ਗੁਰਿ ਤੁਠੈ ਸਜਣੁ ਮੇਲਿਆ ਜਨ ਨਾਨਕ ਸੁਖਿ ਸਵੰਨਿ ॥੧॥ હે નાનક! ગુરુએ ખુશ થઈને તેને સજ્જન મેળવ્યા છે અને તે સુખમાં ટકેલ રહે છે ॥૧॥
ਮਃ ੪ ॥ મહેલ ૪ ॥
ਸਤਿਗੁਰੁ ਦਾਤਾ ਦਇਆਲੁ ਹੈ ਜਿਸ ਨੋ ਦਇਆ ਸਦਾ ਹੋਇ ॥ દાન બક્ષનાર સદગુરુ દયાનું ઘર છે તેના હૃદયમાં હંમેશા દયા જ દયા છે.
ਸਤਿਗੁਰੁ ਅੰਦਰਹੁ ਨਿਰਵੈਰੁ ਹੈ ਸਭੁ ਦੇਖੈ ਬ੍ਰਹਮੁ ਇਕੁ ਸੋਇ ॥ સદગુરુના હૃદયમાં કોઈની સાથે દુશમની નથી તે બધી જગ્યાએ એક પ્રભુને જોઈ રહ્યો છે આથી તે દુશમની કોની સાથે કરે? પરંતુ કેટલાય મૂર્ખ મનુષ્ય નિર્વેર ગુરુની સાથે પણ દુશમની કરવાથી હટતા નથી.
ਨਿਰਵੈਰਾ ਨਾਲਿ ਜਿ ਵੈਰੁ ਚਲਾਇਦੇ ਤਿਨ ਵਿਚਹੁ ਤਿਸਟਿਆ ਨ ਕੋਇ ॥ જે મનુષ્ય નિર્વેરોની સાથે દુશમની કમાય છે તેમાંથી કોઈના પણ હૃદયમાં ક્યારેય પણ શાંતિ આવી નથી
ਸਤਿਗੁਰੁ ਸਭਨਾ ਦਾ ਭਲਾ ਮਨਾਇਦਾ ਤਿਸ ਦਾ ਬੁਰਾ ਕਿਉ ਹੋਇ ॥ અને સદગુરુનું ખરાબ તો થઇ જ શક્તું નથી કારણ કે તે બધાનું સારું ઈચ્છે છે.
ਸਤਿਗੁਰ ਨੋ ਜੇਹਾ ਕੋ ਇਛਦਾ ਤੇਹਾ ਫਲੁ ਪਾਏ ਕੋਇ ॥ જે ભાવનાથી કોઈ જીવ સદગુરુની પાસે જાય છે તેને તે ફળ મળી જાય છે.
ਨਾਨਕ ਕਰਤਾ ਸਭੁ ਕਿਛੁ ਜਾਣਦਾ ਜਿਦੂ ਕਿਛੁ ਗੁਝਾ ਨ ਹੋਇ ॥੨॥ કારણ કે, હે નાનક! રચનહાર પ્રભુથી કોઈ વાત નથી છુપાવી શકાતી તે અંદરની અને બહારની બધી જ વાત જાણે છે ॥૨॥
ਪਉੜੀ ॥ પગથિયું ॥
ਜਿਸ ਨੋ ਸਾਹਿਬੁ ਵਡਾ ਕਰੇ ਸੋਈ ਵਡ ਜਾਣੀ ॥ જે જીવ-સ્ત્રીની માલિક પ્રભુ પ્રશંશા કરે તે જ ખરેખર મોટી સમજવી જોઈએ.
ਜਿਸੁ ਸਾਹਿਬ ਭਾਵੈ ਤਿਸੁ ਬਖਸਿ ਲਏ ਸੋ ਸਾਹਿਬ ਮਨਿ ਭਾਣੀ ॥ જેને ઇચ્છે પ્રભુ માલીક બક્ષે છે અને તે સાહેબના મનમાં પ્રેમાળ લાગે છે.જીવ-સ્ત્રી મૂર્ખ તેમજ અજાણ છે જે તેની રીસ કરે છે કારણ કે રીસ કરવાથી કંઈ પણ હાથ આવતું નથી
ਜੇ ਕੋ ਓਸ ਦੀ ਰੀਸ ਕਰੇ ਸੋ ਮੂੜ ਅਜਾਣੀ ॥ અહીં તો જેને સદગુરુ મળે છે તે જ મળે છે અને હરીની મહિમાનું ઉચ્ચારણ કરીને બીજા લોકોને સંભળાવે છે.
