Page 300
ਮਨੁ ਤਨੁ ਸੀਤਲੁ ਸਾਂਤਿ ਸਹਜ ਲਾਗਾ ਪ੍ਰਭ ਕੀ ਸੇਵ ॥
ગુરુની કૃપાથી એ પરમાત્માની સેવા ભક્તિમાં લાગ્યો જેથી કરીને એનું મન હૃદય ઠંડુ થઇ ગયું છે અને એના અંદર શાંતિ અને આધ્યાત્મિક સ્થિરતા જન્મી ગઈ છે,
ਟੂਟੇ ਬੰਧਨ ਬਹੁ ਬਿਕਾਰ ਸਫਲ ਪੂਰਨ ਤਾ ਕੇ ਕਾਮ ॥
હે ભાઈ! પ્રભુનામ સ્મરણ કરવાથી અનેક વિકારોના અને સંસ્કારોના બંધન તૂટ્યા છે જે મનુષ્ય પ્રભુ સ્મરણ કરે છે એના બધા કામ સફળ થાય છે,
ਦੁਰਮਤਿ ਮਿਟੀ ਹਉਮੈ ਛੁਟੀ ਸਿਮਰਤ ਹਰਿ ਕੋ ਨਾਮ ॥
પ્રભુ નામ સ્મરણથી એની ખોટી મતિ પૂર્ણ થઈ ગઈ છે અને એને અહંકારથી મુક્તિ મળી જાય છે,
ਸਰਨਿ ਗਹੀ ਪਾਰਬ੍ਰਹਮ ਕੀ ਮਿਟਿਆ ਆਵਾ ਗਵਨ ॥
હે ભાઈ! જે મનુષ્ય એ પરબ્રહ્મ પરમેશ્વરનો આસરો લીધો છે એના જન્મ મરણનો ફેરો પૂરો થઈ જાય છે,
ਆਪਿ ਤਰਿਆ ਕੁਟੰਬ ਸਿਉ ਗੁਣ ਗੁਬਿੰਦ ਪ੍ਰਭ ਰਵਨ ॥
ગોવિંદ પ્રભુના ગુણ ગાવાના પ્રતાપથી એ મનુષ્ય પોતાના પરિવાર સહિત સંસાર સમુદ્ર પાર કરી લે છે,
ਹਰਿ ਕੀ ਟਹਲ ਕਮਾਵਣੀ ਜਪੀਐ ਪ੍ਰਭ ਕਾ ਨਾਮੁ ॥
હે ભાઈ! પ્રભુની સેવા ભક્તિ કરવી જોઈએ પ્રભુનું નામ જપવું જોઈએ,
ਗੁਰ ਪੂਰੇ ਤੇ ਪਾਇਆ ਨਾਨਕ ਸੁਖ ਬਿਸ੍ਰਾਮੁ ॥੧੫॥
હે નાનક! બધા સુખોનું મૂળ એ પ્રભુ પૂર્ણ ગુરુની કૃપાથી મળી જાય છે. ।।૧૫।।
ਸਲੋਕੁ ॥
શ્લોક ।
ਪੂਰਨੁ ਕਬਹੁ ਨ ਡੋਲਤਾ ਪੂਰਾ ਕੀਆ ਪ੍ਰਭ ਆਪਿ ॥
જે મનુષ્ય ને પ્રભુએ સ્વયં પૂર્ણ જીવનવાળો બનાવી દીધો છે એ પૂર્ણ મનુષ્ય ક્યારેય માયાના ઉપકાર નીચે આવી સ્થિરતા નથી,
ਦਿਨੁ ਦਿਨੁ ਚੜੈ ਸਵਾਇਆ ਨਾਨਕ ਹੋਤ ਨ ਘਾਟਿ ॥੧੬॥
હે નાનક! એનું આધ્યાત્મિક જીવન દિવસે દિવસે વધારે ચમકે છે એના આધ્યાત્મિક જીવનમાં ક્યારેય કંઈ આવતી નથી. ।।૧૬।।
ਪਉੜੀ ॥
પગથિયું ।।
ਪੂਰਨਮਾ ਪੂਰਨ ਪ੍ਰਭ ਏਕੁ ਕਰਣ ਕਾਰਣ ਸਮਰਥੁ ॥
પૂર્ણિમા જેવા પૂર્ણ પ્રભુ એક જ જગતનું મૂળ કારણ છે એ બધા ગુણોથી ભરપૂર છે અને બધી તાકાતોનો માલિક છે ,
ਜੀਅ ਜੰਤ ਦਇਆਲ ਪੁਰਖੁ ਸਭ ਊਪਰਿ ਜਾ ਕਾ ਹਥੁ ॥
એ સર્વવ્યાપક પ્રભુ બધા જીવો પર દયાવાન રહે છે બધા જીવો પર એની સહાયતાનો હાથ છે
ਗੁਣ ਨਿਧਾਨ ਗੋਬਿੰਦ ਗੁਰ ਕੀਆ ਜਾ ਕਾ ਹੋਇ ॥
એ પ્રભુ બધા ગુણોનો ખજાનો છે આખી સૃષ્ટિનો પાલનહાર છે સર્વોચ્ચ છે,
ਅੰਤਰਜਾਮੀ ਪ੍ਰਭੁ ਸੁਜਾਨੁ ਅਲਖ ਨਿਰੰਜਨ ਸੋਇ ॥
એ અંતર્યામી પ્રભુ સમજદાર છે એનું સંપૂર્ણ સ્વરૂપ અવર્ણનીય છે અને એ માયાના પ્રભાવથી અલિપ્ત છે,
ਪਾਰਬ੍ਰਹਮੁ ਪਰਮੇਸਰੋ ਸਭ ਬਿਧਿ ਜਾਨਣਹਾਰ ॥
હે ભાઈ! એ પરબ્રહ્મ પરમેશ્વર સૌથી મોટો માલિક છે અને જીવોની ભલાઈની બધી પ્રકારની રીતો જાણવાવાળો છે,
ਸੰਤ ਸਹਾਈ ਸਰਨਿ ਜੋਗੁ ਆਠ ਪਹਰ ਨਮਸਕਾਰ ॥
સંતોનો રક્ષક છે અને શરણ આવનારની સહાયતા કરવાને લાયક છે એ પ્રભુને આઠેય પહોર નમસ્કાર કર.
