Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-213

Page 213

ਪਹਿਰੈ ਬਾਗਾ ਕਰਿ ਇਸਨਾਨਾ ਚੋਆ ਚੰਦਨ ਲਾਏ ॥ મનુષ્ય નાહી-ધોઈને સફેદ સાફ કપડા પહેરે છે, અત્તર અને ચંદન વગેરે શરીરને કપડાંને લગાવે છે,
ਨਿਰਭਉ ਨਿਰੰਕਾਰ ਨਹੀ ਚੀਨਿਆ ਜਿਉ ਹਸਤੀ ਨਾਵਾਏ ॥੩॥ પરંતુ જો મનુષ્ય નિર્ભય, નિરંકારની સાથે ઓળખાણ નથી નાખતો તો આ બધા ઉદ્યમ આમ જ છે જેમ કોઈ મનુષ્ય હાથીને નવડાવે છે અને નાહ્યા પછી હાથી પોતાના ઉપર ધૂળ નાખી લે છે ॥૩॥
ਜਉ ਹੋਇ ਕ੍ਰਿਪਾਲ ਤ ਸਤਿਗੁਰੁ ਮੇਲੈ ਸਭਿ ਸੁਖ ਹਰਿ ਕੇ ਨਾਏ ॥ જયારે પરમાત્મા કોઈ પર દયાવાન થાય છે, ત્યારે તેને ગુરુ મળે છે, ગુરુ તેને નામનું દાન દે છે જે હરિ-નામમાં બધું જ સુખ છે.
ਮੁਕਤੁ ਭਇਆ ਬੰਧਨ ਗੁਰਿ ਖੋਲੇ ਜਨ ਨਾਨਕ ਹਰਿ ਗੁਣ ਗਾਏ ॥੪॥੧੪॥੧੫੨॥ પરંતુ, હે નાનક! જીવોનું પણ શું વશ? જે મનુસ્યના માયાના મોહના બંધન ગુરુએ ખોલી દીધા, તે મનુષ્ય જ પરમાત્માનાં ગુણ ગાય છે ॥૪॥૧૪॥૧૫૨॥
ਗਉੜੀ ਪੂਰਬੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ પૂર્વ મહેલ ૫॥
ਮੇਰੇ ਮਨ ਗੁਰੁ ਗੁਰੁ ਗੁਰੁ ਸਦ ਕਰੀਐ ॥ હે મન! હંમેશા હંમેશા જ ગુરુને યાદ રાખવા જોઈએ.
ਰਤਨ ਜਨਮੁ ਸਫਲੁ ਗੁਰਿ ਕੀਆ ਦਰਸਨ ਕਉ ਬਲਿਹਰੀਐ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુના દર્શનોથી કુરબાન થવું જોઈએ. ગુરુએ જ જીવોના કીમતી મનુષ્ય જન્મનું ફળ લગાવ્યું છે ॥૧॥વિરામ॥
ਜੇਤੇ ਸਾਸ ਗ੍ਰਾਸ ਮਨੁ ਲੇਤਾ ਤੇਤੇ ਹੀ ਗੁਨ ਗਾਈਐ ॥ હે ભાઈ! જીવ જેટલા પણ શ્વાસ લે છે, જેટલું પણ ટુકડો ખાય છે, દરેક શ્વાસ તેમજ ટુકડાની સાથે-સાથે તેટલા જ પરમાત્માનાં ગુણ ગાતો રહે.
