Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-294

Page 294

ਬਨਿ ਤਿਨਿ ਪਰਬਤਿ ਹੈ ਪਾਰਬ੍ਰਹਮੁ ॥ એ પરમબ્રહ્મ જંગલમાં ઘાસમાં અને પર્વતમાં છે
ਜੈਸੀ ਆਗਿਆ ਤੈਸਾ ਕਰਮੁ ॥ જેવા એ હુકમ કરે છે એવું જ જીવ કામ કરે છે
ਪਉਣ ਪਾਣੀ ਬੈਸੰਤਰ ਮਾਹਿ ॥ તે પવનમાં, પાણીમાં, આગમાં ફેલાયેલ છે
ਚਾਰਿ ਕੁੰਟ ਦਹ ਦਿਸੇ ਸਮਾਹਿ ॥ તે ચારે ખૂણા અને દસેય દિશામાં સમાયેલો છે
ਤਿਸ ਤੇ ਭਿੰਨ ਨਹੀ ਕੋ ਠਾਉ ॥ કોઈ પણ જગ્યાએ એ પ્રભુથી અલગ નથી
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਨਾਨਕ ਸੁਖੁ ਪਾਉ ॥੨॥ પરંતુ હે નાનક! આ નિશ્ચયનો આનંદ ગુરુકૃપાથી જ મળે છે. ।।2।।
ਬੇਦ ਪੁਰਾਨ ਸਿੰਮ੍ਰਿਤਿ ਮਹਿ ਦੇਖੁ ॥ વેદોમાં પુરાણોમાં અને સ્મૃતિઓમાં જુઓ
ਸਸੀਅਰ ਸੂਰ ਨਖ੍ਯ੍ਯਤ੍ਰ ਮਹਿ ਏਕੁ ॥ તારાઓમાં ચંદ્રમા અને સુરજમાં પણ એ એક જ છે
ਬਾਣੀ ਪ੍ਰਭ ਕੀ ਸਭੁ ਕੋ ਬੋਲੈ ॥ દરેક જીવ અનંત પૂર્વજની જ વાણી બોલે છે
ਆਪਿ ਅਡੋਲੁ ਨ ਕਬਹੂ ਡੋਲੈ ॥ વિદ્યમાન હોવા છતાં પણ એ આપણામાં અડગ જ રહે છે ક્યારેય ડગતો નથી
ਸਰਬ ਕਲਾ ਕਰਿ ਖੇਲੈ ਖੇਲ ॥ બધી તાકાતોની રચના કરી એ સંસારમાં રમત રમ્યા જ કરે છે
ਮੋਲਿ ਨ ਪਾਈਐ ਗੁਣਹ ਅਮੋਲ ॥ એની કિંમત પામી શકતી નથી કેમ કે એ અમુલ્યગુણોવાળા છે
ਸਰਬ ਜੋਤਿ ਮਹਿ ਜਾ ਕੀ ਜੋਤਿ ॥ જે પ્રભુની જ્યોતિ બધી જ્યોતિઓમાં સળગી રહી છે
ਧਾਰਿ ਰਹਿਓ ਸੁਆਮੀ ਓਤਿ ਪੋਤਿ ॥ એ માલિક ઓતપ્રોત થઈને બધાને આસરો આપી રહ્યા છે
ਗੁਰ ਪਰਸਾਦਿ ਭਰਮ ਕਾ ਨਾਸੁ ॥ ગુરુની કૃપાથી ભ્રમ નો નાશ થાય છે
ਨਾਨਕ ਤਿਨ ਮਹਿ ਏਹੁ ਬਿਸਾਸੁ ॥੩॥ હે નાનક! આવો વિશ્વાસ એ માણસોની અંદર વસેલો રહે છે. ।।3।।
ਸੰਤ ਜਨਾ ਕਾ ਪੇਖਨੁ ਸਭੁ ਬ੍ਰਹਮ ॥ સંતજનો આખા બ્રહ્મમાંડમાં દરેક જગ્યાએ અકાળ પૂર્વજને જ જોવે છે
ਸੰਤ ਜਨਾ ਕੈ ਹਿਰਦੈ ਸਭਿ ਧਰਮ ॥ સંતજનોના હૃદયમાં બધા ધર્મના જ વિચારો જ ઉઠે છે
ਸੰਤ ਜਨਾ ਸੁਨਹਿ ਸੁਭ ਬਚਨ ॥ સંતજનો સારા વચનો જ સાંભળે છે
ਸਰਬ ਬਿਆਪੀ ਰਾਮ ਸੰਗਿ ਰਚਨ ॥ અને સર્વવ્યાપક અકાળ પૂર્વજ સાથે જોડાઈને જ રહે છે
