Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-98

Page 98

ਥਿਰੁ ਸੁਹਾਗੁ ਵਰੁ ਅਗਮੁ ਅਗੋਚਰੁ ਜਨ ਨਾਨਕ ਪ੍ਰੇਮ ਸਾਧਾਰੀ ਜੀਉ ॥੪॥੪॥੧੧॥ હે દાસ નાનક! જે પરમાત્મા અગમ્ય પહોંચથી બહાર છે જેના સુધી જ્ઞાનેદ્રીયોની પહોંચ નથી. તે જીવ-સ્ત્રી નું હંમેશા કાયમ રહેવાવાળું સુહાગ-ભાગ્ય બની જાય છે, તે જીવ-સ્ત્રી ને તેના પ્રેમ નો આશરો હંમેશા મળી રહે છે ।।૪।।૪।।૧૧।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਖੋਜਤ ਖੋਜਤ ਦਰਸਨ ਚਾਹੇ ॥ અનેક લોકો જંગલો પહાડોમાં શોધતા શોધતા પરમાત્મા ના દર્શન ની તમન્ના કરે છે
ਭਾਤਿ ਭਾਤਿ ਬਨ ਬਨ ਅਵਗਾਹੇ ॥ ઘણા પ્રકાર ના જંગલો તલાશી મારે છે પરંતુ આ રીતે પરમાત્મા ના દર્શન નથી થતા
ਨਿਰਗੁਣੁ ਸਰਗੁਣੁ ਹਰਿ ਹਰਿ ਮੇਰਾ ਕੋਈ ਹੈ ਜੀਉ ਆਣਿ ਮਿਲਾਵੈ ਜੀਉ ॥੧॥ તે પરમાત્મા માયા ના ત્રણ ગુણોથી અલગ પણ છે અને ત્રણ ગુણી સંસાર માં વ્યાપક પણ છે ।।૧।।
ਖਟੁ ਸਾਸਤ ਬਿਚਰਤ ਮੁਖਿ ਗਿਆਨਾ ॥ ઘણા એવા છે જે છ શાસ્ત્રોને વિચારે છે અને તેના ઉપદેશમોંથી સંભળાવે છે
ਪੂਜਾ ਤਿਲਕੁ ਤੀਰਥ ਇਸਨਾਨਾ ॥ દેવ પૂજા કરે છે અને તિલક લગાડે છે, તીર્થોનું સ્નાન કરે છે
ਨਿਵਲੀ ਕਰਮ ਆਸਨ ਚਉਰਾਸੀਹ ਇਨ ਮਹਿ ਸਾਂਤਿ ਨ ਆਵੈ ਜੀਉ ॥੨॥ ઘણા એવા પણ છે જે સફાઈ કર્મ વગેરે યોગીઓ વાળા ચોર્યાસી આશન કરે છે પરંતુ આ ઉદ્યમોથી મનમાં શાંતિ મળતી નથી।।૨।।
ਅਨਿਕ ਬਰਖ ਕੀਏ ਜਪ ਤਾਪਾ ॥ જોગી લોકો અનેક વર્ષ જાપ કરે છે, તપસ્યા કરે છે
ਗਵਨੁ ਕੀਆ ਧਰਤੀ ਭਰਮਾਤਾ ॥ આખી ધરતી પર ભ્રમણ પણ કરે છે
ਇਕੁ ਖਿਨੁ ਹਿਰਦੈ ਸਾਂਤਿ ਨ ਆਵੈ ਜੋਗੀ ਬਹੁੜਿ ਬਹੁੜਿ ਉਠਿ ਧਾਵੈ ਜੀਉ ॥੩॥ આ રીતે પણ હદયમાં એક ક્ષણ માટે પણ શાંતિ નથી આવતી, તો પણ આ જપ અને તપસ્યા ની પાછળ ફરી ફરી ને જ દોડ્યા રાખે છે ।।૩।।
ਕਰਿ ਕਿਰਪਾ ਮੋਹਿ ਸਾਧੁ ਮਿਲਾਇਆ ॥ પરમાત્માએ કૃપા કરીને મને ગુરુને મળાવી દીધા છે
ਮਨੁ ਤਨੁ ਸੀਤਲੁ ਧੀਰਜੁ ਪਾਇਆ ॥ ગુરુ થી મને ધીરજ મળી છે શીતળ થઈ ગયું છે, મારા મન અને જ્ઞાનેંદ્રિય માંથી વિકારોની તાપસ પુરી થઈ ગઈ છે
ਪ੍ਰਭੁ ਅਬਿਨਾਸੀ ਬਸਿਆ ਘਟ ਭੀਤਰਿ ਹਰਿ ਮੰਗਲੁ ਨਾਨਕੁ ਗਾਵੈ ਜੀਉ ॥੪॥੫॥੧੨॥ ગુરુની મહેરથી અવિનાશી પ્રભુ મારા હદયમાં આવી વશે, હવે આ દાસ નાનક પરમાત્મા ની મહિમા ના ગીત ગાય છે આ મહિમા પ્રભુ ચરણોમાં જોડીને રાખે છે ।।૪।।૫।।૧૨।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ હે ભાઈ! ગુરુની શરણે પડીને તે પરમાત્મા ને યાદ કરો, જે પરમ આત્મા છે,
