Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-289

Page 289

ਜਨਮ ਜਨਮ ਕੇ ਕਿਲਬਿਖ ਜਾਹਿ ॥ આવી રીતે કેટલાય જન્મોનાં પાપોનો નાશ થઈ જશે
ਆਪਿ ਜਪਹੁ ਅਵਰਾ ਨਾਮੁ ਜਪਾਵਹੁ ॥ પ્રભુનું નામ તું ખુદ જપ અને બીજા લોકોને જ જપવા માટે પ્રેરિત કર
ਸੁਨਤ ਕਹਤ ਰਹਤ ਗਤਿ ਪਾਵਹੁ ॥ નામ સાંભળીને ઉચ્ચારણ કરીને અને નિર્મળ વ્યવહાર રાખીને ઉચ્ચ અવસ્થા બની જશે
ਸਾਰ ਭੂਤ ਸਤਿ ਹਰਿ ਕੋ ਨਾਉ ॥ પ્રભુ નું નામ જ બધા પદાર્થોથી ઉત્તમ પદાર્થ છે
ਸਹਜਿ ਸੁਭਾਇ ਨਾਨਕ ਗੁਨ ਗਾਉ ॥੬॥ એટલે હે નાનક! આત્મિક અડોલતા માં રહીને પ્રેમથી પ્રભુના ગુણ ગા ।।૬।।
ਗੁਨ ਗਾਵਤ ਤੇਰੀ ਉਤਰਸਿ ਮੈਲੁ ॥ હે ભાઈ! પ્રભુના ગુણ ગાતા રહીને તારા વિકારોનો મેલ ઉતરી જશે
ਬਿਨਸਿ ਜਾਇ ਹਉਮੈ ਬਿਖੁ ਫੈਲੁ ॥ અને અહંકાર રૂપી વિષ ના પથારા પણ મટી જશે
ਹੋਹਿ ਅਚਿੰਤੁ ਬਸੈ ਸੁਖ ਨਾਲਿ ॥ બેફિકર થઈ જઈશ અને સુખી જીવન વ્યતિત કરીશ
ਸਾਸਿ ਗ੍ਰਾਸਿ ਹਰਿ ਨਾਮੁ ਸਮਾਲਿ ॥ હર ક્ષણ પ્રભુના નામ ને યાદ કર
ਛਾਡਿ ਸਿਆਨਪ ਸਗਲੀ ਮਨਾ ॥ હે મન! બધી ચતુરાઈ છોડી દે
ਸਾਧਸੰਗਿ ਪਾਵਹਿ ਸਚੁ ਧਨਾ ॥ હંમેશા સાથ નિભાવવા વાળું ધન સત્સંગમાં જ મળશે
ਹਰਿ ਪੂੰਜੀ ਸੰਚਿ ਕਰਹੁ ਬਿਉਹਾਰੁ ॥ પ્રભુના નામ ની રાશિ સંચિત કર આજ વ્યવહાર કર
ਈਹਾ ਸੁਖੁ ਦਰਗਹ ਜੈਕਾਰੁ ॥ આ જીવનમાં સુખ મળશે અને પ્રભુના દરબારમાં આદર મળશે
ਸਰਬ ਨਿਰੰਤਰਿ ਏਕੋ ਦੇਖੁ ॥ બધા જ જીવો ની અંદર એક અકાલ પુરખ ને જ જો
ਕਹੁ ਨਾਨਕ ਜਾ ਕੈ ਮਸਤਕਿ ਲੇਖੁ ॥੭॥ પરંતુ હે નાનક! આ કામ તે જ મનુષ્ય કરી શકે છે જેના ભાગ્ય ખુલી જાય છે ।।૭।।
ਏਕੋ ਜਪਿ ਏਕੋ ਸਾਲਾਹਿ ॥ એક જ પ્રભુને જપ
ਏਕੁ ਸਿਮਰਿ ਏਕੋ ਮਨ ਆਹਿ ॥ એક જ પ્રભુનું સ્મરણ કર
ਏਕਸ ਕੇ ਗੁਨ ਗਾਉ ਅਨੰਤ ॥ અને એક જ પ્રભુની કીર્તિ કર
ਮਨਿ ਤਨਿ ਜਾਪਿ ਏਕ ਭਗਵੰਤ ॥ હે મન! એક જ પ્રભુ મળવાની તમન્ના રાખ
ਏਕੋ ਏਕੁ ਏਕੁ ਹਰਿ ਆਪਿ ॥ એક પ્રભુનાં ગુણગાન મનમાં અને શારીરિક ઇન્દ્રિયોથી કર
ਪੂਰਨ ਪੂਰਿ ਰਹਿਓ ਪ੍ਰਭੁ ਬਿਆਪਿ ॥ બધી જગ્યાએ પ્રભુ પોતે જ પોતે છે બધા જીવોમાં પ્રભુ જ વસી રહ્યો છે
