Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-298

Page 298

ਊਤਮੁ ਊਚੌ ਪਾਰਬ੍ਰਹਮੁ ਗੁਣ ਅੰਤੁ ਨ ਜਾਣਹਿ ਸੇਖ ॥ પરમાત્મા સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ છે કોઈની એના સુધી પહોંચ નથી અનેક શેષનાગ પણ એના અનંત ગુણોને જાણી શકતા નથી
ਨਾਰਦ ਮੁਨਿ ਜਨ ਸੁਕ ਬਿਆਸ ਜਸੁ ਗਾਵਤ ਗੋਬਿੰਦ ॥ નારદ ઋષિ, અનેક ઋષિમુનિઓ, સુખદેવ અને વ્યાસ જેવા ઋષિઓ ગોવિંદની મહિમા ગાય છે,
ਰਸ ਗੀਧੇ ਹਰਿ ਸਿਉ ਬੀਧੇ ਭਗਤ ਰਚੇ ਭਗਵੰਤ ॥ ભગવાનના ભક્તો એ નામ રસમાં ભીના થયેલા રહે છે એમની યાદમાં પરોવાયેલા રહે છે, એમની ભક્તિમાં લીન રહે છે,
ਮੋਹ ਮਾਨ ਭ੍ਰਮੁ ਬਿਨਸਿਓ ਪਾਈ ਸਰਨਿ ਦਇਆਲ ॥ જે મનુષ્યો એ દયાના ઘરે એટલે પ્રભુનો આસરો લઇ લીધો એના અંદરથી માયાનો મોહ, અહંકાર અને ભટકણ બધાનો નાશ થઇ ગયો છે ,
ਚਰਨ ਕਮਲ ਮਨਿ ਤਨਿ ਬਸੇ ਦਰਸਨੁ ਦੇਖਿ ਨਿਹਾਲ ॥ જેના હૃદયમાં મનમાં પ્રભુના સુંદર ચરણ વસી ગયા છે પ્રભુ દર્શન કરીને એમનું તન અને મન ખીલી ગયું છે,
ਲਾਭੁ ਮਿਲੈ ਤੋਟਾ ਹਿਰੈ ਸਾਧਸੰਗਿ ਲਿਵ ਲਾਇ ॥ સાધુ સંગતિ દ્વારા પ્રભુચરણમાં ધ્યાન જોડીને ઉચ્ચ આધ્યાત્મિક જીવનરૂપી લાભ કમાઈ લે છે અને વિકારો તરફથી આધ્યાત્મિક જીવનમાં ખામી આવે છે એ ખામી દૂર થઇ જાય છે,
ਖਾਟਿ ਖਜਾਨਾ ਗੁਣ ਨਿਧਿ ਹਰੇ ਨਾਨਕ ਨਾਮੁ ਧਿਆਇ ॥੬॥ હે નાનક! તું પણ પ્રભુ નામ સ્મરણ કર અને ગુણોના ખજાના એવા પ્રભુના નામનો ખજાનો એકત્ર કર. ।।૬।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਸੰਤ ਮੰਡਲ ਹਰਿ ਜਸੁ ਕਥਹਿ ਬੋਲਹਿ ਸਤਿ ਸੁਭਾਇ ॥ સંતજનો હંમેશા પરમાત્માની મહિમા જ ઉચ્ચારે છે અને પ્રેમમાં ટકી હંમેશા કાયમ રહેવાવાળા પ્રભુના ગુણોનું વર્ણન કરે છે,
ਨਾਨਕ ਮਨੁ ਸੰਤੋਖੀਐ ਏਕਸੁ ਸਿਉ ਲਿਵ ਲਾਇ ॥੭॥ હે નાનક! કેમ કે એક પ્રભુના ચરણમાં ધ્યાન જોડી રાખવાથી મનમાં શાંતિ રહે છે. ।।૭।
ਪਉੜੀ ॥ પગથિયું ।।
