Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-372

Page 372

ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਪਰਦੇਸੁ ਝਾਗਿ ਸਉਦੇ ਕਉ ਆਇਆ ॥ હે શાહ! ચોર્યાસી લાખ યોનિઓવાળો પારકો દેશ ખુબ મુશ્કેલીઓથી પાર કરીને હું તારા ઓટલા પર નામનો સોદો કરવા આવ્યો છું.
ਵਸਤੁ ਅਨੂਪ ਸੁਣੀ ਲਾਭਾਇਆ ॥ મેં સાંભળ્યું છે કે નામ-વસ્તુ ખૂબ અનુપમ છે અને લાભદાયક છે.
ਗੁਣ ਰਾਸਿ ਬੰਨ੍ਹ੍ਹਿ ਪਲੈ ਆਨੀ ॥ હે ગુરુ! હું ગુણોની સપંત્તિ પાલવે બાંધીને લાવ્યો છું
ਦੇਖਿ ਰਤਨੁ ਇਹੁ ਮਨੁ ਲਪਟਾਨੀ ॥੧॥ પ્રભુનું નામ-રત્ન જોઇને મારું આ મન આને ખરીદવા માટે રિઝાઈ ગયો છું ॥૧॥
ਸਾਹ ਵਾਪਾਰੀ ਦੁਆਰੈ ਆਏ ॥ હે શાહ! હે સદગુરુ! તારા ઓટલા પર નામનો વ્યાપાર કરનાર જીવ-વ્યાપારી આવ્યા છે
ਵਖਰੁ ਕਾਢਹੁ ਸਉਦਾ ਕਰਾਏ ॥੧॥ ਰਹਾਉ ॥ તું પોતાના ખજાનામાંથી નામનો સોદો કાઢીને આને સોદો કરવાની વિધિ શીખાવ ॥૧॥વિરામ॥
ਸਾਹਿ ਪਠਾਇਆ ਸਾਹੈ ਪਾਸਿ ॥ હે ભાઈ! પરમાત્મા-શાહે મને ગુરુની પાસે મોકલ્યો
ਅਮੋਲ ਰਤਨ ਅਮੋਲਾ ਰਾਸਿ ॥ ગુરુના ઓટલા પર મને તે રત્ન મળી ગયો છે તે રાશિ પ્રાપ્ત થઇ ગઈ છે દુનિયામાં જેની સરખામણીની કિંમતનો કોઈ પદાર્થ નથી.
ਵਿਸਟੁ ਸੁਭਾਈ ਪਾਇਆ ਮੀਤ ॥ પરમાત્માની કૃપાથી મને પ્રેમ ભરેલ હૃદયવાળો મધ્યસ્થી મિત્ર મળી ગયો છે
ਸਉਦਾ ਮਿਲਿਆ ਨਿਹਚਲ ਚੀਤ ॥੨॥ તેનાથી પરમાત્માના નામનો સોદો મળ્યો છે અને મારુ મન દુનિયાના પદાર્થોની તરફ ડોલવાથી હટી ગયું છે ॥૨॥
ਭਉ ਨਹੀ ਤਸਕਰ ਪਉਣ ਨ ਪਾਨੀ ॥ હે ભાઈ! આ રત્નને આ સંપંત્તિને ચોરોથી ખતરો નથી હવાથી ભય નથી પાણીથી ભય નથી ન ચોર ચોરી શકે છે ન તોફાન ઉડાડી શકે છે ન પાણી ડુબાડી શકે છે.
ਸਹਜਿ ਵਿਹਾਝੀ ਸਹਜਿ ਲੈ ਜਾਨੀ ॥ આધ્યાત્મિક સ્થિરતાની કૃપાથી આ રત્ન મેં ગુરૂથી ખરીદ્યો છે આધ્યાત્મિક સ્થિરતામાં ટકી રહીને આ રત્ન હું પોતાની સાથે લઈ જઈશ.
ਸਤ ਕੈ ਖਟਿਐ ਦੁਖੁ ਨਹੀ ਪਾਇਆ ॥ ઈમાનદારીથી કમાવવાને કારણે આ રત્નને પ્રાપ્ત કરવામાં મને કોઈ દુઃખ સહેવું પડ્યું નથી
ਸਹੀ ਸਲਾਮਤਿ ਘਰਿ ਲੈ ਆਇਆ ॥੩॥ અને આ નામ-સોદો હું અકબંધ સંભાળીને પોતાના હૃદય-ઘરમાં લઈ આવ્યો છું ॥૩॥
ਮਿਲਿਆ ਲਾਹਾ ਭਏ ਅਨੰਦ ॥ તારી કૃપાથી મને તારા નામનો લાભ મળ્યો છે અને મારી અંદર આનંદ ઉત્પન્ન થઈ ગયો છે.
