Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-933

Page 933

ਜਾਪੈ ਆਪਿ ਪ੍ਰਭੂ ਤਿਹੁ ਲੋਇ ॥ ત્રણેય લોકમાં પ્રભુ જ વ્યાપક જણાય છે.
ਜੁਗਿ ਜੁਗਿ ਦਾਤਾ ਅਵਰੁ ਨ ਕੋਇ ॥ યુગ-યુગાન્તર ફક્ત આ જ દાતા છે અને તેના સિવાય બીજું કોઈ નથી.
ਜਿਉ ਭਾਵੈ ਤਿਉ ਰਾਖਹਿ ਰਾਖੁ ॥ હે જગતના રખેવાળ! જેમ તને મંજુર હોય છે, તેમ જ તું જીવોને રાખે છે.
ਜਸੁ ਜਾਚਉ ਦੇਵੈ ਪਤਿ ਸਾਖੁ ॥ હું તારાથી જ યશ માંગુ છું, તું મને માન-સન્માન આપે છે.
ਜਾਗਤੁ ਜਾਗਿ ਰਹਾ ਤੁਧੁ ਭਾਵਾ ॥ જો તને યોગ્ય લાગે તો હું હંમેશા મોહ-માયાથી જાગૃત છું.
ਜਾ ਤੂ ਮੇਲਹਿ ਤਾ ਤੁਝੈ ਸਮਾਵਾ ॥ જો તું પોતાની સાથે મળાવી લે તો હું જ જોડાય જાઉં.
ਜੈ ਜੈ ਕਾਰੁ ਜਪਉ ਜਗਦੀਸ ॥ હે જગદીશ! હું તારી જ જય-જયકાર કરતો રહું અને તારું જ નામ જપતો રહું.
ਗੁਰਮਤਿ ਮਿਲੀਐ ਬੀਸ ਇਕੀਸ ॥੨੫॥ ગુરુ ઉપદેશ પ્રમાણે સો ટકા જગદીશ્વરથી મેળાપ થઈ જાય છે ॥૨૫॥
ਝਖਿ ਬੋਲਣੁ ਕਿਆ ਜਗ ਸਿਉ ਵਾਦੁ ॥ જગતથી વાદ-વિવાદ કરવાનો શું અર્થ છે? આ તો નિરા ઝખ મરવાનું જ છે.
ਝੂਰਿ ਮਰੈ ਦੇਖੈ ਪਰਮਾਦੁ ॥ જયારે લોકો તે મનુષ્યના ગાંડપણ જોવે છે તો તે શરમથી જ મરી જાય છે.
ਜਨਮਿ ਮੂਏ ਨਹੀ ਜੀਵਣ ਆਸਾ ॥ તે જન્મ-મરણમાં પડી રહે છે પરંતુ વાસ્તવિક જીવનની આશા રાખતો નથી.
ਆਇ ਚਲੇ ਭਏ ਆਸ ਨਿਰਾਸਾ ॥ તે જન્મ લઈને જગતમાં આવે છે અને આશા વગર નિરાશ થઈ ચાલ્યો જાય છે.
ਝੁਰਿ ਝੁਰਿ ਝਖਿ ਮਾਟੀ ਰਲਿ ਜਾਇ ॥ આ પર તે વેદના ઉઠાવી-ઉઠાવીને માટીમાં મળી જાય છે.
ਕਾਲੁ ਨ ਚਾਂਪੈ ਹਰਿ ਗੁਣ ਗਾਇ ॥ જે પરમાત્માનું ગુણગાન કરે છે, કાળ પણ તેને ગળી શકતો નથી.
ਪਾਈ ਨਵ ਨਿਧਿ ਹਰਿ ਕੈ ਨਾਇ ॥ હરિનામથી જ નવનિધિની પ્રાપ્તિ થાય છે અને
ਆਪੇ ਦੇਵੈ ਸਹਜਿ ਸੁਭਾਇ ॥੨੬॥ આ નવનિધિ તે પોતે જ સરળ સ્વભાવ પોતાના ભક્તોને દે છે ॥૨૬॥
ਞਿਆਨੋ ਬੋਲੈ ਆਪੇ ਬੂਝੈ ॥ પરમાત્મા પોતે જ ગુરુના રૂપમાં જ્ઞાનનો ઉપદેશ દે છે અને પોતે જ શિષ્યનાં રૂપમાં આ જ્ઞાનને સમજે છે.
ਆਪੇ ਸਮਝੈ ਆਪੇ ਸੂਝੈ ॥ તે પોતે જ જ્ઞાનને સમજે છે અને પોતે જ સમજે છે.
ਗੁਰ ਕਾ ਕਹਿਆ ਅੰਕਿ ਸਮਾਵੈ ॥ જે ગુરુના ઉપદેશને હૃદયમાં વસાવી લે છે,
ਨਿਰਮਲ ਸੂਚੇ ਸਾਚੋ ਭਾਵੈ ॥ તે નિર્મળ અને શુદ્ધ થઈ જાય છે અને તે જ પરમાત્માને પ્રિય લાગે છે.