ਅਨਿਕ ਬਿਸਥਾਰ ਏਕ ਤੇ ਭਏ ॥ જગતના અનેક પથારા એક જ પ્રભુ એ જ પાથરેલા છે
ਏਕੁ ਅਰਾਧਿ ਪਰਾਛਤ ਗਏ ॥ એક પ્રભુને સ્મરણ કરવાથી પાપોનો નાશ થાય છે
ਮਨ ਤਨ ਅੰਤਰਿ ਏਕੁ ਪ੍ਰਭੁ ਰਾਤਾ ॥ જે મનુષ્યે મન અને શરીરમાં એક પ્રભુને જ પરોવી લીધા છે
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਨਾਨਕ ਇਕੁ ਜਾਤਾ ॥੮॥੧੯॥ હે નાનક! તેણે ગુરુની કૃપાથી એક પ્રભુ ને ઓળખી લીધો છે ।।૮।।૧૯।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਫਿਰਤ ਫਿਰਤ ਪ੍ਰਭ ਆਇਆ ਪਰਿਆ ਤਉ ਸਰਨਾਇ ॥ હે પ્રભુ ભટકતા ભટકતા હું તારી શરણ આવી પડ્યો છું
ਨਾਨਕ ਕੀ ਪ੍ਰਭ ਬੇਨਤੀ ਅਪਨੀ ਭਗਤੀ ਲਾਇ ॥੧॥ હે પ્રભુ! નાનકની આ વિનંતી છે કે મને પોતાની ભક્તિમાં જોડી દે ।।૧।।
ਅਸਟਪਦੀ ॥ અષ્ટપદી ।।
ਜਾਚਕ ਜਨੁ ਜਾਚੈ ਪ੍ਰਭ ਦਾਨੁ ॥ હે પ્રભુ ભિખારી દાસ તારા નામનું દાન માંગે છે
ਕਰਿ ਕਿਰਪਾ ਦੇਵਹੁ ਹਰਿ ਨਾਮੁ ॥ હરિ કૃપા કરીને તારું નામ આપી દે
ਸਾਧ ਜਨਾ ਕੀ ਮਾਗਉ ਧੂਰਿ ॥ સાધુ જનોના પગની ધૂળ માગું છું
ਪਾਰਬ੍ਰਹਮ ਮੇਰੀ ਸਰਧਾ ਪੂਰਿ ॥ હે પરબ્રહ્મ! મારી ઈચ્છા પૂરી કર હું
ਸਦਾ ਸਦਾ ਪ੍ਰਭ ਕੇ ਗੁਨ ਗਾਵਉ ॥ હું સદાય પ્રભુના ગુણગાન ગાઉં
ਸਾਸਿ ਸਾਸਿ ਪ੍ਰਭ ਤੁਮਹਿ ਧਿਆਵਉ ॥ હે પ્રભુ! હું હર ક્ષણ તને જ સ્મરણ કરું
ਚਰਨ ਕਮਲ ਸਿਉ ਲਾਗੈ ਪ੍ਰੀਤਿ ॥ પ્રભુના કમળ જેવા સુંદર ચરણો સાથે મારી પ્રીતી લાગી રહે
ਭਗਤਿ ਕਰਉ ਪ੍ਰਭ ਕੀ ਨਿਤ ਨੀਤਿ ॥ અને સદાય પ્રભુની ભક્તિ કરતો રહું
ਏਕ ਓਟ ਏਕੋ ਆਧਾਰੁ ॥ પ્રભુનું નામ જ એક જ મારો સહારો છે અને મારો આશરો છે
ਨਾਨਕੁ ਮਾਗੈ ਨਾਮੁ ਪ੍ਰਭ ਸਾਰੁ ॥੧॥ આ નાનક પ્રભુનું શ્રેષ્ઠ નામ માંગે છે ।।૧।।
ਪ੍ਰਭ ਕੀ ਦ੍ਰਿਸਟਿ ਮਹਾ ਸੁਖੁ ਹੋਇ ॥ પ્રભુની મહેરબાની નજરથી મોટું સુખ બીજું કોઈ જ નથી
ਹਰਿ ਰਸੁ ਪਾਵੈ ਬਿਰਲਾ ਕੋਇ ॥ કોઈ વિરલા મનુષ્યને જ પ્રભુના નામનો સ્વાદ ચાખવા મળે છે
ਜਿਨ ਚਾਖਿਆ ਸੇ ਜਨ ਤ੍ਰਿਪਤਾਨੇ ॥ જેમણે નામ રસનો સ્વાદ ચાખ્યો છે તે મનુષ્ય માયા તરફથી સંતુષ્ટ થઈ જાય છે
ਪੂਰਨ ਪੁਰਖ ਨਹੀ ਡੋਲਾਨੇ ॥ તે પૂર્ણ મનુષ્ય બની ગયો છે ક્યારેય માયા ના ફાયદા નુકસાન માં તે ભટકતો નથી
