Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-856

Page 856

ਜਰਾ ਜੀਵਨ ਜੋਬਨੁ ਗਇਆ ਕਿਛੁ ਕੀਆ ਨ ਨੀਕਾ ॥ મારી જવાનીની ઉંમર વીતી ગઈ છે અને ગઢપણ આવી ચુક્યું છે, પરંતુ મેં કોઈ પણ શુભ કર્મ કર્યું નથી.
ਇਹੁ ਜੀਅਰਾ ਨਿਰਮੋਲਕੋ ਕਉਡੀ ਲਗਿ ਮੀਕਾ ॥੩॥ આ કિંમતી જીવન વાસનામાં લાગીને કોડીના ભાવે થઈ ગયું છે ॥૩॥
ਕਹੁ ਕਬੀਰ ਮੇਰੇ ਮਾਧਵਾ ਤੂ ਸਰਬ ਬਿਆਪੀ ॥ કબીર કહે છે કે હે માધવ! તું સર્વવ્યાપક છે;
ਤੁਮ ਸਮਸਰਿ ਨਾਹੀ ਦਇਆਲੁ ਮੋਹਿ ਸਮਸਰਿ ਪਾਪੀ ॥੪॥੩॥ તારી સમાન બીજું કોઈ દયાળુ નથી તથા મારા જેવો બીજો કોઈ પાપી નથી ॥૪॥૩॥
ਬਿਲਾਵਲੁ ॥ બિલાવલ ॥
ਨਿਤ ਉਠਿ ਕੋਰੀ ਗਾਗਰਿ ਆਨੈ ਲੀਪਤ ਜੀਉ ਗਇਓ ॥ કબીરની માતા કહે છે કે આ જુલાહો રોજ સવારે ઉઠીને કોરી ગાગરમાં પાણી ભરીને લાવે છે અને લીપતાં-લીપતાં આનું જીવન પણ વીતી ગયું છે.
ਤਾਨਾ ਬਾਨਾ ਕਛੂ ਨ ਸੂਝੈ ਹਰਿ ਹਰਿ ਰਸਿ ਲਪਟਿਓ ॥੧॥ આને વણતા-ગૂંથતા કાંઈ આવડતું નથી અને આ દરેક સમય હરિ-નામના રસમાં જ લપટાઈ રહે છે ॥૧॥
ਹਮਾਰੇ ਕੁਲ ਕਉਨੇ ਰਾਮੁ ਕਹਿਓ ॥ અમારા કુળમાં ક્યાં મનુષ્યએ રામ-નામ જપ્યું છે.
ਜਬ ਕੀ ਮਾਲਾ ਲਈ ਨਿਪੂਤੇ ਤਬ ਤੇ ਸੁਖੁ ਨ ਭਇਓ ॥੧॥ ਰਹਾਉ ॥ જ્યારથી આ નાલાયક પુત્રએ માળા લીધી છે, ત્યારથી અમને કોઈ સુખ પ્રાપ્ત થયું નથી ॥૧॥વિરામ॥
ਸੁਨਹੁ ਜਿਠਾਨੀ ਸੁਨਹੁ ਦਿਰਾਨੀ ਅਚਰਜੁ ਏਕੁ ਭਇਓ ॥ હે જેઠાણી! જરા સાંભળો; હે દેવરાની! તું પણ સાંભળ; એક અદભૂત ઘટના થઈ ગઈ છે કે
ਸਾਤ ਸੂਤ ਇਨਿ ਮੁਡੀਂਏ ਖੋਏ ਇਹੁ ਮੁਡੀਆ ਕਿਉ ਨ ਮੁਇਓ ॥੨॥ આ છોકરાએ અમારું સુતનું કામ જ બગાડી દીધું છે, આ છોકરો મરી શા માટે ન ગયો ॥૨॥
ਸਰਬ ਸੁਖਾ ਕਾ ਏਕੁ ਹਰਿ ਸੁਆਮੀ ਸੋ ਗੁਰਿ ਨਾਮੁ ਦਇਓ ॥ કબીર પોતાની માતાને જવાબ દે છે કે એક પરમાત્મા જ મારો સ્વામી છે અને તે સર્વ સુખોનો દાતા છે, મારા ગુરુએ મને તેનું જ નામ આપ્યું છે.
ਸੰਤ ਪ੍ਰਹਲਾਦ ਕੀ ਪੈਜ ਜਿਨਿ ਰਾਖੀ ਹਰਨਾਖਸੁ ਨਖ ਬਿਦਰਿਓ ॥੩॥ તેને જ ભક્ત પ્રહલાદની લાજ રાખી હતી અને દુષ્ટ હિરણ્યકશિપુ દાનવને નખથી ફાડીને વધ કરી દીધો હતો ॥૩॥
ਘਰ ਕੇ ਦੇਵ ਪਿਤਰ ਕੀ ਛੋਡੀ ਗੁਰ ਕੋ ਸਬਦੁ ਲਇਓ ॥ હવે મેં પોતાના ઘરના દેવતાઓ તેમજ પિતૃની પૂજા છોડી દીધી છે અને ગુરુના શબ્દો લઈ લીધા છે.