ਜਉ ਹੋਇ ਦੈਆਲੁ ਸਤਿਗੁਰੁ ਅਪੁਨਾ ਤਾ ਇਹ ਮਤਿ ਬੁਧਿ ਪਾਈਐ ॥੧॥ પરંતુ આ અક્કલ આ બુદ્ધિ ત્યારે જ જીવને મળે છે જયારે પ્રેમાળ સતગુરુ દયાવાન હોય ॥૧॥
ਮੇਰੇ ਮਨ ਨਾਮਿ ਲਏ ਜਮ ਬੰਧ ਤੇ ਛੂਟਹਿ ਸਰਬ ਸੁਖਾ ਸੁਖ ਪਾਈਐ ॥ હે મન! જો તું પરમાત્માનું નામ સ્મરણ કરતો રહે તો યમરાજના બંધનોથી છુટકારો મેળવી લઈશ, તે માયાવી બંધનોથી છૂટી જઈશ જે યમરાજના વશમાં નાખે છે જે આધ્યાત્મિક મૃત્યુ લઇ દે છે, અને નામ સ્મરણ કરવાથી બધા સુખોથી શ્રેષ્ઠ આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થઇ જાય છે.
ਸੇਵਿ ਸੁਆਮੀ ਸਤਿਗੁਰੁ ਦਾਤਾ ਮਨ ਬੰਛਤ ਫਲ ਆਈਐ ॥੨॥ હે ભાઈ! માલિક પ્રભુના નામનું દાન દેનાર સતગુરુની સેવા કરીને મન-ઇચ્છીત ફળ હાથ આવી જાય છે ॥૨॥
ਨਾਮੁ ਇਸਟੁ ਮੀਤ ਸੁਤ ਕਰਤਾ ਮਨ ਸੰਗਿ ਤੁਹਾਰੈ ਚਾਲੈ ॥ હે મન! કર્તારનું નામ જ તારો વાસ્તવિક પ્રેમ છે, મિત્ર છે, પુત્ર છે, હે મન! આ નામ જ દરેક સમય તારી સાથે સાથે રહે છે.
ਕਰਿ ਸੇਵਾ ਸਤਿਗੁਰ ਅਪੁਨੇ ਕੀ ਗੁਰ ਤੇ ਪਾਈਐ ਪਾਲੈ ॥੩॥ હે મન! પોતાના સદ્દગુરુની શરણ પડ, કર્તારનું નામ સદ્દગુરુથી જ મળે છે ॥૩॥
ਗੁਰਿ ਕਿਰਪਾਲਿ ਕ੍ਰਿਪਾ ਪ੍ਰਭਿ ਧਾਰੀ ਬਿਨਸੇ ਸਰਬ ਅੰਦੇਸਾ ॥ જે મનુષ્ય પર કૃપાળુ સદ્દગુરુએ પરમાત્માએ કૃપા કરી તેની બધી ચિંતા-ફિકર સમાપ્ત થઇ ગઈ.
ਨਾਨਕ ਸੁਖੁ ਪਾਇਆ ਹਰਿ ਕੀਰਤਨਿ ਮਿਟਿਓ ਸਗਲ ਕਲੇਸਾ ॥੪॥੧੫॥੧੫੩॥ હે નાનક! જે મનુષ્યએ પરમાત્માના કિર્તનમાં આનંદ ઉઠાવ્યો, તેના બધા દુઃખ-કષ્ટ દૂર થઇ ગયા ॥૪॥૧૫॥૧૫૩॥
ਰਾਗੁ ਗਉੜੀ ਮਹਲਾ ੫ ગૌરી રાગ મહેલ ૫
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે॥
ਤ੍ਰਿਸਨਾ ਬਿਰਲੇ ਹੀ ਕੀ ਬੁਝੀ ਹੇ ॥੧॥ ਰਹਾਉ ॥ હે ભાઈ! કોઈ દુર્લભ મનુષ્યની અંદરથી તૃષ્ણાની આગ ઠરે છે ॥૧॥વિરામ॥
ਕੋਟਿ ਜੋਰੇ ਲਾਖ ਕ੍ਰੋਰੇ ਮਨੁ ਨ ਹੋਰੇ ॥ સરળ સંજોગો એ બનેલ છે કે મનુષ્ય કરોડો રૂપિયા કમાય છે, લાખો કરોડો રૂપિયા એકત્રિત કરે છે, તો પણ માયાના લાલચથી પોતાના મનને રોકતો નથી