ਪਾਰਬ੍ਰਹਮ ਅਪਰੰਪਰ ਦੇਵਾ ॥ જેનાથી ઉપર બીજું કોઈ નથી, જે બધાથી ઉપર છે જે પ્રકાશ રૂપ છે
ਅਗਮ ਅਗੋਚਰ ਅਲਖ ਅਭੇਵਾ ॥ જે અગમ્ય પહોંચ થી ઉપર છે, જેના સુધી જ્ઞાનેદ્રીયો ની પહોંચ નથી થઈ જેનું સ્વરૂપ વર્ણવી શકાતું નથી, જેનો ભેદ મેળવી શકતો નથી
ਦੀਨ ਦਇਆਲ ਗੋਪਾਲ ਗੋਬਿੰਦਾ ਹਰਿ ਧਿਆਵਹੁ ਗੁਰਮੁਖਿ ਗਾਤੀ ਜੀਉ ॥੧॥ જે ગરીબો પર દયા કરવાવાળા છે, જે સૃષ્ટિનું પાલન કરવાવાળા છે, જે સૃષ્ટિ ના જીવોના અંતરની જાણવા વાળા છે અને જે ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા દેવા વાળા છે ।।૧।।
ਗੁਰਮੁਖਿ ਮਧੁਸੂਦਨੁ ਨਿਸਤਾਰੇ ॥ ગુરુની શરણે પડવાથી મધુ દાનવ ને મારવા વાળા વિકાર રૂપી દાનવોથી બચાવી લે છે
ਗੁਰਮੁਖਿ ਸੰਗੀ ਕ੍ਰਿਸਨ ਮੁਰਾਰੇ ॥ ગુરુની શરણે પડવાથી મુર દાનવ ને મારવાવાળા પ્રભુ હંમેશા માટે સાથી બની જાય છે
ਦਇਆਲ ਦਮੋਦਰੁ ਗੁਰਮੁਖਿ ਪਾਈਐ ਹੋਰਤੁ ਕਿਤੈ ਨ ਭਾਤੀ ਜੀਉ ॥੨॥ ગુરુની શરણે પડવાથી જ તે પ્રભુ મળે છે જે દયા નો સ્ત્રોત છે અને જેને દામોદર કહે છે, બીજી કોઈ રીતે થી મળી શકતા નથી।।૨।।
ਨਿਰਹਾਰੀ ਕੇਸਵ ਨਿਰਵੈਰਾ ॥ તે પરમાત્મા કેશવ સુંદર કેશોવાળા કોઈ ની સાથે દુશ્મનાવટ નથી રાખતો અને તેને કોઈ ખોરાકની જરૂર પડતી નથી
ਕੋਟਿ ਜਨਾ ਜਾ ਕੇ ਪੂਜਹਿ ਪੈਰਾ ॥ કરોડો જ સેવક તેના પગ પૂજે છે
ਗੁਰਮੁਖਿ ਹਿਰਦੈ ਜਾ ਕੈ ਹਰਿ ਹਰਿ ਸੋਈ ਭਗਤੁ ਇਕਾਤੀ ਜੀਉ ॥੩॥ ગુરુ દ્વારા જે મનુષ્યના હૃદયમાં તે વસી જાય છે તે મનુષ્ય અનન્ય ભક્ત બની જાય છે ।।૩।।
ਅਮੋਘ ਦਰਸਨ ਬੇਅੰਤ ਅਪਾਰਾ ॥ તે પરમાત્મા ના દર્શન જરૂર મન ઇચ્છિત ફળ આપે આપે છે, તેના ગુણોનો અંત મેળવી શકતો નથી
ਵਡ ਸਮਰਥੁ ਸਦਾ ਦਾਤਾਰਾ ॥ તેની હસ્તી નો બીજો છેડો શોધી શકતો નથી, તે મોટી તાકતો વાળા છે અને તે હંમેશા જ દાન આપતા રહે છે
ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਜਪੀਐ ਤਿਤੁ ਤਰੀਐ ਗਤਿ ਨਾਨਕ ਵਿਰਲੀ ਜਾਤੀ ਜੀਉ ॥੪॥੬॥੧੩॥ ગુરુની શરણે પડીને જો તેનું નામ જપે તો તેની કૃપાથી સંસાર સમુદ્ર પાર કરી શકાય છે, પરંતુ હે નાનક! આ ઉચ્ચી આધ્યાત્મિક અવસ્થા કોઈ દુર્લભે જ સમજી છે ।।૪।।૬।।૧૩।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਕਹਿਆ ਕਰਣਾ ਦਿਤਾ ਲੈਣਾ ॥ હે પ્રભુ જે તું આદેશ કરે છે તે જ જીવ કરે છે, જે કાંઈ પણ તું આપે છે તે જ જીવ પ્રાપ્ત કરી શકે છે
