Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-495

Page 495

ਗੂਜਰੀ ਮਹਲਾ ੫ ਚਉਪਦੇ ਘਰੁ ੧॥ ગુજરી મહેલ ૫ ચારપદ ઘર ૧॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਕਾਹੇ ਰੇ ਮਨ ਚਿਤਵਹਿ ਉਦਮੁ ਜਾ ਆਹਰਿ ਹਰਿ ਜੀਉ ਪਰਿਆ ॥ હે મન! તું શા માટે વિચારે છે જ્યારે કે આખા જગતના પ્રબંધનો ઉદ્યમ તો પોતે અકાલ પુરખ કરે છે
ਸੈਲ ਪਥਰ ਮਹਿ ਜੰਤ ਉਪਾਏ ਤਾ ਕਾ ਰਿਜਕੁ ਆਗੈ ਕਰਿ ਧਰਿਆ ॥੧॥ ખડકો તેમજ પથ્થરો માં જે જીવોને નિરંકારે ઉત્પન્ન કર્યા છે તેમનું ભોજન પણ સૌથી પહેલા તૈયાર કરીને રાખ્યું ॥૧॥
ਮੇਰੇ ਮਾਧਉ ਜੀ ਸਤਸੰਗਤਿ ਮਿਲੇ ਸਿ ਤਰਿਆ ॥ હે નિરંકાર! જે પણ સંતોની સંગતિમાં જઈને બેઠા છે તે સંસાર સાગર પાર કરી ગયા છે
ਗੁਰ ਪਰਸਾਦਿ ਪਰਮ ਪਦੁ ਪਾਇਆ ਸੂਕੇ ਕਾਸਟ ਹਰਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ તેણે ગુરુની કૃપાથી મોક્ષ પ્રાપ્ત કર્યું છે અને તેનું હૃદય જાણે ખીલી ગયું છે જેવી રીતે સુકાયેલી લાકડી લીલી થઈ જાય ॥૧॥વિરામ॥
ਜਨਨਿ ਪਿਤਾ ਲੋਕ ਸੁਤ ਬਨਿਤਾ ਕੋਇ ਨ ਕਿਸ ਕੀ ਧਰਿਆ ॥ જીવનમાં માતા, પિતા,પુત્ર,પત્ની, અને અન્ય સંબંધીઓ માંથી કોઈ પણ કોઈ જગ્યાએ આશરો હોતો નથી
ਸਿਰਿ ਸਿਰਿ ਰਿਜਕੁ ਸੰਬਾਹੇ ਠਾਕੁਰੁ ਕਾਹੇ ਮਨ ਭਉ ਕਰਿਆ ॥੨॥ પ્રત્યેક જીવને સૃષ્ટિમાં ઉત્પન્ન કરીને નિરંકાર પોતે ભોગ પદાર્થ પહોંચાડે છે પછી હે મન! તું ડરે છે શા માટે? ॥૨॥
ਊਡੈ ਊਡਿ ਆਵੈ ਸੈ ਕੋਸਾ ਤਿਸੁ ਪਾਛੈ ਬਚਰੇ ਛਰਿਆ ॥ પક્ષીઓનો સમૂહ ઉડીને હજારો માઈલ દૂર ચાલી આવે છે અને પોતાના બાળકોને તે પોતાની પાછળ માળામાં જ છોડી આવે છે
ਉਨ ਕਵਨੁ ਖਲਾਵੈ ਕਵਨੁ ਚੁਗਾਵੈ ਮਨ ਮਹਿ ਸਿਮਰਨੁ ਕਰਿਆ ॥੩॥ તેની પાછળ કોણ ખાવાનું ખવડાવે છે, કોણ રમત રમાડે છે, અર્થાત તેમનું ભરણ પોષણ તેમની માતા વગર કોણ કરે છે તેની માતા ના હદયમાં પોતાના બાળકોનું સ્મરણ હોય છે તે જ તેના પોષણનું સાધન બની જાય છે ॥૩॥
ਸਭ ਨਿਧਾਨ ਦਸ ਅਸਟ ਸਿਧਾਨ ਠਾਕੁਰ ਕਰ ਤਲ ਧਰਿਆ ॥ બધી નવ નિધિ, મહાપુરાણ શ્રીમદ ભાગવત મેં અંકિત અઢાર સિદ્ધિ નિરંકારે પોતાની હથેળી પર રાખેલી છે
ਜਨ ਨਾਨਕ ਬਲਿ ਬਲਿ ਸਦ ਬਲਿ ਜਾਈਐ ਤੇਰਾ ਅੰਤੁ ਨ ਪਾਰਾਵਰਿਆ ॥੪॥੧॥ હે નાનક! આવા અકાલ પુરખ પર હું હંમેશા બલિહાર જાઉં છું અસીમ નિરંકારની કોઈ સીમા અને અંત નથી ॥૪॥૧॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੫ ਚਉਪਦੇ ਘਰੁ ੨॥ ગુજરી મહેલ ૫ ચારપદ ઘર ૨॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਕਿਰਿਆਚਾਰ ਕਰਹਿ ਖਟੁ ਕਰਮਾ ਇਤੁ ਰਾਤੇ ਸੰਸਾਰੀ ॥ દુનિયાના લોકો જીવનમાં કર્મકાંડ તેમજ સત્કર્મ કરતા રહે છે
ਅੰਤਰਿ ਮੈਲੁ ਨ ਉਤਰੈ ਹਉਮੈ ਬਿਨੁ ਗੁਰ ਬਾਜੀ ਹਾਰੀ ॥੧॥ પરંતુ તેની અંદરથી અહંકારની ગંદકી દૂર થતી નથી ગુરુ વગર તે પોતાના જીવનની રમત હારી જાય છે ॥૧॥
