Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-237

Page 237

ਸਹਜੇ ਦੁਬਿਧਾ ਤਨ ਕੀ ਨਾਸੀ ॥ જો તે દુનિયાથી ઉપરામ ફરે છે તો પણ આધ્યાત્મિક સ્થિરતામાં ટકી રહેવાને કારણે તેના હૃદયમાંથી મારુ-તારુ દૂર થઇ જાય છે.
ਜਾ ਕੈ ਸਹਜਿ ਮਨਿ ਭਇਆ ਅਨੰਦੁ ॥ હે ભાઈ! આધ્યાત્મિક સ્થિરતાને કારણે જે મનુષ્યના મનમાં આનંદ ઉત્પન્ન થઇ જાય છે
ਤਾ ਕਉ ਭੇਟਿਆ ਪਰਮਾਨੰਦੁ ॥੫॥ તેને તે પરમાત્મા મળી જાય છે જે સૌથી ઊંચા આધ્યાત્મિક આનંદનો માલિક છે ॥૫॥
ਸਹਜੇ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਓ ਨਾਮੁ ॥ તે મનુષ્ય આધ્યાત્મિક સ્થરતામાં ટકીને નામ-અમૃત પીતો રહે છે,
ਸਹਜੇ ਕੀਨੋ ਜੀਅ ਕੋ ਦਾਨੁ ॥ આ આધ્યાત્મિક સ્થિરતાની કૃપાથી તે બીજા લોકોને પણ આધ્યાત્મિક જીવનનું દાન દે છે.
ਸਹਜ ਕਥਾ ਮਹਿ ਆਤਮੁ ਰਸਿਆ ॥ આધ્યાત્મિક સ્થિરતા ઉત્પન્ન કરનાર પ્રભુની મહિમાની વાતોમાં તેની જીવ ભળેલી રહે છે,
ਤਾ ਕੈ ਸੰਗਿ ਅਬਿਨਾਸੀ ਵਸਿਆ ॥੬॥ તેના દિલમાં અવિનાશી પરમાત્મા આવી વસે છે ॥૬॥
ਸਹਜੇ ਆਸਣੁ ਅਸਥਿਰੁ ਭਾਇਆ ॥ આધ્યાત્મિક સ્થિરતામાં તેનું હંમેશા તકનાર ઠેકાણું બની રહે છે અને તેને તે ઠેકાણું સારું લાગે છે,
ਸਹਜੇ ਅਨਹਤ ਸਬਦੁ ਵਜਾਇਆ ॥ આધ્યાત્મિક સ્થિરતામાં ટકીને જ તે પોતાની અંદર એક-રસ મહિમાની વાણી પ્રબળ કરી રાખે છે,
ਸਹਜੇ ਰੁਣ ਝੁਣਕਾਰੁ ਸੁਹਾਇਆ ॥ આધ્યાત્મિક સ્થિરતાને કારણે જ તેની અંદર આધ્યાત્મિક આનંદની એક-રસ લહેર સોહામણી બની રહે છે.
ਤਾ ਕੈ ਘਰਿ ਪਾਰਬ੍ਰਹਮੁ ਸਮਾਇਆ ॥੭॥ હે ભાઈ! તેના હૃદયમાં પરમાત્મા હંમેશા પ્રગટ રહે છે ॥૭॥
ਸਹਜੇ ਜਾ ਕਉ ਪਰਿਓ ਕਰਮਾ ॥ હે ભાઈ! જે મનુષ્ય પર પરમાત્માની કૃપા હોય છે તે આધ્યાત્મિક સ્થિરતામાં ટકે છે,
ਸਹਜੇ ਗੁਰੁ ਭੇਟਿਓ ਸਚੁ ਧਰਮਾ ॥ તેને ગુરુ મળે છે, હંમેશા સ્થિર નામના સ્મરણને તે પોતાનો ધર્મ બનાવી લે છે.