ਅਕਥ ਕਥਾ ਨਹ ਬੂਝੀਐ ਸਿਮਰਹੁ ਹਰਿ ਕੇ ਚਰਨ ॥
પ્રભુના ગુણો અવર્ણનીય છે એનું સાચું સ્વરૂપ સમજી શકાતું નથી એ પ્રભુના ચરણોનું ધ્યાન ધર,
ਪਤਿਤ ਉਧਾਰਨ ਅਨਾਥ ਨਾਥ ਨਾਨਕ ਪ੍ਰਭ ਕੀ ਸਰਨ ॥੧੬॥
હે નાનક! એ પ્રભુ વિકારોમાં પડેલા લોકોને વિકારોથી બચાવવાવાળો છે એ અનાથોનો નાથ છે એનો આશરો લે. ।।૧૬।।
ਸਲੋਕੁ ॥
શ્લોક ।।
ਦੁਖ ਬਿਨਸੇ ਸਹਸਾ ਗਇਓ ਸਰਨਿ ਗਹੀ ਹਰਿ ਰਾਇ ॥
જે મનુષ્ય એ પ્રભુ માલિકનો આશરો લીધો એના બધા દુઃખોનો નાશ થઈ ગયો એના અંદરથી દરેક પ્રકારના દુઃખ દૂર થઈ ગયા
ਮਨਿ ਚਿੰਦੇ ਫਲ ਪਾਇਆ ਨਾਨਕ ਹਰਿ ਗੁਨ ਗਾਇ ॥੧੭॥
હે નાનક! પ્રભુના ગુણગાન ગાઈને એને પોતાના મનમાં ઈચ્છેલા બધા ફાળો પ્રાપ્ત કરી લીધા. ।।૧૭।।
ਪਉੜੀ ॥
પગથિયું ।।
ਕੋਈ ਗਾਵੈ ਕੋ ਸੁਣੈ ਕੋਈ ਕਰੈ ਬੀਚਾਰੁ ॥
જે કોઈ મનુષ્ય પ્રભુના ગુણગાન ગઈ છે પ્રભુની મહિમા સાંભળે છે પ્રભુના ગુણોને મનમાં વસાવે છે,
ਕੋ ਉਪਦੇਸੈ ਕੋ ਦ੍ਰਿੜੈ ਤਿਸ ਕਾ ਹੋਇ ਉਧਾਰੁ ॥
જે કોઈ મનુષ્ય પ્રભુની મહિમા કરવાનો ઉપદેશ બીજા લોકોને આપે છે અને સ્વયં પણ પ્રભુ મહિમા પાકી રીતે મનમાં ટકાવે છે એ મનુષ્ય વિકારો થી બચાવ થઇ જાય છે,
ਕਿਲਬਿਖ ਕਾਟੈ ਹੋਇ ਨਿਰਮਲਾ ਜਨਮ ਜਨਮ ਮਲੁ ਜਾਇ ॥
એ મનુષ્ય પોતાના અંદર થી પાપને દૂર કરી લે છે અને એનું જીવન પવિત્ર થઈ જાય છે અનેક જન્મોના વિકારોનો કરેલો મેલ એના અંદરથી દૂર થઇ જાય છે,
ਹਲਤਿ ਪਲਤਿ ਮੁਖੁ ਊਜਲਾ ਨਹ ਪੋਹੈ ਤਿਸੁ ਮਾਇ ॥
આ લોકમાં અને પરલોકમાં પણ એનું મુખ ઉજ્જવળ રહે છે કેમ કે માયા એના પર પોતાનો પ્રભાવ નાખી શકતી નથી.
