Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-469

Page 469

ਅੰਧੀ ਰਯਤਿ ਗਿਆਨ ਵਿਹੂਣੀ ਭਾਹਿ ਭਰੇ ਮੁਰਦਾਰੁ ॥ તેમની પ્રજા જ્ઞાન હીન હોવાને કારણે જેમ કે આંધળી થઈને તૃષ્ણાની વ્યર્થ મહેનત માં લાગેલી છે
ਗਿਆਨੀ ਨਚਹਿ ਵਾਜੇ ਵਾਵਹਿ ਰੂਪ ਕਰਹਿ ਸੀਗਾਰੁ ॥ જે મનુષ્ય પોતે પોતાને જ્ઞાનવાન અને ઉપદેશક કહેવડાવે છે તે નાચે છે વાજિંત્ર વગાડે છે અને કેટલાય વેશ ધારણ કરે છે શણગાર કરે છે
ਊਚੇ ਕੂਕਹਿ ਵਾਦਾ ਗਾਵਹਿ ਜੋਧਾ ਕਾ ਵੀਚਾਰੁ ॥ અને જ્ઞાની જોર જોરથી ચીસો પાડે છે યુદ્ધ નો પ્રસંગ સંભળાવે છે અને યોદ્ધાઓ કેવી રીતે લડ્યા અને કેટલા ને મારી નાખ્યા તેની વ્યાખ્યા કરે છે
ਮੂਰਖ ਪੰਡਿਤ ਹਿਕਮਤਿ ਹੁਜਤਿ ਸੰਜੈ ਕਰਹਿ ਪਿਆਰੁ ॥ ભણેલા-ગણેલા મૂર્ખ પંડિતો ફક્ત ચાલાકી કરે છે અને દલીલ દેવાનું જાણે છે માયા ભેગી કરવામાં લાગી પડેલા છે
ਧਰਮੀ ਧਰਮੁ ਕਰਹਿ ਗਾਵਾਵਹਿ ਮੰਗਹਿ ਮੋਖ ਦੁਆਰੁ ॥ જે મનુષ્ય પોતે પોતાને ધર્મવાન સમજે છે પોતાની તરફથી ધર્મના કાર્યો કરે છે પણ બધી જ મહેનત ગુમાવી બેસે છે કારણ કે તેના બદલામાં મુક્તિ માગે છે કે અમે મુક્ત થઈ જઈએ
ਜਤੀ ਸਦਾਵਹਿ ਜੁਗਤਿ ਨ ਜਾਣਹਿ ਛਡਿ ਬਹਹਿ ਘਰ ਬਾਰੁ ॥ જે મનુષ્ય પોતે પોતાને ધર્મવાન સમજે છે પોતાની તરફથી ધર્મના કાર્યો કરે છે પણ બધી જ મહેનત ગુમાવી બેસે છે કારણ કે તેના બદલામાં મુક્તિ માગે છે કે અમે મુક્ત થઈ જઈએ કેટલાંય એવા છે જે પોતાની જતી કહેવડાવે છે પણ જતી હોવાનું જ્ઞાન જે લોકો નથી જાણતા અને ઘરબાર બધું છોડીને જતા રહે છે
ਸਭੁ ਕੋ ਪੂਰਾ ਆਪੇ ਹੋਵੈ ਘਟਿ ਨ ਕੋਈ ਆਖੈ ॥ આ જીભ પાપ જૂઠ અને કામ એટલા બધાં પ્રભાવશાળી છે કે જ્યાં જુઓ જ્યાં નજર નાખો ત્યાં દરેક જીવ પોતાને પૂર્ણ સમજદાર જ સમજે છે કોઈ મનુષ્ય એમ નથી કહેતા કે મારામાં કોઈ કમી છે
ਪਤਿ ਪਰਵਾਣਾ ਪਿਛੈ ਪਾਈਐ ਤਾ ਨਾਨਕ ਤੋਲਿਆ ਜਾਪੈ ॥੨॥ હે નાનક! ત્યારે મનુષ્ય તોલ ભાવમાં પારખવાની કસોટી ઉપર પૂર્ણ ઉતરે છે જો ત્રાજવાના બીજા પલડામાં ઈશ્વર પાસેથી મળેલી ઈજ્જત રૂપી તોલું રાખે છે અર્થાત્ તે મનુષ્ય કમી- રહિત છે જેને પ્રભુના દરબારમાં આદર મળે છે ।।૨।।