ਧੰਨੁ ਸਾਹ ਪੂਰੇ ਬਖਸਿੰਦ ॥ હે પૂર્ણ બક્ષિશો કરનાર શાહ પ્રભુ! હું તને જ સલાહુ છું
ਇਹੁ ਸਉਦਾ ਗੁਰਮੁਖਿ ਕਿਨੈ ਵਿਰਲੈ ਪਾਇਆ ॥ હે ભાઈ! કોઈ દુર્લભ ભાગ્યવાને જ ગુરુની શરણે પડીને પ્રભુના નામનો સોદો પ્રાપ્ત કર્યો છે
ਸਹਲੀ ਖੇਪ ਨਾਨਕੁ ਲੈ ਆਇਆ ॥੪॥੬॥ ગુરુની શરણે પડીને જ નાનક પણ આ લાભદાયક સોદો કમાવી શક્યો છે ॥૪॥૬॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਗੁਨੁ ਅਵਗਨੁ ਮੇਰੋ ਕਛੁ ਨ ਬੀਚਾਰੋ ॥ હે બહેનપણી! મારા પતિએ મારો કોઈ ગુણ વિચાર્યો નથી મારો કોઈ અવગુણ તાક્યો નથી.
ਨਹ ਦੇਖਿਓ ਰੂਪ ਰੰਗ ਸੀਗਾਰੋ ॥ તેને મારું રૂપ જોયું નથી રંગ જોયો નથી
ਚਜ ਅਚਾਰ ਕਿਛੁ ਬਿਧਿ ਨਹੀ ਜਾਨੀ ॥ મેં કોઈ કુશળતા નહોતી સીખી હું કોઈ ઉચ્ચ આચરણની રીત જાણતી નહોતી.
ਬਾਹ ਪਕਰਿ ਪ੍ਰਿਅ ਸੇਜੈ ਆਨੀ ॥੧॥ તો પણ હે બહેનપણીઓ! મારી બાંય પકડીને પ્રેમાળ પ્રભુ-પતિ મને પોતાની પથારી પર લઈ આવ્યા ॥૧॥
ਸੁਨਿਬੋ ਸਖੀ ਕੰਤਿ ਹਮਾਰੋ ਕੀਅਲੋ ਖਸਮਾਨਾ ॥ હે બહેનપણીઓ! સાંભળ મારા પતિ-પ્રભુએ મારી સંભાળ કરેલી છે
ਕਰੁ ਮਸਤਕਿ ਧਾਰਿ ਰਾਖਿਓ ਕਰਿ ਅਪੁਨਾ ਕਿਆ ਜਾਨੈ ਇਹੁ ਲੋਕੁ ਅਜਾਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥ મારા માથા પર પોતાના હાથ રાખીને તેને મને પોતાનો સમજીને રક્ષા કરી છે પરંતુ આ મૂર્ખ જગત આ તફાવતને શું સમજે? ॥૧॥વિરામ॥
ਸੁਹਾਗੁ ਹਮਾਰੋ ਅਬ ਹੁਣਿ ਸੋਹਿਓ ॥ હે બહેનપણીઓ! હવે મારો સરસ તારો ચમકી ઉઠ્યો છે મારો પ્રભુ-પતિ મને મળી ગયો છે
ਕੰਤੁ ਮਿਲਿਓ ਮੇਰੋ ਸਭੁ ਦੁਖੁ ਜੋਹਿਓ ॥ તેને મારો બધો રોગ ધ્યાનથી જોઈ લીધો છે.
ਆਂਗਨਿ ਮੇਰੈ ਸੋਭਾ ਚੰਦ ॥ મારા હૃદયના ફળિયામાં શોભાનો ચંદ્ર ચઢી આવ્યો છે.
ਨਿਸਿ ਬਾਸੁਰ ਪ੍ਰਿਅ ਸੰਗਿ ਅਨੰਦ ॥੨॥ હું રાત-દિવસ પ્રેમાળ પ્રભુ-પતિની સાથે આનંદ લઈ રહી છું ॥૨॥
ਬਸਤ੍ਰ ਹਮਾਰੇ ਰੰਗਿ ਚਲੂਲ ॥ હે બહેનપણી! પ્રેમાળ પતિ-પ્રભુએ મને પ્રેમ-ભરેલી નજરથી જોઈ છે
ਸਗਲ ਆਭਰਣ ਸੋਭਾ ਕੰਠਿ ਫੂਲ ॥ બધા ઘરેણાં મારા શરીર પર શોભી રહ્યા છે ફૂલોના હાર મારા ગળામાં શોભાયમાન છે.
