Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-716

Page 716

ਟੋਡੀ ਮਹਲਾ ੫ ਘਰੁ ੫ ਦੁਪਦੇ ટોડી મહેલ ૫ ઘર ૫ બેપદ
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਐਸੋ ਗੁਨੁ ਮੇਰੋ ਪ੍ਰਭ ਜੀ ਕੀਨ ॥ મારા પ્રભુએ મારા પર એવો ઉપકાર કર્યો છે કે
ਪੰਚ ਦੋਖ ਅਰੁ ਅਹੰ ਰੋਗ ਇਹ ਤਨ ਤੇ ਸਗਲ ਦੂਰਿ ਕੀਨ ॥ ਰਹਾਉ ॥ મારા પાંચ દોષ - કામ, ક્રોધ, લોભ, મોહ, ઘમંડ તથા અહંકારની બીમારીને આ શરીરથી દૂર કરી દીધી છે ॥વિરામ॥
ਬੰਧਨ ਤੋਰਿ ਛੋਰਿ ਬਿਖਿਆ ਤੇ ਗੁਰ ਕੋ ਸਬਦੁ ਮੇਰੈ ਹੀਅਰੈ ਦੀਨ ॥ તેને મારા બંધનોને તોડીને, વિષય-વિકારોથી સ્વતંત્ર કરાવીને મારા હ્રદયમાં ગુરુના શબ્દને સ્થાપિત કરી દીધા છે
ਰੂਪੁ ਅਨਰੂਪੁ ਮੋਰੋ ਕਛੁ ਨ ਬੀਚਾਰਿਓ ਪ੍ਰੇਮ ਗਹਿਓ ਮੋਹਿ ਹਰਿ ਰੰਗ ਭੀਨ ॥੧॥ તેને મારા રૂપ તેમજ કુરૂપતા તરફ જરા પણ વિચાર કર્યો નથી અને મને પ્રેમથી પકડીને પોતાના હરિ-રંગમાં પલાળી દીધો છે ॥૧॥
ਪੇਖਿਓ ਲਾਲਨੁ ਪਾਟ ਬੀਚ ਖੋਏ ਅਨਦ ਚਿਤਾ ਹਰਖੇ ਪਤੀਨ ॥ હવે વચ્ચેના ભ્રમનો પડદો દૂર થવાથી પ્રિયવરના દર્શન થઈ ગયા છે, જેનાથી મારું મન ખુબ આનંદિત તેમજ હર્ષથી તૃપ્ત થઈ ચૂક્યું છે.
ਤਿਸ ਹੀ ਕੋ ਗ੍ਰਿਹੁ ਸੋਈ ਪ੍ਰਭੁ ਨਾਨਕ ਸੋ ਠਾਕੁਰੁ ਤਿਸ ਹੀ ਕੋ ਧੀਨ ॥੨॥੧॥੨੦॥ હે નાનક! આ શરીરરૂપી ઘર પ્રભુનું જ છે, તે જ અમારો ઠાકોર છે અને અમે તેના ગૌણ છીએ ॥૨॥૧॥૨૦॥
ਟੋਡੀ ਮਹਲਾ ੫ ॥ ટોડી મહેલ ૫॥
ਮਾਈ ਮੇਰੇ ਮਨ ਕੀ ਪ੍ਰੀਤਿ ॥ હે મા! મારા મનનો પ્રેમ પરમાત્માથી લાગી ગયો છે.
ਏਹੀ ਕਰਮ ਧਰਮ ਜਪ ਏਹੀ ਰਾਮ ਨਾਮ ਨਿਰਮਲ ਹੈ ਰੀਤਿ ॥ ਰਹਾਉ ॥ આ પ્રેમ જ મારું કર્મ, ધર્મ તેમજ પૂજા છે અને રામ-નામનું ભજન જ મારુ નિર્મળ આચરણ છે ॥વિરામ॥
ਪ੍ਰਾਨ ਅਧਾਰ ਜੀਵਨ ਧਨ ਮੋਰੈ ਦੇਖਨ ਕਉ ਦਰਸਨ ਪ੍ਰਭ ਨੀਤਿ ॥ હંમેશા જ તે પ્રભુનું દર્શન પ્રાપ્ત કરવું મારા જીવનનું કિંમતી ધન તેમજ પ્રાણોનો આધાર છે.