ਮੇਰੇ ਠਾਕੁਰ ਰਖਿ ਲੇਵਹੁ ਕਿਰਪਾ ਧਾਰੀ ॥ હે ઠાકુર! કૃપા કરીને મને બચાવી લ્યો
ਕੋਟਿ ਮਧੇ ਕੋ ਵਿਰਲਾ ਸੇਵਕੁ ਹੋਰਿ ਸਗਲੇ ਬਿਉਹਾਰੀ ॥੧॥ ਰਹਾਉ ॥ કરોડો માંથી કોઈ દુર્લભ પુરુષ જ પ્રભુનો સેવક છે બીજા બધા સાંસારિક વ્યાપારી છે ॥૧॥વિરામ॥
ਸਾਸਤ ਬੇਦ ਸਿਮ੍ਰਿਤਿ ਸਭਿ ਸੋਧੇ ਸਭ ਏਕਾ ਬਾਤ ਪੁਕਾਰੀ ॥ શાસ્ત્ર,વેદ, સ્મૃતિઓ વગેરે ગ્રંથોનું વિશ્લેષણ કર્યું છે તે બધા એક જ વાત સત્ય કહે છે
ਬਿਨੁ ਗੁਰ ਮੁਕਤਿ ਨ ਕੋਊ ਪਾਵੈ ਮਨਿ ਵੇਖਹੁ ਕਰਿ ਬੀਚਾਰੀ ॥੨॥ ગુરુ વગર કોઈને પણ મોક્ષ મળતો નથી ભલે પોતાના મનમાં વિચાર કરીને જોઈ લ્યો ॥૨॥
ਅਠਸਠਿ ਮਜਨੁ ਕਰਿ ਇਸਨਾਨਾ ਭ੍ਰਮਿ ਆਏ ਧਰ ਸਾਰੀ ॥ જો કોઈ મનુષ્ય ભલે અડસઠ તીર્થ પર સ્નાન કરી લે, ભલે આખી ધરતી પર ભટકી લે
ਅਨਿਕ ਸੋਚ ਕਰਹਿ ਦਿਨ ਰਾਤੀ ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਅੰਧਿਆਰੀ ॥੩॥ જો તે દિવસ-રાત અનેક શારીરિક પવિત્રતાના સાધન કરી લે પરંતુ સાચા ગુરુ વગર મોહ-માયાનો અંધકાર દૂર થતો નથી ॥૩॥
ਧਾਵਤ ਧਾਵਤ ਸਭੁ ਜਗੁ ਧਾਇਓ ਅਬ ਆਏ ਹਰਿ ਦੁਆਰੀ ॥ સમગ્ર જગતમાં ભટકતા-ભટકતા હવે અમે હરિના દરવાજે આવ્યા છીએ
ਦੁਰਮਤਿ ਮੇਟਿ ਬੁਧਿ ਪਰਗਾਸੀ ਜਨ ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਤਾਰੀ ॥੪॥੧॥੨॥ પ્રભુ એ મારી દુર્બુદ્ધિ દૂર કરીને બુદ્ધિને ઉજ્જવળ કરી દીધી છે હે નાનક! ગુરુના માધ્યમથી પ્રભુએ મને સંસારસાગર પાર કરાવી દીધો છે ॥૪॥૧॥૨॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੫ ॥ ગુજરી મહેલ ૫॥
ਹਰਿ ਧਨੁ ਜਾਪ ਹਰਿ ਧਨੁ ਤਾਪ ਹਰਿ ਧਨੁ ਭੋਜਨੁ ਭਾਇਆ ॥ હરિનું નામ ધન જ મારુ જાપ, મારી તપસ્યા તથા મારુ મનપસંદ ભોજન છે આ નામ-ધન મને ખુબ જ ગમ્યું છે
ਨਿਮਖ ਨ ਬਿਸਰਉ ਮਨ ਤੇ ਹਰਿ ਹਰਿ ਸਾਧਸੰਗਤਿ ਮਹਿ ਪਾਇਆ ॥੧॥ એક ક્ષણ માટે પણ હું પરમાત્માને પોતાના મનમાંથી ભૂલતો નથી જે મેં સાધુની સંગતિમાં રહીને મેળવ્યું છે ॥૧॥
ਮਾਈ ਖਾਟਿ ਆਇਓ ਘਰਿ ਪੂਤਾ ॥ હે માતા! તારો પુત્ર નામ-ધન કમાઈ ને ઘરે આવ્યો છે
ਹਰਿ ਧਨੁ ਚਲਤੇ ਹਰਿ ਧਨੁ ਬੈਸੇ ਹਰਿ ਧਨੁ ਜਾਗਤ ਸੂਤਾ ॥੧॥ ਰਹਾਉ ॥ હવે હું ચાલતા, બેસતા, જાગતા તથા સુતા સમયે પણ હરિ-નામ ધન જ કમાતો રહું છું ॥૧॥વિરામ॥
ਹਰਿ ਧਨੁ ਇਸਨਾਨੁ ਹਰਿ ਧਨੁ ਗਿਆਨੁ ਹਰਿ ਸੰਗਿ ਲਾਇ ਧਿਆਨਾ ॥ હરિનું નામ ધન જ મારુ તીર્થસ્નાન તેમજ જ્ઞાન છે અને હરિ સાથે જ મેં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે
ਹਰਿ ਧਨੁ ਤੁਲਹਾ ਹਰਿ ਧਨੁ ਬੇੜੀ ਹਰਿ ਹਰਿ ਤਾਰਿ ਪਰਾਨਾ ॥੨॥ હરિ નામ ધન મારી હોડી અને નાવ છે અને હરિ-પ્રભુ મને સંસાર-સાગર પાર કરાવવા હેતુ જહાજ છે ॥૨॥


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top