Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-1035

Page 1035

ਹਮ ਦਾਸਨ ਕੇ ਦਾਸ ਪਿਆਰੇ ॥ હે પ્રેમાળ! અમે તારા દાસના દાસ છીએ,
ਸਾਧਿਕ ਸਾਚ ਭਲੇ ਵੀਚਾਰੇ ॥ તે જ સાધક, સત્યવાદી તેમજ સારો છે, જે તારું ચિંતન કરે છે.
ਮੰਨੇ ਨਾਉ ਸੋਈ ਜਿਣਿ ਜਾਸੀ ਆਪੇ ਸਾਚੁ ਦ੍ਰਿੜਾਇਦਾ ॥੧੦॥ જે નિષ્ઠાપુર્વક નામનું મનન કરે છે, તે જીવનરમત જીતી લે છે અને સત્યમાં જ દ્રઢ રહે છે ॥૧૦॥
ਪਲੈ ਸਾਚੁ ਸਚੇ ਸਚਿਆਰਾ ॥ જેની પાસે સત્ય છે, વાસ્તવમાં તે જ સત્યશીલ છે.
ਸਾਚੇ ਭਾਵੈ ਸਬਦੁ ਪਿਆਰਾ ॥ જેને શબ્દથી પ્રેમ હોય છે, તે જ સાચા પ્રભુને ગમે છે.
ਤ੍ਰਿਭਵਣਿ ਸਾਚੁ ਕਲਾ ਧਰਿ ਥਾਪੀ ਸਾਚੇ ਹੀ ਪਤੀਆਇਦਾ ॥੧੧॥ ત્રણેય લોકમાં પ્રભુએ સત્યને શક્તિરૂપમાં સ્થિર કરેલ છે અને તે સત્યશીલ પર જ ખુશ થાય છે ॥૧૧॥
ਵਡਾ ਵਡਾ ਆਖੈ ਸਭੁ ਕੋਈ ॥ દરેક કોઈ પ્રભુને મોટો તેમજ મહાન કહે છે પરંતુ
ਗੁਰ ਬਿਨੁ ਸੋਝੀ ਕਿਨੈ ਨ ਹੋਈ ॥ ગુરુ વિના કોઈ સમજી શકતું નથી.
ਸਾਚਿ ਮਿਲੈ ਸੋ ਸਾਚੇ ਭਾਏ ਨਾ ਵੀਛੁੜਿ ਦੁਖੁ ਪਾਇਦਾ ॥੧੨॥ જે સત્યમાં મળી જાય છે, તે જ સાચા પ્રભુને ગમે છે અને પછી તેનાથી અલગ થઈને દુઃખી થતો નથી ॥૧૨॥
ਧੁਰਹੁ ਵਿਛੁੰਨੇ ਧਾਹੀ ਰੁੰਨੇ ॥ જે આરંભથી જ અલગ થયો છે, તે ફૂટી-ફૂટીને રોવે છે.
ਮਰਿ ਮਰਿ ਜਨਮਹਿ ਮੁਹਲਤਿ ਪੁੰਨੇ ॥ જયારે તેની જીવન-ઉમર પૂર્ણ થઈ જાય છે, તે મરતો-જન્મતો રહે છે.
ਜਿਸੁ ਬਖਸੇ ਤਿਸੁ ਦੇ ਵਡਿਆਈ ਮੇਲਿ ਨ ਪਛੋਤਾਇਦਾ ॥੧੩॥ પરંતુ જેના પર પ્રભુ કૃપા કરે છે, તેને જ મોટાઈ દે છે, અને મળાવીને પસ્તાતો નથી ॥૧૩॥
ਆਪੇ ਕਰਤਾ ਆਪੇ ਭੁਗਤਾ ॥ પોતે જ કર્તા છે અને પોતે જ દરેક વસ્તુનો આનંદ લેનાર છે
ਆਪੇ ਤ੍ਰਿਪਤਾ ਆਪੇ ਮੁਕਤਾ ॥ તૃપ્ત તેમજ મુક્ત પ્રભુ જ છે.
ਆਪੇ ਮੁਕਤਿ ਦਾਨੁ ਮੁਕਤੀਸਰੁ ਮਮਤਾ ਮੋਹੁ ਚੁਕਾਇਦਾ ॥੧੪॥ મુક્તિ દેનાર તે મુકતીશ્વર પોતે જ મમતા-મોહ મટાડી દે છે ॥૧૪॥
ਦਾਨਾ ਕੈ ਸਿਰਿ ਦਾਨੁ ਵੀਚਾਰਾ ॥ તેનું આપેલું દાન જ સર્વશ્રેષ્ઠ દાન છે,
ਕਰਣ ਕਾਰਣ ਸਮਰਥੁ ਅਪਾਰਾ ॥ તે અપરંપાર કરવા કરાવવામાં સમર્થ છે.