ਕਹਤ ਕਬੀਰੁ ਸਗਲ ਪਾਪ ਖੰਡਨੁ ਸੰਤਹ ਲੈ ਉਧਰਿਓ ॥੪॥੪॥ કબીર કહે છે કે એક તે જ બધા પાપોનું ખણ્ડન કરનાર છે અને સંતોએ તેને અપનાવીને પોતાનો ઉદ્ધાર કરી લીધો છે ॥૪॥૪॥
ਬਿਲਾਵਲੁ ॥ બિલાવલ ॥
ਕੋਊ ਹਰਿ ਸਮਾਨਿ ਨਹੀ ਰਾਜਾ ॥ હરિ સમાન કોઈ રાજા નથી.
ਏ ਭੂਪਤਿ ਸਭ ਦਿਵਸ ਚਾਰਿ ਕੇ ਝੂਠੇ ਕਰਤ ਦਿਵਾਜਾ ॥੧॥ ਰਹਾਉ ॥ દુનિયાના આ બધા રાજા ચાર દિવસ માટે જ છે અને આમ જ પોતાના રાજ-પ્રતાપનો અસત્ય દેખાવ કરે છે ॥૧॥વિરામ॥
ਤੇਰੋ ਜਨੁ ਹੋਇ ਸੋਇ ਕਤ ਡੋਲੈ ਤੀਨਿ ਭਵਨ ਪਰ ਛਾਜਾ ॥ હે પરમાત્મા! જો કોઈ તારો દાસ થશે, તો તે શા માટે ડગમગાવશે? તે તો ત્રણેય લોક પર પોતાનો હુકમ ચલાવે છે.
ਹਾਥੁ ਪਸਾਰਿ ਸਕੈ ਕੋ ਜਨ ਕਉ ਬੋਲਿ ਸਕੈ ਨ ਅੰਦਾਜਾ ॥੧॥ તારા સેવક ઉપર કોઈ પણ પોતાનો હાથ ઉપાડી શકતો નથી અને તારા જનની શક્તિનો કોઈ અંદાજ લગાવી શકતા નથી.
ਚੇਤਿ ਅਚੇਤ ਮੂੜ ਮਨ ਮੇਰੇ ਬਾਜੇ ਅਨਹਦ ਬਾਜਾ ॥ હે મૂર્ખ તેમજ અજ્ઞાની મન! પરમાત્માને યાદ કર કેમ કે તારી અંદર અનહદ શબ્દના વાજા વાગવા લાગ્યા.
ਕਹਿ ਕਬੀਰ ਸੰਸਾ ਭ੍ਰਮੁ ਚੂਕੋ ਧ੍ਰੂ ਪ੍ਰਹਿਲਾਦ ਨਿਵਾਜਾ ॥੨॥੫॥ કબીર કહે છે કે મારી શંકા તેમજ ભ્રમ દૂર થઈ ગયો છે, પરમાત્માએ મને ભક્ત ધ્રુવ તેમજ ભક્ત પ્રહલાદની જેમ મહાનતા આપી છે ॥૨॥૫॥
ਬਿਲਾਵਲੁ ॥ બિલાવલ ॥
ਰਾਖਿ ਲੇਹੁ ਹਮ ਤੇ ਬਿਗਰੀ ॥ હે પરમેશ્વર! મને બચાવી લે, મારાથી ખુબ મોટી ભૂલ થઈ ગઈ છે.
ਸੀਲੁ ਧਰਮੁ ਜਪੁ ਭਗਤਿ ਨ ਕੀਨੀ ਹਉ ਅਭਿਮਾਨ ਟੇਢ ਪਗਰੀ ॥੧॥ ਰਹਾਉ ॥ ન તો ચરિત્રવાન બન્યો, ન તો કોઈ ધર્મ કર્યું, ન જપ કર્યું અને ન તો તારી ભક્તિ કરી પરંતુ અભિમાનમાં કુપથ પર જ ચાલતો રહ્યો ॥૧॥વિરામ॥
ਅਮਰ ਜਾਨਿ ਸੰਚੀ ਇਹ ਕਾਇਆ ਇਹ ਮਿਥਿਆ ਕਾਚੀ ਗਗਰੀ ॥ પોતાના આ શરીરને અમર માનીને આનું પોષણ કરતો રહ્યો પરંતુ આ કાચી ગાગરની જેમ અસત્ય જ નીકળ્યું.