ਜਾ ਕੈ ਸਹਜੁ ਭਇਆ ਸੋ ਜਾਣੈ ॥ પરંતુ આ સહજ સ્થિતિ વ્યક્ત કરી શકાતી નથી,
ਨਾਨਕ ਦਾਸ ਤਾ ਕੈ ਕੁਰਬਾਣੈ ॥੮॥੩॥ જે મનુષ્યની અંદર આ આધ્યાત્મિક સ્થિરતા ઉત્પન્ન થાય છે ॥૮॥૩॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਪ੍ਰਥਮੇ ਗਰਭ ਵਾਸ ਤੇ ਟਰਿਆ ॥ હે ભાઈ! જીવ પહેલા માં ના પેટમાં વસવાથી છુટકારો મેળવે છે,
ਪੁਤ੍ਰ ਕਲਤ੍ਰ ਕੁਟੰਬ ਸੰਗਿ ਜੁਰਿਆ ॥ જગતમાં જન્મ લઈને પછી ધીમે-ધીમે યુવાની પર પહોંચીને પુત્ર-સ્ત્રી વગેરે પરિવારના મોહમાં ફસાયેલા રહે છે
ਭੋਜਨੁ ਅਨਿਕ ਪ੍ਰਕਾਰ ਬਹੁ ਕਪਰੇ ॥ ਸਰਪਰ ਗਵਨੁ ਕਰਹਿਗੇ ਬਪੁਰੇ ॥੧॥ કેટલાય પ્રકારનું ખાવાનું ખાય છે, કેટલાય પ્રકારના કપડાં પહેરે છે, આખી ઉમર આ રંગોમાં જ મસ્ત રહીને ખોટા માર્ગ પર પડી રહે છે, પરંતુ આવા લોકો પણ જરૂર બિચારાની જેમ જ જગતથી કુચ કરી જશે ॥૧॥
ਕਵਨੁ ਅਸਥਾਨੁ ਜੋ ਕਬਹੁ ਨ ਟਰੈ ॥ હે ભાઈ! તે કઈ જગ્યા છે જે હંમેશા અટળ રહે છે?
ਕਵਨੁ ਸਬਦੁ ਜਿਤੁ ਦੁਰਮਤਿ ਹਰੈ ॥੧॥ ਰਹਾਉ ॥ તે કયો શબ્દ છે જેની કૃપાથી મનુષ્યની દુર્મતિ દૂર થાય છે? ॥૧॥ વિરામ॥
ਇੰਦ੍ਰ ਪੁਰੀ ਮਹਿ ਸਰਪਰ ਮਰਣਾ ॥ હે ભાઈ! બીજાની તો વાત જ શું છે? ઇન્દ્રપુરીમાં મૃત્યુ અવશ્ય આવે છે,
ਬ੍ਰਹਮ ਪੁਰੀ ਨਿਹਚਲੁ ਨਹੀ ਰਹਣਾ ॥ બ્રહ્મપુરી પણ હંમેશા અટળ નથી રહી શકતી,
ਸਿਵ ਪੁਰੀ ਕਾ ਹੋਇਗਾ ਕਾਲਾ ॥ શિવપુરીનો પણ નાશ થઇ જશે.
