Page 264
ਅਸਟਪਦੀ ॥
અષ્ટપદી ।।
ਜਹ ਮਾਤ ਪਿਤਾ ਸੁਤ ਮੀਤ ਨ ਭਾਈ ॥
જ્યાં માતા પિતા-પુત્ર ભાઈ કોઈ જ સાથી નથી બનતા
ਮਨ ਊਹਾ ਨਾਮੁ ਤੇਰੈ ਸੰਗਿ ਸਹਾਈ ॥
ત્યાં હે મન! પ્રભુનું નામ તારી સહાયતા કરવા વાળું બને છે
ਜਹ ਮਹਾ ਭਇਆਨ ਦੂਤ ਜਮ ਦਲੈ ॥
જ્યાં ઘણાં ભયાનક યમદૂતો ના દળ છે
ਤਹ ਕੇਵਲ ਨਾਮੁ ਸੰਗਿ ਤੇਰੈ ਚਲੈ ॥
ત્યાં તારી સાથે ફક્ત પ્રભુ નું નામ જ જાય છે
ਜਹ ਮੁਸਕਲ ਹੋਵੈ ਅਤਿ ਭਾਰੀ ॥
જ્યાં ખૂબ જ મોટી મુશ્કેલીઓ આવે છે
ਹਰਿ ਕੋ ਨਾਮੁ ਖਿਨ ਮਾਹਿ ਉਧਾਰੀ ॥
ત્યાં પ્રભુ નું નામ આંખના પલકારામાં બચાવી લે છે
ਅਨਿਕ ਪੁਨਹਚਰਨ ਕਰਤ ਨਹੀ ਤਰੈ ॥
અનેક ધાર્મિક રીતિ-રિવાજ કરીને પણ મનુષ્ય પાપોથી નથી બચતો
ਹਰਿ ਕੋ ਨਾਮੁ ਕੋਟਿ ਪਾਪ ਪਰਹਰੈ ॥
પ્રભુનું નામ કરોડો પાપોનો નાશ કરી દે છે
ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਜਪਹੁ ਮਨ ਮੇਰੇ ॥
એટલે હે મારા મન! ગુરૂની શરણ પડીને પ્રભુના નામનો જાપ કર
ਨਾਨਕ ਪਾਵਹੁ ਸੂਖ ਘਨੇਰੇ ॥੧॥
હે નાનક! નામ ની મહેર થી તને સુખ મળશે ।।૧।।
ਸਗਲ ਸ੍ਰਿਸਟਿ ਕੋ ਰਾਜਾ ਦੁਖੀਆ ॥
આખી દુનિયાના રાજા થઈને પણ મનુષ્ય દુઃખી રહે છે
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਜਪਤ ਹੋਇ ਸੁਖੀਆ ॥
પણ પ્રભુનું નામ જપવાથી સુખી થઈ જાય છે
ਲਾਖ ਕਰੋਰੀ ਬੰਧੁ ਨ ਪਰੈ ॥
કારણ કે લાખો કરોડો રૂપિયા કમાઈને પણ માયાની ભૂખ રોકી નથી શકાતી
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਜਪਤ ਨਿਸਤਰੈ ॥
આ માયાના કીચડ માંથી પ્રભુના નામના જપથી જ મનુષ્ય પાર થઈ જાય છે
ਅਨਿਕ ਮਾਇਆ ਰੰਗ ਤਿਖ ਨ ਬੁਝਾਵੈ ॥
માયાના અનંત ચહેરા હોય છે, ખુશીઓ હોય છે પણ માયા ની ભુખ નથી મટતી
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਜਪਤ ਆਘਾਵੈ ॥
પ્રભુના નામનો જાપ કરવાથી મનુષ્ય માયા થી તૃપ્ત થઈ જાય છે
ਜਿਹ ਮਾਰਗਿ ਇਹੁ ਜਾਤ ਇਕੇਲਾ ॥
જે રસ્તેથી આ જીવ એકલો જાય છે જિંદગીના ઝમેલા માં ચિંતાતુર જીવ ને કોઈ સહાયતા નથી કરી શકતું
ਤਹ ਹਰਿ ਨਾਮੁ ਸੰਗਿ ਹੋਤ ਸੁਹੇਲਾ ॥
ત્યાં પ્રભુ નું નામ તેને સુખ દેવાવાળુ બની જાય છે
ਐਸਾ ਨਾਮੁ ਮਨ ਸਦਾ ਧਿਆਈਐ ॥
એટલા માટે હે મન! એટલા સુંદર નામ નું સદા સ્મરણ કર
