Guru Granth Sahib Translation Project

ગુરુ ગ્રંથ સાહિબ જી ગુજરાતી અનુવાદ

શ્રી ગુરુ ગ્રંથ સાહિબ ગੁਰમુખી લિપિમાં લખાયેલું છે અને તેમાં સીખ ગુરુઓ, અન્ય સંતો અને કવિઓના વિવિધ મૂળના લેખનો સમાવેશ થાય છે, જેમણે સર્વવ્યાપી શક્તિશાળી લેખન કર્યુ છે, જે માત્ર એ જ છે ક કારણ કે તેમાં દૈવી એકતા, પ્રેમ અને કરુણા સંદેશ શામેલ છે. તે 1430 પૃષ્ઠો, અંગ તરીકે વિભાજિત છે, અને સંગીતના માપદંડો રાગ દ્વારા રચાયેલ છે.શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સજીવન ગુરુ તરીકે રહ્યો છે, અને તે માત્ર સીખો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે આધ્યાત્મિક અને નૈતિક માર્ગદર્શન પ્રદાન કરી રહ્યો છે. તે વર્ષના દરેક દિવસે વાંચવામાં અને પૂજવામાં આવે છે, અને તેના વિચારો અને શિક્ષણો સીખ જીવનશૈલીના મૂળભૂત તત્ત્વોમાં સમાયેલ છે.

 

ਕੋਊ ਨਰਕ ਕੋਊ ਸੁਰਗ ਬੰਛਾਵਤ ॥ 
ત્યારે કોઈ જીવો નરકોના ભોગી અને કોઈ સ્વર્ગની ઈચ્છાવાળા બન્યા

ਬਨਿ ਤਿਨਿ ਪਰਬਤਿ ਹੈ ਪਾਰਬ੍ਰਹਮੁ ॥ 
એ પરમબ્રહ્મ જંગલમાં ઘાસમાં અને પર્વતમાં છે

ਚਾਰਿ ਪਦਾਰਥ ਕਮਲ ਪ੍ਰਗਾਸ ॥ 
ધર્મ, અર્થ, કામ, અને, મોક્ષ આ ચાર પદાર્થ , હદય કમલ નું ખીલવું

ਊਤਮੁ ਊਚੌ ਪਾਰਬ੍ਰਹਮੁ ਗੁਣ ਅੰਤੁ ਨ ਜਾਣਹਿ ਸੇਖ ॥ 
પરમાત્મા સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ છે કોઈની એના સુધી પહોંચ નથી અનેક શેષનાગ પણ એના અનંત ગુણોને જાણી શકતા નથી

ਮਨੁ ਤਨੁ ਸੀਤਲੁ ਸਾਂਤਿ ਸਹਜ ਲਾਗਾ ਪ੍ਰਭ ਕੀ ਸੇਵ ॥ 
ગુરુની કૃપાથી એ પરમાત્માની સેવા ભક્તિમાં લાગ્યો જેથી કરીને એનું મન હૃદય ઠંડુ થઇ ગયું છે અને એના અંદર શાંતિ અને આધ્યાત્મિક સ્થિરતા જન્મી ગઈ છે,

ਸੁਣਿ ਸਾਜਨ ਪ੍ਰੇਮ ਸੰਦੇਸਰਾ ਅਖੀ ਤਾਰ ਲਗੰਨਿ ॥ 
સજ્જન પ્રભુનો પ્રેમ ભરેલ સંદેશ સાંભળીને જેની આંખ દર્શનની અપેક્ષામાં લાગી જાય છે

ਪਹਿਲਾ ਆਗਮੁ ਨਿਗਮੁ ਨਾਨਕੁ ਆਖਿ ਸੁਣਾਏ ਪੂਰੇ ਗੁਰ ਕਾ ਬਚਨੁ ਉਪਰਿ ਆਇਆ ॥ 
નાનક કહીને સંભળાવે છે, ગુરુશિખ માટે આ પહેલું શાસ્ત્ર-વેદ છે આ જ છે વેદ-શાસ્ત્રોનું ઉત્તમ સિદ્ધાંત કે સંપૂર્ણ સદ્‍ગુરુના વચન સૌથી વધુ પ્રામાણિક છે.

ਜਨੁ ਨਾਨਕੁ ਧੂੜਿ ਮੰਗੈ ਤਿਸੁ ਗੁਰਸਿਖ ਕੀ ਜੋ ਆਪਿ ਜਪੈ ਅਵਰਹ ਨਾਮੁ ਜਪਾਵੈ ॥੨॥ 
દાસ નાનક પણ તે ગુરુશિખની ચરણ ધૂળ માંગે છે જે નામ જપે છે તેમજ બીજા લોકોને પણ જપાવે છે ॥૨॥

ਦੇਖਹੁ ਭਾਈ ਏਹੁ ਅਖਾੜਾ ਹਰਿ ਪ੍ਰੀਤਮ ਸਚੇ ਕਾ ਜਿਨਿ ਆਪਣੈ ਜੋਰਿ ਸਭਿ ਆਣਿ ਨਿਵਾਏ ॥ 
હે ભાઈ! યાદ રાખ જે પ્રભુએ પોતાના બળથી બધા જીવોને લાવીને સદ્દગુરુની આગળ નમાવ્યા છે તે સાચા પ્રિતમનું આ સંસાર અખાડો છે

ਸਭਿ ਰਸ ਤਿਨ ਕੈ ਰਿਦੈ ਹਹਿ ਜਿਨ ਹਰਿ ਵਸਿਆ ਮਨ ਮਾਹਿ ॥ 
જેના હૃદયમાં પ્રભુ વસી ગયા છે બધા રસ તેની અંદર છે.

error: Content is protected !!
Scroll to Top