ਤ੍ਰੈ ਗੁਣ ਮਾਇਆ ਬਿਨਸਿ ਬਿਤਾਲਾ ॥੨॥ પરંતુ જગત ત્રણ ગુણોવાળી માયાની અસર હેઠળ જીવનના સાચા માર્ગથી અલગ થઈને આધ્યાત્મિક મૃત્યુ સહન કરતો રહે છે ॥૨॥
ਗਿਰਿ ਤਰ ਧਰਣਿ ਗਗਨ ਅਰੁ ਤਾਰੇ ॥ હે ભાઈ! પહાડ, વૃક્ષ, ધરતી, આકાશ તેમજ તારા,
ਰਵਿ ਸਸਿ ਪਵਣੁ ਪਾਵਕੁ ਨੀਰਾਰੇ ॥ સુરજ, ચંદ્ર, આગ, પાણી,
ਦਿਨਸੁ ਰੈਣਿ ਬਰਤ ਅਰੁ ਭੇਦਾ ॥ દિવસ અને રાત; વ્રત વગેરે અલગ-અલગ પ્રકારની મર્યાદાઓ,
ਸਾਸਤ ਸਿੰਮ੍ਰਿਤਿ ਬਿਨਸਹਿਗੇ ਬੇਦਾ ॥੩॥ વેદ, સ્મૃતિઓ, શાસ્ત્ર – આ બધું અંતે નાશ થઇ જશે ॥૩॥
ਤੀਰਥ ਦੇਵ ਦੇਹੁਰਾ ਪੋਥੀ ॥ હે ભાઈ! તીર્થ, દેવતા, મંદિર, ધર્મ-પુસ્તકો,
ਮਾਲਾ ਤਿਲਕੁ ਸੋਚ ਪਾਕ ਹੋਤੀ ॥ માળા, તિલક, સ્વચ્છ રસોઈ, હવન કરનાર;
ਧੋਤੀ ਡੰਡਉਤਿ ਪਰਸਾਦਨ ਭੋਗਾ ॥ નેતિ-ધોતી તેમજ દંડવત-નમસ્કાર; બીજી તરફ મહેલોનો ભોગ વિલાસ
ਗਵਨੁ ਕਰੈਗੋ ਸਗਲੋ ਲੋਗਾ ॥੪॥ આખું જગત જ અંતે કુચ કરી જશે ॥૪॥
ਜਾਤਿ ਵਰਨ ਤੁਰਕ ਅਰੁ ਹਿੰਦੂ ॥ અલગ-અલગ જાતિઓ બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે જાતિ, મુસલમાન તેમજ હિન્દુ,
ਪਸੁ ਪੰਖੀ ਅਨਿਕ ਜੋਨਿ ਜਿੰਦੂ ॥ પશુ-પક્ષી અનેક યોનીઓના જીવ;
ਸਗਲ ਪਾਸਾਰੁ ਦੀਸੈ ਪਾਸਾਰਾ ॥ આ આખું જગત ફેલાવો જે દેખાઈ દઈ રહ્યું છે,
ਬਿਨਸਿ ਜਾਇਗੋ ਸਗਲ ਆਕਾਰਾ ॥੫॥ આ આખું દ્રશ્યમાન જગત અંતે નાશ થઇ જશે ॥૫॥
ਸਹਜ ਸਿਫਤਿ ਭਗਤਿ ਤਤੁ ਗਿਆਨਾ ॥ ਸਦਾ ਅਨੰਦੁ ਨਿਹਚਲੁ ਸਚੁ ਥਾਨਾ ॥ પરંતુ, હે ભાઈ! તે ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ-સ્થળ હંમેશા કાયમ રહેનાર છે અટળ છે અને ત્યાં હંમેશા જ આનંદ પણ છે, જ્યાં આધ્યાત્મિક સ્થિતિ દેનાર મહિમા થઇ રહી છે જ્યાં ભક્તિ થઈ રહી છે
ਤਹਾ ਸੰਗਤਿ ਸਾਧ ਗੁਣ ਰਸੈ ॥ જ્યાં જગતના મૂળ પરમાત્માની સાથે સંધિ પડી રહી છે, ત્યાં સાધુ-સંગતિ પરમાત્માના ગુણોનો આનંદ લે છે,
ਅਨਭਉ ਨਗਰੁ ਤਹਾ ਸਦ ਵਸੈ ॥੬॥ ત્યાં હંમેશા એક એવું નગર વસી રહે છે જ્યાં કોઈ પ્રકારનો કોઈ ડર ભટકી શકતો નથી ॥૬॥
ਤਹ ਭਉ ਭਰਮਾ ਸੋਗੁ ਨ ਚਿੰਤਾ ॥ હે ભાઈ! તે ઊંચી આધ્યાત્મિક સ્થિતિ-સ્થળમાં કોઈ ડર, કોઈ ભ્રમ, કોઈ ગમ, કોઈ ચિંતા પહોંચી શકતા નથી,
ਆਵਣੁ ਜਾਵਣੁ ਮਿਰਤੁ ਨ ਹੋਤਾ ॥ ત્યાં જન્મ મરણનો ચક્ર રહેતો નથી, ત્યાં આધ્યાત્મિક મૃત્યુ હોતી નથી,