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਪਰਮ ਗਤਿ ਪਾਈਐ ॥੨॥
હે નાનક! ગુરુ દ્વારા નામ જપવાથી ઊંચો દરજ્જો મળે છે ।।૨।।
ਛੂਟਤ ਨਹੀ ਕੋਟਿ ਲਖ ਬਾਹੀ ॥
લાખો-કરોડો ભાઈઓ હોવા છતાં પણ મનુષ્ય દીનહીન અવસ્થા થી નિજાત નથી મેળવી શકતો
ਨਾਮੁ ਜਪਤ ਤਹ ਪਾਰਿ ਪਰਾਹੀ ॥
ત્યાં પ્રભુના નામનો જાપ કરવાથી તે પાર લાગી જાય છે
ਅਨਿਕ ਬਿਘਨ ਜਹ ਆਇ ਸੰਘਾਰੈ ॥
જ્યાં અનેક મુશ્કેલીઓ તેને દબોચી લે છે
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਤਤਕਾਲ ਉਧਾਰੈ ॥
ત્યાં પ્રભુનું નામ તરત બચાવી લે છે
ਅਨਿਕ ਜੋਨਿ ਜਨਮੈ ਮਰਿ ਜਾਮ ॥
જે અનેક યોનિઓમાં પેદા થાય છે મરે છે ફરીથી પેદા થાય છે આવી રીતે જન્મ અને મરણના ચક્કર માં પડ્યો રહે છે
ਨਾਮੁ ਜਪਤ ਪਾਵੈ ਬਿਸ੍ਰਾਮ ॥
પ્રભુનું નામ જપવાથી પ્રભુ ચરણમાં ટકી જાય છે
ਹਉ ਮੈਲਾ ਮਲੁ ਕਬਹੁ ਨ ਧੋਵੈ ॥
અહંકારથી ગંદો થયેલો જીવ ક્યારેય પોતાનો મેલ ધોતો નથી
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਕੋਟਿ ਪਾਪ ਖੋਵੈ ॥
પ્રભુનું નામ કરોડો પાપોનો નાશ કરી દે છે
ਐਸਾ ਨਾਮੁ ਜਪਹੁ ਮਨ ਰੰਗਿ ॥
હે મન! પ્રભુના નામને પ્રેમથી જપ
ਨਾਨਕ ਪਾਈਐ ਸਾਧ ਕੈ ਸੰਗਿ ॥੩॥
હે નાનક! પ્રભુનું નામ ગુરૂમુખવાણી ની સંગતિ માં જ મળે છે ।।૩।।
ਜਿਹ ਮਾਰਗ ਕੇ ਗਨੇ ਜਾਹਿ ਨ ਕੋਸਾ ॥
જે જીવનરૂપી રસ્તાના કોસ ગણી નથી શકાતા
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਊਹਾ ਸੰਗਿ ਤੋਸਾ ॥
ત્યાં પ્રભુ નું નામ જીવને માટે રાશિ અને પૂંજી છે અને રોશની પણ છે
ਜਿਹ ਪੈਡੈ ਮਹਾ ਅੰਧ ਗੁਬਾਰਾ ॥
જે જિંદગી ની રાહમાં વિકારોનો ઘોર અંધકાર છવાયેલો છે
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਸੰਗਿ ਉਜੀਆਰਾ ॥
ત્યાં પ્રભુ નું નામ જીવને રોશની આપે છે
ਜਹਾ ਪੰਥਿ ਤੇਰਾ ਕੋ ਨ ਸਿਞਾਨੂ ॥
જે રસ્તાઓ પર હે જીવ! તારો કોઈ અસલી સાથી નથી
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਤਹ ਨਾਲਿ ਪਛਾਨੂ ॥
ત્યાં પ્રભુનું નામ તારો સાચો સાથી છે
ਜਹ ਮਹਾ ਭਇਆਨ ਤਪਤਿ ਬਹੁ ਘਾਮ ॥
જ્યાં જિંદગીના સફરમાં વિકારોની ઘણી જ ભયાનક તપિશ અને ગરમી છે