ਗੁਰੁ ਸਾਗਰੁ ਰਤਨੀ ਨਹੀ ਤੋਟ ॥ ગુરુ ગુણોનો સમુદ્ર છે અને તેમાં ગુણરૂપી રત્નોનો કોઈ અભાવ નથી.
ਲਾਲ ਪਦਾਰਥ ਸਾਚੁ ਅਖੋਟ ॥ તેમાં સત્યરૂપ લાલ પદાર્થ અગણિત છે.
ਗੁਰਿ ਕਹਿਆ ਸਾ ਕਾਰ ਕਮਾਵਹੁ ॥ તે જ કાર્ય કર, જે ગુરુ કરવા માટે કહે છે.
ਗੁਰ ਕੀ ਕਰਣੀ ਕਾਹੇ ਧਾਵਹੁ ॥ જે ગુરુની પોતાની કરની છે, તેનાથી પાછળ શા માટે ભાગે છે.
ਨਾਨਕ ਗੁਰਮਤਿ ਸਾਚਿ ਸਮਾਵਹੁ ॥੨੭॥ હે નાનક! ગુરુ મત પ્રમાણે નામ-જપીને સત્યમાં જોડાય જા ॥૨૭॥
ਟੂਟੈ ਨੇਹੁ ਕਿ ਬੋਲਹਿ ਸਹੀ ॥ જો સાચી વાત સામે કરાય તો પ્રેમ તૂટી જાય છે.
ਟੂਟੈ ਬਾਹ ਦੁਹੂ ਦਿਸ ਗਹੀ ॥ જેમ બંને તરફથી પકડેલા હાથ તૂટી જાય છે,
ਟੂਟਿ ਪਰੀਤਿ ਗਈ ਬੁਰ ਬੋਲਿ ॥ તેમ જ ખરાબ વચન બોલવાથી પ્રેમ તૂટી જાય છે.
ਦੁਰਮਤਿ ਪਰਹਰਿ ਛਾਡੀ ਢੋਲਿ ॥ દુર્બુદ્ધિવાળી પત્નીને તેનો પતિ ત્યાગી દે છે.
ਟੂਟੈ ਗੰਠਿ ਪੜੈ ਵੀਚਾਰਿ ॥ જો ભૂલ પર વિચાર કરાય તો તૂટેલી પ્રેમની ગાંઠ ફરી જોડાઈ જાય છે.
ਗੁਰ ਸਬਦੀ ਘਰਿ ਕਾਰਜੁ ਸਾਰਿ ॥ ગુરુના શબ્દ દ્વારા બધા કાર્ય પૂર્ણ થઈ જાય છે.
ਲਾਹਾ ਸਾਚੁ ਨ ਆਵੈ ਤੋਟਾ ॥ જેને સત્યનો લાભ પ્રાપ્ત થઈ જાય છે, તેને કોઈ અભાવ આવતો નથી.
ਤ੍ਰਿਭਵਣ ਠਾਕੁਰੁ ਪ੍ਰੀਤਮੁ ਮੋਟਾ ॥੨੮॥ ત્રણેય લોકનો સ્વામી પરમાત્મા જ જીવનો ગાઢ મિત્ર બને છે ॥૨૮॥
ਠਾਕਹੁ ਮਨੂਆ ਰਾਖਹੁ ਠਾਇ ॥ પોતાના મનને બહાર ભટકવાથી રોક અને આને ટકાવીને રાખ.
ਠਹਕਿ ਮੁਈ ਅਵਗੁਣਿ ਪਛੁਤਾਇ ॥ દુનિયા વ્યર્થ જ લડી-ઝઘડી મરી ગઈ છે, પરંતુ આ પોતાના અવગુણોને કારણે પછી પસ્તાવો કરે છે.
ਠਾਕੁਰੁ ਏਕੁ ਸਬਾਈ ਨਾਰਿ ॥ જગતનો માલિક એક પ્રભુ જ છે, બીજી બધી જીવ-સ્ત્રીઓ તેની પત્નીઓ છે.
ਬਹੁਤੇ ਵੇਸ ਕਰੇ ਕੂੜਿਆਰਿ ॥ અસત્ય જીવ-સ્ત્રી અનેક પાખંડ કરતી રહે છે.
ਪਰ ਘਰਿ ਜਾਤੀ ਠਾਕਿ ਰਹਾਈ ॥ પ્રભુએ પારકા ઘરમાં જનારી જીવ-સ્ત્રીને રોકી દીધી છે અને તેને પોતાના આત્મસ્વરૂપમાં બોલાવી લીધી છે.
ਮਹਲਿ ਬੁਲਾਈ ਠਾਕ ਨ ਪਾਈ ॥ તે જીવ-સ્ત્રીને પોતાના પતિ-પ્રભુના ઘરમાં જવાથી કોઈએ બાધા ઉત્પન્ન કરી નથી.
ਸਬਦਿ ਸਵਾਰੀ ਸਾਚਿ ਪਿਆਰੀ ॥ તેને શબ્દ દ્વારા પોતાને સંપૂર્ણ કરી લીધી છે અને તે પ્રભુની પ્રિયા બની ગઈ છે.
