Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-278

Page 278

ਨਾਨਾ ਰੂਪ ਜਿਉ ਸ੍ਵਾਗੀ ਦਿਖਾਵੈ ॥ બહુ રૂપિયા ની જેમ કેટલીય પ્રકારે રૂપ દેખાડે છે
ਜਿਉ ਪ੍ਰਭ ਭਾਵੈ ਤਿਵੈ ਨਚਾਵੈ ॥ જેવી રીતે પ્રભુ ને ગમે છે તેવી રીતે તે જીવોને નચાવે છે
ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋਈ ਹੋਇ ॥ તે જ થાય છે જે તે માલિકને ઠીક લાગે છે
ਨਾਨਕ ਦੂਜਾ ਅਵਰੁ ਨ ਕੋਇ ॥੭॥ હે નાનક! તેના જેવો બીજો કોઈ જ નથી ।।૭।।
ਕਬਹੂ ਸਾਧਸੰਗਤਿ ਇਹੁ ਪਾਵੈ ॥ જ્યારે ક્યારેય પણ પ્રભુ નો અંશ આ જીવ સત્સંગમાં પહોંચે છે
ਉਸੁ ਅਸਥਾਨ ਤੇ ਬਹੁਰਿ ਨ ਆਵੈ ॥ તો તે સ્થાન પરથી પાછો નથી આવતો
ਅੰਤਰਿ ਹੋਇ ਗਿਆਨ ਪਰਗਾਸੁ ॥ કારણ કે તેની અંદર પ્રભુના જ્ઞાનનો પ્રકાશ થઈ જાય છે
ਉਸੁ ਅਸਥਾਨ ਕਾ ਨਹੀ ਬਿਨਾਸੁ ॥ અને તે જ્ઞાનના પ્રકાશ વાળી હાલત નો નાશ નથી હોતો
ਮਨ ਤਨ ਨਾਮਿ ਰਤੇ ਇਕ ਰੰਗਿ ॥ જે મનુષ્યના તન પ્રભુના નામમાં અને પ્રેમમાં રંગાઈને રહે છે
ਸਦਾ ਬਸਹਿ ਪਾਰਬ੍ਰਹਮ ਕੈ ਸੰਗਿ ॥ તે હંમેશા પ્રભુની હજુરી માં વસે છે
ਜਿਉ ਜਲ ਮਹਿ ਜਲੁ ਆਇ ਖਟਾਨਾ ॥ તો જેવા પાણીમાં પાણી આવીને મળે છે
ਤਿਉ ਜੋਤੀ ਸੰਗਿ ਜੋਤਿ ਸਮਾਨਾ ॥ તેવો જ સત્સંગ માં જઈને આત્મા પ્રભુ ની જ્યોતિ માં લીન થઈ જાય છે
ਮਿਟਿ ਗਏ ਗਵਨ ਪਾਏ ਬਿਸ੍ਰਾਮ ॥ તેના જન્મ મરણના ફેરા સમાપ્ત થઈ જાય છે પ્રભુ ચરણોમાં તેને ઠેકાણું મળી જાય છે
ਨਾਨਕ ਪ੍ਰਭ ਕੈ ਸਦ ਕੁਰਬਾਨ ॥੮॥੧੧॥ હે નાનક પ્રભુને સદાય કુરબાન થઇ જાઉં છું ।।૮।।૧૧।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਸੁਖੀ ਬਸੈ ਮਸਕੀਨੀਆ ਆਪੁ ਨਿਵਾਰਿ ਤਲੇ ॥ ગરીબ સ્વભાવવાળો મનુષ્ય અહંકાર દૂર કરીને અને વિનમ્રરહીને સુખી રહે છે
ਬਡੇ ਬਡੇ ਅਹੰਕਾਰੀਆ ਨਾਨਕ ਗਰਬਿ ਗਲੇ ॥੧॥ પણ હે નાનક! મોટા મોટા અહંકારી મનુષ્ય અહંકારમાં ગળી જાય છે ।।૧।।
ਅਸਟਪਦੀ ॥ અષ્ટપદી ।।
ਜਿਸ ਕੈ ਅੰਤਰਿ ਰਾਜ ਅਭਿਮਾਨੁ ॥ જે મનુષ્યના મનમાં રાજ્યનું ગુમાન છે
ਸੋ ਨਰਕਪਾਤੀ ਹੋਵਤ ਸੁਆਨੁ ॥ તે નર્કમાં પડવાનો અધિકારી છે
ਜੋ ਜਾਨੈ ਮੈ ਜੋਬਨਵੰਤੁ ॥ જે મનુષ્ય પોતે પોતાને ખૂબ જ સુંદર સમજે છે
ਸੋ ਹੋਵਤ ਬਿਸਟਾ ਕਾ ਜੰਤੁ ॥ તે વિષ્ટાનો કીડો હોય છે
ਆਪਸ ਕਉ ਕਰਮਵੰਤੁ ਕਹਾਵੈ ॥ જે પોતે પોતાને ખૂબ જ ગજબના કામ કરવાવાળો કહેવડાવે છે
