Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-922

Page 922

ਕਹੈ ਨਾਨਕੁ ਪ੍ਰਭੁ ਆਪਿ ਮਿਲਿਆ ਕਰਣ ਕਾਰਣ ਜੋਗੋ ॥੩੪॥ નાનક કહે છે કે બધું કરવા-કરાવવામાં સમર્થ પ્રભુ પોતે જ આવી મળ્યો છે ॥૩૪॥
ਏ ਸਰੀਰਾ ਮੇਰਿਆ ਇਸੁ ਜਗ ਮਹਿ ਆਇ ਕੈ ਕਿਆ ਤੁਧੁ ਕਰਮ ਕਮਾਇਆ ॥ હે શરીર! આ જગતમાં આવીને તે ક્યુ શુભ કર્મ કર્યું છે?
ਕਿ ਕਰਮ ਕਮਾਇਆ ਤੁਧੁ ਸਰੀਰਾ ਜਾ ਤੂ ਜਗ ਮਹਿ ਆਇਆ ॥ હે શરીર! આ જગતમાં આવીને તે ક્યુ કર્મ કર્યું છે?
ਜਿਨਿ ਹਰਿ ਤੇਰਾ ਰਚਨੁ ਰਚਿਆ ਸੋ ਹਰਿ ਮਨਿ ਨ ਵਸਾਇਆ ॥ જે પરમાત્માએ તારી રચના કરી છે, તેને તો મનમાં જ વસાવ્યો નથી.
ਗੁਰ ਪਰਸਾਦੀ ਹਰਿ ਮੰਨਿ ਵਸਿਆ ਪੂਰਬਿ ਲਿਖਿਆ ਪਾਇਆ ॥ ગુરુની કૃપાથી પ્રભુ તેના મનમાં જ વસે છે, પૂર્વ કર્મોને કારણે જેને આ ફળ પ્રાપ્ત થયું છે.
ਕਹੈ ਨਾਨਕੁ ਏਹੁ ਸਰੀਰੁ ਪਰਵਾਣੁ ਹੋਆ ਜਿਨਿ ਸਤਿਗੁਰ ਸਿਉ ਚਿਤੁ ਲਾਇਆ ॥੩੫॥ નાનક કહે છે કે જેને સદ્દગુરૂમાં મન લગાવ્યું છે, તેનું આ શરીર સફળ થઈ ગયું છે ॥૩૫॥
ਏ ਨੇਤ੍ਰਹੁ ਮੇਰਿਹੋ ਹਰਿ ਤੁਮ ਮਹਿ ਜੋਤਿ ਧਰੀ ਹਰਿ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਦੇਖਹੁ ਕੋਈ ॥ હે આંખો! પરમાત્માએ તારામાં પ્રકાશ સ્થાપિત કર્યો છે, આથી તેના સિવાય કોઈ બીજાને ન જો.
ਹਰਿ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਦੇਖਹੁ ਕੋਈ ਨਦਰੀ ਹਰਿ ਨਿਹਾਲਿਆ ॥ પ્રભુ સિવાય કોઈ બીજાને ન જો, કારણ કે તેની કૃપાથી જ તને દ્રષ્ટિ મળી છે.
ਏਹੁ ਵਿਸੁ ਸੰਸਾਰੁ ਤੁਮ ਦੇਖਦੇ ਏਹੁ ਹਰਿ ਕਾ ਰੂਪੁ ਹੈ ਹਰਿ ਰੂਪੁ ਨਦਰੀ ਆਇਆ ॥ આ જે વિશ્વ-સંસાર તું જોઈ રહ્યો છે, આ પરમાત્માનું રૂપ છે અને પરમાત્માનું જ રૂપ નજર આવી રહ્યું છે.
ਗੁਰ ਪਰਸਾਦੀ ਬੁਝਿਆ ਜਾ ਵੇਖਾ ਹਰਿ ਇਕੁ ਹੈ ਹਰਿ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਕੋਈ ॥ ગુરુની કૃપાથી આ રહસ્ય સમજમાં આવી ગયું છે, જ્યાં પણ જોવ છું, એક પ્રભુ જ દેખાઈ દે છે અને તેના સિવાય બીજું કોઈ નથી.