ਜਿਸ ਨੋ ਸਤਿਗੁਰੁ ਮੇਲੇ ਸੁ ਗੁਣ ਰਵੈ ਗੁਣ ਆਖਿ ਵਖਾਣੀ ॥ તે (જીવ-સ્ત્રી) મૂર્ખ અને બુદ્ધિહીન છે, જે તેની સાથે સરખામણી કરે છે.
ਨਾਨਕ ਸਚਾ ਸਚੁ ਹੈ ਬੁਝਿ ਸਚਿ ਸਮਾਣੀ ॥੫॥ હે નાનક! પ્રભુ હંમેશા સ્થિર રહેનાર છે આ વાતને સારી રીતે સમજીને તે જીવ-સ્ત્રી સાચા પ્રભુમાં લીન થઇ જાય છે ॥૫॥
ਸਲੋਕ ਮਃ ੪ ॥ શ્લોક મહેલ ૪ ॥
ਹਰਿ ਸਤਿ ਨਿਰੰਜਨ ਅਮਰੁ ਹੈ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਨਿਰੰਕਾਰੁ ॥ પ્રભુ સાચે જ છે માયાથી નિર્લિપ છે કાળ રહિત નિર્ભય અને આકાર રહિત છે
ਜਿਨ ਜਪਿਆ ਇਕ ਮਨਿ ਇਕ ਚਿਤਿ ਤਿਨ ਲਥਾ ਹਉਮੈ ਭਾਰੁ ॥ જેણે એકાગ્ર મન કરીને તેનું સ્મરણ કર્યું છે તેના મનથી અહંકારનો વજન ઉતરી જાય છે.
ਜਿਨ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਆਰਾਧਿਆ ਤਿਨ ਸੰਤ ਜਨਾ ਜੈਕਾਰੁ ॥ જે કોઈ સંપૂર્ણ સદગુરુની નિંદા કરે છે તેને આખું સંસાર ધિક્કારે છે
ਕੋਈ ਨਿੰਦਾ ਕਰੇ ਪੂਰੇ ਸਤਿਗੁਰੂ ਕੀ ਤਿਸ ਨੋ ਫਿਟੁ ਫਿਟੁ ਕਹੈ ਸਭੁ ਸੰਸਾਰੁ ॥ તે નિંદક સદગુરુનું કાંઈ બગાડી શકતો નથી
ਸਤਿਗੁਰ ਵਿਚਿ ਆਪਿ ਵਰਤਦਾ ਹਰਿ ਆਪੇ ਰਖਣਹਾਰੁ ॥ કારણ કે પ્રભુ પોતે સદગુરુમાં વસે છે અને તે પોતે રક્ષા કરનાર છે.
ਧਨੁ ਧੰਨੁ ਗੁਰੂ ਗੁਣ ਗਾਵਦਾ ਤਿਸ ਨੋ ਸਦਾ ਸਦਾ ਨਮਸਕਾਰੁ ॥ ધન્ય છે ગુરુ જે હરિના ગુણ ગાય છે તેની આગળ હંમેશા માથું નમાવવું જોઈએ.
ਜਨ ਨਾਨਕ ਤਿਨ ਕਉ ਵਾਰਿਆ ਜਿਨ ਜਪਿਆ ਸਿਰਜਣਹਾਰੁ ॥੧॥ નાનક કહે છે હું બલિહાર જાઉં છું તે હરિના દાસથી જેણે વિધાતાને આરાધ્યા છે ॥૧॥
ਮਃ ੪ ॥ મહેલ ૪ ॥
ਆਪੇ ਧਰਤੀ ਸਾਜੀਅਨੁ ਆਪੇ ਆਕਾਸੁ ॥ પ્રભુએ પોતે જ ધરતીની રચના કરી અને પોતે જ આકાશ.
ਵਿਚਿ ਆਪੇ ਜੰਤ ਉਪਾਇਅਨੁ ਮੁਖਿ ਆਪੇ ਦੇਇ ਗਿਰਾਸੁ ॥ આ ધરતીમાં તેને જીવ-જંતુ ઉત્પન્ન કર્યા અને પોતે જ જીવોના મુખમાં ખોરાક આપે છે.
ਸਭੁ ਆਪੇ ਆਪਿ ਵਰਤਦਾ ਆਪੇ ਹੀ ਗੁਣਤਾਸੁ ॥ ગુણોનો ખજાનો હરિ પોતે જ બધા જીવોની અંદર વ્યાપક છે.