ਕਰਿ ਕਰਿ ਵੇਖੈ ਕੀਤਾ ਅਪਣਾ ਕਰਣੀ ਕਾਰ ਕਰਾਇਦਾ ॥੧੫॥ તે ઉત્પન્ન કરી-કરીને પોતાની રચનાને જોતો રહે છે અને કર્મો પ્રમાણે જ કર્મ કરાવે છે ॥૧૫॥
ਸੇ ਗੁਣ ਗਾਵਹਿ ਸਾਚੇ ਭਾਵਹਿ ॥ હે સત્યસ્વરૂપ! જે તને ગમે છે, તે જ તારું ગુણગાન કરે છે.
ਤੁਝ ਤੇ ਉਪਜਹਿ ਤੁਝ ਮਾਹਿ ਸਮਾਵਹਿ ॥ બધા જીવ તારાથી ઉત્પન્ન થઈને તારામાં જ સમાઈ જાય છે.
ਨਾਨਕੁ ਸਾਚੁ ਕਹੈ ਬੇਨੰਤੀ ਮਿਲਿ ਸਾਚੇ ਸੁਖੁ ਪਾਇਦਾ ॥੧੬॥੨॥੧੪॥ નાનક વિનયપૂર્વક સત્ય જ કહે છે કે પરમ-સત્યને મળીને જ સુખ પ્રાપ્ત થાય છે ॥૧૬॥૨॥૧૪॥
ਮਾਰੂ ਮਹਲਾ ੧ ॥ મારુ મહેલ ૧॥
ਅਰਬਦ ਨਰਬਦ ਧੁੰਧੂਕਾਰਾ ॥ સૃષ્ટિ-રચનાથી પૂર્વ અરબો વર્ષ ઝાકળરૂપી ગાઢ અંધકાર જ બની રહ્યા.
ਧਰਣਿ ਨ ਗਗਨਾ ਹੁਕਮੁ ਅਪਾਰਾ ॥ ત્યારે ન ધરતી હતી, ન આકાશ હતું, પરંતુ પરમાત્માનો હુકમ જ વ્યાપ્ત હતો.
ਨਾ ਦਿਨੁ ਰੈਨਿ ਨ ਚੰਦੁ ਨ ਸੂਰਜੁ ਸੁੰਨ ਸਮਾਧਿ ਲਗਾਇਦਾ ॥੧॥ દિવસ-રાત, સૂર્ય તેમજ ચંદ્ર પણ નહોતા, ત્યારે પ્રભુ શુન્ય સમાધિમાં જ લીન હતા ॥૧॥
ਖਾਣੀ ਨ ਬਾਣੀ ਪਉਣ ਨ ਪਾਣੀ ॥ ત્યારે ઉત્પતિના ચાર સ્ત્રોત - ઈંડાથી, ગર્ભથી, ગરમીથી તેમ જ ડાળીથી પણ નહોતા, વાણી, પવન તેમજ પાણી પણ નહોતા.
ਓਪਤਿ ਖਪਤਿ ਨ ਆਵਣ ਜਾਣੀ ॥ ત્યારે ન કોઈ પ્રકારની ઉત્પતિ થતી હતી, ન તો મૃત્યુ થતું હતું અને ન તો કોઈ જન્મતું તેમજ મરતું હતું.
ਖੰਡ ਪਤਾਲ ਸਪਤ ਨਹੀ ਸਾਗਰ ਨਦੀ ਨ ਨੀਰੁ ਵਹਾਇਦਾ ॥੨॥ ત્યારે ન બ્રહ્માંડના ખણ્ડ હતા, ન સાત પાતાળ હતા, સાગર તેમજ કોઈ નદીઓ પણ નહોતી જેમાં જળ વહે છે ॥૨॥
ਨਾ ਤਦਿ ਸੁਰਗੁ ਮਛੁ ਪਇਆਲਾ ॥ ત્યારે સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોકનું પણ અસ્તિત્વ નહોતું.
ਦੋਜਕੁ ਭਿਸਤੁ ਨਹੀ ਖੈ ਕਾਲਾ ॥ ત્યારે કોઈ સ્વર્ગ અને નર્ક પણ નહોતું અને ન તો મારનાર કાળ હતો.
ਨਰਕੁ ਸੁਰਗੁ ਨਹੀ ਜੰਮਣੁ ਮਰਣਾ ਨਾ ਕੋ ਆਇ ਨ ਜਾਇਦਾ ॥੩॥ નર્ક-સ્વર્ગ, જન્મ-મરણનું કોઈ ચક્ર પણ નહોતું અને ન તો કોઈ જન્મ લેતું હતું અને ન તો મૃત્યુને પ્રાપ્ત થતું હતું ॥૩॥
ਬ੍ਰਹਮਾ ਬਿਸਨੁ ਮਹੇਸੁ ਨ ਕੋਈ ॥ ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ - ત્રિદેવ પણ નહોતા,
ਅਵਰੁ ਨ ਦੀਸੈ ਏਕੋ ਸੋਈ ॥ એક પરમાત્મા સિવાય બીજું કોઈ દ્રષ્ટિમાન નહોતું.