ਮਃ ੧ ॥ મહેલ ૧।।
ਵਦੀ ਸੁ ਵਜਗਿ ਨਾਨਕਾ ਸਚਾ ਵੇਖੈ ਸੋਇ ॥ હે નાનક! જે વાત ઈશ્વરની તરફથી સ્થાપિત થઈ ગઈ છે તે થઈને જ રહેશે કારણ કે પ્રભુ દરેક જીવને પોતે જ સંભાળે છે
ਸਭਨੀ ਛਾਲਾ ਮਾਰੀਆ ਕਰਤਾ ਕਰੇ ਸੁ ਹੋਇ ॥ બધાં જ જીવ પોતાનું જોર લગાડે છે પણ થાય છે એ જ જે ઈશ્વરની મરજી છે
ਅਗੈ ਜਾਤਿ ਨ ਜੋਰੁ ਹੈ ਅਗੈ ਜੀਉ ਨਵੇ ॥ ઈશ્વરની દરબારમાં કોઈ પણ ઊંચ નીચનો ભેદભાવ નથી અને કોઈ ઉપર જોર જબરદસ્તી પણ નથી કારણ કે ત્યાં તે જીવો નો સંબંધ તેવા લોકો સાથે બંધાઈ છે જે અજાણ છે
ਜਿਨ ਕੀ ਲੇਖੈ ਪਤਿ ਪਵੈ ਚੰਗੇ ਸੇਈ ਕੇਇ ॥੩॥ ત્યાં તે મનુષ્ય સારા ગણવામાં આવે છે જેમણે જગતમાં સારા કામ કર્યા હતા અને તે કારણે ઈશ્વરના દરબારમાં તેમને આદર મળે છે ।।૩।।
ਪਉੜੀ ॥ પગથિયું ૧૧ ।।
ਧੁਰਿ ਕਰਮੁ ਜਿਨਾ ਕਉ ਤੁਧੁ ਪਾਇਆ ਤਾ ਤਿਨੀ ਖਸਮੁ ਧਿਆਇਆ ॥ હે પ્રભુ! જે લોકોને તેં બક્ષિસ આપી છે તેમણે જ તારું સ્મરણ કર્યું છે
ਏਨਾ ਜੰਤਾ ਕੈ ਵਸਿ ਕਿਛੁ ਨਾਹੀ ਤੁਧੁ ਵੇਕੀ ਜਗਤੁ ਉਪਾਇਆ ॥ આ જીવોના પોતાના વશમાં કાંઈ જ નથી હોતું કે તારા શરણે જઈ શકે તેં રંગ બેરંગી જગત પેદા કર્યું છે
ਇਕਨਾ ਨੋ ਤੂੰ ਮੇਲਿ ਲੈਹਿ ਇਕਿ ਆਪਹੁ ਤੁਧੁ ਖੁਆਇਆ ॥ કેટલાય જીવો ને તું પોતાના ચરણોમાં જોડેલા રાખે છે પણ કેટલાંયે જીવોને તો પોતાનાથી અલગ પણ કરી દે છે
ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਜਾਣਿਆ ਜਿਥੈ ਤੁਧੁ ਆਪੁ ਬੁਝਾਇਆ ॥ જે ભાગ્યશાળી મનુષ્ય ના હૃદય માં તેં તારી પોતાની સમજ મૂકી છે તેણે સદગુરુની મહેરબાનીથી તને ઓળખી લીધો છે
ਸਹਜੇ ਹੀ ਸਚਿ ਸਮਾਇਆ ॥੧੧॥ અને સહજ સ્વભાવ જ અસલમાં સાથે એકમેકની સાથે ભળી ગયો છે ।।૧૧।।
ਸਲੋਕੁ ਮਃ ੧ ॥ શ્લોક મહેલ ૧
ਦੁਖੁ ਦਾਰੂ ਸੁਖੁ ਰੋਗੁ ਭਇਆ ਜਾ ਸੁਖੁ ਤਾਮਿ ਨ ਹੋਈ ॥ હે પ્રભુ! આ તો તારી અજબ-ગજબની કુદરત છે જે જીવોના રોગોના ઇલાજ બની જાય છે અને સુખ દુઃખ નું કારણ બની જાય છે પણ જો અસલી આત્મિક સુખ મળી જાય તો દુઃખ રહેતું જ નથી