ਬਾਟ ਘਾਟ ਤੋਸਾ ਸੰਗਿ ਮੋਰੈ ਮਨ ਅਪੁਨੇ ਕਉ ਮੈ ਹਰਿ ਸਖਾ ਕੀਤ ॥੧॥ રસ્તા તેમજ કિનારા પર પ્રભુના પ્રેમનો યાત્રા-વ્યય મારી સાથે છે ત્યારથી પોતાના મનને મેં પરમાત્માનો મિત્ર બનાવી લીધો છે ॥૧॥
ਸੰਤ ਪ੍ਰਸਾਦਿ ਭਏ ਮਨ ਨਿਰਮਲ ਕਰਿ ਕਿਰਪਾ ਅਪੁਨੇ ਕਰਿ ਲੀਤ ॥ સંતોના આશીર્વાદથી મારું મન શુદ્ધ થઈ ગયું છે તથા પરમાત્માએ કૃપા કરીને મને પોતાનો બનાવી લીધો છે.
ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਨਾਨਕ ਸੁਖੁ ਪਾਇਆ ਆਦਿ ਜੁਗਾਦਿ ਭਗਤਨ ਕੇ ਮੀਤ ॥੨॥੨॥੨੧॥ હે નાનક! પ્રભુનું ભજન-સ્મરણ કરવાથી જ સુખની પ્રાપ્તિ થઈ છે, સૃષ્ટિ-રચના તેમજ યુગોના આરંભથી જ તે પોતાના ભક્તોનો ગાઢ મિત્ર છે ॥૨॥૨॥૨૧॥
ਟੋਡੀ ਮਹਲਾ ੫ ॥ ટોડી મહેલ ૫॥
ਪ੍ਰਭ ਜੀ ਮਿਲੁ ਮੇਰੇ ਪ੍ਰਾਨ ॥ હે પ્રભુ! તું જ મારો પ્રાણ છે, તેથી મને મળ.
ਬਿਸਰੁ ਨਹੀ ਨਿਮਖ ਹੀਅਰੇ ਤੇ ਅਪਨੇ ਭਗਤ ਕਉ ਪੂਰਨ ਦਾਨ ॥ ਰਹਾਉ ॥ મારા હ્રદયથી એક પળ માત્ર માટે પણ ભુલાય નહી અને પોતાના ભક્તને સંપૂર્ણ નામ દાન આપ ॥વિરામ॥
ਖੋਵਹੁ ਭਰਮੁ ਰਾਖੁ ਮੇਰੇ ਪ੍ਰੀਤਮ ਅੰਤਰਜਾਮੀ ਸੁਘੜ ਸੁਜਾਨ ॥ હે પ્રિયતમ! હે અંતર્યામી! તું ખૂબ ચતુર તેમજ બુદ્ધિમાન છે, તેથી મારો ભ્રમ દૂર કરીને મારી રક્ષા કર.
ਕੋਟਿ ਰਾਜ ਨਾਮ ਧਨੁ ਮੇਰੈ ਅੰਮ੍ਰਿਤ ਦ੍ਰਿਸਟਿ ਧਾਰਹੁ ਪ੍ਰਭ ਮਾਨ ॥੧॥ હે માનનીય પ્રભુ! મારા પર પોતાની અમૃત-દ્રષ્ટિ ધારણ કર, તારું નામ જ મારા માટે રાજના કરોડો દુઃખો તેમજ ધન-સંપંત્તિ સમાન છે ॥૧॥
ਆਠ ਪਹਰ ਰਸਨਾ ਗੁਨ ਗਾਵੈ ਜਸੁ ਪੂਰਿ ਅਘਾਵਹਿ ਸਮਰਥ ਕਾਨ ॥ હે સમર્થ પ્રભુ! મારી જીભ આઠેય પ્રહર તારું ગુણગાન કરે છે અને તારું યશ સાંભળીને મારા કાન સંપૂર્ણપણે તૃપ્ત થઈ જાય છે.
ਤੇਰੀ ਸਰਣਿ ਜੀਅਨ ਕੇ ਦਾਤੇ ਸਦਾ ਸਦਾ ਨਾਨਕ ਕੁਰਬਾਨ ॥੨॥੩॥੨੨॥ હે જીવોનાં દાતા! હું તારી જ શરણમાં આવ્યો છું અને નાનક તારા પર હંમેશા જ બલિહાર જાવ છું ॥૨॥૩॥૨૨॥
ਟੋਡੀ ਮਹਲਾ ੫ ॥ ટોડી મહેલ ૫॥
ਪ੍ਰਭ ਤੇਰੇ ਪਗ ਕੀ ਧੂਰਿ ॥ હે પ્રભુ! હું તારા ચરણોની ધૂળ ઇચ્છું છું.