ਨਾਰਿ ਪੁਰਖੁ ਨਹੀ ਜਾਤਿ ਨ ਜਨਮਾ ਨਾ ਕੋ ਦੁਖੁ ਸੁਖੁ ਪਾਇਦਾ ॥੪॥ ત્યારે ન કોઈ નારી-પુરુષ હતું, ન જાતિ તેમજ જન્મનું અંતર હતું અને ન તો કોઈ દુઃખ-સુખને અનુભવતું હતું ॥૪॥
ਨਾ ਤਦਿ ਜਤੀ ਸਤੀ ਬਨਵਾਸੀ ॥ ત્યારે કોઈ બ્રહ્મચારી, સન્યાસી તેમજ જંગલમાં રહેનાર પણ નહોતું.
ਨਾ ਤਦਿ ਸਿਧ ਸਾਧਿਕ ਸੁਖਵਾਸੀ ॥ ન તો કોઈ સિદ્ધ, સાધક અને સુખમાં રહેનાર ગૃહસ્થી હતું.
ਜੋਗੀ ਜੰਗਮ ਭੇਖੁ ਨ ਕੋਈ ਨਾ ਕੋ ਨਾਥੁ ਕਹਾਇਦਾ ॥੫॥ યોગી, જંગમ તેમજ કોઈ સંપ્રદાય પણ નહોતું અને ન તો કોઈ નાથ કહેવાતું હતું ॥૫॥
ਜਪ ਤਪ ਸੰਜਮ ਨਾ ਬ੍ਰਤ ਪੂਜਾ ॥ ત્યારે ન કોઈ જપ, તપ તેમજ ધીરજ કરતું હતું અને ન તો કોઈ વ્રત પૂજા-અર્ચના કરતું હતું.
ਨਾ ਕੋ ਆਖਿ ਵਖਾਣੈ ਦੂਜਾ ॥ ન તો કોઈ દ્વેતભાવને વ્યક્ત કરનારું હતું.
ਆਪੇ ਆਪਿ ਉਪਾਇ ਵਿਗਸੈ ਆਪੇ ਕੀਮਤਿ ਪਾਇਦਾ ॥੬॥ ત્યારે સ્વયંભૂ પરમેશ્વર પોતે જ ખુશ રહેતો હતો અને પોતે જ પોતાની સાચી કિંમત આંકનાર હતો ॥૬॥
ਨਾ ਸੁਚਿ ਸੰਜਮੁ ਤੁਲਸੀ ਮਾਲਾ ॥ ત્યારે શુદ્ધતા, તુલસીની પૂજા તેમજ માળા પણ નહોતી;
ਗੋਪੀ ਕਾਨੁ ਨ ਗਊ ਗੋੁਆਲਾ ॥ ન તો ગોપી, કૃષ્ણ-કનૈયા, ગાય તેમજ ગોવાળિયો હતો.
ਤੰਤੁ ਮੰਤੁ ਪਾਖੰਡੁ ਨ ਕੋਈ ਨਾ ਕੋ ਵੰਸੁ ਵਜਾਇਦਾ ॥੭॥ તંત્ર-મંત્ર, પાખંડ તેમજ વાંસળી વગાડનાર પણ કોઈ નહોતું ॥૭॥
ਕਰਮ ਧਰਮ ਨਹੀ ਮਾਇਆ ਮਾਖੀ ॥ ત્યારે ધર્મ-કર્મ, માયાની માખીનું પણ અસ્તિત્વ નહોતું અને
ਜਾਤਿ ਜਨਮੁ ਨਹੀ ਦੀਸੈ ਆਖੀ ॥ કોઈ જાતિ-જન્મ પણ નજરે આવતા નહોતા;
ਮਮਤਾ ਜਾਲੁ ਕਾਲੁ ਨਹੀ ਮਾਥੈ ਨਾ ਕੋ ਕਿਸੈ ਧਿਆਇਦਾ ॥੮॥ ત્યારે મમતાનું જાળ તેમજ માથા પર કાળ પણ નહોતું અને ન તો કોઈ કોઈનું ધ્યાન કરતું હતું ॥૮॥
ਨਿੰਦੁ ਬਿੰਦੁ ਨਹੀ ਜੀਉ ਨ ਜਿੰਦੋ ॥ ન તો કોઈ કોઈની નિંદા-અપમાન કરતું હતું, ન કોઈ જીવ તેમજ પ્રાણ હતા.
ਨਾ ਤਦਿ ਗੋਰਖੁ ਨਾ ਮਾਛਿੰਦੋ ॥ ત્યારે ન તો કોઈ ગોરખનાથ તેમજ મછંદરનાથ હતું.
ਨਾ ਤਦਿ ਗਿਆਨੁ ਧਿਆਨੁ ਕੁਲ ਓਪਤਿ ਨਾ ਕੋ ਗਣਤ ਗਣਾਇਦਾ ॥੯॥ ત્યારે જ્ઞાન, ધ્યાન, વંશાવલી તેમજ કર્મોનું લેખ-જોખ પણ નહોતું ॥૯॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top