ਕਹੈ ਨਾਨਕੁ ਏਹਿ ਨੇਤ੍ਰ ਅੰਧ ਸੇ ਸਤਿਗੁਰਿ ਮਿਲਿਐ ਦਿਬ ਦ੍ਰਿਸਟਿ ਹੋਈ ॥੩੬॥ નાનક કહે છે કે આ આંખ પહેલા અંધ હતી પરંતુ સદ્દગુરુને મળીને દિવ્ય-દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ છે ॥૩૬॥
ਏ ਸ੍ਰਵਣਹੁ ਮੇਰਿਹੋ ਸਾਚੈ ਸੁਨਣੈ ਨੋ ਪਠਾਏ ॥ હે કાનો! પરમાત્માએ તને જગતમાં સત્ય સાંભળવા માટે મોકલ્યો છે.
ਸਾਚੈ ਸੁਨਣੈ ਨੋ ਪਠਾਏ ਸਰੀਰਿ ਲਾਏ ਸੁਣਹੁ ਸਤਿ ਬਾਣੀ ॥ સત્ય સાંભળવા માટે પ્રભુએ શરીરની સાથે લગાવીને દુનિયામાં મોકલ્યો છે આથી સત્યની વાણી સાંભળ,
ਜਿਤੁ ਸੁਣੀ ਮਨੁ ਤਨੁ ਹਰਿਆ ਹੋਆ ਰਸਨਾ ਰਸਿ ਸਮਾਣੀ ॥ જેને સાંભળવાથી મન-શરીર આનંદી થઈ જાય છે અને જીભ હરિ-રસમાં જોડાય જાય છે.
ਸਚੁ ਅਲਖ ਵਿਡਾਣੀ ਤਾ ਕੀ ਗਤਿ ਕਹੀ ਨ ਜਾਏ ॥ તે પરમ સત્ય, લક્ષ્યહીન તેમજ અદભૂત પ્રભુની વિચિત્ર ગતિ અકથ્ય છે.
ਕਹੈ ਨਾਨਕੁ ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਸੁਣਹੁ ਪਵਿਤ੍ਰ ਹੋਵਹੁ ਸਾਚੈ ਸੁਨਣੈ ਨੋ ਪਠਾਏ ॥੩੭॥ નાનક કહે છે કે નામ અમૃતને સાંભળ તેમજ પવિત્ર થઈ જા, પરમેશ્વરે તે સત્ય સાંભળવા માટે જગતમાં મોકલ્યો છે ॥૩૭॥
ਹਰਿ ਜੀਉ ਗੁਫਾ ਅੰਦਰਿ ਰਖਿ ਕੈ ਵਾਜਾ ਪਵਣੁ ਵਜਾਇਆ ॥ પરમાત્માએ આત્માને શરીરરૂપી ગુફામાં રાખીને પ્રાણોના વાજા વગાડ્યા છે.
ਵਜਾਇਆ ਵਾਜਾ ਪਉਣ ਨਉ ਦੁਆਰੇ ਪਰਗਟੁ ਕੀਏ ਦਸਵਾ ਗੁਪਤੁ ਰਖਾਇਆ ॥ તેને પ્રાણોના વાજ વગાડ્યા અર્થાત જીવન શ્વાસોનું સંચાર કર્યું, શરીરરૂપી ગુફાના નવ દરવાજા - આંખો, કાન, મુખ, નાક વગેરે પ્રગટ કર્યા અને દસમા દરવાજાને ગુપ્ત રાખેલ છે.
ਗੁਰਦੁਆਰੈ ਲਾਇ ਭਾਵਨੀ ਇਕਨਾ ਦਸਵਾ ਦੁਆਰੁ ਦਿਖਾਇਆ ॥ તેને ગુરુમાં શ્રદ્ધા લગાવીને દસમો દરવાજો દેખાડી દીધો છે.
ਤਹ ਅਨੇਕ ਰੂਪ ਨਾਉ ਨਵ ਨਿਧਿ ਤਿਸ ਦਾ ਅੰਤੁ ਨ ਜਾਈ ਪਾਇਆ ॥ ત્યાં દસમા દરવાજામાં અનેક રૂપ તેમજ નવ નિધિવાળા નામનો નિવાસ છે, જેનું રહસ્ય મેળવી શકાતું નથી.