ਸਪਤਮਿ ਸੰਚਹੁ ਨਾਮ ਧਨੁ ਟੂਟਿ ਨ ਜਾਹਿ ਭੰਡਾਰ ॥ હે ભાઈ! પ્રભુનામરૂપી ધન એકત્ર કરો નામરૂપી ધનનો ખજાનો ક્યારેય સમાપ્ત થતો નથી ,
ਸੰਤਸੰਗਤਿ ਮਹਿ ਪਾਈਐ ਅੰਤੁ ਨ ਪਾਰਾਵਾਰ ॥ પરંતુ એ પ્રભુનું નામરૂપી ધન સાધુસંગતિમાં જ મળે છે જેના ગુણો અનંત છે,
ਆਪੁ ਤਜਹੁ ਗੋਬਿੰਦ ਭਜਹੁ ਸਰਨਿ ਪਰਹੁ ਹਰਿ ਰਾਇ ॥ હે ભાઈ! સ્વભાવ દૂર કરો અને પ્રભુનું ભજન કરતા રહો અને પ્રભુ માલિકની શરણમાં પડ્યા રહો
ਦੂਖ ਹਰੈ ਭਵਜਲੁ ਤਰੈ ਮਨ ਚਿੰਦਿਆ ਫਲੁ ਪਾਇ ॥ જે મનુષ્ય પ્રભુશરણમાં રહે છે એ પોતાના બધા દુઃખ દૂર કરી લે છે સંસાર સમુદ્ર પાર કરીને મન ઈચ્છીત ફળ પ્રાપ્ત કરે છે,
ਆਠ ਪਹਰ ਮਨਿ ਹਰਿ ਜਪੈ ਸਫਲੁ ਜਨਮੁ ਪਰਵਾਣੁ ॥ હે ભાઈ! જે મનુષ્ય આઠેય પહોર પ્રભુનું નામ જાપ કરે છે એનો મનુષ્ય અવતાર સફળ થઇ જાય છે
ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਸਦਾ ਸੰਗਿ ਕਰਨੈਹਾਰੁ ਪਛਾਣੁ ॥ જે પ્રભુ! દરેક જીવ સાથે અંદર અને બહાર કાયમ સાથે વસે છે એ વિધાતા પ્રભુ એ મનુષ્યનો મિત્ર બની જાય છે.
ਸੋ ਸਾਜਨੁ ਸੋ ਸਖਾ ਮੀਤੁ ਜੋ ਹਰਿ ਕੀ ਮਤਿ ਦੇਇ ॥ હે ભાઈ જે મનુષ્ય આપણને પ્રભુનામ જપવાની બુદ્ધિ આપે છે એ આપણો સાચો સજ્જન સાથી અને મિત્ર છે,
ਨਾਨਕ ਤਿਸੁ ਬਲਿਹਾਰਣੈ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜਪੇਇ ॥੭॥ હે નાનક જે મનુષ્ય હંમેશા હરિ નામ જાપ કરે છે હું એના પર કુરબાન થઇ જાઉં છું ।।૭।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਆਠ ਪਹਰ ਗੁਨ ਗਾਈਅਹਿ ਤਜੀਅਹਿ ਅਵਰਿ ਜੰਜਾਲ ॥ જો આઠેય પહોર પ્રભુના ગુણગાન ગાવામાં આવે અને અન્ય બધા બંધનો છોડી દેવામાં આવે
ਜਮਕੰਕਰੁ ਜੋਹਿ ਨ ਸਕਈ ਨਾਨਕ ਪ੍ਰਭੂ ਦਇਆਲ ॥੮॥ હે નાનક! તો પ્રભુ દયાવાન થઇ જાય છે અને યમના દૂતો એને જોઈ સકતા નથી મૃત્યુનો ડર નજીક આવતો નથી અને આધ્યાત્મિક મૃત્યુ પાસે આવતી નથી. ।।૮।।”
ਪਉੜੀ ॥ પગથિયું ।।
