Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-887

Page 887

ਪੀਵਤ ਅਮਰ ਭਏ ਨਿਹਕਾਮ ॥ જેનું સેવન કરવાથી જીવ અમર તેમજ નિષ્કામ છે
ਤਨੁ ਮਨੁ ਸੀਤਲੁ ਅਗਨਿ ਨਿਵਾਰੀ ॥ તેનાથી મન-તન શીતળ થઈ જાય છે અને તૃષણાગ્નિ ઓલવાય જાય છે
ਅਨਦ ਰੂਪ ਪ੍ਰਗਟੇ ਸੰਸਾਰੀ ॥੨॥ તે આનંદ સ્વરૂપમાં આખા સંસારમાં લોકપ્રિય થઈ જાય છે ॥૨॥
ਕਿਆ ਦੇਵਉ ਜਾ ਸਭੁ ਕਿਛੁ ਤੇਰਾ ॥ હે હરિ! જ્યારે બધું તારું જ મને દીધેલું છે તું હું શું ભેટ કરું?
ਸਦ ਬਲਿਹਾਰਿ ਜਾਉ ਲਖ ਬੇਰਾ ॥ હું તારા પર લાખો વખત હંમેશા જ બલિહાર જાઉં છું
ਤਨੁ ਮਨੁ ਜੀਉ ਪਿੰਡੁ ਦੇ ਸਾਜਿਆ ॥ આ તન-મન, પ્રાણ બધું દઈને તે જ બનાવ્યું છે
ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਨੀਚੁ ਨਿਵਾਜਿਆ ॥੩॥ ગુરુની કૃપાથી મને નીચને આદર પ્રદાન કર્યું છે ॥૩॥
ਖੋਲਿ ਕਿਵਾਰਾ ਮਹਲਿ ਬੁਲਾਇਆ ॥ હે હરિ! તે દરવાજા ખોલીને મને પોતાના ચરણોમાં બોલાવી લીધો છે
ਜੈਸਾ ਸਾ ਤੈਸਾ ਦਿਖਲਾਇਆ ॥ તું જેવો છે તેવું જ પોતાનું રૂપ દેખાડી દીધું છે
ਕਹੁ ਨਾਨਕ ਸਭੁ ਪੜਦਾ ਤੂਟਾ ॥ હે નાનક! મારા ભ્રમનો પડદો તૂટી ગયો છે
ਹਉ ਤੇਰਾ ਤੂ ਮੈ ਮਨਿ ਵੂਠਾ ॥੪॥੩॥੧੪॥ તું મારા મનમાં વસી ગયો છે અને હું તારો થઈ ગયો છું ॥૪॥૩॥૧૪॥
ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥ રામકલી મહેલ ૫॥
ਸੇਵਕੁ ਲਾਇਓ ਅਪੁਨੀ ਸੇਵ ॥ ਅੰਮ੍ਰਿਤੁ ਨਾਮੁ ਦੀਓ ਮੁਖਿ ਦੇਵ ॥ સેવકને પોતાની સેવામાં લગાવીને ગુરુએ નામ અમૃત મુખમાં નાખી દીધું છે
ਸਗਲੀ ਚਿੰਤਾ ਆਪਿ ਨਿਵਾਰੀ ॥ તેને બધી ચિંતા દૂર કરી દીધી છે
ਤਿਸੁ ਗੁਰ ਕਉ ਹਉ ਸਦ ਬਲਿਹਾਰੀ ॥੧॥ તેથી તે ગુરુ પર હંમેશા બલિહાર જાઉં છું ॥૧॥
ਕਾਜ ਹਮਾਰੇ ਪੂਰੇ ਸਤਗੁਰ ॥ સદ્દગુરુએ મારા બધા કાર્ય પુરા કરી દીધા છે
ਬਾਜੇ ਅਨਹਦ ਤੂਰੇ ਸਤਗੁਰ ॥੧॥ ਰਹਾਉ ॥ તેના જ ફળ સ્વરૂપ અનહદ ધ્વનિના વાજા વાગી રહ્યા છે ॥૧॥વિરામ॥