ਜਿਨਿ ਜਾਤਾ ਤਿਸ ਕੀ ਇਹ ਰਹਤ ॥ જે સાધુએ એને જાણ્યો છે એની રહેણી કરણી એવી જ થાય છે
ਸਤਿ ਬਚਨ ਸਾਧੂ ਸਭਿ ਕਹਤ ॥ એ સાધુઓ હંમેશા સાચા વચનો જ બોલતા હોઈ છે
ਜੋ ਜੋ ਹੋਇ ਸੋਈ ਸੁਖੁ ਮਾਨੈ ॥ અને જે કઈ પણ થાય એને જ સુખ માને છે
ਕਰਨ ਕਰਾਵਨਹਾਰੁ ਪ੍ਰਭੁ ਜਾਨੈ ॥ બધા કામ કરનાર અને કરાવનાર પ્રભુને જ જાણે છે
ਅੰਤਰਿ ਬਸੇ ਬਾਹਰਿ ਭੀ ਓਹੀ ॥ અંદર અને બહાર સાધુજનો માટે એ જ સર્વવ્યાપક છે
ਨਾਨਕ ਦਰਸਨੁ ਦੇਖਿ ਸਭ ਮੋਹੀ ॥੪॥ હે નાનક! સર્વવ્યાપક ના દર્શન કરીને આખી સૃષ્ટિ મોહિત થઇ જાય છે. ।।4।।
ਆਪਿ ਸਤਿ ਕੀਆ ਸਭੁ ਸਤਿ ॥ એ પ્રભુ સ્વયં સત્ય છે અને એને જ બધું બનાવ્યું એ સત્ય છે
ਤਿਸੁ ਪ੍ਰਭ ਤੇ ਸਗਲੀ ਉਤਪਤਿ ॥ આખા જગતની રચના એ પ્રભુથી જ થઇ છે
ਤਿਸੁ ਭਾਵੈ ਤਾ ਕਰੇ ਬਿਸਥਾਰੁ ॥ જો એની મરજી હોઈ તો જગત ને વિસતારી દે છે
ਤਿਸੁ ਭਾਵੈ ਤਾ ਏਕੰਕਾਰੁ ॥ જો એને ગમે તો ફરી સ્વયં જ એકાકાર થઇ જાય છે
ਅਨਿਕ ਕਲਾ ਲਖੀ ਨਹ ਜਾਇ ॥ એની અનેક તાકાતો છે અને બધી અવર્ણનીય છે
ਜਿਸੁ ਭਾਵੈ ਤਿਸੁ ਲਏ ਮਿਲਾਇ ॥ જેના પાર એ પ્રસન્ન થાય છે એને પોતાનામાં મેળવી લેછે
ਕਵਨ ਨਿਕਟਿ ਕਵਨ ਕਹੀਐ ਦੂਰਿ ॥ એ પ્રભુ કેટલાથી નજીક અને કેટલાથી દૂર ક્યાં જઈ શકે છે
ਆਪੇ ਆਪਿ ਆਪ ਭਰਪੂਰਿ ॥ કારણ કે એ પ્રભુ સર્વવ્યાપક છે
ਅੰਤਰਗਤਿ ਜਿਸੁ ਆਪਿ ਜਨਾਏ ॥ જે માણસને પ્રભુ સ્વયં જ અંદર ઉચ્ચ અવસ્થાની સમજ આપે છે
ਨਾਨਕ ਤਿਸੁ ਜਨ ਆਪਿ ਬੁਝਾਏ ॥੫॥ હે નાનક! એ મનુષ્યને પોતાની સર્વવ્યાપક સમજ આપે છે. ।।5।।
ਸਰਬ ਭੂਤ ਆਪਿ ਵਰਤਾਰਾ ॥ બધા જીવોમાં પ્રભુ સ્વયં જ વસી રહ્યા છે
ਸਰਬ ਨੈਨ ਆਪਿ ਪੇਖਨਹਾਰਾ ॥ બધા જીવોની આંખોમાંથી પ્રભુ સ્વયં જ જોઈ રહ્યા છે
ਸਗਲ ਸਮਗ੍ਰੀ ਜਾ ਕਾ ਤਨਾ ॥ જગતના તમામ પદાર્થો જે પ્રભુના શરીરમાં છે
ਆਪਨ ਜਸੁ ਆਪ ਹੀ ਸੁਨਾ ॥ સર્વવ્યાપક થઈને પ્રભુ પોતાની શોભા સ્વયં જ સાંભળી રહ્યા છે
ਆਵਨ ਜਾਨੁ ਇਕੁ ਖੇਲੁ ਬਨਾਇਆ ॥ જીવોના જન્મ અને મરણની એક રમત પ્રભુએ બનાવી છે