ਜਨ ਨਾਨਕ ਨਾਮੁ ਧਿਆਇ ਤੂ ਸਭਿ ਕਿਲਵਿਖ ਕਟੇ ਤਾਸੁ ॥੨॥ હે દાસ નાનક! તું પ્રભુનું નામ જપ જેને જપ્યું છે તેના બધા પાપ પ્રભુ દૂર કરે છે ॥૨॥
ਪਉੜੀ ॥ પગથિયું ॥
ਤੂ ਸਚਾ ਸਾਹਿਬੁ ਸਚੁ ਹੈ ਸਚੁ ਸਚੇ ਭਾਵੈ ॥ હે હરિ! તું સાચો અને સ્થિર રહેનાર માલિક છે તે સાચે જ પ્રેમાળ લાગે છે.
ਜੋ ਤੁਧੁ ਸਚੁ ਸਲਾਹਦੇ ਤਿਨ ਜਮ ਕੰਕਰੁ ਨੇੜਿ ਨ ਆਵੈ ॥ હે સાચા પ્રભુ! જે જીવ તારી મહિમા કરે છે યમદૂત તેની નજીક ભટક્તો નથી.
ਤਿਨ ਕੇ ਮੁਖ ਦਰਿ ਉਜਲੇ ਜਿਨ ਹਰਿ ਹਿਰਦੈ ਸਚਾ ਭਾਵੈ ॥ જેના હૃદયને સાચો પ્રભુ પ્રેમાળ લાગે છે તેના મુખ દરબારમાં ઉજ્જવળ હોય છે
ਕੂੜਿਆਰ ਪਿਛਾਹਾ ਸਟੀਅਨਿ ਕੂੜੁ ਹਿਰਦੈ ਕਪਟੁ ਮਹਾ ਦੁਖੁ ਪਾਵੈ ॥ પરંતુ અસત્યનો વ્યાપાર કરનાર હૃદયમાં અસત્ય અને કપટ હોવાને કારણે તેને પાછળ ફેંકી દેવામાં આવે છે અને ખૂબ દુ:ખી થાય છે.
ਮੁਹ ਕਾਲੇ ਕੂੜਿਆਰੀਆ ਕੂੜਿਆਰ ਕੂੜੋ ਹੋਇ ਜਾਵੈ ॥੬॥ અસત્ય મુખ દરબારમાં કાળું થાય છે કારણ કે તેનું દરબારમાં પર્દાફાશ થઇ જાય છે ॥૬॥
ਸਲੋਕ ਮਃ ੪ ॥ શ્લોક મહેલ ૪ ॥
ਸਤਿਗੁਰੁ ਧਰਤੀ ਧਰਮ ਹੈ ਤਿਸੁ ਵਿਚਿ ਜੇਹਾ ਕੋ ਬੀਜੇ ਤੇਹਾ ਫਲੁ ਪਾਏ ॥ ધરતીના સ્વભાવની જેમ સદગુરુ પણ ધર્મની ભૂમિ છે જે રીતની ભાવનાનાં બીજ કોઈ વાવે છે તેવું જ ફળ લે છે.
ਗੁਰਸਿਖੀ ਅੰਮ੍ਰਿਤੁ ਬੀਜਿਆ ਤਿਨ ਅੰਮ੍ਰਿਤ ਫਲੁ ਹਰਿ ਪਾਏ ॥ જે ગુરુશિખોએ નામ-અમૃત વાવ્યું છે તેને પ્રભુ-પ્રાપ્તિ-રૂપી અમૃત ફળ જ મળી ગયું છે.
ਓਨਾ ਹਲਤਿ ਪਲਤਿ ਮੁਖ ਉਜਲੇ ਓਇ ਹਰਿ ਦਰਗਹ ਸਚੀ ਪੈਨਾਏ ॥ આ સંસારમાં અને આગલા વિશ્વમાં તે સુખી થાય છે અને પ્રભુના સાચા દરબારમાં તેનો આદર થાય છે.
ਇਕਨ੍ਹ੍ਹਾ ਅੰਦਰਿ ਖੋਟੁ ਨਿਤ ਖੋਟੁ ਕਮਾਵਹਿ ਓਹੁ ਜੇਹਾ ਬੀਜੇ ਤੇਹਾ ਫਲੁ ਖਾਏ ॥ એક જીવોના હૃદયમાં ખોટ હોવાને કારણે તે હંમેશા ખોટાં કર્મ કરે છે. એ મનુષ્ય તેવું જ ફળ ખાય છે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top