ਮਹਿਮਾ ਜਾ ਕੀ ਗਹਿਰ ਗੰਭੀਰ ॥ હે મિત્ર! જે પરમાત્મા મહિમા ગહનગંભીર છે
ਹੋਇ ਨਿਹਾਲੁ ਦੇਇ ਜਿਸੁ ਧੀਰ ॥ જેને તે ધીરજ આપે છે તે આનંદિત થઈ જાય છે
ਜਾ ਕੇ ਬੰਧਨ ਕਾਟੇ ਰਾਇ ॥ તે જેના બંધન કાપી દે છે
ਸੋ ਨਰੁ ਬਹੁਰਿ ਨ ਜੋਨੀ ਪਾਇ ॥੨॥ તે પુરુષ બીજીવાર યોનીઓના ચક્રમાં પડતો નથી ॥૨॥
ਜਾ ਕੈ ਅੰਤਰਿ ਪ੍ਰਗਟਿਓ ਆਪ ॥ હે મિત્ર! અંતરમનમાં પ્રભુ પોતે પ્રગટ થઈ ગયા છે
ਤਾ ਕਉ ਨਾਹੀ ਦੂਖ ਸੰਤਾਪ ॥ તેને કોઈ દુઃખ-સંતાપ લાગતું નથી
ਲਾਲੁ ਰਤਨੁ ਤਿਸੁ ਪਾਲੈ ਪਰਿਆ ॥ જેના પાલવમાં લાલ-રત્ન જેવું નામ પડેલું છે
ਸਗਲ ਕੁਟੰਬ ਓਹੁ ਜਨੁ ਲੈ ਤਰਿਆ ॥੩॥ તે પોતાના આખા પરિવાર સહિત સંસાર સમુદ્રથી પાર થઈ ગયો છે ॥૩॥
ਨਾ ਕਿਛੁ ਭਰਮੁ ਨ ਦੁਬਿਧਾ ਦੂਜਾ ॥ તેનું ભ્રમ, દુવિધા તેમજ દ્વૈતભાવ મટી ગયા છે
ਏਕੋ ਏਕੁ ਨਿਰੰਜਨ ਪੂਜਾ ॥ જેણે માત્ર પરમાત્માની પૂજા કરી છે
ਜਤ ਕਤ ਦੇਖਉ ਆਪਿ ਦਇਆਲ ॥ હવે જ્યાં પણ જોઉં છું દયાળુ પ્રભુ પોતે જ હાજર છે
ਕਹੁ ਨਾਨਕ ਪ੍ਰਭ ਮਿਲੇ ਰਸਾਲ ॥੪॥੪॥੧੫॥ કારણ કે હે નાનક! રસોનો ભંડાર પ્રભુ મને મળી ગયા છે ॥૪॥૪॥૧૫॥
ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥ રામકલી મહેલ ૫॥
ਤਨ ਤੇ ਛੁਟਕੀ ਅਪਨੀ ਧਾਰੀ ॥ હે ભાઈ! શરીરથી પોતાની જ ધારણ કરેલી અહમ-ભાવના છૂટી ગઈ છે
ਪ੍ਰਭ ਕੀ ਆਗਿਆ ਲਗੀ ਪਿਆਰੀ ॥ પ્રભુની આજ્ઞા એટલી વ્હાલી લાગી છે
ਜੋ ਕਿਛੁ ਕਰੈ ਸੁ ਮਨਿ ਮੇਰੈ ਮੀਠਾ ॥ તે જે કાંઈ કરે છે તે જ મારા મનને મીઠું લાગે છે
ਤਾ ਇਹੁ ਅਚਰਜੁ ਨੈਨਹੁ ਡੀਠਾ ॥੧॥ તે વિચિત્ર રમત મેં પોતાની આંખથી જોઈ લીધી છે ॥૧॥
ਅਬ ਮੋਹਿ ਜਾਨੀ ਰੇ ਮੇਰੀ ਗਈ ਬਲਾਇ ॥ હવે મેં જાણી લીધું છે છે કે મારી બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ છે
ਬੁਝਿ ਗਈ ਤ੍ਰਿਸਨ ਨਿਵਾਰੀ ਮਮਤਾ ਗੁਰਿ ਪੂਰੈ ਲੀਓ ਸਮਝਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ મારી તૃષ્ણા ઠરી ગઈ છે મનમાંથી મમતા પણ દૂર થઈ ગઈ છે કારણ કે સંપૂર્ણ ગુરુએ મને સમજાવી દીધું છે ॥૧॥વિરામ॥