ਤਹ ਸਦਾ ਅਨੰਦ ਅਨਹਤ ਆਖਾਰੇ ॥ ત્યાં હંમેશા એક રસ આધ્યાત્મિક આનંદના જેમ અખાડા લાગેલ રહે છે,
ਭਗਤ ਵਸਹਿ ਕੀਰਤਨ ਆਧਾਰੇ ॥੭॥ ત્યાં ભક્ત-જણ પરમાત્માની મહિમાને આશરે વસે છે ॥૭॥
ਪਾਰਬ੍ਰਹਮ ਕਾ ਅੰਤੁ ਨ ਪਾਰੁ ॥ હે ભાઈ! જે પરમાત્માની આ રચના રચેલી છે તે પરમાત્માના ગુણોનો અંત પડી શકતો નથી, તે પારનો છેડો મળી શકતો નથી.
ਕਉਣੁ ਕਰੈ ਤਾ ਕਾ ਬੀਚਾਰੁ ॥ જગતમાં એવો કોઈ મનુષ્ય નથી, જે તેના ગુણોનો અંત મેળવવાનો વિચાર કરી શકે.
ਕਹੁ ਨਾਨਕ ਜਿਸੁ ਕਿਰਪਾ ਕਰੈ ॥ નાનક કહે છે, જે મનુષ્ય પર પરમાત્મા કૃપા કરે છે તેને હંમેશા કાયમ રહેનાર જગ્યા સાધુ-સંગતિ પ્રાપ્ત થઇ જાય છે.
ਨਿਹਚਲ ਥਾਨੁ ਸਾਧਸੰਗਿ ਤਰੈ ॥੮॥੪॥ સાધુ-સંગતમાં રહીને તે મનુષ્ય સંસાર સમુદ્રથી પાર પડી જાય છે ॥૮॥૪॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਸੋਈ ਸੂਰਾ ॥ હે ભાઈ! જે મનુષ્ય આ મારા-તારાને સમાપ્ત કરી લે છે, તે જ વિકારોની સરખામણીમાં બલી શૂરવીર છે,
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਸੋਈ ਪੂਰਾ ॥ તે જ બધા ગુણોનો માલિક છે.
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਤਿਸਹਿ ਵਡਿਆਈ ॥ જે મનુષ્ય આ દુવિધાને મારી લે છે, તેને દરેક જગ્યાએ આદર મળે છે
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਤਿਸ ਕਾ ਦੁਖੁ ਜਾਈ ॥੧॥ તે મનુષ્યનું દરેક પ્રકારનું દુઃખ દુર થઇ જાય છે ॥૧॥
ਐਸਾ ਕੋਇ ਜਿ ਦੁਬਿਧਾ ਮਾਰਿ ਗਵਾਵੈ ॥ હે ભાઈ! જગતમાં એવો કોઈ દુર્લભ મનુષ્ય છે, જે પોતાની અંદરથી મારા-તારાને સમાપ્ત -કરી દે છે.
ਇਸਹਿ ਮਾਰਿ ਰਾਜ ਜੋਗੁ ਕਮਾਵੈ ॥੧॥ ਰਹਾਉ ॥ જે આ મારા-તારાને મારી લે છે, તે ગૃહસ્થમાં રહેતો હોવા છતાં પણ પરમાત્માની સાથે જોડ યોગ ઉત્પન્ન કરવાનો અભ્યાસી છે ॥૧॥વિરામ॥
error: Content is protected !!
Scroll to Top
https://sinjaiutara.sinjaikab.go.id/images/mdemo/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://sinjaiutara.sinjaikab.go.id/images/mdemo/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html