ਪਰੈ ਪਰੈ ਹੀ ਕਉ ਲੁਝੀ ਹੇ ॥੧॥ ઉલટાનું હજી વધુ હજી વધુ ધન એકત્રિત કરવા માટે તૃષ્ણાની આગમાં સળગતો રહે છે ॥૧॥
ਸੁੰਦਰ ਨਾਰੀ ਅਨਿਕ ਪਰਕਾਰੀ ਪਰ ਗ੍ਰਿਹ ਬਿਕਾਰੀ ॥ મનુષ્ય પોતાની સુંદર સ્ત્રીની સાથે અનેક પ્રકારના લાડ-પ્રેમ કરે છે, તો પણ પર-સ્ત્રી સંગનો કુ-કર્મ કરે છે,
ਬੁਰਾ ਭਲਾ ਨਹੀ ਸੁਝੀ ਹੇ ॥੨॥ કામ-વાસનામાં અંધ થયેલ થયેલને આ નથી સુઝતું કે ખરાબ કર્મ ક્યુ છે અને સારું કામ કયું ॥૨॥
ਅਨਿਕ ਬੰਧਨ ਮਾਇਆ ਭਰਮਤੁ ਭਰਮਾਇਆ ਗੁਣ ਨਿਧਿ ਨਹੀ ਗਾਇਆ ॥ હે ભાઈ! માયાના મોહના અનેક બંધનોમાં બંધાયેલો મનુષ્ય માયા માટે ભટક્તો ફરે છે. માયા આને ખુવાર કરે છે, માયાના પ્રભાવ હેઠળ મનુષ્ય ગુણોના ખજાના પરમાત્માની મહિમા નથી કરતો.
ਮਨ ਬਿਖੈ ਹੀ ਮਹਿ ਲੁਝੀ ਹੇ ॥੩॥ મનુષ્યનું મન ઝેર-વિકારોની આગમાં સળગતુ રહે છે ॥૩॥
ਜਾ ਕਉ ਰੇ ਕਿਰਪਾ ਕਰੈ ਜੀਵਤ ਸੋਈ ਮਰੈ ਸਾਧਸੰਗਿ ਮਾਇਆ ਤਰੈ ॥ હે ભાઈ! જે મનુષ્ય પર પરમાત્મા કૃપા કરે છે, તે જ મનુષ્ય દુનિયાના કાર્ય-વ્યવહાર કરતો હોવા છતાં માયાના મોહથી અછૂત રહે છે, અને સાધુ-સંગતમાં રહીને માયાના વાવાઝોડાથી પાર થઇ જાય છે.
ਨਾਨਕ ਸੋ ਜਨੁ ਦਰਿ ਹਰਿ ਸਿਝੀ ਹੇ ॥੪॥੧॥੧੫੪॥ નાનક કહે છે, તે મનુષ્ય પરમાત્માના ઓટલા પર સફળ ગણવામાં આવે છે ॥૪॥૧॥૧૫૪॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਸਭਹੂ ਕੋ ਰਸੁ ਹਰਿ ਹੋ ॥੧॥ ਰਹਾਉ ॥ હે ભાઈ! પરમાત્માનું નામ જ બધા જીવોનો શ્રેષ્ઠ આનંદ છે ॥૧॥વિરામ॥
ਕਾਹੂ ਜੋਗ ਕਾਹੂ ਭੋਗ ਕਾਹੂ ਗਿਆਨ ਕਾਹੂ ਧਿਆਨ ॥ પરંતુ, હે ભાઈ! પ્રભુના નામથી અલગ થઈને કોઈ મનુષ્યને યોગ કમાવવાનો શોખ પડી ગયો છે, કોઈને દુનિયાવી પદાર્થ ભોગવાનો રસ છે
ਕਾਹੂ ਹੋ ਡੰਡ ਧਰਿ ਹੋ ॥੧॥ કોઈને જ્ઞાન-ચર્ચા સારા લાગે છે, કોઈને સમાધીઓ પસંદ છે અને કોઈને દંડાધારી જોગી બનવાનું સારું લાગે છે ॥૧॥