ਅਸਟਮੀ ਅਸਟ ਸਿਧਿ ਨਵ ਨਿਧਿ ॥ પ્રભુ નામના પ્રતાપમાં જ આઠેય સિદ્ધિઓની તાકાતો અને નવ ખજાનાઓ આવી જાય છે
ਸਗਲ ਪਦਾਰਥ ਪੂਰਨ ਬੁਧਿ ॥ બધા જ પદાર્થો પ્રાપ્ત થઇ જાય છે અને એ બુદ્ધિ મળી જાય છે જે ક્યારેય ભૂલ નથી કરતી,
ਕਵਲ ਪ੍ਰਗਾਸ ਸਦਾ ਆਨੰਦ ॥ હૃદયનું કમળ ફુલ ખીલી જાય છે જેમ સૂરજની કિરણોથી કમળ ફૂલ ખીલે છે એમ પ્રભુના નામની મહિમાથી હૃદયનું કમળ ખીલે છે અને મનમાં હંમેશા આનંદ જ ટકી રહે છે,
ਨਿਰਮਲ ਰੀਤਿ ਨਿਰੋਧਰ ਮੰਤ ॥ પ્રભુનામ એક એવો મંત્ર છે જેની અસર બેકાર જતી નથી આ મંત્રની મહિમાથી જીવનની રીત પવિત્ર થઇ જાય છે ,
ਸਗਲ ਧਰਮ ਪਵਿਤ੍ਰ ਇਸਨਾਨੁ ॥ હે ભાઈ! પ્રભુનામ જ બધા ધર્મોનો ધર્મ છે અને બધા તીર્થસ્થાનોથી પણ પવિત્ર સ્નાન છે,
ਸਭ ਮਹਿ ਊਚ ਬਿਸੇਖ ਗਿਆਨੁ ॥ પ્રભુ નામ નો જાપ કરવો એ જ બધા શાસ્ત્રોમાં આવેલું સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ જ્ઞાન છે,
ਹਰਿ ਹਰਿ ਭਜਨੁ ਪੂਰੇ ਗੁਰ ਸੰਗਿ ॥ પૂર્ણ ગુરુની સંગતિમાં રહીને જો પ્રભુ નામનું ભજન કરવામાં આવે,
ਜਪਿ ਤਰੀਐ ਨਾਨਕ ਨਾਮ ਹਰਿ ਰੰਗਿ ॥੮॥ હે નાનક! પ્રભુના પ્રેમ રંગમાં ટકીને પ્રભુનામ જપીને સંસાર સાગર પાર કરી લે છે ।।૮।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਨਾਰਾਇਣੁ ਨਹ ਸਿਮਰਿਓ ਮੋਹਿਓ ਸੁਆਦ ਬਿਕਾਰ ॥ જે મનુષ્ય એ ક્યારેય પ્રભુનામનું સ્મરણ કર્યું નથી એ હંમેશા વિકારોમાં અને દુનિયાના પદાર્થોના સ્વાદમાં ફસાયેલો રહે છે,
ਨਾਨਕ ਨਾਮਿ ਬਿਸਾਰਿਐ ਨਰਕ ਸੁਰਗ ਅਵਤਾਰ ॥੯॥ હે નાનક! જો પ્રભુનામ ભુલાવી દઈએ તો સ્વર્ગ નર્ક ભોગવવા વાંરવાર જન્મ લેવો પડે છે. ।।૯।।
ਪਉੜੀ ॥ પગથિયું ।।
ਨਉਮੀ ਨਵੇ ਛਿਦ੍ਰ ਅਪਵੀਤ ॥ એ મનુષ્ય ના નવ ઇન્દ્રિયોના છિદ્રો કાન નાક વગેરે ગંદા જ રહે છે ,
ਹਰਿ ਨਾਮੁ ਨ ਜਪਹਿ ਕਰਤ ਬਿਪਰੀਤਿ ॥ જે મનુષ્ય પ્રભુનામ જપતા નથી એ માનવતાની મર્યાદાથી વિપરીત ખરાબ કર્મ જ કરે છે,