ਸੁਭਰ ਭਰੇ ਪ੍ਰੇਮ ਰਸ ਰੰਗਿ ॥ પ્રભુના પ્રેમના સ્વાદ ની મોજ માં સરાબોર રહે છે
ਉਪਜੈ ਚਾਉ ਸਾਧ ਕੈ ਸੰਗਿ ॥ સાધુ-સંતો ની સંગતિ માં રહીને તેની અંદર પ્રભુ ને પ્રાપ્ત કરવાની ઇચ્છા પેદા થઈ ગઈ છે
ਪਰੇ ਸਰਨਿ ਆਨ ਸਭ ਤਿਆਗਿ ॥ અને બધાં જ આશરા છોડીને તે પ્રભુની શરણમાં પડેલો રહે છે
ਅੰਤਰਿ ਪ੍ਰਗਾਸ ਅਨਦਿਨੁ ਲਿਵ ਲਾਗਿ ॥ તેની અંદર પ્રકાશ થઈ જાય છે અને હર ક્ષણ તેની પ્રભુની સાથેની લગન લાગી રહે છે
ਬਡਭਾਗੀ ਜਪਿਆ ਪ੍ਰਭੁ ਸੋਇ ॥ તે ખૂબ જ ભાગ્યશાળી થઈ જાય છે અને પ્રભુનું સ્મરણ કરતો રહે છે
ਨਾਨਕ ਨਾਮਿ ਰਤੇ ਸੁਖੁ ਹੋਇ ॥੨॥ હે નાનક! પ્રભુના નામમાં રંગાઈને રહેવામાં સુખ છે ।।૨।।
ਸੇਵਕ ਕੀ ਮਨਸਾ ਪੂਰੀ ਭਈ ॥ સેવકના મનની બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે
ਸਤਿਗੁਰ ਤੇ ਨਿਰਮਲ ਮਤਿ ਲਈ ॥ જ્યારે સેવક પોતાના ગુરૂ પાસેથી ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરે છે. માયા ની દોડ સમાપ્ત થઈ જાય છે
ਜਨ ਕਉ ਪ੍ਰਭੁ ਹੋਇਓ ਦਇਆਲੁ ॥ પ્રભુ પોતાના આવા સેવક ઉપર મહેરબાની કરે છે
ਸੇਵਕੁ ਕੀਨੋ ਸਦਾ ਨਿਹਾਲੁ ॥ અને સેવક ને સદાય પ્રસન્ન રાખે છે
ਬੰਧਨ ਕਾਟਿ ਮੁਕਤਿ ਜਨੁ ਭਇਆ ॥ સેવકની માયાની જંજીર તોડીને મુક્ત કરી દે છે
ਜਨਮ ਮਰਨ ਦੂਖੁ ਭ੍ਰਮੁ ਗਇਆ ॥ તેના જન્મ મરણના ચક્ર ના દુખ એકદમ ખતમ થઇ જાય છે
ਇਛ ਪੁਨੀ ਸਰਧਾ ਸਭ ਪੂਰੀ ॥ સેવક ની ઈચ્છા અને શ્રદ્ધા સફળ થઈ જાય છે
ਰਵਿ ਰਹਿਆ ਸਦ ਸੰਗਿ ਹਜੂਰੀ ॥ તેને પ્રભુ જ બધી જગ્યાએ વ્યાપક થયેલો અને પોતાના અંગેઅંગમાં દેખાય છે
ਜਿਸ ਕਾ ਸਾ ਤਿਨਿ ਲੀਆ ਮਿਲਾਇ ॥ જે માલિકનો તે સેવક બને છે તે માલિક તેને પોતાની સાથે ભેળવી દે છે
ਨਾਨਕ ਭਗਤੀ ਨਾਮਿ ਸਮਾਇ ॥੩॥ હે નાનક! ભક્તિ કરીને નામમાં સ્થિર રહે છે ।।૩।।
ਸੋ ਕਿਉ ਬਿਸਰੈ ਜਿ ਘਾਲ ਨ ਭਾਨੈ ॥ મનુષ્યને તે પ્રભુ કેવી રીતે ભૂલી શકે
ਸੋ ਕਿਉ ਬਿਸਰੈ ਜਿ ਕੀਆ ਜਾਨੈ ॥ મહેનતને વ્યર્થ કેવી રીતે જવા દે
error: Content is protected !!
Scroll to Top
https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html