Guru Granth Sahib Translation Project

ગુરુ ગ્રંથ સાહિબ જી ગુજરાતી અનુવાદ

ગુરૂ ગ્રંથ સાહિબ 1604 માં ગુરુ અર્જન દેવ જી દ્વારા સંગ્રહિત કરવામાં આવ્યું હતું, જે પાંચમો સિખ ગુરુ હતા. તે સિખ ગુરુઓ: ગુરૂ નાનક દેવ જી, ગુરૂ અંગદદેવ જી, ગુરૂ અમર દાસ જી, ગુરૂ રામ દાસ જી અને ગુરૂ તેઘ બહાદુર જી દ્વારા રચાયું છે. તે હિંદુ અને મુસ્લિમ સંતોના રચનાઓનો પણ ભાગ બને છે. આ બધા કાર્યો પોતાના સમયરહિત પ્રેમ અને સમત્વનો એક જ સારો સંદેશ આપે છે.

ગુરુ ગ્રંથ સાહિબ ગુરમુખી લિપિમાં છે અને રાગો તરીકે વહેંચાયેલો છે. તે દરરોજના પ્રાર્થના અને વિધિઓના ભાગ તરીકે ગુરુદ્વારામાં પાઠ કરવામાં આવે છે અને ગાઇને છે. આજ્ઞાનું મુખ્ય વિષય આપણે પરહેજની સેવા, દરેક માનવની સમાનતા અને આધ્યાત્મિક પ્રકાશ શોધવાનું છે. ગુરુ ગ્રંથ સાહિબ સિખોના જીવનમાં આધ્યાત્મિક પ્રેરણાદાયક અને માર્ગદર્શક પ્રકાશ છે; તે શાંતિ, દયા અને એકતા લાવવામાં માટે હેતુ રહે છે.

 

ਗੁਰ ਮਿਲਿ ਨਾਨਕ ਪਾਰਬ੍ਰਹਮੁ ਪਛਾਣਾ ॥੪॥੨੭॥੯੭॥ 
ગુરુને મળીને જ તે મનુષ્ય તે અનંત પરમાત્મા સાથે ગાઢ સંધિ બનાવી લે છે ।।૪।।૨૭।।૯૭।।

ਪਾਖੰਡਿ ਪ੍ਰੇਮੁ ਨ ਪਾਈਐ ਖੋਟਾ ਪਾਜੁ ਖੁਆਰੁ ॥੧॥
 કારણ કે, બતાવવાથી પ્રભુનો પ્રેમ મળતો નથી. અંદર ખોટ હોય અને બહારથી પ્રેમ બતાવતો હોય, આ ખોટો દેખાવ ખુવાર જ કરે છે ।। ૧।।

ਪਿਰੁ ਰਲੀਆ ਰਸਿ ਮਾਣਸੀ ਸਾਚਿ ਸਬਦਿ ਸੁਖੁ ਨੇਹਿ ॥੧॥ ਰਹਾਉ ॥ 
આધ્યાત્મિક સુખ એને છે જે હંમેશા કાયમ રહેનાર પ્રભુમાં લીન રહે છે. જે ગુરુના શબ્દોમાં જોડાયેલી છે. જે પ્રભુના પ્રેમમાં મસ્ત છે. પતિ પ્રભુના મેળાપના સુખનું તે જીવ-સ્ત્રી આનંદ લે છે ।।૧।। વિરામ।।

ਭਾਈ ਰੇ ਅਵਰੁ ਨਾਹੀ ਮੈ ਥਾਉ ॥ 
પરંતુ, જે ભાગ્યહીન જીવ સ્ત્રી નામ નથી યાદ કરતી, તેને ખૂબ જ દુઃખ-કષ્ટ નો સામનો કરવો પડે છે, દુઃખમાં દોડાદોડ ત્યારે જ થાય છે જયારે માથા પર માલિક સાંઈ હોય, પરંતુ જો માલિકનુ નામ ક્યારેય યાદ જ નથી કરતી, તેના માથા પર માલિક સાંઈ કેવી રીતે ટકેલો લાગે? ।।૧।।

ਗੁਰਮੁਖਿ ਅੰਤਰਿ ਰਵਿ ਰਹਿਆ ਬਖਸੇ ਭਗਤਿ ਭੰਡਾਰ ॥੧॥ ਰਹਾਉ ॥ 
પરંતુ, આ પ્રેમ ગુરુના શરણ પડ્યા વિના મળતું નથી, ગુરુની સાથે રહેનાર મનુષ્યની અંદર ગુરુની કૃપાથી એવી પ્રેમ સંધિ બને છે કે પરમાત્મા દરેક સમયે હાજર રહે છે, ગુરુ તેને પ્રભુ ભક્તિ નો ખજાનો જ બક્ષી આપે છે ।।૧।। વિરામ।।

ਹਉਮੈ ਰੋਗੁ ਗਵਾਈਐ ਸਬਦਿ ਸਚੈ ਸਚੁ ਭਾਖੁ ॥੮॥ 
હે ભાઈ! ગુરુના સાચા શબ્દથી હંમેશા સ્થિર નામ યાદ રાખો. માત્ર નામનું સ્મરણ કરવાથી અહંકાર નો રોગ દૂર થાય છે ।।૮।।

ਸਭੁ ਜਗੁ ਕਾਜਲ ਕੋਠੜੀ ਤਨੁ ਮਨੁ ਦੇਹ ਸੁਆਹਿ ॥ 
આ આખું વિશ્વ કાજળના કબાટ જેવું જ છે જે તેના મોહમાં ફસાઈ જાય છે, તેનું તન મન શરીર રાખ મા ભળી જાય છે

ਪੰਖੀ ਬਿਰਖਿ ਸੁਹਾਵੜਾ ਸਚੁ ਚੁਗੈ ਗੁਰ ਭਾਇ ॥ 
જે જીવ-પક્ષી આ દેહ વૃક્ષ પર બેસીને ગુરુના પ્રેમમાં રહીને હંમેશા સ્થિર પ્રભુના નામના દાણા ચણે છે તે સુંદર જીવનવાળો બની જાય છે

ਪ੍ਰਭੁ ਨਿਕਟਿ ਵਸੈ ਸਭਨਾ ਘਟ ਅੰਤਰਿ ਗੁਰਮੁਖਿ ਵਿਰਲੈ ਜਾਤਾ ॥ 
જાતિઓ વચ્ચે કોઈ ફરક નથી, પ્રભુ બધા શરીરમાં બધા જીવની નજીક વસે છે. પરંતુ આ વાત કોઈ દુર્લભ જ સમજી શકે છે, જે ગુરુ ની શરણે પડે છે

ਸਤਿਗੁਰਿ ਸਚੁ ਦਿੜਾਇਆ ਸਦਾ ਸਚਿ ਸੰਜਮਿ ਰਹਣਾ ॥ 
ગુરુએ તેના હૃદય માં હંમેશા સ્થિર પ્રભુનું નામ નિશ્ચિત પણે ટકાવી દીધું, તેમને હંમેશા સ્થિર પ્રભુના નામમાં સુંદર જીવન મર્યાદા માં રહેવાની રીત શીખવી

Scroll to Top
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/