Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-334

Page 334

ਤਾ ਸੋਹਾਗਣਿ ਜਾਣੀਐ ਗੁਰ ਸਬਦੁ ਬੀਚਾਰੇ ॥੩॥ તેની કૃપાથી જીવ-સ્ત્રી હવે ગુરુના શબ્દને વિચારે છે તો તે પતિવાળી સમજવામાં આવે છે ॥૩॥
ਕਿਰਤ ਕੀ ਬਾਂਧੀ ਸਭ ਫਿਰੈ ਦੇਖਹੁ ਬੀਚਾਰੀ ॥ પરંતુ હે ભાઈ! જો વિચારીને જો તો આ જીવ-સ્ત્રીનો શું દોષ? આ બિચારી શું કરી શકે છે?
ਏਸ ਨੋ ਕਿਆ ਆਖੀਐ ਕਿਆ ਕਰੇ ਵਿਚਾਰੀ ॥੪॥ અહીં તો આખી દુનિયા પાછલા કરેલા કર્મોના સંસ્કારોમાં બંધાયેલી ભટકી રહી છે ॥૪॥
ਭਈ ਨਿਰਾਸੀ ਉਠਿ ਚਲੀ ਚਿਤ ਬੰਧਿ ਨ ਧੀਰਾ ॥ આશાઓ માથે ચઢી રહી નથી પુરી થઇ રહી નથી મન ધીરજ ધરતું નથી અને જીવ-સ્ત્રી અહીંથી ઉઠી ચાલે છે.
ਹਰਿ ਕੀ ਚਰਣੀ ਲਾਗਿ ਰਹੁ ਭਜੁ ਸਰਣਿ ਕਬੀਰਾ ॥੫॥੬॥੫੦॥ હે કબીર! આ નિરાશા બચવા માટે તું પ્રભુના ચરણોમાં લાગેલો રહે પ્રભુનો આશરો લઇ રાખ્યો ॥૫॥૬॥૫૦॥
ਗਉੜੀ ॥ ગૌરી રાગ॥
ਜੋਗੀ ਕਹਹਿ ਜੋਗੁ ਭਲ ਮੀਠਾ ਅਵਰੁ ਨ ਦੂਜਾ ਭਾਈ ॥ જોગી કહે છે, હે ભાઈ! જોગનો માર્ગ જ સરસ અને મીઠો છે આના જેવું બીજું કોઈ સાધન નથી.
ਰੁੰਡਿਤ ਮੁੰਡਿਤ ਏਕੈ ਸਬਦੀ ਏਇ ਕਹਹਿ ਸਿਧਿ ਪਾਈ ॥੧॥ સરાવડા સન્યાસી અવધૂત આ બધા કહે છે – અમે જ સિદ્ધિ મેળવી છે ॥૧॥
ਹਰਿ ਬਿਨੁ ਭਰਮਿ ਭੁਲਾਨੇ ਅੰਧਾ ॥ અંધ લોકો પરમાત્માને ભૂલીને પ્રભુનું સ્મરણ છોડીને ભુલેખામાં પડેલા છે
ਜਾ ਪਹਿ ਜਾਉ ਆਪੁ ਛੁਟਕਾਵਨਿ ਤੇ ਬਾਧੇ ਬਹੁ ਫੰਧਾ ॥੧॥ ਰਹਾਉ ॥ આ જ કારણ છે કે હું જેની-જેની પાસે અહંકારથી છુટકારો કરાવવા જાવ છું તે બધા પોતે જ અહંકારના દોરડામાં બંધાયેલ છે ॥૧॥વિરામ॥
ਜਹ ਤੇ ਉਪਜੀ ਤਹੀ ਸਮਾਨੀ ਇਹ ਬਿਧਿ ਬਿਸਰੀ ਤਬ ਹੀ ॥ જે પ્રભુ-વિયોગથી આ અહંકાર ઉપજે છે તે પ્રભુ-વિયોગમાં જ બધી લૂકાઇ ટકેલી છે આ કારણે ત્યારે જ તો દુનિયા ભુલેખામાં છે.
ਪੰਡਿਤ ਗੁਣੀ ਸੂਰ ਹਮ ਦਾਤੇ ਏਹਿ ਕਹਹਿ ਬਡ ਹਮ ਹੀ ॥੨॥ પંડિત ગુણી યોદ્ધા દાતા આ બધા નામથી અલગ થઈને આ જ કહે છે કે અમે સૌથી મોટા છીએ ॥૨॥
ਜਿਸਹਿ ਬੁਝਾਏ ਸੋਈ ਬੂਝੈ ਬਿਨੁ ਬੂਝੇ ਕਿਉ ਰਹੀਐ ॥ જે મનુષ્યને પ્રભુ પોતે મતી આપે છે તે જ વાસ્તવિક વાત સમજે છે અને તે વાસ્તવિક વાતને સમજ્યા વગર જીવન જ વ્યર્થ છે.
ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਅੰਧੇਰਾ ਚੂਕੈ ਇਨ ਬਿਧਿ ਮਾਣਕੁ ਲਹੀਐ ॥੩॥ તે વાસ્તવિકતા એ છે કે જ્યારે મનુષ્યને સદ્દગુરુ મળે છે તો આના મનમાંથી અહંકારનું અંધારું દૂર થઇ જાય છે અને આ રીતે આને અંદરથી જ નામ-રૂપી લાલ મળી જાય છે ॥૩॥
ਤਜਿ ਬਾਵੇ ਦਾਹਨੇ ਬਿਕਾਰਾ ਹਰਿ ਪਦੁ ਦ੍ਰਿੜੁ ਕਰਿ ਰਹੀਐ ॥ તેથી કબીર કહે છે, ડાબા-જમનાનાં આજુ-બાજુના વિકારોનો વિચાર છોડીને પ્રભુની યાદનું સામેવાળું લક્ષયાંક પાક્કું કરીને રાખવું જોઈએ
ਕਹੁ ਕਬੀਰ ਗੂੰਗੈ ਗੁੜੁ ਖਾਇਆ ਪੂਛੇ ਤੇ ਕਿਆ ਕਹੀਐ ॥੪॥੭॥੫੧॥ અને જેમ મુંગા મનુષ્યએ ગોળ ખાધો હોય તો પૂછવા પર એનો સ્વાદ કહી શકતો નથી તેમ જ પ્રભુના ચરણોમાં જોડાવવાનો આનંદ વ્યક્ત કરી શકાતો નથી ॥૪॥૭॥૫૧॥
ਰਾਗੁ ਗਉੜੀ ਪੂਰਬੀ ਕਬੀਰ ਜੀ ॥ રાગ ગૌરી પૂર્વ કબીરજી॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે॥
ਜਹ ਕਛੁ ਅਹਾ ਤਹਾ ਕਿਛੁ ਨਾਹੀ ਪੰਚ ਤਤੁ ਤਹ ਨਾਹੀ ॥ હે કબીર! મારી લગન પ્રભુ-ચરણોમાં લાગી રહી છે જે મારા મનમાં પહેલા મમતા હતી હવે લગનની કૃપાથી તેમાંથી મમતા સમાપ્ત થઇ ગઈ છે પોતાના શરીરનો મોહ પણ રહી ગયો નથી.
ਇੜਾ ਪਿੰਗੁਲਾ ਸੁਖਮਨ ਬੰਦੇ ਏ ਅਵਗਨ ਕਤ ਜਾਹੀ ॥੧॥ હે ભાઈ! નાડી-પિંગલા-સુખમન વાળા પ્રાણ ચઢાવવાં અને રોકવા વગેરેનું તુચ્છ કર્મ તો ખબર જ નથી ક્યાં ચાલ્યા જાય છે ॥૧॥
ਤਾਗਾ ਤੂਟਾ ਗਗਨੁ ਬਿਨਸਿ ਗਇਆ ਤੇਰਾ ਬੋਲਤੁ ਕਹਾ ਸਮਾਈ ॥ પ્રભુ-ચરણોમાં લગનથી મારા મોહનો દોરો તૂટી ગયો છે મારી અંદરથી મોહનો ફેલાવો સમાપ્ત થઇ ગયો છે ભેદભાવ કરનાર સ્વભાવનું નામ-નિશાન જ મટી ગયું છે.
ਏਹ ਸੰਸਾ ਮੋ ਕਉ ਅਨਦਿਨੁ ਬਿਆਪੈ ਮੋ ਕਉ ਕੋ ਨ ਕਹੈ ਸਮਝਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ આ પરિવર્તનની પરેશાની મને દરરોજ થાય છે કે આ કેવી રીતે થઇ ગયું પરંતુ કોઈ મનુષ્ય આ સમજાવી શકતો નથી કારણ કે આ સ્થિતિ સમજાવી શકાતી નથી અનુભવ જ કરી શકાય છે ॥૧॥વિરામ॥
ਜਹ ਬਰਭੰਡੁ ਪਿੰਡੁ ਤਹ ਨਾਹੀ ਰਚਨਹਾਰੁ ਤਹ ਨਾਹੀ ॥ જે મનમાં પહેલા આખી દુનિયાના ધનનો મોહ હતો લગનની કૃપાથી તેમાં હવે પોતાના શરીરનો પણ મોહ રહ્યો નહિ મોહના મેણા મારનાર તે મન જ રહ્યું નથી.
ਜੋੜਨਹਾਰੋ ਸਦਾ ਅਤੀਤਾ ਇਹ ਕਹੀਐ ਕਿਸੁ ਮਾਹੀ ॥੨॥ હવે તો માયાના મોહથી નિર્લિપ જોડાવનાર પ્રભુ પોતે જ મનમાં વસી રહ્યા છે. પરંતુ આ સ્થિતિ કોઈની પાસે વ્યક્ત કરી શકાતી નથી ॥૨॥
ਜੋੜੀ ਜੁੜੈ ਨ ਤੋੜੀ ਤੂਟੈ ਜਬ ਲਗੁ ਹੋਇ ਬਿਨਾਸੀ ॥ જ્યાં સુધી મનુષ્યનું મન નાશવાન શરીરની સાથે એક-રૂપ રહે છે ત્યાં સુધી આની પ્રીતિ ના પ્રભુથી જોડવાથી જોડાય શકે છે ના માયાથી તોડવાથી તૂટી શકે છે.
