Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-859

Page 859

ੴ ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે ભય રહિત છે વેર હિત છે જેનું સ્વરૂપ કાળથી પરે છે, જે યોનિઓમાં નથી ભટકતો જેનો પ્રકાશ તેની મેળાએ છે અને જે સદગુરૂની કૃપાથી મળે છે
ਰਾਗੁ ਗੋਂਡ ਚਉਪਦੇ ਮਹਲਾ ੪ ਘਰੁ ੧ ॥ રાગ ગોંડ ચારપદ મહેલ ૪ ઘર ૧॥
ਜੇ ਮਨਿ ਚਿਤਿ ਆਸ ਰਖਹਿ ਹਰਿ ਊਪਰਿ ਤਾ ਮਨ ਚਿੰਦੇ ਅਨੇਕ ਅਨੇਕ ਫਲ ਪਾਈ ॥ હે જીવ! જો મનમાં પરમાત્મા પર આશા રાખીશ તો અનેક જ મનવાંછિત ફળની પ્રાપ્તિ થઈ જશે.
ਹਰਿ ਜਾਣੈ ਸਭੁ ਕਿਛੁ ਜੋ ਜੀਇ ਵਰਤੈ ਪ੍ਰਭੁ ਘਾਲਿਆ ਕਿਸੈ ਕਾ ਇਕੁ ਤਿਲੁ ਨ ਗਵਾਈ ॥ જે તારા દિલમાં છે, પરમાત્મા બધું જ જાણે છે. પ્રભુ એટલો દયાળુ છે કે તે કોઈની મહેનતને તલ માત્ર પણ વ્યર્થ થવા દેતો નથી.
ਹਰਿ ਤਿਸ ਕੀ ਆਸ ਕੀਜੈ ਮਨ ਮੇਰੇ ਜੋ ਸਭ ਮਹਿ ਸੁਆਮੀ ਰਹਿਆ ਸਮਾਈ ॥੧॥ હે મન! તે પ્રભુ પર આશા રાખ, જે બધામાં સમાઈ રહ્યો છે ॥૧॥
ਮੇਰੇ ਮਨ ਆਸਾ ਕਰਿ ਜਗਦੀਸ ਗੁਸਾਈ ॥ હે મન! પ્રભુની જ આશા કર,
ਜੋ ਬਿਨੁ ਹਰਿ ਆਸ ਅਵਰ ਕਾਹੂ ਕੀ ਕੀਜੈ ਸਾ ਨਿਹਫਲ ਆਸ ਸਭ ਬਿਰਥੀ ਜਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ જે મનુષ્ય પ્રભુ સિવાય કોઈ બીજા પર આશા કરે છે, તેની તે આશા નિષ્ફળ છે અને તે આખી વ્યર્થ થઈ જાય છે ॥૧॥વિરામ॥
ਜੋ ਦੀਸੈ ਮਾਇਆ ਮੋਹ ਕੁਟੰਬੁ ਸਭੁ ਮਤ ਤਿਸ ਕੀ ਆਸ ਲਗਿ ਜਨਮੁ ਗਵਾਈ ॥ આ જે આખું કુટુંબ નજર આવે છે, આ માયાનો મોહ છે, આ કુટુંબની આશામાં લાગીને પોતાનો જન્મ ન ગુમાવતો.
ਇਨ੍ਹ੍ਹ ਕੈ ਕਿਛੁ ਹਾਥਿ ਨਹੀ ਕਹਾ ਕਰਹਿ ਇਹਿ ਬਪੁੜੇ ਇਨ੍ਹ੍ਹ ਕਾ ਵਾਹਿਆ ਕਛੁ ਨ ਵਸਾਈ ॥ કુટુંબના આ સભ્યોના વશમાં કંઈ પણ નથી, આ બિચારા કંઈ કરી શકતા નથી. આના કરવાથી કંઈ થતું નથી અને આનું કાંઈ વશ ચાલતું નથી.
ਮੇਰੇ ਮਨ ਆਸ ਕਰਿ ਹਰਿ ਪ੍ਰੀਤਮ ਅਪੁਨੇ ਕੀ ਜੋ ਤੁਝੁ ਤਾਰੈ ਤੇਰਾ ਕੁਟੰਬੁ ਸਭੁ ਛਡਾਈ ॥੨॥ હે મન! પોતાના પ્રેમાળ પ્રભુની આશા કર, જે તને સંસાર સમુદ્રથી પાર કરાવી દેશે અને તારા પૂર્ણ કુટુંબને પણ યમથી છોડાવી દેશે ॥૨॥
ਜੇ ਕਿਛੁ ਆਸ ਅਵਰ ਕਰਹਿ ਪਰਮਿਤ੍ਰੀ ਮਤ ਤੂੰ ਜਾਣਹਿ ਤੇਰੈ ਕਿਤੈ ਕੰਮਿ ਆਈ ॥ જો તું પોતાના કોઈ પારકા મિત્રની આશા કરે છે તો આ ન સમજી લેતો કે આ તારા ક્યાંય કામ આવશે.
ਇਹ ਆਸ ਪਰਮਿਤ੍ਰੀ ਭਾਉ ਦੂਜਾ ਹੈ ਖਿਨ ਮਹਿ ਝੂਠੁ ਬਿਨਸਿ ਸਭ ਜਾਈ ॥ પારકા મિત્રની આશા તો દ્વેતભાવ છે, જે અસત્ય હોવાને કારણે ક્ષણમાં નાશ થઈ જાય છે.
ਮੇਰੇ ਮਨ ਆਸਾ ਕਰਿ ਹਰਿ ਪ੍ਰੀਤਮ ਸਾਚੇ ਕੀ ਜੋ ਤੇਰਾ ਘਾਲਿਆ ਸਭੁ ਥਾਇ ਪਾਈ ॥੩॥ હે મન! પોતાના સાચા પ્રિયતમ પ્રભુની આશા કર, જે તારી બધી મહેનતને સફળ કરી દે છે ॥૩॥
ਆਸਾ ਮਨਸਾ ਸਭ ਤੇਰੀ ਮੇਰੇ ਸੁਆਮੀ ਜੈਸੀ ਤੂ ਆਸ ਕਰਾਵਹਿ ਤੈਸੀ ਕੋ ਆਸ ਕਰਾਈ ॥ હે સ્વામી! આ આશા તેમજ ઇચ્છા બધી તારી જ છે, તું જેવી આશા કરાવે છે, તેવી જ કોઈ આશા કરે છે.


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top