ਕਾਹੂ ਜਾਪ ਕਾਹੂ ਤਾਪ ਕਾਹੂ ਪੂਜਾ ਹੋਮ ਨੇਮ ॥ હે ભાઈ! પરમાત્માનું નામ છોડીને કોઈને દેવી-દેવતાઓને વશ કરવાનો જાપ પસંદ આવી રહ્યો છે, કોઈને ધૂપ ગરમી સારી લાગે છે, કોઈને દેવ પૂજા, કોઈને હવન વગેરેના નિત્યના નિયમ પસંદ છે
ਕਾਹੂ ਹੋ ਗਉਨੁ ਕਰਿ ਹੋ ॥੨॥ અને કોઈને રમતા સાધુ બનીને ધરતી પર ચાલ્યા જવું સારું લાગે છે ॥૨॥
ਕਾਹੂ ਤੀਰ ਕਾਹੂ ਨੀਰ ਕਾਹੂ ਬੇਦ ਬੀਚਾਰ ॥ હે ભાઈ! કોઈને કોઈ નદીના કિનારે બેસવું, કોઈને તીર્થ-સ્નાન, અને કોઈને વેદોનો વિચાર પસંદ છે.
ਨਾਨਕਾ ਭਗਤਿ ਪ੍ਰਿਅ ਹੋ ॥੩॥੨॥੧੫੫॥ પરંતુ, હે નાનક! પરમાત્મા ભક્તિને પ્રેમ કરનાર છે ॥૩॥૨॥૧૫૫॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਗੁਨ ਕੀਰਤਿ ਨਿਧਿ ਮੋਰੀ ॥੧॥ ਰਹਾਉ ॥ હે પ્રભુ! તારા ગુણોની ઉપમા કરવી જ મારા માટે દુનિયાના બધા પદાર્થોનો ખજાનો છે ॥૧॥વિરામ॥
ਤੂੰਹੀ ਰਸ ਤੂੰਹੀ ਜਸ ਤੂੰਹੀ ਰੂਪ ਤੂਹੀ ਰੰਗ ॥ હે પ્રભુ! તું જ મારા માટે દુનિયાના પદાર્થોનો સ્વાદ છે. તું જ મારા માટે દુનિયાના માન-સન્માન છે, તું જ મારા માટે જગતનું સુંદર રૂપ અને રંગ તમાશો છે.
ਆਸ ਓਟ ਪ੍ਰਭ ਤੋਰੀ ॥੧॥ હે પ્રભુ! મને તારો જ આશ્રય છે તારી જ આશા છે ॥૧॥
ਤੂਹੀ ਮਾਨ ਤੂੰਹੀ ਧਾਨ ਤੂਹੀ ਪਤਿ ਤੂਹੀ ਪ੍ਰਾਨ ॥ હે પ્રભુ! તું જ મારો આદર -માન છે, તું જ મારુ ધન છે, તું જ મારી ઈજ્જત છે, તું જ મારી જીવનો સહારો છે.
ਗੁਰਿ ਤੂਟੀ ਲੈ ਜੋਰੀ ॥੨॥ મારા તૂટેલ ધ્યાનને ગુરુએ તારી સાથે જોડી દીધું છે ॥૨॥
ਤੂਹੀ ਗ੍ਰਿਹਿ ਤੂਹੀ ਬਨਿ ਤੂਹੀ ਗਾਉ ਤੂਹੀ ਸੁਨਿ ॥ હે પ્રભુ! તું જ મને ઘરમાં દેખાઈ રહ્યો છે, તું જ મને જંગલમાં દેખાય રહ્યો છે, તું જ મને વસ્તીમાં દેખાઈ દઈ રહ્યો છે, તું જ મને નિર્જનમાં દેખાય રહ્યો છે.


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top