ਤਹ ਹਰਿ ਕੇ ਨਾਮ ਕੀ ਤੁਮ ਊਪਰਿ ਛਾਮ ॥
ત્યાં, હે જીવ! પ્રભુ તારા ઉપર છાયા કરે છે
ਜਹਾ ਤ੍ਰਿਖਾ ਮਨ ਤੁਝੁ ਆਕਰਖੈ ॥
હે મન! જ્યાં માયાની ભૂખ તને સદાય આકર્ષિત કરતી રહે છે
ਤਹ ਨਾਨਕ ਹਰਿ ਹਰਿ ਅੰਮ੍ਰਿਤੁ ਬਰਖੈ ॥੪॥
ત્યાં, હે નાનક! પ્રભુના નામ નો વરસાદ થાય છે જે તાપ અને ગરમીને સમાપ્ત કરી દે છે ।।૪।।
ਭਗਤ ਜਨਾ ਕੀ ਬਰਤਨਿ ਨਾਮੁ ॥
પ્રભુ નું નામ ભક્તોનું હથિયાર છે
ਸੰਤ ਜਨਾ ਕੈ ਮਨਿ ਬਿਸ੍ਰਾਮੁ ॥
ભક્તોના મન પ્રભુના નામમાં ટકી જાય છે
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਦਾਸ ਕੀ ਓਟ ॥
પ્રભુ નું નામ ભક્તો નો આશરો છે
ਹਰਿ ਕੈ ਨਾਮਿ ਉਧਰੇ ਜਨ ਕੋਟਿ ॥
પ્રભુના નામ થી કરોડો લોકો વિકારોથી બચી જાય છે
ਹਰਿ ਜਸੁ ਕਰਤ ਸੰਤ ਦਿਨੁ ਰਾਤਿ ॥
ભક્ત જનો દિવસ-રાત પ્રભુની સ્તુતિ કરે છે
ਹਰਿ ਹਰਿ ਅਉਖਧੁ ਸਾਧ ਕਮਾਤਿ ॥
અને પ્રભુ ના નામની દવા ભેગી કરે છે જેનાથી અહંકારનો રોગ દૂર થઈ જાય છે
ਹਰਿ ਜਨ ਕੈ ਹਰਿ ਨਾਮੁ ਨਿਧਾਨੁ ॥
ભક્તો ની પાસે પ્રભુના નામનો જ ખજાનો છે
ਪਾਰਬ੍ਰਹਮਿ ਜਨ ਕੀਨੋ ਦਾਨ ॥
પ્રભુના નામ ની બક્ષિસ પ્રભુ પોતાના સેવકોને સ્વયં આપે છે
ਮਨ ਤਨ ਰੰਗਿ ਰਤੇ ਰੰਗ ਏਕੈ ॥
ભક્તજનો મન અને તન થી એક જ પ્રભુના પ્રેમમાં રંગાયેલા રહે છે
ਨਾਨਕ ਜਨ ਕੈ ਬਿਰਤਿ ਬਿਬੇਕੈ ॥੫॥
હે નાનક! ભક્તો નો સારા અને ખરાબ ને પારખવાનો સ્વભાવ બની જાય ।।૫।।
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਜਨ ਕਉ ਮੁਕਤਿ ਜੁਗਤਿ ॥
ભક્તને માટે પ્રભુનું નામ જ માયાના બંધનમાંથી છૂટવાનો માટેનું સાધન છે
ਹਰਿ ਕੈ ਨਾਮਿ ਜਨ ਕਉ ਤ੍ਰਿਪਤਿ ਭੁਗਤਿ ॥
પ્રભુના નામ થી માયા ના ભોગ ની તરફ ભક્ત તૃપ્ત થઈ જાય છે
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਜਨ ਕਾ ਰੂਪ ਰੰਗੁ ॥
પ્રભુ નું નામ ભક્ત માટે સરળ અને સુંદર છે
ਹਰਿ ਨਾਮੁ ਜਪਤ ਕਬ ਪਰੈ ਨ ਭੰਗੁ ॥
પ્રભુ નું નામ જપીને ભક્તોના રસ્તા ઉપર ક્યારેય રુકાવટ નથી આવતી
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਜਨ ਕੀ ਵਡਿਆਈ ॥
પ્રભુનું નામ જ ભક્તને માટે માન અને સન્માન છે
ਹਰਿ ਕੈ ਨਾਮਿ ਜਨ ਸੋਭਾ ਪਾਈ ॥
પ્રભુના નામ દ્વારા જ ભક્તો જગતમાં મશહુર થઈ ગયા છે