ਆਗਿਆਕਾਰੀ ਕੀਨੀ ਮਾਇਆ ॥ અને પોતાના હુકમ પ્રમાણે ચાલનાર માયા બનાવી છે
ਸਭ ਕੈ ਮਧਿ ਅਲਿਪਤੋ ਰਹੈ ॥ બધાની વચ્ચે, તે જોડાયેલ નથી
ਜੋ ਕਿਛੁ ਕਹਣਾ ਸੁ ਆਪੇ ਕਹੈ ॥ જે કાંઈપણ કહેવું હોઈ એ સ્વયં કહે છે
ਆਗਿਆ ਆਵੈ ਆਗਿਆ ਜਾਇ ॥ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ જીવ જન્મે અને મરે છે
ਨਾਨਕ ਜਾ ਭਾਵੈ ਤਾ ਲਏ ਸਮਾਇ ॥੬॥ હે નાનક! જયારે એની મરજી હોઈ ત્યારે એને પોતાનામાં સમાવી લે છે. ।।6।।
ਇਸ ਤੇ ਹੋਇ ਸੁ ਨਾਹੀ ਬੁਰਾ ॥ જે કાંઈપણ પ્રભુ તરફથી થાય છે એ જીવો માટે ખરાબ હોતું નથી
ਓਰੈ ਕਹਹੁ ਕਿਨੈ ਕਛੁ ਕਰਾ ॥ અને પ્રભુ વિના કહો કોણે શું કરી બતાવ્યું?
ਆਪਿ ਭਲਾ ਕਰਤੂਤਿ ਅਤਿ ਨੀਕੀ ॥ પ્રભુ સ્વયં સારા છે અને એનું કામ પણ સારું છે
ਆਪੇ ਜਾਨੈ ਅਪਨੇ ਜੀ ਕੀ ॥ પોતાના દિલની વાત પોતે સ્વયં જ જાણે છે
ਆਪਿ ਸਾਚੁ ਧਾਰੀ ਸਭ ਸਾਚੁ ॥ એ સ્વયં જ સત્ય છે બધી રચના જે એના આશરે છે એ સાચા અસ્તિત્વ વાળી છે
ਓਤਿ ਪੋਤਿ ਆਪਨ ਸੰਗਿ ਰਾਚੁ ॥ ઓતપ્રોત થઈને એને પોતાની સાથે એને મેળવી લીધી છે
ਤਾ ਕੀ ਗਤਿ ਮਿਤਿ ਕਹੀ ਨ ਜਾਇ ॥ એ પ્રભુ કેવા છે અને કેવા મોટા છેએ વાત જ અવર્ણનીય છે
ਦੂਸਰ ਹੋਇ ਤ ਸੋਝੀ ਪਾਇ ॥ બીજું કોઈ અલગ હોઈ તો સમજી શકે
ਤਿਸ ਕਾ ਕੀਆ ਸਭੁ ਪਰਵਾਨੁ ॥ પ્રભુનું કરેલું તમામ જીવોએ પોતાના માથે માનવું પડે છે
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਨਾਨਕ ਇਹੁ ਜਾਨੁ ॥੭॥ પરંતુ હે નાનક! આ ઓળખાણ ગુરુની કૃપાથી આવે છે. ।।7।।
ਜੋ ਜਾਨੈ ਤਿਸੁ ਸਦਾ ਸੁਖੁ ਹੋਇ ॥ જે માણસ પ્રભુનો સાથ પામી લે છે એને સદાય સુખી જ હોઈ છે
ਆਪਿ ਮਿਲਾਇ ਲਏ ਪ੍ਰਭੁ ਸੋਇ ॥ પ્રભુ સ્વયં એને પોતાની સાથે મેળવી લે છે
ਓਹੁ ਧਨਵੰਤੁ ਕੁਲਵੰਤੁ ਪਤਿਵੰਤੁ ॥ એ ધનવાન કુળવાન અને ઇજ્જતવાળો બને છે
ਜੀਵਨ ਮੁਕਤਿ ਜਿਸੁ ਰਿਦੈ ਭਗਵੰਤੁ ॥ જે મનુષ્યના હૃદયમાં ભગવાન વસે છે એ જીવતા જ મુક્ત થઇ જાય છે
ਧੰਨੁ ਧੰਨੁ ਧੰਨੁ ਜਨੁ ਆਇਆ ॥ એ માણસનું જગતમાં આવવું ધન્ય ધન્ય છે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top