ਪ੍ਰਿਅ ਪੇਖੀ ਦ੍ਰਿਸਟਿ ਪਾਏ ਸਗਲ ਨਿਧਾਨ ॥ હવે જાણે મેં બધા જ ખજાના પ્રાપ્ત કરી લીધા છે મારી સાલ વગેરે કપડા ઘટ્ટ રંગમાં રંગાઈ ગયા છે
ਦੁਸਟ ਦੂਤ ਕੀ ਚੂਕੀ ਕਾਨਿ ॥੩॥ હવે હે બહેનપણીઓ! કામાદિક ખરાબ વેરીઓનો દબાવ મારા પર ચાલતો નથી ॥૩॥
ਸਦ ਖੁਸੀਆ ਸਦਾ ਰੰਗ ਮਾਣੇ ॥ હે બહેનપણી! મારી બધી તૃષ્ણા સમાપ્ત થઇ ચુકી છે મને હવે હંમેશા ખુશી જ ખુશી છે હું હવે હંમેશા આધ્યાત્મિક આનંદ લઇ રહી છું.
ਨਉ ਨਿਧਿ ਨਾਮੁ ਗ੍ਰਿਹ ਮਹਿ ਤ੍ਰਿਪਤਾਨੇ ॥ જગતના બધા નવ ખજાના જેવું પરમાત્માનું નામ મારા હૃદય-ઘરમાં આવીને વસ્યું છે
ਕਹੁ ਨਾਨਕ ਜਉ ਪਿਰਹਿ ਸੀਗਾਰੀ ॥ નાનક કહે છે, જયારે કોઈ જીવ-સ્ત્રીને પ્રભુ-પતિએ સુંદર જીવનવાળી બનાવી દીધી
ਥਿਰੁ ਸੋਹਾਗਨਿ ਸੰਗਿ ਭਤਾਰੀ ॥੪॥੭॥ તે પ્રભુ-પતિના ચરણોમાં જોડાઈને સારા ભાગ્યોવાળી બની ગઈ તે હંમેશા માટે સ્થિર ચિત્ત થઈ ગઈ ॥૪॥૭॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਦਾਨੁ ਦੇਇ ਕਰਿ ਪੂਜਾ ਕਰਨਾ ॥ હે ભાઈ! જો આવા બ્રાહ્મણોનો હાલ! જજમાન તો તેને દાન દઈને તેની પૂજા-માન્યતા કરે છે પરંતુ તે બ્રાહ્મણ લેતા-દેતા પણ બધું જ પ્રાપ્ત કરતા હોવા છતાં પણ હંમેશા સ્મિત કરતુ રહે છે
ਲੈਤ ਦੇਤ ਉਨ੍ਹ੍ਹ ਮੂਕਰਿ ਪਰਨਾ ॥ ક્યારેય પોતાના જજમાનોનો આભાર પણ કરતા નથી.
ਜਿਤੁ ਦਰਿ ਤੁਮ੍ਹ੍ਹ ਹੈ ਬ੍ਰਾਹਮਣ ਜਾਣਾ ॥ ઉલટાનું દાન લઈને પણ આ જ જાહેર કરે છે કે અમારું જજમાનોનું પરલોક સંવારી રહ્યો છે.