ਪਰ ਤ੍ਰਿਅ ਰਮਹਿ ਬਕਹਿ ਸਾਧ ਨਿੰਦ ॥ પ્રભુ સ્મરણથી છુટા પડેલા મનુષ્ય પરસ્ત્રીને ભોગવે છે અને સારા મનુષ્યની નિંદા કરતા રહે છે,
ਕਰਨ ਨ ਸੁਨਹੀ ਹਰਿ ਜਸੁ ਬਿੰਦ ॥ એ લોકો પલભર માટે પણ પોતાના કાનથી પ્રભુની મહિમા સાંભળતા નથી
ਹਿਰਹਿ ਪਰ ਦਰਬੁ ਉਦਰ ਕੈ ਤਾਈ ॥ પ્રભુ સ્મરણહીન લોકો પોતાના પેટ ભરવા માટે બીજાઓનું ધન ચોરી કરતા રહે છે,
ਅਗਨਿ ਨ ਨਿਵਰੈ ਤ੍ਰਿਸਨਾ ਨ ਬੁਝਾਈ ॥ તેમ છતાં એમની લાલચની આગ બુજતી નથી એમની અંદરની તરસ છિપાતી નથી ,
ਹਰਿ ਸੇਵਾ ਬਿਨੁ ਏਹ ਫਲ ਲਾਗੇ ॥ પ્રભુની સેવા ભક્તિ વગર એમની બધી મહેનતનું ફળ વ્યર્થ જ મળે છે
ਨਾਨਕ ਪ੍ਰਭ ਬਿਸਰਤ ਮਰਿ ਜਮਹਿ ਅਭਾਗੇ ॥੯॥ હે નાનક! પ્રભુને ભુલાવી દેવાના કારણે એ અભાગી મનુષ્ય હંમેશા જન્મ મરણના ચક્કરમાં પડેલો રહે છે. ।।૯।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਦਸ ਦਿਸ ਖੋਜਤ ਮੈ ਫਿਰਿਓ ਜਤ ਦੇਖਉ ਤਤ ਸੋਇ ॥ દસેય દિશાઓમાં હું શોધતો ફરું છું જ્યાં જોઉં છું ત્યાં એ પ્રભુ જ વસી રહ્યો છે ,
ਮਨੁ ਬਸਿ ਆਵੈ ਨਾਨਕਾ ਜੇ ਪੂਰਨ ਕਿਰਪਾ ਹੋਇ ॥੧੦॥ હે નાનક! મન ત્યારે જ વશમાં આવે છે જયારે સર્વ ગુણોના માલિક પરમાત્માની પોતાની કૃપા હોઈ. ।।૧૦।
ਪਉੜੀ ॥ પગથિયું ।।
ਦਸਮੀ ਦਸ ਦੁਆਰ ਬਸਿ ਕੀਨੇ ॥ દસેય ઇન્દ્રિયોને મનુષ્ય પોતાના કાબુમાં કરી લે છે,
ਮਨਿ ਸੰਤੋਖੁ ਨਾਮ ਜਪਿ ਲੀਨੇ ॥ જયારે પ્રભુની કૃપાથી પ્રભુનું નામ જપે છે તો એના મનમાં સંતોષ જન્મે છે,
ਕਰਨੀ ਸੁਨੀਐ ਜਸੁ ਗੋਪਾਲ ॥ પ્રભુની કૃપાથી કાન દ્વારા પાલનહાર પ્રભુની મહિમા સાંભળવામાં આવે છે
ਨੈਨੀ ਪੇਖਤ ਸਾਧ ਦਇਆਲ ॥ આંખો દ્વારા દયાના ઘર એવા ગુરુના દર્શન કરે છે,
ਰਸਨਾ ਗੁਨ ਗਾਵੈ ਬੇਅੰਤ ॥ જીભ અનંત પ્રભુના ગુણ ગાવા લાગે છે
ਮਨ ਮਹਿ ਚਿਤਵੈ ਪੂਰਨ ਭਗਵੰਤ ॥ અને મનુષ્ય મનમાં સર્વવ્યાપક પ્રભુના ગુણોને યાદ કરે છે,


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top