ਕਹੈ ਨਾਨਕੁ ਹਰਿ ਪਿਆਰੈ ਜੀਉ ਗੁਫਾ ਅੰਦਰਿ ਰਖਿ ਕੈ ਵਾਜਾ ਪਵਣੁ ਵਜਾਇਆ ॥੩੮॥ નાનક કહે છે કે પ્રેમાળ પ્રભુએ આત્માને શરીરરૂપી ગુફામાં સ્થિત કરી પ્રાણોનું સંચાર કર્યું છે ॥૩૮॥
ਏਹੁ ਸਾਚਾ ਸੋਹਿਲਾ ਸਾਚੈ ਘਰਿ ਗਾਵਹੁ ॥ પરમાત્માનું આ સાચુ કીર્તન સાચા ઘર સત્સંગતિમાં બેસીને ગાન કર.
ਗਾਵਹੁ ਤ ਸੋਹਿਲਾ ਘਰਿ ਸਾਚੈ ਜਿਥੈ ਸਦਾ ਸਚੁ ਧਿਆਵਹੇ ॥ તે સાચા ઘર સત્સંગતિમાં બેસીને સાચું કીર્તિગાન કર, જ્યાં હંમેશા સત્યનું ધ્યાન કરાય છે.
ਸਚੋ ਧਿਆਵਹਿ ਜਾ ਤੁਧੁ ਭਾਵਹਿ ਗੁਰਮੁਖਿ ਜਿਨਾ ਬੁਝਾਵਹੇ ॥ હે પ્રભુ! જે તને ગમે છે અને જે ગુરૂમૂખોને જ્ઞાત થઈ જાય છે, તે જ પરમ-સત્યનું ધ્યાન કરે છે.
ਇਹੁ ਸਚੁ ਸਭਨਾ ਕਾ ਖਸਮੁ ਹੈ ਜਿਸੁ ਬਖਸੇ ਸੋ ਜਨੁ ਪਾਵਹੇ ॥ આ પરમ સત્ય બધાનો માલિક છે, સત્ય તેને જ પ્રાપ્ત થાય છે, જેને તે પોતે આપે છે.
ਕਹੈ ਨਾਨਕੁ ਸਚੁ ਸੋਹਿਲਾ ਸਚੈ ਘਰਿ ਗਾਵਹੇ ॥੩੯॥ નાનક કહે છે કે સાચા ઘર સત્સંગતિમાં બેસીને પરમ-સત્યનું કીર્તિગાન કરતો રહે ॥૩૯॥
ਅਨਦੁ ਸੁਣਹੁ ਵਡਭਾਗੀਹੋ ਸਗਲ ਮਨੋਰਥ ਪੂਰੇ ॥ હે ભાગ્યશાળીઓ! તમે શ્રદ્ધાથી આનંદ વાણીને સાંભળો, આને સાંભળવાથી બધી ઈચ્છા પૂર્ણ થઈ જાય છે.
ਪਾਰਬ੍ਰਹਮੁ ਪ੍ਰਭੁ ਪਾਇਆ ਉਤਰੇ ਸਗਲ ਵਿਸੂਰੇ ॥ જેને પરબ્રહ્મ પ્રભુને મેળવી લીધો છે, તેના બધા દુઃખ-ઇજા દૂર થઈ ગયા છે.
ਦੂਖ ਰੋਗ ਸੰਤਾਪ ਉਤਰੇ ਸੁਣੀ ਸਚੀ ਬਾਣੀ ॥ જેને સાચી વાણી સાંભળી છે, તેના બધા દુઃખ રોગ તેમજ સંતાપ ઉતરી ગયા છે.
ਸੰਤ ਸਾਜਨ ਭਏ ਸਰਸੇ ਪੂਰੇ ਗੁਰ ਤੇ ਜਾਣੀ ॥ જેને સંપૂર્ણ ગુરુથી આ વાણીને જાણી લીધી છે, તે બધા સજ્જન સંત ખુશ થઈ ગયા છે.
ਸੁਣਤੇ ਪੁਨੀਤ ਕਹਤੇ ਪਵਿਤੁ ਸਤਿਗੁਰੁ ਰਹਿਆ ਭਰਪੂਰੇ ॥ આ વાણીને સાંભળનાર પવિત્ર થઈ જાય છે અને આને જપનાર પણ પવિત્ર થઈ જાય છે.
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕੁ ਗੁਰ ਚਰਣ ਲਾਗੇ ਵਾਜੇ ਅਨਹਦ ਤੂਰੇ ॥੪੦॥੧॥ સદ્દગુરુ પોતાની વાણીમાં વ્યાપક છે. નાનક વિનંતી કરે છે કે ચરણોમાં લાગવાથી મનમાં અનહદ અવાજોવાળા વાજા વાગી રહ્યા છે ॥૪૦॥૧॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top