ਸਾਈ ਸੋੁਹਾਗਣਿ ਠਾਕੁਰਿ ਧਾਰੀ ॥੨੯॥ તે જ જીવ-સ્ત્રી સુહાગણ છે, જેને ઠાકોરે ધારણ કરી છે ॥૨૯॥
ਡੋਲਤ ਡੋਲਤ ਹੇ ਸਖੀ ਫਾਟੇ ਚੀਰ ਸੀਗਾਰ ॥ હે બહેનપણી! ભટકતા-ભટકતા મારા બધા શણગાર તેમજ વસ્ત્ર ફાટી ગયા છે.
ਡਾਹਪਣਿ ਤਨਿ ਸੁਖੁ ਨਹੀ ਬਿਨੁ ਡਰ ਬਿਣਠੀ ਡਾਰ ॥ તૃષ્ણાગ્નિને કારણે શરીરમાં સુખ પ્રાપ્ત થતું નથી અને પરમાત્માના ભય વગર બધું જ નાશ થઈ ગયું છે.
ਡਰਪਿ ਮੁਈ ਘਰਿ ਆਪਣੈ ਡੀਠੀ ਕੰਤਿ ਸੁਜਾਣਿ ॥ પ્રભુ-ભય દ્વારા હું હૃદય-ઘરમાં મૃત પડેલી રહેતી હતી, પરંતુ ચતુર પતિ-પ્રભુએ મારા પર કરુણા-દ્રષ્ટિ કરી છે.
ਡਰੁ ਰਾਖਿਆ ਗੁਰਿ ਆਪਣੈ ਨਿਰਭਉ ਨਾਮੁ ਵਖਾਣਿ ॥ મારા ગુરુએ પ્રભુ-ભય મારા હૃદયમાં સ્થિત કરી દીધો છે અને હવે નિર્ભય પ્રભુનું નામ જપતી રહે છે.
ਡੂਗਰਿ ਵਾਸੁ ਤਿਖਾ ਘਣੀ ਜਬ ਦੇਖਾ ਨਹੀ ਦੂਰਿ ॥ મારો નિવાસ સંસારરૂપી પહાડમાં છે, પરંતુ મને નામ અમૃતની ખુબ તરસ લાગેલી છે. હવે જ્યારે હું જોવ છું તો મારો પ્રભુ મને ક્યાંય દૂર લાગતો નથી.
ਤਿਖਾ ਨਿਵਾਰੀ ਸਬਦੁ ਮੰਨਿ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਆ ਭਰਪੂਰਿ ॥ મારા મનમાં નામ-સ્મરણ કરીને પોતાની તરસ ઠારી લીધી છે અને નામ અમૃત પી લીધું છે.
ਦੇਹਿ ਦੇਹਿ ਆਖੈ ਸਭੁ ਕੋਈ ਜੈ ਭਾਵੈ ਤੈ ਦੇਇ ॥ દરેક કોઈ જીવ પરમાત્માથી નામ દાનની કામના કરે છે, પરંતુ જો તેને મંજુર હોય તો જ તે આપે છે.
ਗੁਰੂ ਦੁਆਰੈ ਦੇਵਸੀ ਤਿਖਾ ਨਿਵਾਰੈ ਸੋਇ ॥੩੦॥ તે દરેક જીવને ગુરુ દ્વારા જ નામ દે છે અને તેની તરસ ઠારી દે છે ॥૩૦॥
ਢੰਢੋਲਤ ਢੂਢਤ ਹਉ ਫਿਰੀ ਢਹਿ ਢਹਿ ਪਵਨਿ ਕਰਾਰਿ ॥ હું પરમાત્માને શોધતી શોધતી ફરતી રહી અને જોયું કે અનેક લોકો સંસારના કિનારા પર પડી રહ્યા છે.
ਭਾਰੇ ਢਹਤੇ ਢਹਿ ਪਏ ਹਉਲੇ ਨਿਕਸੇ ਪਾਰਿ ॥ પાપોના ભારથી ભરેલ લોકો તો સંસાર- સમુદ્રમાં પડી ગયા પરંતુ પાપોના ભારથી મુક્ત જીવ પાર થઈ ગયા.
ਅਮਰ ਅਜਾਚੀ ਹਰਿ ਮਿਲੇ ਤਿਨ ਕੈ ਹਉ ਬਲਿ ਜਾਉ ॥ જેને અમર પરમાત્મા મળી ગયો છે, હું તેના પર બલિહાર જાવ છું.
ਤਿਨ ਕੀ ਧੂੜਿ ਅਘੁਲੀਐ ਸੰਗਤਿ ਮੇਲਿ ਮਿਲਾਉ ॥ હું તે ભક્તજનોની ચરણ-ધૂળમાં સ્નાન કરતી રહું, મને તેની સંગતિમાં પોતાની સાથે મળાવી લે.
ਮਨੁ ਦੀਆ ਗੁਰਿ ਆਪਣੈ ਪਾਇਆ ਨਿਰਮਲ ਨਾਉ ॥ મેં પોતાનું મન ગુરુને સોંપીને નિર્મળ નામ મેળવી લીધું છે.


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top