Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-1339

Page 1339

ਆਠ ਪਹਰ ਪਾਰਬ੍ਰਹਮੁ ਧਿਆਈ ਸਦਾ ਸਦਾ ਗੁਨ ਗਾਇਆ ॥ અમે તો આઠ પ્રહર પરબ્રહ્મનું ધ્યાન કર્યું છે અને સદૈવ એના ગુણ ગાતા રહીયે છીએ
ਕਹੁ ਨਾਨਕ ਮੇਰੇ ਪੂਰੇ ਮਨੋਰਥ ਪਾਰਬ੍ਰਹਮੁ ਗੁਰੁ ਪਾਇਆ ॥੪॥੪॥ નાનક કથન કરે છે કે પરબ્રહ્મ ગુરુને મેળવીને મારા મનોરથ પુરા થઇ ગયા છે ||૪||૪||
ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੫ ॥ પ્રભાતી મહેલ ૫
ਸਿਮਰਤ ਨਾਮੁ ਕਿਲਬਿਖ ਸਭਿ ਨਾਸੇ ॥ ઈશ્વરનું સ્મરણ કરવાથી બધા પાપ દૂર થઈ જાય છે.
ਸਚੁ ਨਾਮੁ ਗੁਰਿ ਦੀਨੀ ਰਾਸੇ ॥ ગુરુએ સાચા નામની રાશિ પ્રદાન કરી છે.
ਪ੍ਰਭ ਕੀ ਦਰਗਹ ਸੋਭਾਵੰਤੇ ॥ ભક્તજન પ્રભુના દરબારમાં શોભાના પાત્ર બને છે અને
ਸੇਵਕ ਸੇਵਿ ਸਦਾ ਸੋਹੰਤੇ ॥੧॥ ભક્તિ કરીને સદૈવ સુંદર લાગે છે || ૧ ||
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜਪਹੁ ਮੇਰੇ ਭਾਈ ॥ હે મારા ભાઈ! પરમાત્મા ના નામનો જાપ કરો;
ਸਗਲੇ ਰੋਗ ਦੋਖ ਸਭਿ ਬਿਨਸਹਿ ਅਗਿਆਨੁ ਅੰਧੇਰਾ ਮਨ ਤੇ ਜਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ આનાથી બધા રોગ-દોષનો નાશ થઇ જાય છે અને મનમાંથી અજ્ઞાનનું અંધકાર સમાપ્ત થઇ જાય છે || ૧ || વિરામ||
ਜਨਮ ਮਰਨ ਗੁਰਿ ਰਾਖੇ ਮੀਤ ॥ મિત્ર ગુરુએ મને જન્મ-મરણના ચક્રથી બચાવી લીધો છે અને
ਹਰਿ ਕੇ ਨਾਮ ਸਿਉ ਲਾਗੀ ਪ੍ਰੀਤਿ ॥ અમારી પરમાત્માના નામથી પ્રીતિ લાગી ગઈ છે.
ਕੋਟਿ ਜਨਮ ਕੇ ਗਏ ਕਲੇਸ ॥ એનાથી કરોડો જન્મના દુઃખ અને ક્લેશ મટી ગયા છે.
ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋ ਭਲ ਹੋਸ ॥੨॥ જે એને મંજુર છે, તે સારું જ થાય છે || ૨ ||
ਤਿਸੁ ਗੁਰ ਕਉ ਹਉ ਸਦ ਬਲਿ ਜਾਈ ॥ હું એ ગુરુ પર સદા બલિહાર જાવ છું,
ਜਿਸੁ ਪ੍ਰਸਾਦਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਈ ॥ જેની કૃપાથી પરમાત્માનું ધ્યાન કર્યું છે.
ਐਸਾ ਗੁਰੁ ਪਾਈਐ ਵਡਭਾਗੀ ॥ એટલે જ ગુરુ ભાગ્યશાળી ને જ પ્રાપ્ત થાય છે,
ਜਿਸੁ ਮਿਲਤੇ ਰਾਮ ਲਿਵ ਲਾਗੀ ॥੩॥ જેને મળીને ઈશ્વરમાં લગન લાગે છે || ૩ ||
ਕਰਿ ਕਿਰਪਾ ਪਾਰਬ੍ਰਹਮ ਸੁਆਮੀ ॥ ਸਗਲ ਘਟਾ ਕੇ ਅੰਤਰਜਾਮੀ ॥ હે પરબ્રહ્મ સ્વામી! કૃપા કરો, તું બધાની દિલની વાત જાણે છે.
