Guru Granth Sahib Translation Project

ગુરુ ગ્રંથ સાહિબ જી ગુજરાતી અનુવાદ

ગુરુ ગ્રંથ સાહિબજી, જેને આદિ ગ્રંથ પણ કહેવામાં આવે છે, તે સીખો માટે મુખ્ય પવિત્ર પુસ્તક છે. તે દસ માનવીય ગુરુઓ પછી સીખો દ્વારા શાશ્વત ગુરુ માનવામાં આવે છે. તે પાંચમા સીખ ગુરુ ગુરુ અરજન દ્વારા 1604માં સંકલિત કરવામાં આવ્યું હતું અને દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહ દ્વારા બાદમાં વિસ્તૃત કરવામાં આવ્યું હતું. તેમાં 1430 પાનાં છે અને તે ગુરમુખી લિપિમાં લખાયેલું છે. આ પવિત્ર પુસ્તકમાં સીખ ગુરુઓ અને વિવિધ પૃષ્ઠભૂમિના જુદા જુદા સંતો દ્વારા લખાયેલ શબદોનો સંકલન છે અને ખાલસા ધર્મની શરૂઆતથી છે.

 

ਸਚੀ ਤੇਰੀ ਵਡਿਆਈ ਜਾ ਕਉ ਤੁਧੁ ਮੰਨਿ ਵਸਾਈ ਸਦਾ ਤੇਰੇ ਗੁਣ ਗਾਵਹੇ ॥ 
હે પ્રભુ! તારી મોટાઈ હંમેશા કાયમ રહેનારી છે જે મનુષ્યના મનમાં તે આ મોટાઈ વસાવી દીધી છે તે હંમેશા તારા મહિમાના ગીત ગાય છે.

ਸਫਲੁ ਜਨਮੁ ਸਰੀਰੁ ਸਭੁ ਹੋਆ ਜਿਤੁ ਰਾਮ ਨਾਮੁ ਪਰਗਾਸਿਆ ॥ 
તે પરમાત્માના નામમાં પોતાનું મન જોડી રાખે છે. તેનો મનુષ્ય જન્મ સફળ થઈ જાય છે તેનું શરીર પણ સફળ થઈ જાય છે કારણ કે તેના શરીરમાં પરમાત્માનું નામ પ્રકાશમાન થઈ જાય છે.

ਕਲਿਜੁਗੁ ਹਰਿ ਕੀਆ ਪਗ ਤ੍ਰੈ ਖਿਸਕੀਆ ਪਗੁ ਚਉਥਾ ਟਿਕੈ ਟਿਕਾਇ ਜੀਉ ॥ 
હે ભાઈ! જે મનુષ્યની અંદરથી ધર્મ-આખલાના ત્રણ પગ લપસી ગયા જે મનુષ્યની અંદર ધર્મ-આખલો ફક્ત ચોથો પગ જ રહી જાય છે જેની અંદર ફક્ત નામ-માત્રનો જ ધર્મ રહી જાય છે તેના માટે પરમાત્માએ જાણે કળિયુગ બનાવી દીધું.

ਵਡਾ ਮੇਰਾ ਗੋਵਿੰਦੁ ਅਗਮ ਅਗੋਚਰੁ ਆਦਿ ਨਿਰੰਜਨੁ ਨਿਰੰਕਾਰੁ ਜੀਉ ॥ 
મારો ગોવિંદ મોટો છે એના સુધી કોઈ પહોંચી શકતું નથી એ જ્ઞાનેદ્રીયોની પહોંચથી ઉપર છે એ મૂળ છે એને માયાનું કલંક લાગતું નથી એનો કોઈ ખાસ ચહેરો નથી

ਹਰਿ ਨਾਮੁ ਸਾਲਾਹਹ ਦਿਨੁ ਰਾਤਿ ਏਹਾ ਆਸ ਆਧਾਰੋ ॥ 
હે સ્વામી અમે તો દિવસ રાત તારા નામની જ મહિમા કરતા રહીએ છીએ અમારો તું જ સહારો ને આસરો છે

ਪਿਰ ਰਤਿਅੜੇ ਮੈਡੇ ਲੋਇਣ ਮੇਰੇ ਪਿਆਰੇ ਚਾਤ੍ਰਿਕ ਬੂੰਦ ਜਿਵੈ ॥ 
હે વ્હાલા! મારી આંખો પ્રભુ પતિના દર્શનોમાં મસ્ત છે જેમ બપૈયો શ્રાવણના વરસાદના ટીપાંની ચાહત રાખે છે

ਪ੍ਰਿਉ ਸਹਜ ਸੁਭਾਈ ਛੋਡਿ ਨ ਜਾਈ ਮਨਿ ਲਾਗਾ ਰੰਗੁ ਮਜੀਠਾ ॥ 
આધ્યાત્મિક સ્થિરતાને વ્હાલ કરવાવાળા પ્રભુ તેને છોડીને જતા નથી તેના મનમાં પ્રભુ પ્રેમનો પાક્કો રંગ ચઢી જાય છે જેમ મજીઠનો પાક્કો રંગ.

ਗੁਪਤ ਪ੍ਰਗਟ ਜਾ ਕਉ ਅਰਾਧਹਿ ਪਉਣ ਪਾਣੀ ਦਿਨਸੁ ਰਾਤਿ ॥ 
દ્રશ્ય-અદ્રશ્ય બધા જીવજંતુ જે પરમાત્માની આરાધના કરે છે હવા,પાણી દિવસ-રાત જેનું ધ્યાન ધરે છે.

ਮਲ ਭਰਮ ਕਰਮ ਅਹੰ ਮਮਤਾ ਮਰਣੁ ਚੀਤਿ ਨ ਆਵਏ ॥ 
હે પ્રભુ! ભટકણમાં પડવાવાળા કર્મોની ગંદકી મને લાગી ગઈ છે મારી અંદર અહંકાર છે, મમતા છે, આ માટે મૃત્યુ મને યાદ આવતી નથી.

ਫਾਥੋਹੁ ਮਿਰਗ ਜਿਵੈ ਪੇਖਿ ਰੈਣਿ ਚੰਦ੍ਰਾਇਣੁ ॥ 
હે જીવ! જેવી રીતે હરણ રાત્રીના સમયે શિકારીનો કરેલો ચંદ્ર જેવી ચાંદની જોઈને શિકારીના જાળમાં ફસાઈ જાય છે તેવી જ રીતે તું માયાવી પદાર્થોની ચમક જોઈને માયાની જાળમાં ફસાયેલો રહે છે.

error: Content is protected !!
Scroll to Top