ਤਿਤੁ ਦਰਿ ਤੂੰਹੀ ਹੈ ਪਛੁਤਾਣਾ ॥੧॥ પરંતુ હે બ્રાહ્મણ! આ યાદ રાખજે પ્રભુ-ઓટલા પર અંતે તારે પહોંચવાનું છે તે ઓટલા પર તું જ પોતાના આ ગેરવર્તનને કારણે પ્રશ્ચાતાપ કરીશ નહિ ॥૧॥
ਐਸੇ ਬ੍ਰਾਹਮਣ ਡੂਬੇ ਭਾਈ ॥ હે ભાઈ! આવા બ્રાહ્મણોને માયાના મોહમાં ડૂબેલા જાણો
ਨਿਰਾਪਰਾਧ ਚਿਤਵਹਿ ਬੁਰਿਆਈ ॥੧॥ ਰਹਾਉ ॥ જે નિર્દોષ લોકોને પણ નુકસાન પહોંચાડવાનો વિચાર વિચારતો રહે છે ઊંચી જાતિનું હોવું અથવા વેદ-શાસ્ત્ર વાંચેલા હોવા પણ તેના આધ્યાત્મિક જીવનને નષ્ટ થવાથી બચાવી શકતો નથી જો તે બીજાનું ખરાબ દેખતા રહે છે ॥૧॥વિરામ॥
ਅੰਤਰਿ ਲੋਭੁ ਫਿਰਹਿ ਹਲਕਾਏ ॥ હે ભાઈ! આમ તો આ બ્રાહ્મણ પોતાને વેદ વગેરે ધર્મ-પુસ્તકોનો જ્ઞાતા જાહેર કરે છે પરંતુ આના મનમાં લોભ પ્રબળ હિલ્લોળા લઈ રહ્યું છે આ લોભને કારણે હલકા થયેલ ફરે છે.
ਨਿੰਦਾ ਕਰਹਿ ਸਿਰਿ ਭਾਰੁ ਉਠਾਏ ॥ પોતાના વિદ્વાન જાહેર કરતા પણ આ બીજાની નિંદા કરતા ફરે છે પોતાના માથા પર નિંદાનો વજન ઉઠાવતા ફરે છે.
ਮਾਇਆ ਮੂਠਾ ਚੇਤੈ ਨਾਹੀ ॥ હે ભાઈ! માયાના મોહમાં હાથે પોતાની આધ્યાત્મિક જીવનની રાશિ-પૂંજી લૂંટાવી બેઠો આ બ્રાહ્મણ પરમાત્માને યાદ કરતો નથી આ તરફ ધ્યાન દેતો નથી.
ਭਰਮੇ ਭੂਲਾ ਬਹੁਤੀ ਰਾਹੀ ॥੨॥ માયાની ભટકણને કારણે ખોટા માર્ગ પર પડેલા બ્રાહ્મણ કેટલીય દિશાઓથી દુઃખી થયેલ ફરે છે ॥૨॥
ਬਾਹਰਿ ਭੇਖ ਕਰਹਿ ਘਨੇਰੇ ॥ પરંતુ બહાર લોકોને પતિયાવા માટે પોતાને લોકોનો ધાર્મિક નેતા જાહેર કરવા માટે કેટલાય ધાર્મિક વેશ કરે છે.
ਅੰਤਰਿ ਬਿਖਿਆ ਉਤਰੀ ਘੇਰੇ ॥ હે ભાઈ! આવા બ્રાહ્મણોની પોતાની અંદર તો માયા ઘેરીને ડેરો નાખેલી બેઠી છે
ਅਵਰ ਉਪਦੇਸੈ ਆਪਿ ਨ ਬੂਝੈ ॥ હે ભાઈ! જે બ્રાહ્મણ બીજા લોકોને તો ધર્મનો ઉપદેશ કરે છે પરંતુ પોતે તે ધર્મને સમજતો નથી
ਐਸਾ ਬ੍ਰਾਹਮਣੁ ਕਹੀ ਨ ਸੀਝੈ ॥੩॥ આવો બ્રાહ્મણ લોક-પરલોક ક્યાંય પણ સફળ થતો નથી ॥૩॥
ਮੂਰਖ ਬਾਮਣ ਪ੍ਰਭੂ ਸਮਾਲਿ ॥ હે મૂર્ખ બ્રાહ્મણ! પરમાત્માને પોતાના હૃદયમાં યાદ કર્યા કર
ਦੇਖਤ ਸੁਨਤ ਤੇਰੈ ਹੈ ਨਾਲਿ ॥ તે પરમાત્મા તારા બધા કામ દેખતા તારી બધી વાતો સાંભળતા હંમેશા તારી સાથે રહે છે.
ਕਹੁ ਨਾਨਕ ਜੇ ਹੋਵੀ ਭਾਗੁ ॥ નાનક આવા બ્રાહ્મણને કહે છે, જો તારા ભાગ્ય જાગે તો
ਮਾਨੁ ਛੋਡਿ ਗੁਰ ਚਰਣੀ ਲਾਗੁ ॥੪॥੮॥ પોતાની ઉચ્ચ જાતિ અને વિદ્વતાનું ગુમાન ત્યાગીને ગુરુની શરણ પડ ॥૪॥૮॥


© 2017 SGGS ONLINE
Scroll to Top