ਆਠ ਪਹਰ ਅਪੁਨੀ ਲਿਵ ਲਾਇ ॥ ਜਨੁ ਨਾਨਕੁ ਪ੍ਰਭ ਕੀ ਸਰਨਾਇ ॥੪॥੫॥ આઠ પ્રહર તમારી ભક્તિમાં જ રાખો, હે પ્રભુ! દાસ નાનક તારા શરણોમાં છે || ૪ || ૫ ||
ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੫ ॥ પ્રભાતી મહેલ ૫
ਕਰਿ ਕਿਰਪਾ ਅਪੁਨੇ ਪ੍ਰਭਿ ਕੀਏ ॥ પ્રભુએ કૃપા કરીને મને પોતાનો બનાવી લીધો છે અને
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਜਪਨ ਕਉ ਦੀਏ ॥ મને હરિનામ જાપ કરવા માટે પ્રદાન કર્યું છે.
ਆਠ ਪਹਰ ਗੁਨ ਗਾਇ ਗੁਬਿੰਦ ॥ હવે હું આઠ પ્રહર ઈશ્વરનું ગુણગાન કરું છું,
ਭੈ ਬਿਨਸੇ ਉਤਰੀ ਸਭ ਚਿੰਦ ॥੧॥ જેનાથી બધા જ ડરનો નાશ થયો છે અને મારી બધી ચિંતા દૂર થઇ ગઈ છે || ૧ ||
ਉਬਰੇ ਸਤਿਗੁਰ ਚਰਨੀ ਲਾਗਿ ॥ ગુરુના ચરણોમાં ઊભા રહીને આપણે બંધનમાંથી મુક્ત થઈએ છીએ.
ਜੋ ਗੁਰੁ ਕਹੈ ਸੋਈ ਭਲ ਮੀਠਾ ਮਨ ਕੀ ਮਤਿ ਤਿਆਗਿ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુ જે કહે તે સારું અને આપણે મનની ચતુરાઈ છોડી દીધી છે. || ૧ || વિરામ||
ਮਨਿ ਤਨਿ ਵਸਿਆ ਹਰਿ ਪ੍ਰਭੁ ਸੋਈ ॥ આપણા મન અને શરીરમાં ફક્ત પ્રભુ જ વસે છે.
ਕਲਿ ਕਲੇਸ ਕਿਛੁ ਬਿਘਨੁ ਨ ਹੋਈ ॥ જેના કારણે કોઈ તકરાર અને પરેશાની થતી નથી.
ਸਦਾ ਸਦਾ ਪ੍ਰਭੁ ਜੀਅ ਕੈ ਸੰਗਿ ॥ પ્રભુ હંમેશા આત્મા સાથે છે અને
ਉਤਰੀ ਮੈਲੁ ਨਾਮ ਕੈ ਰੰਗਿ ॥੨॥ પ્રભુના નામમાં લીન થવાથી પાપોની મલિનતા દૂર થાય છે. || ૨ ||
ਚਰਨ ਕਮਲ ਸਿਉ ਲਾਗੋ ਪਿਆਰੁ ॥ અમે પ્રભુના ચરણોમાં પ્રેમમાં છીએ,
ਬਿਨਸੇ ਕਾਮ ਕ੍ਰੋਧ ਅਹੰਕਾਰ ॥ જેના કારણે વાસના, ક્રોધ અને અહંકાર બધાનો નાશ થાય છે.