ਤੂੰ ਕਰਤਾ ਕਰਣਾ ਮੈ ਨਾਹੀ ਜਾ ਹਉ ਕਰੀ ਨ ਹੋਈ ॥੧॥ હે પ્રભુ! તું કરતાર તું પોતે જ આ બધા ભેદોને સમજે છે મારી તો કોઈ સામર્થ્યનથી કે હું તેને સમજી શકું જો હું મને પોતાને કાંઈ સમજવા લાગું કે હું આ બધા ભેદ જાણું છું તો આ વાત તો જરાય ફાવે એવી નથી ।।૧।।
ਬਲਿਹਾਰੀ ਕੁਦਰਤਿ ਵਸਿਆ ॥ હે કુદરતમાં વસેલા કરતાર! હું તારી ઉપર કુરબાન જાઉં છું
ਤੇਰਾ ਅੰਤੁ ਨ ਜਾਈ ਲਖਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ તારો અંત પામી નથી શકાતો ।।૧।।વિરામ।।
ਜਾਤਿ ਮਹਿ ਜੋਤਿ ਜੋਤਿ ਮਹਿ ਜਾਤਾ ਅਕਲ ਕਲਾ ਭਰਪੂਰਿ ਰਹਿਆ ॥ આખી સૃષ્ટિમાં તારું જ નૂર વસી રહ્યું છે બધાં જ જીવોમાં તારો જ પ્રકાશ છે તું બધી જગ્યાએ એક સરખો વ્યાપક છે
ਤੂੰ ਸਚਾ ਸਾਹਿਬੁ ਸਿਫਤਿ ਸੁਆਲ੍ਹ੍ਹਿਉ ਜਿਨਿ ਕੀਤੀ ਸੋ ਪਾਰਿ ਪਇਆ ॥ હે પ્રભુ! તું સદાય સ્થિર રહેવા વાળો છે તારી સુંદર સોહામણી મહાનતાઓ છે જેણે જેણે તારા ગુણ ગાયા છે તે સંસાર સમુદ્ર ની પાર થઈ રહ્યા છે
ਕਹੁ ਨਾਨਕ ਕਰਤੇ ਕੀਆ ਬਾਤਾ ਜੋ ਕਿਛੁ ਕਰਣਾ ਸੁ ਕਰਿ ਰਹਿਆ ॥੨॥ હે નાનક! તું પણ કરતાર ની મહિમા કર અને બોલ કે પ્રભુ જે કંઈપણ કરવાનું ઠીક સમજે છે તે તે કરી રહ્યો છે ।।૨।।
ਮਃ ੨ ॥ મહેલ ૨।।
ਜੋਗ ਸਬਦੰ ਗਿਆਨ ਸਬਦੰ ਬੇਦ ਸਬਦੰ ਬ੍ਰਾਹਮਣਹ ॥ યોગ નો ધર્મ જ્ઞાન પ્રાપ્ત કરવું એ છે બ્રાહ્મણ નો ધર્મ વેદોનો વિચાર કરવાનો છે
ਖਤ੍ਰੀ ਸਬਦੰ ਸੂਰ ਸਬਦੰ ਸੂਦ੍ਰ ਸਬਦੰ ਪਰਾ ਕ੍ਰਿਤਹ ॥ ક્ષત્રિયોનો ધર્મ શૂરવીર કામ કરવાનું છે શુદ્રો નો ધર્મ બીજાની સેવા કરવાની છે
ਸਰਬ ਸਬਦੰ ਏਕ ਸਬਦੰ ਜੇ ਕੋ ਜਾਣੈ ਭੇਉ ॥ ਨਾਨਕੁ ਤਾ ਕਾ ਦਾਸੁ ਹੈ ਸੋਈ ਨਿਰੰਜਨ ਦੇਉ ॥੩॥ પણ બધા નો મુખ્ય ધર્મ તો એ છે કે પ્રભુનું સ્મરણ કરે જે મનુષ્ય આ ભેદને સમજી જાય છે નાનક તેનો દાસ છે તે મનુષ્ય પ્રભુ નું રૂપ છે ।।3।।
ਮਃ ੨ ॥ મહેલ ૨।।
ਏਕ ਕ੍ਰਿਸਨੰ ਸਰਬ ਦੇਵਾ ਦੇਵ ਦੇਵਾ ਤ ਆਤਮਾ ॥ એક પરમાત્મા જ બધાં દેવતાઓના નો આત્મા છે