ਗਰੀਬਾ ਅਨਾਥਾ ਤੇਰਾ ਮਾਣਾ ॥ ગરીબ અને અનાથ જીવો ને તારો જ આશરો છે
ਸਭ ਕਿਛੁ ਤੂੰਹੈ ਤੂੰਹੈ ਮੇਰੇ ਪਿਆਰੇ ਤੇਰੀ ਕੁਦਰਤਿ ਕਉ ਬਲਿ ਜਾਈ ਜੀਉ ॥੧॥ હે વ્હાલા પ્રભુ! જગત માં બધું જ તું જ કરે છે તું જ કરે છે, હું તારી સ્મૃતિથી બલિદાન આપું છું ।।૧।।
ਭਾਣੈ ਉਝੜ ਭਾਣੈ ਰਾਹਾ ॥ પરમાત્મા ની રજામાં જ જીવ જીવન નો ખોટો રસ્તો પકડી લે છે અને ઘણા સાચો રસ્તો પકડે છે
ਭਾਣੈ ਹਰਿ ਗੁਣ ਗੁਰਮੁਖਿ ਗਾਵਾਹਾ ॥ પરમાત્મા ની રજા માં જ ઘણા જીવ ગુરુ ની શરણ પડીને હરિ ના ગુણ ગાય છે
ਭਾਣੈ ਭਰਮਿ ਭਵੈ ਬਹੁ ਜੂਨੀ ਸਭ ਕਿਛੁ ਤਿਸੈ ਰਜਾਈ ਜੀਉ ॥੨॥ પરમાત્મની રજા અનુસાર જ જીવ માયા ના મોહના ભ્રમ માં ફસાઈને અનેક અસ્તિત્વમાં ભટકતા ફરે છે, આ બધું તે પ્રભુ ની રજા માં જ થઈ રહ્યું છે ।।૨।।
ਨਾ ਕੋ ਮੂਰਖੁ ਨਾ ਕੋ ਸਿਆਣਾ ॥ પોતાની સ્મૃતિથી ના કોઈ જીવ મૂર્ખ છે ના કોઈ બુદ્ધિમાન
ਵਰਤੈ ਸਭ ਕਿਛੁ ਤੇਰਾ ਭਾਣਾ ॥ જગતમાં જે કઈ થઈ રહ્યું છે બધું તારા આદેશથી ચાલી રહ્યું છે
ਅਗਮ ਅਗੋਚਰ ਬੇਅੰਤ ਅਥਾਹਾ ਤੇਰੀ ਕੀਮਤਿ ਕਹਣੁ ਨ ਜਾਈ ਜੀਉ ॥੩॥ હે અગમ્ય પહોંચ થી ઉપર પ્રભુ! હે ઈન્દ્રીયોની પહોંચ થી ઉપર પ્રભુ! હે ઊંડા પ્રભુ તારા બરાબર ની કોઈ કિંમત વ્યક્ત કરી શકાતી નથી।।૩।।
ਖਾਕੁ ਸੰਤਨ ਕੀ ਦੇਹੁ ਪਿਆਰੇ ॥ મને પોતાના સંતોના ચરણોની ધૂળ દે
ਆਇ ਪਇਆ ਹਰਿ ਤੇਰੈ ਦੁਆਰੈ ॥ હે વ્હાલા હરિ! હું તારા ઓટલે આવી પડ્યો છું
ਦਰਸਨੁ ਪੇਖਤ ਮਨੁ ਆਘਾਵੈ ਨਾਨਕ ਮਿਲਣੁ ਸੁਭਾਈ ਜੀਉ ॥੪॥੭॥੧੪॥ નાનક કહે, પરમાત્મા ના દર્શન કરવાથી મન દુનિયાના પદાર્થો તરફથી ભરાઈ જાય છે અને તેની રજા અનુસાર તેનાથી મિલન થઈ જાય છે ।।૪।।૭।।૧૪।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਦੁਖੁ ਤਦੇ ਜਾ ਵਿਸਰਿ ਜਾਵੈ ॥ જીવ ને દુઃખ ત્યારે જ થાય છે જયારે તેને પરમાત્માનું નામ ભુલાય જાય છ
ਭੁਖ ਵਿਆਪੈ ਬਹੁ ਬਿਧਿ ਧਾਵੈ ॥ નામ થી વંચિત જીવ પર માયા ની તૃષ્ણા જોર નાખી દે છે, અને જીવ ઘણી રીત થી માયા માટે ભટકતો ફરે છે
ਸਿਮਰਤ ਨਾਮੁ ਸਦਾ ਸੁਹੇਲਾ ਜਿਸੁ ਦੇਵੈ ਦੀਨ ਦਇਆਲਾ ਜੀਉ ॥੧॥ ગરીબો પર દયા કરવાવાળા પરમાત્મા જે મનુષ્ય ને નામ ની દાન આપે છે તે સ્મરણ કરી-કરીને હંમેશા સુખી રહે છે ।।૧।।
ਸਤਿਗੁਰੁ ਮੇਰਾ ਵਡ ਸਮਰਥਾ ॥ પરંતુ આ નામનું દાન ગુરુથી જ મળે છે, મારો સદગુરુ મોટી તાકાત વાળા છે


© 2017 SGGS ONLINE
Scroll to Top