ਜਿਨਹਿ ਨਿਵਾਜਿ ਸਾਜਿ ਹਮ ਕੀਏ ਤਿਸਹਿ ਬਿਸਾਰਿ ਅਵਰ ਲਗਰੀ ॥੧॥ જે પરમાત્માએ દયા કરીને મને સુંદર બનાવી ઉત્પન્ન કર્યો છે, હું તેને જ ભુલાવી દુનિયાના વ્હાલમાં લગાવી રહ્યો ॥૧॥
ਸੰਧਿਕ ਤੋਹਿ ਸਾਧ ਨਹੀ ਕਹੀਅਉ ਸਰਨਿ ਪਰੇ ਤੁਮਰੀ ਪਗਰੀ ॥ હે માલિક! હું તારો ચોર છું અને તારો સાધુ કહેવાતો નથી, હું તારા ચરણોની શરણમાં આવી પડ્યો છું.
ਕਹਿ ਕਬੀਰ ਇਹ ਬਿਨਤੀ ਸੁਨੀਅਹੁ ਮਤ ਘਾਲਹੁ ਜਮ ਕੀ ਖਬਰੀ ॥੨॥੬॥ હે પ્રભુ! કબીર કહે છે કે મારી આ વિનંતી સાંભળ; મને યમરાજની કોઈ પણ ખબર ન મોકલ ॥૨॥૬॥
ਬਿਲਾਵਲੁ ॥ બિલાવલ ॥
ਦਰਮਾਦੇ ਠਾਢੇ ਦਰਬਾਰਿ ॥ હે પરમાત્મા! હું ખૂબ લાચાર થઈને તારા દરબારમાં આવી ઊભો છું.
ਤੁਝ ਬਿਨੁ ਸੁਰਤਿ ਕਰੈ ਕੋ ਮੇਰੀ ਦਰਸਨੁ ਦੀਜੈ ਖੋਲਿ੍ਹ੍ਹ ਕਿਵਾਰ ॥੧॥ ਰਹਾਉ ॥ તારા વગર બીજું કોણ મારી સંભાળ કરે? દરવાજો ખોલીને મને દર્શન આપ ॥૧॥વિરામ॥
ਤੁਮ ਧਨ ਧਨੀ ਉਦਾਰ ਤਿਆਗੀ ਸ੍ਰਵਨਨ੍ਹ੍ਹ ਸੁਨੀਅਤੁ ਸੁਜਸੁ ਤੁਮ੍ਹ੍ਹਾਰ ॥ તું ખૂબ ધનવાન, ઉદાર ચિત્ત તેમજ ત્યાગી છે અને પોતાના કાનોથી તારો જ સુયશ સાંભળતો રહું છું.
ਮਾਗਉ ਕਾਹਿ ਰੰਕ ਸਭ ਦੇਖਉ ਤੁਮ੍ਹ੍ਹ ਹੀ ਤੇ ਮੇਰੋ ਨਿਸਤਾਰੁ ॥੧॥ હું તારાથી શું દાન માંગુ? હું બધાને જ કંગાળ જોવ છું અને તારાથી જ મારો નિસ્તાર થવાનો છે ॥૧॥
ਜੈਦੇਉ ਨਾਮਾ ਬਿਪ ਸੁਦਾਮਾ ਤਿਨ ਕਉ ਕ੍ਰਿਪਾ ਭਈ ਹੈ ਅਪਾਰ ॥ જયદેવ, નામદેવ તેમજ સુદામા બ્રાહ્મણ જેમ આ ભક્તો પર તારી અપાર કૃપા થઈ છે.
ਕਹਿ ਕਬੀਰ ਤੁਮ ਸੰਮ੍ਰਥ ਦਾਤੇ ਚਾਰਿ ਪਦਾਰਥ ਦੇਤ ਨ ਬਾਰ ॥੨॥੭॥ હે દાતા! કબીર કહે છે કે તું સર્વકળા સમર્થ છે અને જીવોને ધર્મ, અર્થ, કામ તેમજ મોક્ષ પદાર્થ દેતા તને કોઈ વાર લાગતી નથી ॥૨॥૭॥
ਬਿਲਾਵਲੁ ॥ બિલાવલ ॥
ਡੰਡਾ ਮੁੰਦ੍ਰਾ ਖਿੰਥਾ ਆਧਾਰੀ ॥ યોગી હાથમાં ડંડો, કાનોમાં મુદ્રા, કફની પહેરીને, બગલમાં થેલી લટકાવીને
ਭ੍ਰਮ ਕੈ ਭਾਇ ਭਵੈ ਭੇਖਧਾਰੀ ॥੧॥ વેશધારી બનીને ભ્રમના ભાવમાં જ ભટકતો રહે છે ॥૧॥


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top