ਆਤਮਾ ਬਾਸੁਦੇਵਸ੍ਯ੍ਯਿ ਜੇ ਕੋ ਜਾਣੈ ਭੇਉ ॥ ਨਾਨਕੁ ਤਾ ਕਾ ਦਾਸੁ ਹੈ ਸੋਈ ਨਿਰੰਜਨ ਦੇਉ ॥੪॥ દેવતાઓના દેવતાઓનો પણ આત્મા છે જે મનુષ્ય પ્રભુ એમના આત્માનો ભેદ જાણી લે છેનાનક તે મનુષ્યનો દાસ છે તે પરમાત્માનું રૂપ છે ।।૪।।
ਮਃ ੧ ॥ મહેલ ૧ ।।
ਕੁੰਭੇ ਬਧਾ ਜਲੁ ਰਹੈ ਜਲ ਬਿਨੁ ਕੁੰਭੁ ਨ ਹੋਇ ॥ જેવી રીતે પાણી ઘડામાં અને બીજા બધાં વાસણો ની અંદર બંધાયેલું અનુભવ કરે છે ટકી રહે છે
ਗਿਆਨ ਕਾ ਬਧਾ ਮਨੁ ਰਹੈ ਗੁਰ ਬਿਨੁ ਗਿਆਨੁ ਨ ਹੋਇ ॥੫॥ તેવી જ રીતે ગુરુના જ્ઞાનની અને ઉપદેશની સાથે બંધાયેલું મન એક જગ્યા ઉપર ટકી ને રહી શકે છે અર્થાત્ વિકારો તરફ નથી દોડતું જેવી રીતે પાણી વગર ઘડો નથી બની શકતો તેવી જ રીતે ગુરુ વગર જ્ઞાન પેદા નથી થઈ શકતું ।।૫।।
ਪਉੜੀ ॥ પગથિયું ૧૨।।
ਪੜਿਆ ਹੋਵੈ ਗੁਨਹਗਾਰੁ ਤਾ ਓਮੀ ਸਾਧੁ ਨ ਮਾਰੀਐ ॥ જો ભણેલો-ગણેલો મનુષ્ય મંદકર્મી થઈ જાય તો તેને જોઈને પણ લોકોએ ગભરાવાની જરૂર નથી કે ભણેલા ગણેલા ના આવા હાલ હોય તો અનપઢ નું નું શું થશે કારણકે અનપઢ મનુષ્ય જો નેક હશે તો તેને માર નથી પડતી
ਜੇਹਾ ਘਾਲੇ ਘਾਲਣਾ ਤੇਵੇਹੋ ਨਾਉ ਪਚਾਰੀਐ ॥ મનુષ્ય ની કમાણી ઉપર હોય છે ભણેલો-ગણેલો કે અનપઢ થી મૂલ્યાંકન નથી થતું મનુષ્ય જેવી કરતૂત કરે છે તેવું જ તેનું નામ થઇ જાય છે
ਐਸੀ ਕਲਾ ਨ ਖੇਡੀਐ ਜਿਤੁ ਦਰਗਹ ਗਇਆ ਹਾਰੀਐ ॥ એટલે એવો ખેલ ન કરવો જોઇએ જેને કારણે પ્રભુના દરબારમાં જઈને માનવ જન્મ ની બાજી હારી જાય
ਪੜਿਆ ਅਤੈ ਓਮੀਆ ਵੀਚਾਰੁ ਅਗੈ ਵੀਚਾਰੀਐ ॥ મનુષ્ય ભણેલો-ગણેલો હોય અથવા ન પણ હોય પ્રભુના દરબારમાં કેવળ પ્રભુના જ ગુણોના વિચાર જ સ્વીકાર કરવામાં આવે છે
ਮੁਹਿ ਚਲੈ ਸੁ ਅਗੈ ਮਾਰੀਐ ॥੧੨॥ જે મનુષ્ય આ જગતમાં પોતાની મરજીના હિસાબે ચાલે છે કે તે ત્યાં જઈને માર ખાય છે ।।૧૨।।
error: Content is protected !!
Scroll to Top
https://sinjaiutara.sinjaikab.go.id/images/mdemo/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://sinjaiutara.sinjaikab.go.id/images/mdemo/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html