ਪ੍ਰਭ ਮਿਲਨ ਕਾ ਮਾਰਗੁ ਜਾਨਾਂ ॥ મારે પ્રભુને મળવાના માર્ગે જવું છે અને
ਭਾਇ ਭਗਤਿ ਹਰਿ ਸਿਉ ਮਨੁ ਮਾਨਾਂ ॥੩॥ પ્રભુની ભક્તિથી મન તૃપ્ત થાય છે || ૩ ||
ਸੁਣਿ ਸਜਣ ਸੰਤ ਮੀਤ ਸੁਹੇਲੇ ॥ હે સજ્જનો, સંતો, સુખી મિત્રો! સાંભળો;
ਨਾਮੁ ਰਤਨੁ ਹਰਿ ਅਗਹ ਅਤੋਲੇ ॥ હરિનામ રત્ન અમર્યાદિત છે, તેની સરખામણી કરી શકાતી નથી.
ਸਦਾ ਸਦਾ ਪ੍ਰਭੁ ਗੁਣ ਨਿਧਿ ਗਾਈਐ ॥ તમે હંમેશા ગુણોના ભંડાર ભગવાનની સ્તુતિ કરો,
ਕਹੁ ਨਾਨਕ ਵਡਭਾਗੀ ਪਾਈਐ ॥੪॥੬॥ નાનક કહે છે કે ભાગ્યશાળીને જ મળે છે || ૪ || ૬ ||
ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੫ ॥ પ્રભાતી મહેલ ૫ ||
ਸੇ ਧਨਵੰਤ ਸੇਈ ਸਚੁ ਸਾਹਾ ॥ એ લોકો ધનવાન છે, ભગવાનના દરબારમાં તેઓ જ સાચા શાહુકાર ગણાય છે.
ਹਰਿ ਕੀ ਦਰਗਹ ਨਾਮੁ ਵਿਸਾਹਾ ॥੧॥ જે હરિનામ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા ધરાવે છે || ૧ ||
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜਪਹੁ ਮਨ ਮੀਤ ॥ હે મારા મિત્ર મન! હરિનામનો જાપ કરો;
ਗੁਰੁ ਪੂਰਾ ਪਾਈਐ ਵਡਭਾਗੀ ਨਿਰਮਲ ਪੂਰਨ ਰੀਤਿ ॥੧॥ ਰਹਾਉ ॥ એક સંપૂર્ણ ગુરુ ફક્ત સંપૂર્ણ નસીબ દ્વારા જ પ્રાપ્ત થાય છે, જેની રીત સંપૂર્ણપણે શુદ્ધ હોય છે ||૧|| વિરામ||
ਪਾਇਆ ਲਾਭੁ ਵਜੀ ਵਾਧਾਈ ॥ ત્યારે લાભ પ્રાપ્ત થાય છે અને શુભકામનાઓ મળે છે
ਸੰਤ ਪ੍ਰਸਾਦਿ ਹਰਿ ਕੇ ਗੁਨ ਗਾਈ ॥੨॥ જ્યારે સંતોની કૃપાથી ભગવાનની સ્તુતિ થાય છે. || ૨ ||
ਸਫਲ ਜਨਮੁ ਜੀਵਨ ਪਰਵਾਣੁ ॥ ત્યારે જ જન્મ સફળ થાય છે અને ત્યારે જ જીવન માન્ય છે
ਗੁਰ ਪਰਸਾਦੀ ਹਰਿ ਰੰਗੁ ਮਾਣੁ ॥੩॥ જયારે ગુરુની કૃપાથી ઈશ્વર-ભક્તિ નો આનંદ મળે છે || ૩ ||
ਬਿਨਸੇ ਕਾਮ ਕ੍ਰੋਧ ਅਹੰਕਾਰ ॥ નાનક ફરમાવે છે કે માણસની બધી કામ અને ક્રોધ, અહંકાર નાશ પામે છે અને
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਉਤਰਹਿ ਪਾਰਿ ॥੪॥੭॥ ગુરુ થકી તે સંસાર સાગર પાર કરે છે || ૪ || ૭ ||
ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੫ ॥ પ્રભાતી મહેલ ૫ ||
ਗੁਰੁ ਪੂਰਾ ਪੂਰੀ ਤਾ ਕੀ ਕਲਾ ॥ પૂર્ણ ગુરુની શક્તિ પણ પૂર્ણ છે,
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html