Guru Granth Sahib Translation Project

ગુરુ ગ્રંથ સાહિબ જી ગુજરાતી અનુવાદ

ગુરુ ગ્રંથ સાહિબ એ શીખ ધર્મનો કેન્દ્રિય ધાર્મિક ગ્રંથ છે, જેને શીખો દસ માનવ ગુરુઓને અનુસરતા શાશ્વત ગુરુ તરીકે માને છે. 1604માં પાંચમા શીખ ગુરુ, ગુરુ અર્જન દ્વારા સંકલિત, તેમાં ગુરુ નાનકથી લઈને ગુરુ તેગ બહાદુર સુધીના શીખ ગુરુઓના સ્તોત્રો અને ઉપદેશો તેમજ કબીર અને ફરીદ જેવા વિવિધ પૃષ્ઠભૂમિના વિવિધ સંતો અને કવિઓના યોગદાનનો સમાવેશ થાય છે.

ગુરુ ગ્રંથ સાહિબ 1,430 પૃષ્ઠોનો સમાવેશ કરે છે અને તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે, જેમાં ભગવાનની પ્રકૃતિ, સત્ય જીવનનું મહત્વ, ભગવાનના નામ પર ધ્યાનનું મૂલ્ય અને અંધશ્રદ્ધા અને ધાર્મિક વિધિઓનો અસ્વીકાર શામેલ છે.

 

ਤੂ ਕਰਿ ਕਰਿ ਵੇਖਹਿ ਜਾਣਹਿ ਸੋਇ ॥ 
સર્જન કરીને જીવોની સંભાળ પણ તું પોતે જ લે છે અને દરેકના દિલની સંભાળ પણ લે છે

ਮੋਤੀ ਤ ਮੰਦਰ ਊਸਰਹਿ ਰਤਨੀ ਤ ਹੋਹਿ ਜੜਾਉ ॥ 
જો મારા માટે મોતીઓ નો મહેલ બની જાય અને તેમાં રત્નો જડેલા હોય

ਨਾਉ ਨੀਰੁ ਚੰਗਿਆਈਆ ਸਤੁ ਪਰਮਲੁ ਤਨਿ ਵਾਸੁ ॥ 
પરમાત્માનું નામ અને મહિમા બધાં જ દાનથી વધુ સારું દાન છે અને મહિમાની બરકત થી બનેલું સ્વચ્છતા આચરણ શરીર ઉપર લગાડવાની સુગંધી છે

ਕੇਤੇ ਤੇਰੇ ਰੂਪ ਰੰਗ ਕੇਤੇ ਜਾਤਿ ਅਜਾਤਿ ॥੩॥ 
તારા અનંત રૂપ રંગ છે તારા પેદા કરેલા અનંત જીવો છે જેમાં કોઈ ઉંચી જાતિના અને કોઈ નીચી જાતિના છે ।।૩।।

ਪੰਚ ਭੂਤ ਸਚਿ ਭੈ ਰਤੇ ਜੋਤਿ ਸਚੀ ਮਨ ਮਾਹਿ ॥ 
તેનું આખું શરીર પ્રભુ ની યાદ માં પ્રભુના આદરમા રંગાયેલું રહે છે સદાય સ્થિર પ્રભુની જ્યોતિ તેના મનમાં ટકેલી રહે છે

ਚਾਰੇ ਅਗਨਿ ਨਿਵਾਰਿ ਮਰੁ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਜਲੁ ਪਾਇ ॥ 
હે નાનક! ગુરુ દ્વારા નામ જળ પ્રાપ્ત કરી ને હદય માં સળગી રહેલી ચારેય અગ્નિ ને ઓલવી ને ઈચ્છા થી મરી જા

ਮਾਲ ਕੈ ਮਾਣੈ ਰੂਪ ਕੀ ਸੋਭਾ ਇਤੁ ਬਿਧੀ ਜਨਮੁ ਗਵਾਇਆ ॥੧॥ ਰਹਾਉ ॥ 
જો બેઈમાની થી એકત્ર કરેલી ધનના અહંકારમાં ટકી રહ્યા, જો કામચોર થઈ ને રૂપ ની શોભા માં મન જોડાયેલુ રહ્યું તો બહારથી કરવામાં આવતી ધાર્મિક વાતો થી છલકાય નહીં આવી રીતે માનવ જન્મ બેકાર ચાલ્યો જાય છે।।૧।।વિરામ।।

ਕਹੁ ਨਾਨਕ ਬਾਹ ਲੁਡਾਈਐ ॥੪॥੩੩॥ 
નાનક કહે છે, નામના જાપ ની કૃપાથી ચિંતા વિનાના થઈ જાય છીએ.પછી કોઈ ચિંતા પ્રબળ થતી નથી ।। ૪।। ૩૩।।

ਇਹੁ ਜਨਮੁ ਪਦਾਰਥੁ ਪਾਇ ਕੈ ਹਰਿ ਨਾਮੁ ਨ ਚੇਤੈ ਲਿਵ ਲਾਇ ॥ 
આ અમૂલ્ય માણસ જન્મ મેળવીને પણ મૂર્ખ માણસ ધ્યાન ધરીને પ્રભુનું નામ યાદ રાખતો નથી

ਘਰ ਹੀ ਵਿਚਿ ਮਹਲੁ ਪਾਇਆ ਗੁਰ ਸਬਦੀ ਵੀਚਾਰਿ ॥੨॥ 
ગુરુના શબ્દ ની કૃપાથી પરમાત્માના નામનું સ્મરણ કરીને તેમણે પોતાના હૃદયમાં પરમાત્માનું ઘર શોધી લીધું હોય છે ।। ૨।।

error: Content is protected !!
Scroll to Top