ਜਨਮਿ ਮਰੈ ਬਹੁ ਜੋਨਿ ਭ੍ਰਮਾਵੈ ॥ તે સદા પેદા થાય છે અને મરે છે કેટલી યોનિમાં ભટકતો ફરે છે
ਧਨ ਭੂਮਿ ਕਾ ਜੋ ਕਰੈ ਗੁਮਾਨੁ ॥ જે મનુષ્ય ધન અને જમીનની માલિકીનો અહંકાર કરે છે
ਸੋ ਮੂਰਖੁ ਅੰਧਾ ਅਗਿਆਨੁ ॥ તે મૂર્ખ છે અને અજ્ઞાની છે
ਕਰਿ ਕਿਰਪਾ ਜਿਸ ਕੈ ਹਿਰਦੈ ਗਰੀਬੀ ਬਸਾਵੈ ॥ મહેર કરીને જે મનુષ્યના દિલમાં ગરીબી નો સ્વભાવ ઈશ્વર નાખે છે
ਨਾਨਕ ਈਹਾ ਮੁਕਤੁ ਆਗੈ ਸੁਖੁ ਪਾਵੈ ॥੧॥ હે નાનક! તે મનુષ્ય આ જિંદગીમાં વિકારોથી બચેલો રહે છે અને પરલોકમાં સુખ પામે છે ।।૧।।
ਧਨਵੰਤਾ ਹੋਇ ਕਰਿ ਗਰਬਾਵੈ ॥ મનુષ્ય ધનવાન થઈને ગુમાન કરે છે
ਤ੍ਰਿਣ ਸਮਾਨਿ ਕਛੁ ਸੰਗਿ ਨ ਜਾਵੈ ॥ પણ તેના અંત સમયે કોઈ તલ ભારની વસ્તુ પણ તેની સાથે નથી જતી
ਬਹੁ ਲਸਕਰ ਮਾਨੁਖ ਊਪਰਿ ਕਰੇ ਆਸ ॥ ઘણાં બધાં લશ્કરો અને મનુષ્ય ઉપર માણસ આશા લગાડીને રાખે છે
ਪਲ ਭੀਤਰਿ ਤਾ ਕਾ ਹੋਇ ਬਿਨਾਸ ॥ પણ થોડી ક્ષણ માં તેનો વિનાશ થઈ જાય છે
ਸਭ ਤੇ ਆਪ ਜਾਨੈ ਬਲਵੰਤੁ ॥ અને તેમાંથી કોઈ પણ તેનો સહાયક નથી બનતો
ਖਿਨ ਮਹਿ ਹੋਇ ਜਾਇ ਭਸਮੰਤੁ ॥ પણ અંત સમયે એક ક્ષણમાં બળીને રાખ થઈ જાય છે
ਕਿਸੈ ਨ ਬਦੈ ਆਪਿ ਅਹੰਕਾਰੀ ॥ જે માણસ પોતે એટલો અહંકારી થઇ જાય છે કે તે કોઈ ની પણ પરવા નથી કરતો
ਧਰਮ ਰਾਇ ਤਿਸੁ ਕਰੇ ਖੁਆਰੀ ॥ સદગુરુ ની દયાથી જેનો અહંકાર દૂર થાય છે
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਜਾ ਕਾ ਮਿਟੈ ਅਭਿਮਾਨੁ ॥ સદગુરુ ની દયાથી જેનો અહંકાર દૂર થાય છે
ਸੋ ਜਨੁ ਨਾਨਕ ਦਰਗਹ ਪਰਵਾਨੁ ॥੨॥ હે નાનક! તે મનુષ્યપ્રભુની દરગાહમાં સ્વીકાર થાય છે ।।૨।।
ਕੋਟਿ ਕਰਮ ਕਰੈ ਹਉ ਧਾਰੇ ॥ જો કોઇ મનુષ્ય કરોડો ધાર્મિક કર્મ કરે અને તેનો અહંકાર પણ કરે
ਸ੍ਰਮੁ ਪਾਵੈ ਸਗਲੇ ਬਿਰਥਾਰੇ ॥ તો તે બધાં જ કામ વ્યર્થ થઈ જાય છે તે બધાં કામ થી તે થાકી જાય છે
ਅਨਿਕ ਤਪਸਿਆ ਕਰੇ ਅਹੰਕਾਰ ॥ અનેકો તપ અને સાધના કરીને જો તેનું ગુમાન કરે
ਨਰਕ ਸੁਰਗ ਫਿਰਿ ਫਿਰਿ ਅਵਤਾਰ ॥ તો તે પણ નરક અને સ્વર્ગ માં વારંવાર પેદા થાય છે ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ ભોગવે છે
ਅਨਿਕ ਜਤਨ ਕਰਿ ਆਤਮ ਨਹੀ ਦ੍ਰਵੈ ॥ અનેક પ્રયત્ન કરીને પણ જો હૃદય નરમ ન થાય
ਹਰਿ ਦਰਗਹ ਕਹੁ ਕੈਸੇ ਗਵੈ ॥ તો બતાવો કે એવો મનુષ્ય પ્રભુના દરબારમાં કેવી રીતે પહોંચી શકે?