ਦੀਨ ਦਇਆਲ ਪ੍ਰੀਤਮ ਮਨਮੋਹਨ ਕਰਿ ਕਿਰਪਾ ਮੇਰੀ ਲੋਚਾ ਪੂਰਿ ॥ ਰਹਾਉ ॥ હે દીનદયાળુ! હે પ્રિયતમ! હે મનમોહન! કૃપા કરીને મારી ઈચ્છા પૂર્ણ કરી ॥વિરામ॥
ਦਹ ਦਿਸ ਰਵਿ ਰਹਿਆ ਜਸੁ ਤੁਮਰਾ ਅੰਤਰਜਾਮੀ ਸਦਾ ਹਜੂਰਿ ॥ હે અંતર્યામી પ્રભુ! તું હંમેશા જ મારી સાથે રહે છે અને તારું યશ દસેય દિશામાં ફેલાયેલ છે.
ਜੋ ਤੁਮਰਾ ਜਸੁ ਗਾਵਹਿ ਕਰਤੇ ਸੇ ਜਨ ਕਬਹੁ ਨ ਮਰਤੇ ਝੂਰਿ ॥੧॥ હે સૃષ્ટિકર્તા! જે મનુષ્ય તારું યશોગાન કરે છે, તે ક્યારેય પણ દુઃખી થઈને મરતો નથી ॥૧॥
ਧੰਧ ਬੰਧ ਬਿਨਸੇ ਮਾਇਆ ਕੇ ਸਾਧੂ ਸੰਗਤਿ ਮਿਟੇ ਬਿਸੂਰ ॥ સંતો-મહાપુરુષોની સંગતિ કરવાથી તેના માયાના બંધન ધંધા તેમજ બધી ચિંતા મટી જાય છે.
ਸੁਖ ਸੰਪਤਿ ਭੋਗ ਇਸੁ ਜੀਅ ਕੇ ਬਿਨੁ ਹਰਿ ਨਾਨਕ ਜਾਨੇ ਕੂਰ ॥੨॥੪॥੨੩॥ હે નાનક! આ મનની જેટલી પણ સુખ-સંપત્તિ તેમજ ભોગ વગેરે છે, તે બધું પરમાત્માના નામ વગર ક્ષણભંગુર જ સમજ ॥૨॥૪॥૨૩॥
ਟੋਡੀ ਮਃ ੫ ॥ ટોડી મહેલ ૫॥
ਮਾਈ ਮੇਰੇ ਮਨ ਕੀ ਪਿਆਸ ॥ હે માઈ! મારા મનની તરસ ઠરતી નથી અર્થાત પ્રભુ-દર્શનોની તરસ બનેલી છે.
ਇਕੁ ਖਿਨੁ ਰਹਿ ਨ ਸਕਉ ਬਿਨੁ ਪ੍ਰੀਤਮ ਦਰਸਨ ਦੇਖਨ ਕਉ ਧਾਰੀ ਮਨਿ ਆਸ ॥ ਰਹਾਉ ॥ હું તો પોતાના પ્રિયતમ-પ્રભુ વગર એક ક્ષણ માત્ર માટે પણ રહી શકતો નથી અને મારા મનમાં તેના દર્શન કરવાની આશા જ બનેલી છે ॥વિરામ॥
ਸਿਮਰਉ ਨਾਮੁ ਨਿਰੰਜਨ ਕਰਤੇ ਮਨ ਤਨ ਤੇ ਸਭਿ ਕਿਲਵਿਖ ਨਾਸ ॥ હુ તો તે નિરંજન સૃષ્ટિકર્તાનું જ નામ સ્મરણ કરું છું, જેનાથી મારા મન તેમજ શરીરના બધા પાપ નાશ થઈ ગયા છે.
ਪੂਰਨ ਪਾਰਬ੍ਰਹਮ ਸੁਖਦਾਤੇ ਅਬਿਨਾਸੀ ਬਿਮਲ ਜਾ ਕੋ ਜਾਸ ॥੧॥ તે સંપૂર્ણ પરબ્રહ્મ હંમેશા સુખ દેનાર અને અમર છે, જેનું યશ ખુબ પવિત્ર છે ॥૧॥
ਸੰਤ ਪ੍ਰਸਾਦਿ ਮੇਰੇ ਪੂਰ ਮਨੋਰਥ ਕਰਿ ਕਿਰਪਾ ਭੇਟੇ ਗੁਣਤਾਸ ॥ સંતોની અપાર કૃપાથી મારા બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે અને ગુણોનો ભંડાર પરમાત્મા પોતાની કૃપા કરીને મને મળી ગયો છે.


© 2017 SGGS ONLINE
Scroll to Top