“સીખો ગુરુ ગ્રંથ સાહિબ જીને શાશ્વત જીવંત ગુરુ અને શીખધર્મનો મુખ્ય પવિત્ર ગ્રંથ માને છે. પાંચમા સીખ ગુરુ, ગુરુ અર્જન, વર્ષ 1604માં મૂળને સંકલિત કર્યું હતું. તે શીખ ગુરુઓની તેમજ વિવિધ ધાર્મિક અને સામાજિક પૃષ્ઠભૂમિમાંથી અનેક સંતોના ઉપદેશોનું મિશ્રણ છે, જે વૈશ્વિક ભાઈચારા અને આધ્યાત્મિક જ્ઞાનના સંદેશને પ્રતિબિંબિત કરે છે.
ગુરુ ગ્રંથ સાહિબ જીની વિશેષતાઓ આ પ્રકારે છે: તે 1,430 પાનાંઓમાં સ્વયંભૂગત છે જેને અંગ કહેવાય છે, તે ગુરમુખી લિપિમાં લખાયેલું છે, અને તે 31 રાગા (સંગીતમય માપદંડ)માં વિભાજિત છે જેમાં ભજન વર્ગીકૃત છે.”
વિષય: ત્રણ હજાર આઠસો ચાર શબદો અથવા ભજનો છે જેમાં છ સીખ ગુરુઓના (ગુરુ નાનક, ગુરુ અર્જન, ગુરુ તેગ બહાદુર) ઉપદેશો છે, કબીર, રવિદાસ, શેખ ફરીદ જેવા તેરસ સંતો અને કવિઓના વિવિધ વિષયો પરનાં ઉપદેશો છે, જેમ કે પરમાત્મા, ધ્યાન, નૈતિકતા તેમજ જાતિના આધારે અછૂતતા જેવી હાનિકારક સામાજિક પ્રથાઓ સાથે સંકળાયેલા અંધશ્રદ્ધાઓને દૂર કરવી.”
ਕੁਲ ਰੂਪ ਧੂਪ ਗਿਆਨਹੀਨੀ ਤੁਝ ਬਿਨਾ ਮੋਹਿ ਕਵਨ ਮਾਤ ॥
હે વ્હલા પ્રભુ, મારો કોઈ સારો કુળ નથી, મારુ સુંદર રૂપ નથી, મારી અનાદર ગુણો ની સુગંધ નથી મારી અંદર આત્મિક જીવન ની કોઈ સમજ નથી, તારા વિનાકોણ છે મારો રખવાળો ?
ਵਿਸਮਾਦੁ ਧਰਤੀ ਵਿਸਮਾਦੁ ਖਾਣੀ ॥
ધરતી ઉપર ધરતી અને જીવોની ઉત્પત્તિ ચારેકોર આ કુદરત ને જોઈને મનમાં હલચલ પેદા થઈ રહી છે
ਸੂਖਮ ਮੂਰਤਿ ਨਾਮੁ ਨਿਰੰਜਨ ਕਾਇਆ ਕਾ ਆਕਾਰੁ ॥
યોગીઓના મતે, ભગવાન અમૂર્ત છે, માયાથી પ્રભાવિત નથી અને આખું બ્રહ્માંડ તેમના શરીરના રૂપ જેવું છે.
ਨਾਨਕ ਨਦਰਿ ਕਰੇ ਸੋ ਪਾਏ ॥
પરંતુ હે નાનક! ગુરુ પણ તેને જ મળે છે જેની ઉપર પ્રભુ દાતાર ની મહેર ની નજર થઈ જાય છે
ਨਾਨਕ ਮੇਰੁ ਸਰੀਰ ਕਾ ਇਕੁ ਰਥੁ ਇਕੁ ਰਥਵਾਹੁ ॥.
હે નાનક! ચોરાસી લાખ યોની માંની શિરોમણી માનવ યોની છે અને આ શરીર નો રથ અને આ જિંદગીના આટલા મોટા સફર માં મનુષ્ય મુસાફર છે અને આટલા લાંબા સફર ને આસાન કરવા માટે જીવ સમયના પ્રભાવમાં પોતાની મરજી અનુસાર કોઈને કોઈના પ્રભાવમાં ચાલી રહ્યો છે કોઈને કોઈ નો આશરો તો તેને જોઈએ જ છે
ਮਲੇਛ ਧਾਨੁ ਲੇ ਪੂਜਹਿ ਪੁਰਾਣੁ ॥
જેને મલેચ્છ કહે છે અને તેમની પાસેથી જ કમાણી કરે છે અને પછી પુરાણ ને પૂજે છે તો પણ એવું સમજે છે કે અમે તો પુરાણોમાં જે કહ્યું છે એ પ્રમાણે વ્યવહાર કરીએ છીએ
ਜੋ ਆਇਆ ਸੋ ਚਲਸੀ ਸਭੁ ਕੋਈ ਆਈ ਵਾਰੀਐ ॥
નામ-રત્નની મિલકત હૃદય-ઘરમાં હોવા છતાં તે ભૂખ્યો જ રહે છે અને તે ભાગ્યહીન પ્રભુથી ખુબ દૂર રહે છે.
ਗਲੀ ਜਿਨ੍ਹ੍ਹਾ ਜਪਮਾਲੀਆ ਲੋਟੇ ਹਥਿ ਨਿਬਗ ॥
જેના ગળામાં માળાઓ છે અને હાથોમાં ચમચમાતા લોટા છે
ਤੇਲ ਜਲੇ ਬਾਤੀ ਠਹਰਾਨੀ ਸੂੰਨਾ ਮੰਦਰੁ ਹੋਈ ॥੧॥
જ્યાં સુધી દીવામાં તેલ છે અને દીવાના મુખમાં વાટ છે ત્યાં સુધી ઘરમાં દરેક વસ્તુ નજર આવે છે.
ਜਮ ਕਾ ਡੰਡੁ ਮੂੰਡ ਮਹਿ ਲਾਗੈ ਖਿਨ ਮਹਿ ਕਰੈ ਨਿਬੇਰਾ ॥੩॥
પરંતુ જે સમયે યમનો દંડ માથા પર આવી વાગે છે ત્યારે એક પલકમાં નિર્ણય કરી દે છે કે વાસ્તવમાં આ ધન કોઈનું પણ નથી ॥૩॥