ਕਾ ਕੋ ਠਾਕੁਰੁ ਕਾ ਕੋ ਸੇਵਕੁ ਕੋ ਕਾਹੂ ਕੈ ਜਾਸੀ ॥੩॥ આ સ્થિતિમાં ગ્રસાયેલ મનનો ના પ્રભુ સાચા અર્થમાં પતિ છે માલિક છે ના આ મન પ્રભુનો સેવક બની શકે છે. પછી કોણે કોની પાસે જવાનું છે? ॥૩॥
ਕਹੁ ਕਬੀਰ ਲਿਵ ਲਾਗਿ ਰਹੀ ਹੈ ਜਹਾ ਬਸੇ ਦਿਨ ਰਾਤੀ ॥ કબીર કહે છે, મારુ ધ્યાન પ્રભુના ચરણોમાં લાગેલું રહે છે અને દિવસ રાત ત્યાં જ ટકેલુ રહે છે પરંતુ આ રીતે હું તેનો તફાવત મેળવી શકતો નથી.
ਉਆ ਕਾ ਮਰਮੁ ਓਹੀ ਪਰੁ ਜਾਨੈ ਓਹੁ ਤਉ ਸਦਾ ਅਬਿਨਾਸੀ ॥੪॥੧॥੫੨॥ તેનો તફાવત તે પોતે જ જાણે છે અને તે છે હંમેશા કાયમ રહેનારો ॥૪॥૧॥૫૨॥
ਗਉੜੀ ॥ ગૌરી રાગ॥
ਸੁਰਤਿ ਸਿਮ੍ਰਿਤਿ ਦੁਇ ਕੰਨੀ ਮੁੰਦਾ ਪਰਮਿਤਿ ਬਾਹਰਿ ਖਿੰਥਾ ॥ પ્રભુના ચરણોમાં ધ્યાન જોડવું અને પ્રભુનું નામ સ્મરણવુ – આ જાણો મેં બંને કાનોમાં કુંડળ પહેર્યા છે. પ્રભુનું સાચું જ્ઞાન – આ મેં પોતાના પર ગોદડી લીધેલી છે.
ਸੁੰਨ ਗੁਫਾ ਮਹਿ ਆਸਣੁ ਬੈਸਣੁ ਕਲਪ ਬਿਬਰਜਿਤ ਪੰਥਾ ॥੧॥ શૂન્ય સ્થિતિરૂપી ગુફામાં હું આસન લગાવી બેઠો છું. દુનિયાની કલ્પનાઓ ત્યાગી દેવી – આ જ છે મારો જોગ-પંથ ॥૧॥
ਮੇਰੇ ਰਾਜਨ ਮੈ ਬੈਰਾਗੀ ਜੋਗੀ ॥ હે પાતશાહ પ્રભુ! હું તારી યાદની લગનવાળો જોગી છું
ਮਰਤ ਨ ਸੋਗ ਬਿਓਗੀ ॥੧॥ ਰਹਾਉ ॥ આ માટે મૃત્યુનો ડર ચિંતા અને વિયોગ મને હેરાન કરતો નથી ॥૧॥ વિરામ॥
ਖੰਡ ਬ੍ਰਹਮੰਡ ਮਹਿ ਸਿੰਙੀ ਮੇਰਾ ਬਟੂਆ ਸਭੁ ਜਗੁ ਭਸਮਾਧਾਰੀ ॥ બધા ખંડો-બ્રહ્માંડોમાં પ્રભુની વ્યાપકતાનો બધાને સંદેશ દેજે – જાણે આ હું શૃંગ વગાડી રહ્યો છું. આખા જગતને નાશવાન સમજજે – આ છે મારો ભષ્મવાળો થેલો.
ਤਾੜੀ ਲਾਗੀ ਤ੍ਰਿਪਲੁ ਪਲਟੀਐ ਛੂਟੈ ਹੋਇ ਪਸਾਰੀ ॥੨॥ ત્રિગુણી માયાના પ્રભાવના પ્રભાવને મેં પલટાવી દીધો છે આ જાણે મેં તાડી લગાવેલી છે. આ રીતે હું ગૃહસ્થી હોવા છતાં પણ મુક્ત છું ॥૨॥
ਮਨੁ ਪਵਨੁ ਦੁਇ ਤੂੰਬਾ ਕਰੀ ਹੈ ਜੁਗ ਜੁਗ ਸਾਰਦ ਸਾਜੀ ॥ મારી અંદર એક-રસ વીણા વાગી રહીં છે. મારુ મન અને શ્વાસ તે વીણાના બંને તુંબા છે.


© 2017 SGGS ONLINE
Scroll to Top