ਸੋ ਸੁਰਤਾ ਸੋ ਬੈਸਨੋ ਸੋ ਗਿਆਨੀ ਧਨਵੰਤੁ ॥
હે ભાઈ! એ જ સાચો ધનવાન છે જેને પ્રભુના ચરણોમાં પોતાનું ધ્યાન ધર્યું છે એ ઉચ્ચ આચરણવાળો અને અને પ્રભુ પાસેથી ઊંડી સમજણ પામવા વાળો છે,
ਸੋ ਸੂਰਾ ਕੁਲਵੰਤੁ ਸੋਇ ਜਿਨਿ ਭਜਿਆ ਭਗਵੰਤੁ ॥
જે મનુષ્ય એ ભગવાનનું ભજન કર્યું છે એ ઉંચા કુળવાળો છે અને વિકારોને ટક્કર મારવાવાળો શૂરવીર છે,
ਖਤ੍ਰੀ ਬ੍ਰਾਹਮਣੁ ਸੂਦੁ ਬੈਸੁ ਉਧਰੈ ਸਿਮਰਿ ਚੰਡਾਲ ॥
હે ભાઈ! કોઈ ક્ષત્રિય હોઈ કે બ્રાહ્મણ હોઈ વૈશ્ય હોઈ કે શુદ્ર હોઈ ચાંડાલ હોઈ કે કોઈ પણ વર્ણનો હોઈ પ્રભુનામ સ્મરણ કરીને એ વિકારોથી બચી જાય છે,
ਜਿਨਿ ਜਾਨਿਓ ਪ੍ਰਭੁ ਆਪਨਾ ਨਾਨਕ ਤਿਸਹਿ ਰਵਾਲ ॥੧੭॥
જે મનુષ્ય એ પોતાના પ્રભુ પાસે થી ઊંડી સમજણ પામી નાનક એના ચારણોની ધૂળ માંગે છે. ।।૧૭।।
ਗਉੜੀ ਕੀ ਵਾਰ ਮਹਲਾ ੪ ॥
ગૌરી રાગ નો વાર મહેલ ૪ ।।
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે ।।
ਸਲੋਕ ਮਃ ੪ ॥
શ્લોક મહેલ ૪ ।।
ਸਤਿਗੁਰੁ ਪੁਰਖੁ ਦਇਆਲੁ ਹੈ ਜਿਸ ਨੋ ਸਮਤੁ ਸਭੁ ਕੋਇ ॥
સદગુરુ બધા પૂર્વજ પર કૃપા કરવાવાળા છે જેના માટે બધા જીવો એક સમાન છે,
ਏਕ ਦ੍ਰਿਸਟਿ ਕਰਿ ਦੇਖਦਾ ਮਨ ਭਾਵਨੀ ਤੇ ਸਿਧਿ ਹੋਇ ॥
એ બધાની સામે એક જ નજરથી જુએ છે પરંતુ જીવને પોતાની મહેનતની સફળતા પોતાની મનની ભાવનાના કારણે મળે છે જેવી મનની ભાવના તેવી ઈચ્છા હોઈ છે,
ਸਤਿਗੁਰ ਵਿਚਿ ਅੰਮ੍ਰਿਤੁ ਹੈ ਹਰਿ ਉਤਮੁ ਹਰਿ ਪਦੁ ਸੋਇ ॥
સતગુરુની પાસે જ પ્રભુનું નામપરૂપી અમૃત છે,
ਨਾਨਕ ਕਿਰਪਾ ਤੇ ਹਰਿ ਧਿਆਈਐ ਗੁਰਮੁਖਿ ਪਾਵੈ ਕੋਇ ॥੧॥
હે નાનક! આ પ્રભુનામ જીવ પ્રભુની કૃપાથી જ સ્મરણ કરે છે સતગુરુની શરણમાં કોઈ ભાગ્યશાળી જ પ્રાપ્ત કરી શકે છે . ।।૧।।
ਮਃ ੪ ॥
મહેલ ૪ ।।
ਹਉਮੈ ਮਾਇਆ ਸਭ ਬਿਖੁ ਹੈ ਨਿਤ ਜਗਿ ਤੋਟਾ ਸੰਸਾਰਿ ॥
માયાથી ઉપજેલો અહંકાર એકદમ ઝેરનું કામ કરે છે એના પાછળ લાગવાથી હંમેશા સંસારમાં ખોટ જ છે,
ਲਾਹਾ ਹਰਿ ਧਨੁ ਖਟਿਆ ਗੁਰਮੁਖਿ ਸਬਦੁ ਵੀਚਾਰਿ ॥
પ્રભુ નામ રૂપી ધનનો લાભ સતગુરુના શરણમાં રહીને શબ્દો પર વિચાર કરીને કંવી શકાય છે,
ਹਉਮੈ ਮੈਲੁ ਬਿਖੁ ਉਤਰੈ ਹਰਿ ਅੰਮ੍ਰਿਤੁ ਹਰਿ ਉਰ ਧਾਰਿ ॥
અને અહંકારના મેળરૂપી ઝેર પ્રભુનું અમૃત નામ હૃદયમાં ધારણ કરવાથી ઉતારી જાય છે,