ਆਪਸ ਕਉ ਜੋ ਭਲਾ ਕਹਾਵੈ ॥ જે મનુષ્ય પોતે પોતાને નેક કહેવડાવે છે
ਤਿਸਹਿ ਭਲਾਈ ਨਿਕਟਿ ਨ ਆਵੈ ॥ નેકીતેની નજીક પણ નથી ફટકતી
ਸਰਬ ਕੀ ਰੇਨ ਜਾ ਕਾ ਮਨੁ ਹੋਇ ॥ જે મનુષ્યનું મન બધાનાં ચરણોની ધૂળ જેવું થઈ જાય છે
ਕਹੁ ਨਾਨਕ ਤਾ ਕੀ ਨਿਰਮਲ ਸੋਇ ॥੩॥ હે નાનક! તે મનુષ્યની શોભા સુંદર થઈ જાય છે ।।૩।।
ਜਬ ਲਗੁ ਜਾਨੈ ਮੁਝ ਤੇ ਕਛੁ ਹੋਇ ॥ મનુષ્ય જ્યાં સુધી એવું સમજે છે કે મારાથી કંઈક થઈ શકશે
ਤਬ ਇਸ ਕਉ ਸੁਖੁ ਨਾਹੀ ਕੋਇ ॥ ત્યાં સુધી તેને કોઈ જ સુખ નથી મળતું
ਜਬ ਇਹ ਜਾਨੈ ਮੈ ਕਿਛੁ ਕਰਤਾ ॥ જ્યાં સુધી તે સમજે છે કે હું મારા બળ ઉપર કંઈક કરી શકું છું
ਤਬ ਲਗੁ ਗਰਭ ਜੋਨਿ ਮਹਿ ਫਿਰਤਾ ॥ ત્યાં સુધી તેના અહંકાર ને કારણે તે યોનિમાં ભટકતો ફરે છે
ਜਬ ਧਾਰੈ ਕੋਊ ਬੈਰੀ ਮੀਤੁ ॥ જ્યાં સુધી મનુષ્ય કોઈનો વેરી અને કોઈને મિત્ર સમજે છે
ਤਬ ਲਗੁ ਨਿਹਚਲੁ ਨਾਹੀ ਚੀਤੁ ॥ ત્યાં સુધી તેનું મન ઠેકાણે નથી આવતું
ਜਬ ਲਗੁ ਮੋਹ ਮਗਨ ਸੰਗਿ ਮਾਇ ॥ જ્યાં સુધી માણસ માયાના મોહમાં ગરક થઈ ને રહે છે
ਤਬ ਲਗੁ ਧਰਮ ਰਾਇ ਦੇਇ ਸਜਾਇ ॥ ત્યાં સુધી તેને ધર્મરાજ દંડ દેતા રહે છે
ਪ੍ਰਭ ਕਿਰਪਾ ਤੇ ਬੰਧਨ ਤੂਟੈ ॥ માયાના બંધન પ્રભુ ની મહેર થી તૂટે છે
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਨਾਨਕ ਹਉ ਛੂਟੈ ॥੪॥ હે નાનક! મનુષ્યનો અહંકાર ગુરુની કૃપા માં જ ખતમ થાય છે ।।૪।।
ਸਹਸ ਖਟੇ ਲਖ ਕਉ ਉਠਿ ਧਾਵੈ ॥ મનુષ્ય હજારો રૂપિયા કમાય છે તો લાખો રૂપિયાની માટે ઊઠીને દોડે છે
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/