ਕਰਿ ਕਿਰਪਾ ਰਾਖਿਓ ਗੁਰਿ ਸਰਨਾ ॥ ગુરુએ કૃપા કરીને મને પોતાની શરણમાં રાખેલો છે
ਗੁਰਿ ਪਕਰਾਏ ਹਰਿ ਕੇ ਚਰਨਾ ॥ તેને મને હરિના ચરણ પકડાવી દીધા છે
ਬੀਸ ਬਿਸੁਏ ਜਾ ਮਨ ਠਹਰਾਨੇ ॥ જ્યારે મન સો ટકા સ્થિર થઈ ગયું તો
ਗੁਰ ਪਾਰਬ੍ਰਹਮ ਏਕੈ ਹੀ ਜਾਨੇ ॥੨॥ જાણી લીધું કે ગુરુ-પરબ્રહ્મ એક જ છે ॥૨॥
ਜੋ ਜੋ ਕੀਨੋ ਹਮ ਤਿਸ ਕੇ ਦਾਸ ॥ જે પણ જીવ પ્રભુએ ઉત્પન્ન કર્યા છે હું તેનો દાસ છું
ਪ੍ਰਭ ਮੇਰੇ ਕੋ ਸਗਲ ਨਿਵਾਸ ॥ કારણ કે બધા જીવમાં મારા પ્રભુનો જ નિવાસ છે
ਨਾ ਕੋ ਦੂਤੁ ਨਹੀ ਬੈਰਾਈ ॥ તેથી ન કોઈ મારુ દુશ્મન છે અને કોઈ મારુ વેરી છે
ਗਲਿ ਮਿਲਿ ਚਾਲੇ ਏਕੈ ਭਾਈ ॥੩॥ હવે હું બધાને ગળે મળીને એમ ચાલે છે જેમ એક પિતાના પુત્ર હોય ॥૩॥
ਜਾ ਕਉ ਗੁਰਿ ਹਰਿ ਦੀਏ ਸੂਖਾ ॥ જેણે હરિ ગુરુએ સુખ આપ્યું છે
ਤਾ ਕਉ ਬਹੁਰਿ ਨ ਲਾਗਹਿ ਦੂਖਾ ॥ તેને બીજીવાર કોઈ દુઃખ લાગતું નથી
ਆਪੇ ਆਪਿ ਸਰਬ ਪ੍ਰਤਿਪਾਲ ॥ ਨਾਨਕ ਰਾਤਉ ਰੰਗਿ ਗੋਪਾਲ ॥੪॥੫॥੧੬॥ હે નાનક! તે પરમાત્મા પોતે જ બધાનો પ્રતિપાલક છે અને હું એના રંગમાં જ મગ્ન રહું છું ॥૪॥૫॥૧૬॥
ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥ રામકલી મહેલ ૫॥
ਮੁਖ ਤੇ ਪੜਤਾ ਟੀਕਾ ਸਹਿਤ ॥ હે પંડિત! તમે તમારા મોંથી અર્થો સાથે શાસ્ત્રોનો અભ્યાસ કરો છો,
ਹਿਰਦੈ ਰਾਮੁ ਨਹੀ ਪੂਰਨ ਰਹਤ ॥ પરંતુ તો પણ તારા હૃદયમાં રામ નામ વસતું નથી
ਉਪਦੇਸੁ ਕਰੇ ਕਰਿ ਲੋਕ ਦ੍ਰਿੜਾਵੈ ॥ તું ઉપદેશ કરી કરીને લોકોને દ્રઢ કરાવતો રહે છે
ਅਪਨਾ ਕਹਿਆ ਆਪਿ ਨ ਕਮਾਵੈ ॥੧॥ પરંતુ પોતે તેના પર અમલ કરતો નથી ॥૧॥
ਪੰਡਿਤ ਬੇਦੁ ਬੀਚਾਰਿ ਪੰਡਿਤ ॥ હે પંડિત! વેદોનું ચિંતન કર
ਮਨ ਕਾ ਕ੍ਰੋਧੁ ਨਿਵਾਰਿ ਪੰਡਿਤ ॥੧॥ ਰਹਾਉ ॥ હે પંડિત! પોતાના મનનો ક્રોધ દૂર કરી દે ॥૧॥વિરામ॥
ਆਗੈ ਰਾਖਿਓ ਸਾਲ ਗਿਰਾਮੁ ॥ તે શાલિગ્રામ પોતાની સામે રાખેલું છે


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top